
આવતીકાલે ગુજરાતની 15 બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન યોજાવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે મોટા નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા આવતા હોય છે અને જનતાને પણ પોતાનો સંદેશ પાઠવતા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપવા આવશે કે કેમ ચાલો જાણીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ ગુજરાતમાં મતદાન કરવા આ વર્ષે આવી રહ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીના વ્યસ્ત કાર્યક્રમો અને સત્તાવાર મુલાકાતોને કારણે તેઓ પોતાના મતવિસ્તારમાં આવી શકશે નહીં. દેશના વડાપ્રધાનના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવે છે પણ વડાપ્રધાન તેમના વ્યસ્ત શિડ્યુલના કારણે મતદાન કરવા નથી પહોંચવાના. જોકે આ પહેલા 2021માં પણ કોરોનાના સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદી મતદાન કરવા પહોંચ્યા ન હતા.
જોકે આવતીકાલની મતદાનમાં ભાગ લેવા માટે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવાના છે. અમિત શાહના મતદાન અને મુલાકાત અંગેના કાર્યક્રમો પણ નક્કી થઈ ગયા છે. અમિત શાહ 26 એપ્રિલ રવિવાર સવારે 10 વાગે અમદાવાદ પહોંચશે, અહીંથી અમિત શાહ સીધા મતદાન કરવા જવા માટે પોતાના મતવિસ્તાર પર જશે, અમિત શાહના આગમનને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Published On - 4:15 pm, Sat, 25 April 26