ગુજરાતમાં આજે બુધવારે સવારના 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 90 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ધનસુરા, ભરૂચના નેત્રંગ, મહેસાણામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરા, મહિસાગરના વિરપુરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.
સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત વ્યક્તિઓ ડૂબ્યા હોવાની વિગત સામે આવી છે. સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી કુલ ચાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી એક મૃત અવસ્થામાં હતો. જ્યારે બાકીના ત્રણને સારવાર અર્થે હોસ્પિટલ મોકલાયા છે. અન્યોની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય કીરીટ પટેલ, SDM , મામલતદાર, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. સરસ્વતી નદીમાં ડૂબી જનારા એક જ પરિવારના સભ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, વિદેશની ધરતી પરથી ભારતની અનામત નીતિ વિરુદ્ધ નિવેદનો કરવા રાહુલ ગાંધીને શોભતું નથી. અનામત નાબૂદ કરવાની વાત કરીને તેમણે પોતાના અને કોંગ્રેસ પાર્ટીના છુપાયેલા ઈરાદાઓ જાહેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટી અનામત ખતમ કરવાની તેમની કોઈપણ રણનીતિને સફળ થવા દેશે નહીં.
विदेशी धरती से भारत की आरक्षण की नीति के विरुद्ध बयानबाजी करना राहुल गांधी को शोभा नहीं देता। आरक्षण को मिटाने की बात कर उन्होंने अपनी और कांग्रेस पार्टी की छुपी मंशा को जाहिर कर दिया है।
देश के पिछड़े और पीड़ित वर्गों की समस्याओं के प्रति उनकी उदासीनता और असंवेदनशीलता खेदजनक…
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 11, 2024
પાટણના સમી-રાઘનપુર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 3 મોત થયા છે. ST બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇકસવાર 3 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ બાઇકમા આગ લાગી હતી. આગની ઝપેટમાં આવતા ગંભીર ઇજાથી મોત થયા હોવાની વિગતો સામે આવી છે.
બનાસકાંઠાના ધાનેરામાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ધાનેરા શહેર અને હાઇવેના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે.
તુલસી નગર માર્કેટની દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. સાચોર ધાનેરા હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરા નગરપાલિકાનો પ્રિ મોન્સૂન પ્લાન કાગળ પર જ રહ્યો હોવાનું સાબિત થયુ છે.
સુરતમાં લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં 38 ગણપતિ પંડાલોમાં સુરક્ષા વધારાઈ છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. રાત્રીના સમયે એક ગણપતિ પંડાલ પર કાંદા બટાકા મારવામાં આવ્યા હોવાની ફરિયાદ હતી. આ ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી છે. જ્યાં ઘટના બની ત્યાં પોલીસ ફોર્સ વધારી દેવામાં આવ્યા છે.
સતત ગણપતિ પંડાલ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અલગ અલગ ધાબા પર લાઈટ લગાવામાં આવી છે.
ધાબા પર લાઈટ લાગવાથી લોકોની હલચલ ખબર પડી શકે. લાલગેટ વિસ્તાર માં 3 DCP, 5 ACP દ્વારા સતત પેટ્રોલિંગ કરાશે. 22 PI અધિકારીઓ ખડેપગે હાજર.
દાહોદના લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણનદીમાં નવા નીરની આવક થવા પામી છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે માછણનદીમાં નવા નીરની આવક થઈ રહી છે. છેલ્લા 1 મહિનામાં ત્રીજી વાર પાણી કોઝવે પરથી પાણી વહેતા કોઝવે પરથી પસાર થતા મુશ્કેલી અનુભવાઈ રહી છે. કોઝવે ઉપર પાણી ભરાતા જીવના જોખમે પસાર થવા સ્થાનિકો અને વાહનચાલક મજબુર થયા છે. જો કે કોઈ દુર્ઘટના ના થાય તે માટે પોલીસ દ્વારા બેરીકેટ મૂકવામાં આવ્યા છે.
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરથી શહેરની 40 ટકા કારને પૂરના પાણીથી નુકસાન થવા પામ્યું છે. આશરે 10 હજાર જેટલી કારના રીપેરીંગમાં દિવાળી સુધીનો સમય લાગશે. કારનું રીપેરીંગની કોસ્ટ ઓછામાં ઓછી 50 હજાર જેટલી થઈ રહી છે. ડીલરોને ફ્લડની કાર મૂકવા અલગ પ્લોટ ભાડે રાખવાની ફરજ પડી રહી છે. એક ડીલર પાસે 400થી વધુ કાર ફ્લડમાં પ્રભાવિત થયેલી આવી હોવાનું સામે આવ્યું છે. કારના નુકસાનને સિગ્રિકેશન કરીને તેના સર્વિસ કરવામાં આવી રહી છે.
અનેક કારના પાર્ટ્સ હાજર નહિ હોવાથી, અન્યત્રથી મંગાવવાની ફરજ પડી રહી છે.
રાજકોટમાં કડવા પાટીદાર સમાજના UD કલબ દ્વારા દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલે જણાવ્યું છે કે, નવરાત્રીમાં લવ જેહાદ રોક માટે અર્વાચીન ગરબાના આયોજકોએ આધારકાર્ડ અને ફોટો લેવો જોઈએ. જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે. UD કલબ નવરાત્રીના પાસ માટે આધારકાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમ્યાન 15 અને 16 સપ્ટેમ્બરે રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ. સૂત્રના જણાવ્યા મુજબ 2 દિવસ ગુજરાત મુલાકાત દરમ્યાન જાહેર કાર્યક્રમ સિવાય રાજભવનમાં કરશે બેઠક.
સુરત રેલ્વે સ્ટેશન પર રાત્રીના સમયે પાણીનો પાઈપ તૂટતા લિકેજ . પાણીના કારણે પ્લેટફોર્મ પર આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો.સોશ્યિલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
અમદાવાદના ન્યુ કોટન અમરાઈવાડી માર્ગ પરની આશિમા કંપનીમાં હોબાળો. કંપનીના સંચાલકોએ એકાએક તાળા મારતા કર્મચારીઓ બેકાર બન્યાં. મહિલા કર્મચારી સહિત સેંકડો કારીગરોએ ગેટ પાસે એકઠાં થઈ સૂત્રોચ્ચાર કર્યા. બાકી પગાર તેમજ અન્ય લેણાં ચુકવ્યા બાદ કંપની બંધ કરે તેવી માગ. પોલીસ કાફલો બોલાવવાની પણ ફરજ પડી.
વડોદરા ભાજપમાં ફરી જૂથવાદ આવ્યો સામે. પૂર બાદ ધારાસભ્યો, શહેર ભાજપ સંગઠન અને મનપાના હોદ્દેદારો વચ્ચે ગજગ્રાહની આશંકા. કોર્પોરેશનના કુત્રિમ તળાવના ઉદઘાટનની પત્રિકામાં શાસકોના જ ફોટો ગાયબ જોવા મળ્યાં. આમંત્રણ કાર્ડમાંથી સાંસદ, મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા સહિતના ફોટો ન હોવાથી ચર્ચા જાગી.
દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. સતત બીજા દીવસે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. લીમખેડા, ઝાલોદ, દેવગઢબારિયા, સિંગવડ સહિતના તાલુકાઓમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ.
સુરત પોલીસનું “મુસાફિર હું યારો”નામનું અભિયાન રંગ લાવ્યું. ભટકતા માણસોનું કાઉન્સિલિંગ કરી હિસ્ટ્રી મેળવી પરિવાર સાથે કરાવે છે મિલન. પંચમહાલમાં રહેતા પરિવાર સાથે 40 વર્ષ પહેલાં છુટા પડેલા વ્યક્તિની પરિવાર સાથે મુલાકાત કરાવી, પિતાએ ઠપકો આપતા ઘર છોડી સુરત આવી કરતા હતા મજૂરી. પરિવારને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા.
ગીર સોમનાથના ગીર ગઢડામા સિંહ ઘરમાં ઘૂસ્યો. પટેલપરા વિસ્તારના એક મકાનમાં સિંહે ધામા નાંખતા ગામમાં ભયનો માહોલ સર્જાયો. તાત્કાલિક વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું. સિંહના રેસ્ક્યૂ દરમિયાન અફરાતફરી અને દોડધામના દ્રશ્યો સામે આવ્યા. રેસ્ક્યુ સમયે સિંહ નાસી છૂટતા ગ્રામજનોએ હાશકારો મેળવ્યો.
બુધવારે દિલ્હી-NCRમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું. ઈસ્લામાબાદ અને લાહોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધવામાં આવી હતી.
પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે તે ઘસવામાં આવે છે. જ્યારે તેઓ એકબીજા પર ચઢે છે અથવા તેમની પાસેથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.
મહેસાણા ઉંઝા APMCમાં ચુંટણી પહેલા ગરમાયું રાજકારણ. પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નિવેદન.”મને રાજકારણમાં રસ નથી, હાલ સક્રિય રાજકારણમાં નિવૃત્ત છું. 25 વર્ષ પહેલા માર્કેટ છોડ્યું ત્યાર બાદ APMCમાં પગ નથી મૂક્યો. મારો પુત્ર APMCની ચૂંટણે લડશે કે નહિ તેની અંગે હું કંઇ ન કહી શકું.
રાજધાની દિલ્લીના વાતાવરણમાં આવ્યો પલટો. શહેરના અનેક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યાં. ઈન્ડિયા ગેટ વિસ્તારમાં વરસાદથી સામાન્ય જનજીવનને અસર પહોંચી. નોકરી-ધંધાર્થે જવા નીકળેલા શહેરીજનો છત્રીનો સહારો લેતા નજરે પડ્યાં.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઈંચ જ્યારે ભરૂચના વાલિયામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. નર્મદાના સાગબારામાં 3 ઈંચ, ખેરગામમાં 2.9 ઈંચ વરસાદ નોંધાયો. 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.
અમેરિકા પ્રવાસ દરમિયાન ચીન મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન. કહ્યું, ચીની સૈનિકોએ લદ્દાખમાં દિલ્લી જેટલી જમીન કબ્જે કરી. અમેરિકામાં રાહુલ ગાંધીના આક્ષેપ બાદ ભાજપે પલટવાર કર્યો. સંસદીય પ્રધાન કિરણ રિજીજુએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો.
ચર્ચાના અંતે, ટ્રમ્પે બિડેન સરકારની ખામીઓ અંગે જણાવ્યું કે, “Joe Biden અને કમલા હેરિસ અમેરિકન ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે.
કચ્છમાં ભેદી બીમારીથી મોત બાદ રાજ્ય સરકાર એક્શનમાં. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કલેક્ટર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી. ઋષિકેશ પટેલની સાથે કચ્છના પ્રભારી શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા. અધિકારીઓને લોકોના સર્વે સહિતના પગલા ભરવા નિર્દેશ આપ્યા.
ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ. હરિદ્વાર શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા. વરસાદી માહોલના કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી.
મહેસાણાના ઊંઝામાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. ઉત્તર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી.
મહાસત્તા અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી બની રસપ્રદ. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રેસિડેન્સિયલ ડિબેટ. વિવિધ મુદ્દાઓ પર બંને એકબીજા પર વરસ્યા. બંધારણ, એબોર્સન સહિત ટ્રમ્પ પરના કેસો મુદ્દે બંનેના એકબીજા પર શાબ્દિક પ્રહાર..
અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં માલકનેસ ગામના કુવામાં દીપડો ખાબક્યો. વનવિભાગે ઘટના સ્થળ પર પહોંચી હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન. દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો.
દિલ્હીમાં મંકીપોક્સનો એક મામલો સામે આવ્યો હતો, જેના પર એલએનજેપી હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે, અમારી પાસે એક દર્દી આવ્યો હતો, તે મંકીપોક્સ પોઝિટિવ હતો, હાલમાં અમે તેને સારવાર માટે પૂણે મોકલી દીધો છે. લક્ષણોનું વર્ણન કરતાં ડૉક્ટરે કહ્યું કે, દર્દીને તાવ હતો અને તેના શરીરમાં ખૂબ દુખાવો હતો.
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણ મુદ્દે તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ. માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મુદ્દે વેપારીઓ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો અને ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરી હતી. “ચાઈના લસણ બંધ કરો”ના પોસ્ટર હાથમાં રાખી વિરોધ દર્શાવ્યો હતો. મહત્વનું છે કે, ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા ચાઈનીઝ લસણની આવક થઈ હતી.
રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદની આગાહી. આગામી 2 દિવસ અતિભારે વરસાદનું હવામાન વિભાગે કર્યું અનુમાન. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા.
ભરૂચના શુક્લતીર્થ રોડ પર કાર ચાલકે 2 બાઈકને અડફેટે લીધા. 1 બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં નિપજ્યું મોત. અન્ય બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો. પોલીસે હાથ ધરી તપાસ.
Published On - 6:15 am, Wed, 11 September 24