5 મેના મોટા સમાચાર: Chandra Grahan 2023: આ સ્થળોએ જોવા મળ્યું ચંદ્રગ્રહણ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 11:52 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

5 મેના મોટા સમાચાર: Chandra Grahan 2023: આ સ્થળોએ જોવા મળ્યું ચંદ્રગ્રહણ
gujarat latest live news and samachar today 5th May 2023

આજે 5 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 May 2023 11:51 PM (IST)

    Chandra Grahan 2023: આ સ્થળોએ જોવા મળ્યું ચંદ્રગ્રહણ

    આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થયું છે. આ ચંદ્રગ્રહણ 08:44 થી શરૂ થઈ ગયું છે. જે મોડી રાત્રે 1.02 કલાકે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 15 મિનિટનો હોવાનું માનવામાં છે. આ છાયા ચંદ્રગ્રહણ છે.આ ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં જોવા મળશે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે અને ચંદ્ર પર પડછાયો પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ છાયા ચંદ્રગ્રહણ છે.

  • 05 May 2023 11:48 PM (IST)

    નીરજ ચોપરાએ ફરી કરી કમાલ, વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સને હરાવીને જીતી દોહા ડાયમંડ લીગ

    ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નવી સિઝનની શાનદાર શરૂઆત કરી છે. નીરજ ચોપરાએ 5મી મે (શુક્રવાર)ના રોજ દોહા ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું. દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક ખેલાડી જેકોબ વાડલેજ બીજા ક્રમે રહ્યો હતો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ ત્રીજા સ્થાને છે. ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એન્ડરસન પીટર્સે નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.

  • 05 May 2023 11:05 PM (IST)

    Ahmedabad : માધવપુરામાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 2000 થી વધુ કાર્ડ બનાવ્યા

    અમદાવાદમાં (Ahmedabad) TRB જવાનના ( TRB Jawan)  નકલી આઈકાર્ડ(Fake ID Card)  બનાવવાના કેસમાં પોલીસે આઈકાર્ડ બનાવનાર પ્રિંટીંગ પ્રેસના માલિકની ધરપકડ કરી છે. જેમાં અત્યાર સુધી 2000થી વધુ TRB જવાનને આઈકાર્ડ બનાવી આપ્યા હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે આઈકાર્ડ બનાવવાના રેકેટ કેસમાં પોલીસે ડેટા મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.પોલીસે ધરપકડ કરેલ આરોપી રિતેશ સોલંકીએ માધવપુરામાં માનવ પ્રિન્ટ નામથી પ્રિન્ટિંગ પ્રેસમાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવ્યા હતા.. TRB જવાનને સરકાર કે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ આઈ કાર્ડ ઇસ્યુ કર્યા નથી અને આઈકાર્ડ બનાવવાની કોઈ મંજૂરી પણ નથી.

  • 05 May 2023 10:36 PM (IST)

    Ahmedabad: મહારાષ્ટ્રમાં મંદિરમાં ભક્તોને નશાવાળા પેંડા ખવડાવી દાગીના ચોરતી ટોળકીના એક આરોપીની ધરપકડ

    મહારાષ્ટ્રના(Maharashtra)  અલગ અલગ મંદિરોમાં પ્રસાદના નામે નશાવાળા પેંડા ખવડાવીને સોનાના દાગીના તેમજ રોકડ રૂપીયાની ચોરી કરતી ગેંગના સાગરીતની અમદાવાદ( Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ધરપકડ કરી છે.ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલા આરોપી વિશાલ પરમાર અને તેની ગેંગએ મંદિરમાં આવતા વ્યક્તિને ટાર્ગેટ કરીને મંદિરેમાં તેની સાથે જતા અને ત્યાં દર્શન કર્યા બાદ પ્રસાદમાં નશાની દવાવાળો પેંડો ખવડાવી બેભાન કરીને કિંમતી વસ્તુ તેમજ રોકડ રકમની ચોરી કરતાં હતાં.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે દાણીલીમડાથી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અને તેના સાગરીતો મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લાના દેવગડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરવા માટે ગયા હતાં.

  • 05 May 2023 10:14 PM (IST)

    ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, રાયડો પક્વતા ખેડૂતો હવે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરાવી પાક વેચી શકશે

    ગુજરાતના (Gujarat) ખેડૂતો માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં રાયડો પકવતા ખેડૂતો(Farmers)   પાસેથી ભારત સરકાર દ્વારા પીએસએસ ગાઇડલાઈન મુજબ રૂપિયા 5450 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે(MSP) ખરીદી કરવાની હોઈ રાજ્યના અનેક ખેડૂતોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રજીસ્ટ્રેશન કરાવેલુ હોય તેવા ખેડૂતો પાસેથી હાલમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલુ છે, જે આગામી  7મી જૂન, 2023  સુધી ચાલશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

  • 05 May 2023 09:54 PM (IST)

    મૃતક પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સામે આવ્યું, સાયબર ક્રાઇમમાં ફરિયાદ

    ગુજરાતના(Gujarat)  મૃતક પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના(Jayanti Bhanushali) નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ (Instragram)  એકાઉન્ટ સામે આવ્યું છે. જેમાં જયંતિ ભાનુશાલીનાં નામથી બોગસ ઈન્સ્ટાગ્રામ બન્યું હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી મહિલાને બિભસ્ત મેસેજ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં મહિલાને જયંતિ ભાનુશાળીનાં ફોટો, મેસેજ અને મોબાઈલ નંબર મોકલવામાં આવ્યા હતા. જયંતિ ભાનુશાલી બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મામલે તેના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં જયંતિ ભાનુશાલીની હત્યા થઈ હતી.

  • 05 May 2023 09:27 PM (IST)

    પાકિસ્તાન 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે

    બિલાવલ ભુટ્ટોની ભારત મુલાકાત વચ્ચે પાકિસ્તાને 600 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ મહિનામાં એટલે કે મે મહિનામાં 12મીએ 200 અને 14મીએ 400 માછીમારોને મુક્ત કરવામાં આવશે.

  • 05 May 2023 09:22 PM (IST)

    Manipur Violence: રાજ્યમાં નહીં થાય કલમ 355નો ઉપયોગ, ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમિત શાહે લીધો મોટો નિર્ણય

    Manipur Violence: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં હિંસા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હિંસાની સમીક્ષા કરી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે મણિપુરમાં કલમ 355નો ઉપયોગ કરવામાં આવશે નહીં. જો કે, ગૃહ મંત્રાલયે અર્ધલશ્કરી દળોની 10 વધુ કંપનીઓ અને એન્ટી રાઈટ્સ વાહનો મોકલવાનો નિર્ણય કર્યો. આ બેઠકમાં ગૃહ મંત્રાલય અને મણિપુરના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

  • 05 May 2023 08:51 PM (IST)

    Gujarat સરકારની 10 મી ચિંતન શિબિર 19 થી 21 મે દરમિયાન SOU કેવડિયા ખાતે મળશે, પાંચ જેટલા વિષયો પર થશે જૂથ ચર્ચા

    ગુજરાતના (Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel)  નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ તથા વરિષ્ઠ સચિવઓ, વહીવટી, સનદી અધિકારીઓની ત્રિદિવસીય ચિંતન શિબિર(Chintan Shibir)  આગામી તારીખ 19 થી 21 મે-2023 દરમ્યાન કેવડિયા SoU ખાતે યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ચિંતન શિબિરની 10મી શ્રેણીનો પ્રારંભ તારીખ 19 મી મે 2023 શુક્રવારે કેવડીયા ખાતેથી કરાવશે. રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમ જ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ., મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા લોકો આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જોડાશે.

  • 05 May 2023 07:53 PM (IST)

    કોરોના હવે નથી ખતરો, WHOએ Coronaને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો

    છેલ્લા ત્રણ વર્ષથી કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ ખતરનાક ચેપને કારણે કરોડો લોકોના મોત પણ થયા છે. કોવિડ 19 ના વિવિધ પ્રકારોને કારણે, આ ચેપ ખૂબ જ ખતરનાક બની ગયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક ખતરો અને રોગચાળો જાહેર કર્યો હતો. હવે આ રોગચાળાને લઈને એક રાહતના સમાચાર છે. WHOએ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોરોના રોગ હવે વૈશ્વિક કટોકટી નથી.

  • 05 May 2023 07:05 PM (IST)

    Gujarat માં સી-પ્લેન સેવા પુન: શરૂ કરવા કવાયત, બે રુટ અંગે વિચારણા

    ગુજરાતના(Gujarat) અમદાવાદની સાબરમતી થી નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી( Statue Of Unity)સુધી કરવામાં આવેલી સી-પ્લેન (Sea Plane) સેવા હાલ બંધ છે. જો કે સરકાર દ્વારા આ સેવાને પુન: શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે . જેમાં ગુજરાત એવિએશન ઓથોરીટી તરફથી મળેલી માહિતી મુજબ સી-પ્લેન સેવા ફરી કરવા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં કેવડીયાથી સાબરમતી અને ધરોઇથી સાબરમતી બે રુટ પર સી-પ્લેન સેવા શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી રહી છે.

    જેમાં કેવડીયા સુધી સેવા પુન: શરૂ કરવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા પ્રવાસીને સુવિધા મળી શકે તેમ છે. જ્યારે મહેસાણાના ધરોઇ સુધી સી-પ્લેન સેવા શરૂ થાય તો ઉત્તર ગુજરાતની શકિતપીઠ અંબાજી જતાં પ્રવાસીઓને પણ સુવિધા મળી શકે તેમ છે. જેના પગલે આ બંને રુટ પર સી-પ્લેન સેવા પુન: શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

  • 05 May 2023 06:51 PM (IST)

    Jamnagar : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા પાણી પુરવઠા બોર્ડને ચુકવવાના કરોડો રૂપિયાના બીલ બાકી

    જામનગર (Jamnagar) જિલ્લામાં ગુજરાત રાજ્ય  પાણી પુરવઠા બોર્ડ( GWSSB)  દ્રારા પુરતુ પાણી( Water) આપવામાં આવે છે. પરંતુ નગરપાલિકા, મહામહાનગર પાલિકા, અને ગ્રામપંચાયત પાણી પુરવઠા બોર્ડને ભરવાના થતા નાણાં નિયમિત ભરતા નથી. વર્ષોથી કરોડોની રકમ પાણી પુરવઠા વિભાગની બાકી છે. જેને વારંવાર નોટીસો આપવા છતા મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાણી પુરવઠા બોર્ડને રકમ ચુકવતી નથી. જામનગર શહેરમાં વર્ષોથી એકાંતરે  પાણી વિતરણ કરવામાં આવે છે.

    જામનગર મહાનગર પાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા પુરતી ના હોવાથી શહેરમાં એકાંતરે  પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ પાણીનો વેરો 365 દિવસનો વસુલ કરવામાં આવે છે. જો કોઈ વેરો ન ભરે તો તેમનુ નળનુ કનેકશન કાપી નાખવા આવે છે. પરંતુ મહાનગર પાલિકા પોતે પાણી માટેના ભરવાના થતા 223 કરોડ રૂપિયા જેવી રકમ ભરી નથી.

    કુલ 223.20 કરોડ રૂપિયા ભરવાના બાકી

    મહાનગર પાલિકા જે પાણી નર્મદાથી મેળવે જે માટે 1000 લીટરે રૂપિયા 6 ચુકવાના હોય છે. છેલ્લે મહાનગર પાલિકા રૂ.15 કરોડ જેવી રકમનુ ચુકવણુ કર્યુ હતુ. નર્મદાના પાણીના ચુકવવાના થતા રૂપિયા મહાનગર પાલિકા પાસેથી વસુલવા માટે વારંવાર નોટીશ આપવામાં આવે છે. જામનગર શહેરના પાણીની બાકી રકમ પર નજર કરીએ તો કુલ 223.20 કરોડ રૂપિયા ભરવાના બાકી છે.

  • 05 May 2023 05:53 PM (IST)

    શરદ પવારે પરત લીધુ રાજીનામું, પત્રકાર પરિષદમાં કરી જાહેરાત

    શરદ પવારે પરત લીધુ રાજીનામું, પત્રકાર પરિષદમાં કરી જાહેરાત

  • 05 May 2023 05:17 PM (IST)

    Surat માં ફરી સરાજાહેર ખેલાયો ખૂની ખેલ, સીસીટીવી Video સામે આવ્યો

    સુરતમાં(Surat)  સરાજાહેર કોર્ટની બહાર જ હત્યાના (Murder) આરોપીનું ખૂનના બદલવામાં ખૂન કરવામાં આવ્યું છે. પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે હત્યાના આરોપીનું જ ઢીમ ઢાળી દેવાયું.હત્યાના ગુનામાં મુદત ભરવા આવેલા આરોપી સુરજ યાદવની અઠવાલાઈન્સ કોર્ટ બહાર જ હત્યા થઇ.સચિન વિસ્તારમાં રહેતો સુરજ યાદવ કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો.ત્યારે કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. અજાણ્યા બે યુવકોએ હુમલો કરાતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ લોહીલૂહાણ થઈ ગયો હતો. હુમલો કરી બે શખસ ફરાર થઈ ગયા હતા.

  • 05 May 2023 04:39 PM (IST)

    Banaskantha: પાલનપુરમાં આરોગ્ય વિભાગની ટીમે હાથ ધર્યુ ચેકિંગ, 1200 કિલો અખાદ્ય મરચાનો જથ્થો સીઝ

    બનાસકાંઠાના પાલનપુરના બાદરપુરામાં પણ આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું. બાદરપુરા ગામમાં આવેલી બેકરીની દુકાનમાં અખાદ્ય ચીજવસ્તુને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને લાલ ચટણીનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેથી લાલ ચટણીના 1230 કિલોના જથ્થાને સીઝ કરાયો છે. સાથે સાથે 64 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બીજી તરફ ગામીત પાર્લરમાં ગંદકીને લઇ ફૂડ વિભાગે નોટિસ આપશે. ફૂડ વિભાગની ટીમ પાર્લર માલિકને ઇમ્પ્રુમવેટ નોટિસ આપશે.

  • 05 May 2023 04:23 PM (IST)

    ગુજરાતમાં 7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઇને સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

    ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 7મી મે રવિવારના રોજ વિવિધ સ્થળોએ “ગ્રામ પંચાયત સચિવ” (તલાટી કમ મંત્રી) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા 7મી મેના રોજ સાબરમતી અને પાલનપુર વચ્ચે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનની બે જોડી અને ગાંધીગ્રામથી ભાવનગર સુધીની એક જોડી સ્પેશિયલ ભાડા પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • 05 May 2023 03:38 PM (IST)

    Surat: કોરોના સમયમાં લોકોની જીંદગી બનેલા વેન્ટીલેટર ધૂળ ખાતા થઈ ગયા, સિવિલ હોસ્પીટલ તંત્રનો રોજ સફાઈનો દાવો,

    કોરોના કાળ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવેલા પીએમ કેરમાંથી આપવામાં આવેલા 100થી વધુ વેન્ટિલેટર(Ventilator) નધળીયાત અને ધૂળ ખાઈ રહ્યા છે. આ અંગે સુરત સિવિલના સુપ્રિટેન્ડન્ટે બચાવ કરતા કહ્યું હતું કે થોડા સમય અંતરે વેન્ટિલેટરની સાફ-સફાઈ કરવામાં આવે છે હાલ આ મામલે તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    વેન્ટિલેટર પર પ્લાસ્ટિક પણ રાખવામાં આવ્યું નથી

    સુરત સિવિલમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે પીએમ કેરમાંથી ફાળવવામાં આવેલાં 100થી વધુ વેન્ટિલેટર ભંગારની જેમ મૂકી દેવાયાં છે. વેન્ટિલેટર જે રૂમમાં રાખવામાં આવ્યા છે તેના દરવાજાને પણ બંધ કરવાની તસ્દી લેવામાં આવી નથી જ્યારે વેન્ટિલેટર પર પ્લાસ્ટિક પણ રાખવામાં આવ્યું નથી. વેન્ટીલેટર રખાયેલા રૂમમાં ચારે તરફ ધૂળ બાજેલી દેખાઈ રહી છે. સાથે જ વેન્ટિલેટર પણ ધૂળનો જમાવડો થઈ ગયો છે.

  • 05 May 2023 02:56 PM (IST)

    પીએમ મોદીએ ઈમેન્યુઅલ મેક્રોનનું આમંત્રણ સ્વીકાર્યું

    ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 જુલાઈ 2023ના રોજ પેરિસમાં આ વર્ષની બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણને સ્વીકાર્યું છે.

  • 05 May 2023 01:22 PM (IST)

    Madhya Pradesh Breaking: જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે થયો ગોળીબાર, 6 લોકોના મોત, 6 લોકો ઘાયલ

    મધ્યપ્રદેશના મુરેનામાં શુક્રવારે સવારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી બંને પક્ષના 6 લોકોના મોત થયા હતા. ત્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • 05 May 2023 01:18 PM (IST)

    રાજદ્વારી સ્કોર બનાવવા માટે આતંકવાદનો ઉપયોગ કરશો નહીં – પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો

    એસસીઓની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ આતંકવાદના મુદ્દા પર વાત કરી અને કહ્યું કે આ મુદ્દાઓને સાથે મળીને ઉકેલવા પડશે. તેને હથિયાર બનાવવું જોઈએ નહીં અને રાજદ્વારી સ્કોર્સ માટે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

  • 05 May 2023 11:31 AM (IST)

    શરદ પવાર જ રહેશે NCP ના અધ્યક્ષ, NCP કમિટીએ નામંજૂર કર્યુ રાજીનામું

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના રાજીનામા બાદ આજે મુંબઈમાં પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શરદ પવાર જ રહેશે NCP ના અધ્યક્ષ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો

  • 05 May 2023 11:25 AM (IST)

    મણિપુર હિંસા પર નજર રાખતા ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકનો પ્રવાસ પણ રદ્દ કર્યો

    ગૃહમંત્રી અમિત શાહ મણિપુરમાં બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં 1500 અર્ધલશ્કરી દળો તૈનાત કર્યા છે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મણિપુરના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે વખત બેઠક કરી હતી. ગૃહમંત્રી આજે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક જવાના હતા પરંતુ આજે તેઓ જઈ રહ્યા નથી.

  • 05 May 2023 11:05 AM (IST)

    ભારતમાં ઘટવા લાગ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 3,611 નવા કેસ નોંધાયા

    છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,611 નવા કેસ સામે આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 6,587 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 1,930 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,43,99,415 થઈ ગઈ છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ (95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.87 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે.

  • 05 May 2023 10:30 AM (IST)

    ચારધામ યાત્રા પર ફરી હવામાનનું સંકટ, કેદારનાથ ધામની મુલાકાત માટે 8 મે સુધી રજીસ્ટ્રેશન બંધ

    ઉત્તરાખંડમાં પ્રતિકૂળ હવામાનને કારણે ચારધામ યાત્રા પર જઈ રહેલા ભક્તોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કેદાર ઘાટીમાં ખરાબ હવામાનના કારણે યાત્રાને ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે. આગામી 3 થી 4 દિવસ સુધી કેદારઘાટીમાં પ્રતિકૂળ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે નોંધણી 8 મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી ઉત્તરાખંડ સરકાર દ્વારા આપવામાં આવી છે. 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

  • 05 May 2023 10:13 AM (IST)

    જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 72 કલાકમાં ત્રીજુ એન્કાઉન્ટર

    જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શુક્રવારે પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર ચાલુ છે. છેલ્લા 72 કલાકમાં આ ત્રીજુ એન્કાઉન્ટર છે. આના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે બારામુલ્લાના વાનીગામ પાયેન ક્રીરી વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

  • 05 May 2023 10:12 AM (IST)

    રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત ચિંતિત !

    રાજ્યમાં હજી પણ માવઠાનું સંકટ રહેશે યથાવત રહેશે. ખેડૂતોના માથે હજી બે દિવસ માવઠાના વાદળ ઘેરાયેલા રહેશે. આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધે તેવી શક્યતા છે.

  • 05 May 2023 10:05 AM (IST)

    રાજ્ય સરકારની પાક નુકસાની અંગે સહાયની ધોરાજીના ખેડૂતોમાં રોષ,-કહ્યુ માત્ર ફોર્મ ભરાવે છે પણ કોઈ સહાય ચુકવતા નથી

    રાજ્ય સરકારે પાક નુકસાની પેટે સહાયની ઐતિહાસિક જાહેરાત કરી છતાં ખેડૂતોમાં રોષ યથાવત છે. ધોરાજીના ખેડૂત આગેવાને કહ્યું કે વારંવાર ફોર્મ ભરાવે છે, સરવે કરાવેછે. પરંતુ કોઈ સહાય ચુકવતા નથી. ખેડૂતોએ અગાઉની બાકી સહાય પણ ન મળ્યાનો આક્ષેપ કર્યો.

    13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો

    ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યુ કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

  • 05 May 2023 09:31 AM (IST)

    મણિપુરમાં તણાવ વધ્યો, ટ્રેન સેવા પણ ઠપ્પ – સેના એલર્ટ મોડમાં, સૈનિકો ખુણે ખુણામાં ગોઠવી દેવાયા

    બુધવારે ફાટી નીકળેલી હિંસા બાદ મણિપુરમાં સ્થિતિ તંગ બની છે. હિંસાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન મણિપુર હિંસા સંબંધિત ફેક ન્યૂઝને લઈને પણ ભારતીય સેના એલર્ટ જોવા મળી રહી છે. આ દરમિયાન મણિપુરમાં રેલવે સેવા બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ મણિપુર જતી તમામ ટ્રેનોને રોકી દીધી છે.

  • 05 May 2023 08:25 AM (IST)

    Chandra Grahan 2023: ચંદ્રગ્રહણના કારણે આ 12 રાશિઓ પર થશે અસર, થઈ શકે છે મોટો ફેરફાર

    વર્ષ 2023માં સૂર્યગ્રહણ બાદ હવે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ગ્રહણ આજે એટલે કે 05 મે 2023, શુક્રવારે થશે. જો કે, આજે થનારા આ ગ્રહણને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવશે, જે ભારતમાં દેખાશે નહીં. આ ખગોળીય ઘટના ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ ઘટના અશુભ છે જે દરમિયાન જો કોઈ વ્યક્તિ કોઈ કામ કરે છે તો તેને ખરાબ પરિણામ ભોગવવા પડે છે.

  • 05 May 2023 08:06 AM (IST)

    Chandra Grahan 2023: આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થશે, જાણો સુતક કાળ અને તેના ઉપાય

    વર્ષ 2023માં સૂર્યગ્રહણ બાદ હવે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ગ્રહણ આજે એટલે કે 05 મે 2023, શુક્રવારે થશે. જો કે, આજે થનારા આ ગ્રહણને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવશે, જે ભારતમાં દેખાશે નહીં. આ ખગોળીય ઘટના ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ ઘટના અશુભ છે જે દરમિયાન જો કોઈ વ્યક્તિ કોઈ કામ કરે છે તો તેને ખરાબ પરિણામ ભોગવવા પડે છે.

  • 05 May 2023 08:05 AM (IST)

    પીએમ મોદી ત્રણ દિવસના કર્ણાટક પ્રવાસે છે

    કર્ણાટકમાં ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના કર્ણાટક પ્રવાસ પર છે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ અનેક જનસભાઓને સંબોધિત કરશે.

  • 05 May 2023 07:59 AM (IST)

    તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી એસટી વિભાગ 200થી વધુ બસ દોડાવશે, ચાર એડવાન્સ બુકિંગ વિન્ડો કાર્યરત

    રાજ્યમાં આગામી 7મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. જેને લઈને રાજકોટ એસટી વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તલાટીની પરીક્ષાને ધ્યાને રાખીને રાજકોટ એસટી વિભાગે 200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ બસની એડવાન્સ બુકીંગ માટેની બારીઓમાં વધારો કરવામાં આવ્યો છે.

  • 05 May 2023 07:59 AM (IST)

    જામનગરના કાલાવડ અને જામજોધપુર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

    જાનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણ પલટાતા જામનગર પંથકમાં ચારે બાજુ રોડ પર પાણી ભરાયા હતા. અડધા કલાકમાં એક ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. કાલાવાડના જસાપર, મોટા વડાલા,જુવાનપર તેમજ ગુંદા સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જો વધુ વરસાદ વરસશે તો ખેતરોમાં પાણી ભરાઈ શકે છે. અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી શકે છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે.

  • 05 May 2023 07:12 AM (IST)

    બદ્રીનાથ હાઈવે પર ભક્તો સામે જ લેન્ડ સ્લાઈડની દૂર્ઘટના,જુઓ હૃદય હચમચાવી મુકનારો વીડિયો

    ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના માર્ગમાં ગ્લેશિયર તૂટી પડવાને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી. બીજી તરફ ગુરુવારે સાંજે બદ્રીનાથ ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓ પણ મોટી દુર્ઘટનામાંથી બચી ગયા હતા. વાસ્તવમાં જોશીમઠ પહેલા એક પહાડમાં અચાનક તિરાડ પડી હતી અને બદ્રીનાથ જતા હાઇવે NH-58 પર પડી હતી. આ દરમિયાન હાઈવે પર ભક્તોના વાહનોની કતારો લાગી ગઈ હતી. સદનસીબે વાહનો થોડા પાછળ હતા, જો તેઓ આગળ હોત તો કાટમાળ નીચે આવીને અલકનંદા નદીમાં પડી ગયા હોત.

  • 05 May 2023 06:53 AM (IST)

    વડોદરામાં વાતાવરણમાં પલટો, ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડવાથી વાહનચાલકો થયા પરેશાન

    હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરામાં અચાનક વાતાવરણ પલટાયું હતુ. વડોદરામાં ડભોઈ શહેર અને તાલુકામાં ધૂળની ડમરી ઉડી હતી. તેમજ વડોદરાના લાલ બજાર, કંસારા બજાર, જનતાનગર વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ડભોઈ તાલુકાના ધરમપુરી, અકોટી, ભીલાપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

    કમોસમી વરસાદની આગાહી

    રાજ્યમાં આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધશે. આગામી 48 કલાકમાં તાપમાનના પારામાં 2થી ચાર ડિગ્રીનો વધારો થશે.

  • 05 May 2023 06:48 AM (IST)

    સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોને કરી અપીલ, તપાસ થવા દો, દોષિતો સામે ચોક્કસ થશે કાર્યવાહી

    દિલ્હી પોલીસ સાથે ઘર્ષણ વચ્ચે ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને હવે સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે હવે તેમના કેસની સુનાવણી અટકાવી દીધી છે. બીજી તરફ કુસ્તીબાજોના પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે SCએ પોતાનો નિર્ણય આપ્યો છે. હું કુસ્તીબાજોને વિનંતી કરું છું કે મામલાની તપાસ થવા દો. તેમણે કહ્યું કે નિષ્પક્ષ તપાસ બાદ જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

  • 05 May 2023 06:32 AM (IST)

    રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે કચ્છ, ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

    હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

    આજે શુક્રવારે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 47% રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 47% રહેશે.

  • 05 May 2023 06:30 AM (IST)

    રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલોનો વરસાદ

    રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર ઝડપી મિસાઈલ હુમલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કિવમાં લગભગ 20 મિનિટ સુધી ઝડપી મિસાઈલ હુમલા કરવામાં આવ્યા.

  • 05 May 2023 06:30 AM (IST)

    દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 199 નવા કેસ આવ્યા, 3 દર્દીઓના મોત

    દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજધાનીમાં કોરોનાના 199 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 3 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ કોરોનાનો ચેપ દર વધીને 7.07% થઈ ગયો છે.

  • 05 May 2023 06:29 AM (IST)

    અનંતનાગના પડશાઈ પુલ પર પોલીસ ટીમ પર ફાયરિંગ, એક પોલીસકર્મી ઘાયલ

    અનંતનાગના પડશાઈ પુલ પર આતંકવાદીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયાની માહિતી મળી રહી છે. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ બિજબેહેરામાં નાકા પાર્ટી તરફ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં એક કોન્સ્ટેબલને સામાન્ય ઈજા થઈ છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

  • 05 May 2023 06:29 AM (IST)

    DRDOના વૈજ્ઞાનિકની ધરપકડ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપતો હતો

    મહારાષ્ટ્ર ATSએ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં DRDO વૈજ્ઞાનિકની ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે કે સાયન્ટિસ્ટ પ્રદીપ કુરુલકરને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટીંગના એક વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. આ પછી વૈજ્ઞાનિક ડીઆરડીઓ સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યા હતા.

Published On - May 05,2023 6:28 AM

Follow Us:
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
g clip-path="url(#clip0_868_265)">