30 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજકોટના વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતોની જમીનના 7/12 ના ઉતારામાંથી ઇકો સેન્સિટિવ ઝોનની નોંધ દૂર

Gujarat Live Updates આજ 30 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

30 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજકોટના વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતોની જમીનના 7/12 ના ઉતારામાંથી ઇકો સેન્સિટિવ ઝોનની નોંધ દૂર
| Edited By: | Updated on: Aug 30, 2026 | 9:54 AM

LIVE NEWS & UPDATES

  • 30 Aug 2026 09:48 AM (IST)

    અમદાવાદના વટવા પોલીસે, ગાંજા સાથે 1 આરોપીની કરી ધરપકડ

    અમદાવાદના વટવા પોલીસે, ગાંજા સાથે 1 આરોપીની કરી ધરપકડ. 10 હજારથી વધુની કિંમતનો 215 ગ્રામ ગાંજો ઝડપાયો. મોહમ્મદ ફેઝાન ઉર્ફે માંદા ઉર્ફે જુડવાની ધરપકડ કરવામાં આવી છે. વટવા પોલીસ સ્ટેશનમાં ndps એક્ટની કલમો સાથે ગુનો નોંધાયો છે.

  • 30 Aug 2026 08:49 AM (IST)

    રાજકોટના વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતોની જમીનના 7/12 ના ઉતારામાંથી ઇકો સેન્સિટિવ ઝોનની નોંધ દૂર

    રાજકોટના વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.ખેડૂતોની જમીનમાં 7/12 ના ઉતારામાંથી ઇકોસેન્સીટીવ ઝોનની નોંધ દૂર કરવામાં આવશે. વિછીયા તાલુકાના હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા અને ભોયરા ગામને પર્યાવરણ અને વન વિભાગ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વન વિભાગના અધિકારીઓને સાથે રાખી ગ્રામજનો સાથે બેઠક કરી હતી.  આગામી સમયમાં ખેડૂતો કુવો ખોદવા સહિતની કામગીરી કરી શકશે. વિછીયા પાસે હિંગોળગઢ અભ્યારણ ફરતે દિવાલ કરવામાં આવશે.


  • 30 Aug 2026 08:23 AM (IST)

    NEET-PG 2026ની આજે પરીક્ષા, દેશભરના 340 શહેરોમાં 1,300 કેન્દ્રો પર 2.73 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

    NEET-PG 2026ની આજે પરીક્ષા યોજાશે. દેશભરના 340 શહેરોમાં 1,300 કેન્દ્રો પર 2.73 લાખથી વધુ ઉમેદવારો NEET-PG 2026ની પરીક્ષા આપશે. ગુજરાતના 15600 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા સવારે 9થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાર્થીઓ માટે સવારે 7 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ શરૂ થશે. સવારે 8:30 વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ બંધ કરાશે. પરીક્ષા કેન્દ્રો પર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને ફ્રિસ્કિંગની સુવિધા. પરીક્ષા કેન્દ્રો પર CCTV સર્વેલન્સ અને લાઇવ મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર સિક્યુરિટી ચેકિંગ બાદ જ પ્રવેશ અપાઇ રહ્યા છે. પરીક્ષાર્થીઓએ ઓરિજિનલ ફોટો ID અને એડમિટ કાર્ડ સાથે રાખવું ફરજિયાત. મોબાઇલ સહિત ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ છે. પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા તંત્રની અપીલ.

  • 30 Aug 2026 08:16 AM (IST)

    બનાસકાંઠાના ડીસા શાક માર્કેટમાં હડકાયા શ્વાને મચાવ્યો આતંક

    બનાસકાંઠાના ડીસા શાક માર્કેટમાં હડકાયા શ્વાને મચાવ્યો આતંક. શાકમાર્કેટમાં ખરીદ-વેચાણ માટે આવેલા 4થી વધુ લોકોને હડકાયા શ્વાને ભર્યા બચકા. શ્વાનના હુમલાથી માર્કેટમાં નાસભાગ અને હોબાળો મચ્યો. એક વ્યક્તિના હાથ-પગ પર હુમલાના CCTV સામે આવ્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

  • 30 Aug 2026 07:59 AM (IST)

    છેતરપિંડી માટે માત્ર સોની જ્વેલર્સને જ ટાર્ગેટ કરતા 2 આરોપી ઝડપાયા

    જામનગર LCBએ સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ₹17.69 લાખથી વધુનો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેશભાઈ કાંજીભાઈ ઠાકર અને જગદીશ અમૃતલાલ ભટ્ટ ઝડપાયા. બંને પાસેથી 120 ગ્રામ 18 મિલિગ્રામ સોનાના ઘરેણાં મળી આવ્યા છે. કાલાવડ ટાઉન અને ઉપલેટા પોલીસ મથકના છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયા. આરોપીઓ સોનીની દુકાનની બાજુમાં ભાડે દુકાન રાખી સામાન્ય ધંધો શરૂ કરતા. સોની વેપારીઓ સાથે પરિચય કેળવી વિશ્વાસ જીતતા હતા. પ્રથમ નાના ઘરેણાં ખરીદી વેપારીઓનો વિશ્વાસ સંપાદિત કરતા હતા. બાદમાં ઘરે બતાવવાના બહાને મોટા પ્રમાણમાં દાગીના લઈ ફરાર થઈ જતા હતા. જુદા જુદા શહેરોમાં અલગ નામ અને અલગ દુકાનના નામનો ઉપયોગ કરતા હતા. અમરેલીમાં શિવ ટ્રેડર્સના નામે અને કુમાર પંડ્યા તરીકે ઓળખ આપી હતી. ઉપલેટામાં દર્શન ટ્રેડર્સના નામે અને દર્શન મહેતા તરીકે ઓળખ આપી હતી. કાલાવડમાં સાગર ટ્રેડર્સના નામે અને સાગર મહેતા તરીકે ઓળખ આપી હતી. LCBએ બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

     

     

  • 30 Aug 2026 07:32 AM (IST)

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં પતિએ પત્ની પર હુમલો કરી પોતે આત્મહત્યા કરી લીધી

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં પતિએ પત્ની પર હુમલો કરી પોતે આત્મહત્યા કરી લીધી છે. અમરેલીના 42 વર્ષીય રેખાબેન બારૈયા ઉપર તેમના પતિ ભાવેશે હુમલો કર્યો હતો. પતિ ભાવેશ સાથે અણબનાવને કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. પત્ની રેખાબેન છેલ્લા 10 દિવસથી નિકોલ ખાતે બહેનના ઘરે રહેતા હતા. હુમલામાં પત્નીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા. પત્ની પર હુમલા બાદ પતિ ભાવેશે ઢસા રેલવે લાઇન પર આત્મહત્યા કરી.

  • 30 Aug 2026 07:30 AM (IST)

    નેપાળની ભોટે કોશી નદીમાં ફરી ધસમસતા પૂરનો મળ્યો સંકેત, જાહેર ચેતવણી અપાઈ

    નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળે ટ્વીટ કર્યું છે કે, રાસુવા જિલ્લા વહીવટી કાર્યાલયને ભોટે કોશી નદીમાં પૂરના પાણીનો ઘૂઘવતો અવાજ આવવાના અહેવાલો મળ્યા છે. તેથી, અમે નદી કિનારાના વિસ્તારો – ખાસ કરીને રાસુવા, નુવાકોટ અને ધાડિંગના લોકોને સાવચેતી રાખવા વિનંતી કરીએ છીએ.

આજે 30 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

Published On - 7:29 am, Sun, 30 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.