GUJARAT : કોરોનાની ચેઇન તોડવા લૉકડાઉન જરૂરી, સરકારે સમિક્ષા શરૂ કરી, કોર કમિટીમાં સાંજે લેવાશે નિર્ણય

|

Apr 19, 2021 | 2:35 PM

GUJARAT માં વધતા જતા કોરોનાના કહેરને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ LOCKDOWN લાદવો જરૂરી છે. અને, કોરોનાની ચેન તોડવા પણ LOCKDOWN જરૂરી હોવાનું હાલના સંજોગોમાં દેખાઇ રહ્યું છે.

GUJARAT : કોરોનાની ચેઇન તોડવા લૉકડાઉન જરૂરી, સરકારે સમિક્ષા શરૂ કરી, કોર કમિટીમાં સાંજે લેવાશે નિર્ણય
ફાઇલ

Follow us on

GUJARAT માં વધતા જતા કોરોનાના કહેરને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ LOCKDOWN લાદવો જરૂરી છે. અને, કોરોનાની ચેન તોડવા પણ LOCKDOWN જરૂરી હોવાનું હાલના સંજોગોમાં દેખાઇ રહ્યું છે. જેથી LOCKDOWN અંગે ગુજરાત સરકારે સમીક્ષા આરંભી દીધી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરની ટીમ, જિલ્લા, શહેરોની પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવાની સાથે વેપારી સંગઠનો સાથે પણ ચર્ચા થઇ રહી છે, જેને આધારે કોર કમિટીની આજે સાંજે મળનારી બેઠકમાં LOCKDOWN અંગેનો આખરી નિર્ણય કરવામાં આવે એવી શક્યતા છે.

અહીં નોંધનીય છેકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોરોનાની પરિસ્થિતિના આધારે LOCKDOWN લાદવાની જે-તે રાજ્યોને છૂટછાટ આપી છે. એટલું જ નહીં, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવાં કોરોનાના કહેરમાં આવેલાં રાજ્યોએ કોરોના કાબૂમાં લેવા લોકડાઉનનો માર્ગ અપનાવી લીધો છે. ગુજરાતમાં આ-જ રાજયો જેવી સ્થિતિ પ્રવર્તે છે. કોરોનાના કેસો વધતાં જે-તે શહેરો અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે, મોટા માર્કેટથી માંડીને નાની દુકાનોના સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. છતાં, રાજયમાં ક્યાંકને ક્યાંક કોરોનાની ચેન તોડવી મુશ્કેલ બની રહી હોવાનું દેખાઇ રહ્યું છે. જેથી આવા સંજોગોમાં હાલ તો લૉકડાઉન એક જ ઉપાય દેખાઇ રહ્યો છે. એ સંજોગોમાં ગુજરાતમાં પણ લૉકડાઉન લાદી કોરોના કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી શકે છે. ગુજરાતમાં લોકડાઉન લાદવા ડૉક્ટરનાં સંગઠનો, વેપારીઓ પણ સરકારને કહી ચૂક્યાં છે, ત્યારે હવે સરકાર લૉકડાઉન અંગે ગંભીર બની એ દિશામાં આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

રાજયમાં અનેક શહેરો અને વિસ્તારોમાં સ્વંયભૂ લૉકડાઉન

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સુરત શહેરમાં વિવિધ વેપારીમંડળો અને એસોસિયેશનો સ્વૈચ્છિક બંધ પાડી રહ્યા છે. જેના ભાગરૂપે વિકએન્ડ એટલે કે શનિ-રવિ બાદ સોમવારના દિવસે પણ જોવા બંધની અસર જોવા મળી રહી છે. હોસ્પિટલ બેડ સહિતની વ્યવસ્થા ન હોવાની ગંભીર સ્થિતિને લોકો સમજી રહ્યા છે. અને, નાગરિકો પોતાની નૈતિક ફરજ સમજીને કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જેની અસર શહેરભરમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તો અમદાવાદ શહેરમાં પણ કોરોનાની વિકટ પરિસ્થિતિ છે. હવે તો સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓ પાસે જઈ રજૂઆત કરી બંધ રાખવા અપીલ કરાઇ રહી છે. શહેરના સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યારે વસ્ત્રાપુરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા કરાઇ જાહેરાત છે.

Next Article