Corona Vaccination: ગુજરાતમાં કોરોનાની રસી લેનારા લોકોની સંખ્યા વધી, વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

|

Jul 20, 2021 | 11:05 PM

ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 47 ટકા એટલે કે 2,31,30,913 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ(First Dose Of  Vaccine) આપી દેવાયો છે.

Corona Vaccination: ગુજરાતમાં કોરોનાની રસી લેનારા લોકોની સંખ્યા વધી, વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર
File Image

Follow us on

કોરોના(corona) મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેક્સિનેશન (Vaccination)ની રાજ્યવ્યાપી સઘન કામગીરી  ચાલી રહી છે. ત્યારે 20મી જુલાઈ-2021 સુધીમાં રાજ્યમાં 47 ટકા લોકોને વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. 52 મિલિયન વેક્સિનેશન સાથે ગુજરાત(Gujarat) સમગ્ર દેશમાં અગ્રેસર છે.

 

ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 47 ટકા એટલે કે 2,31,30,913 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ(First Dose Of  Vaccine) આપી દેવાયો છે. એટલું જ નહીં, 70,16,083 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

મુખ્યમંત્રી(CM) વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેક્સિનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમિક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 20મી જૂલાઈના દિવસે 4,12,499  લોકોને કોરોના રસીકરણથી સાંકળી લેવામાં આવ્યા છે.

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેક્સિનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે 20મી જુલાઈ સુધીમાં 3,01,46,996 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. ગુજરાતમાં 20મી જુલાઈ સુધીમાં જે 2,31,30,913 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે, તેમાં 19,64,948 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર, 45થી વધુ વયના 1,16,37,087 તેમજ 18 થી 44 વયજૂથના 95,28,878 લોકોનો સમાવેશ થાય છે.

 

રાજ્યના આઠ મહાનગરોમાં રસી લેવાની પાત્રતા ધરાવતા 1,09,99,642 વ્યક્તિ સામે 74,76,174 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21,89,607 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે. આમ સમગ્ર રાજ્યના 8 મહાનગરોમાં કુલ 96,65,781 રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને 68% શહેરીજનોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

 

રસીકરણને લઈને દેશના લોકોમાં કંઈકને કંઈક માન્યતાઓ પ્રવર્તી રહી છે, ત્યારે ગુજરાતમાં સરકાર તેમજ આરોગ્યકર્મીઓ લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવામાં સફળ થયા છે અને ગુજરાતે રસીકરણમાં ડંકો વગાડ્યો છે. કોરોનાની ત્રીજી લહેરનાં ભણકારા સંભળાઈ રહ્યાં છે, ત્યારે રસીકરણ જ એક માત્ર બચવા માટેનો ઉપાય છે. રસીકરણ માટે રહેલી લોકોની ઉદાસીનતાને દુર કરવા સરકારે ઘણાં પગલાઓ લીધા હતા. સરકારના પ્રયત્નો સફળ રહ્યા અને રસીકરણ કેન્દ્ર પર જઈને લોકો રસી મુકાવા લાગ્યા અને ગુજરાત રસીકરણમાં પ્રથમ હરોળમાં પહોચ્યું.

 

આ પણ વાંચોCBSE Board Result 2021: સીબીએસઈ એ જાહેર કરી ડેડલાઈન, હવે આ દિવસે આવી શકે છે 10-12નુ પરિણામ

Next Article