આજે 28 માર્ચને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદના મણિનગરમાં નાસ્તાના પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે અસામાજિક તત્વોએ લારીધારક પર જીવલેણ હુમલો કર્યો હતો. લુખ્ખાઓએ લારીધારકને ઢોર માર માર્યા બાદ તેના પર રિક્ષા ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે LG હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે મણિનગર પોલીસે ગુનો નોંધી ફરાર હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
જૂનાગઢના કેશોદમાં બસ સ્ટેશન નજીક આવેલા વૃંદાવન કોમ્પ્લેક્સમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં આવેલી ‘પટેલ મહેન્દ્ર અરવિંદ’ નામની આંગડિયા પેઢીની ઓફિસના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને અંદાજે 80,000 રૂપિયાની રોકડ તેમજ 15,000 રૂપિયાની કિંમતના સોનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે આંગડિયા પેઢીના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટે તપાસ તેજ કરી છે.
અંકલેશ્વરમાં એક શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેમાં એક 33 વર્ષીય પરિણીત શખ્સે 16 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. નરાધમે સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હતી.
ઘટનાની ગંભીરતા ત્યારે સામે આવી, જ્યારે પીડિત સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલમાં નરાધમ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરાના માંજલપુરમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે, જેમાં એક સગીરે 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. હાલમાં પોલીસે ભોગ બનનાર અને આરોપી સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જયનીમ રેસિડન્સીમાં લિફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ગમખ્વાર ઘટના બનતા અટકી હતી. લિફ્ટ અચાનક ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે અટકી જતાં તેમાં સવાર બે મહિલા અડધો કલાક સુધી ફસાયેલી રહી હતી. આ અંગેની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લિફ્ટનો દરવાજો તોડીને બંને મહિલાઓનું રેસ્ક્યૂ કર્યું હતું.
અમદાવાદના નળ સરોવર પાસે આવેલા દુર્ગી ગામમાં વિદેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે જ્યારે નળસરોવર પોલીસ સ્ટેશનના જવાનો આરોપીને પકડવા ગયા, ત્યારે 100થી વધુ લોકોના ટોળાએ પથ્થર અને લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી બીભત્સ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.
આ હિંસક હુમલામાં ચાર પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં દુર્ગી ગામના 15 નામજોગ શખ્સો સહિત કુલ 100થી વધુના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુસાન સર્કલથી જ્યુપિટર ચાર રસ્તા તરફ જતા રોડ બાજુ બાઇક પર સવાર ત્રણ યુવાનોએ એક રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નવાઈની વાત એ છે કે, અકસ્માત બાદ બાઇકસવાર યુવાનોને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓ ત્યાંથી પોલીસને જાણ કર્યા વગર ફરાર થઈ ગયા હતા. હાલ માંજલપુર પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના દિયોદરની સોનગઢ પ્રાથમિક શાળામાં પેન્સિલ લેવા જેવી સામાન્ય બાબતે શિક્ષકે ધોરણ 4 ના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. શિક્ષકના મારના કારણે માસૂમ બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના બાદ પીડિતના વાલીનો દાવો છે કે, શિક્ષકે તેમને ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. અંતે ન્યાયની માંગ સાથે પીડિત બાળકના વાલીએ આ મામલે દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં ભયંકર ગરમીની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી બે દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. ખાસ કરીને આવતીકાલે કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.
ત્યારબાદ, 30 માર્ચે બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે.
સુરતના બારડોલીમાં દારૂબંધીના નિયમોના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે. બારડોલીના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન એક યુવકે જાહેરમાં બિયર પીધું હોવાનો આરોપ લાગ્યો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવક બાઉન્સરની નજીક ઊભો રહીને બિયર પીતો નજરે પડે છે. જો કે, પોલીસે આ મામલે યુવકની અટકાયત કરી છે અને આગળની વધુ તપાસ શરૂ કરી છે.
જેવરમાં બોલતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. આજે, તેમણે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.
જેવરમાં બોલતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. આજે, તેમણે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.
પીએમ મોદીએ નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ ટિપ્પણી કરી, “મેં ફક્ત બટન દબાવ્યું છે; અહીં હાજર લોકોને જ તેનું ઉદ્ઘાટન કરવા દો.”
જેવર એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે જાહેર સભાને સંબોધતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ “વંદે માતરમ” અને “હર હર મહાદેવ” ના નારા સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. મુખ્યમંત્રી યોગીએ કહ્યું, “પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે.” તેમણે કહ્યું કે, હાલમાં, સમગ્ર વિશ્વમાં અશાંતિ છે. હાલમાં, દુનિયામાં ઈંધણનું ભારે સંકટ છે, અને પડોશી રાષ્ટ્રો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા સમયે પીએમ મોદીના નેતૃત્વમાં, અહીં કોઈ જ મુશ્કેલીઓ નથી.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફાયર વિભાગને સવારે 10:53 વાગ્યે ઇમરજન્સી કોલ મળ્યો. ત્યારબાદ, ફ્લાઇટનું સવારે 11:00 વાગ્યે સલામત લેન્ડિંગ કરવામાં આવ્યું. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બધા મુસાફરો સુરક્ષિત છે, અને કોઈ નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. ઇમરજન્સી એલર્ટ મળતાં, ફાયર વિભાગે તાત્કાલિક ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે મોકલ્યા, જેથી સફળ અને સલામત લેન્ડિંગ સુનિશ્ચિત થઈ શકે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવરના નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા છે. પીએમ મોદી હાલમાં એરપોર્ટ પરિસરનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય નેતાઓની સાથે, પીએમ મોદી એરપોર્ટના દરેક વિભાગનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે એરપોર્ટના નિર્માણ માટે જવાબદાર કંપનીના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે. થોડીવારમાં, પીએમ મોદી એરપોર્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરવાના છે.
નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવા માટે કાઠમંડુ જિલ્લા પોલીસ રેન્જમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. નેપાળ પોલીસે ભક્તપુરના ગુંડુ સ્થિત તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લીધા બાદ તેમને અહીં લાવવામાં આવ્યા હતા. *ધ કાઠમંડુ પોસ્ટ* અનુસાર, સપ્ટેમ્બરમાં થયેલા ‘જનરલ ઝેડ’ વિરોધ પ્રદર્શનોના કથિત દમન સાથે જોડાયેલા ગુનાહિત હત્યાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ ની સાધના સોસાયટીમાં એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, જેના દ્રશ્યોનો વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના ગેસ રિફિલિંગ સાથે સંકળાયેલ હોવાનું જણાવાયું છે. પુરવઠા વિભાગે સ્થળેથી 40 જેટલા ગેસ સિલિન્ડર અને મકાનમાંથી મળેલા ડીઝલ ભરેલા બેરલ જપ્ત કર્યા છે. ફાયર વિભાગે મકાન માલિકને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે, જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધર્યું છે.
રાજકોટ નજીક ધોરાજી પાસે રાજકોટ-પોરબંદર હાઇવે પર એક ખાનગી ટ્રાવેલ્સ પલટી થવાથી 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 4ની સ્થિતિ ગંભીર હોવાનું જાહેર થયું છે. ધ્રાંગધ્રાથી ધોરાજી તરફ આવતા ટ્રાવેલ્સમાં લગભગ 50 મુસાફર સવાર હતા અને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાથી આ દુર્ઘટના બની હોવાનું જણાવાયું છે. ગંભીર ઈજાગ્રસ્તોને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ હોસ્પીટલ પહોંચીને સ્થિતી અંગે જાણકારી લીધી. પોલીસ તપાસને ઘટના સ્થળે જોડાઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરત ના અરેઠના તડકેશ્વર અને ઓલપાડના કુડસદ ગામે બનાવવામાં આવેલી 25 લાખ રૂપિયાની ટાંકીમાં ભ્રષ્ટાચારના સામે આવ્યા છે. ટાંકી હજી લોકાર્પણ માટે તૈયાર પણ નહોતી, ત્યારે સેફ્ટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડી ગયા હતા, જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 15 માં નાણાપંચ યોજના હેઠળ લોકો માટે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ટાંકીનું નિર્માણ કરાયું હતું, પરંતુ Gramજનોએ ટાંકીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
નેપાળમાં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી, બાલેન શાહ તરત જ “એક્શન મોડ”માં આવી ગયા છે. તાજેતરના જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન દરમિયાન બેદરકારી દાખવનારા વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલાના સંદર્ભમાં, પોલીસે ગુંડુમાં ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરી છે. વધુમાં, ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
સતત 29મા દિવસે મધ્યપૂર્વમાં ભીષણ યુદ્ધ.. US-ઇઝરાયલે ઇરાની પરમાણુ મથક પર કર્યો હુમલો.. IRGCએ કહ્યું,, અમેરિકાએ કર્યો દગો.. કર્મચારીઓને ત્વરીત અસરથી અમેરિકી કંપની છોડવા ફરમાન..
બનાસકાંઠાના ડીસામાં સર્વોદય બેંક પાસે સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતાં એક મહિલાને ઈજા પહોંચી હતી. મહિલા બેંકની બહાર રિક્ષામાં બેઠી હતી ત્યારે ગાર્ડ બંદૂક ખભે ચઢાવતો હતો અને એ દરમિયાન ગોળી છૂટી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તરત સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગાર્ડને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે 11:00 વાગ્યે, તેઓ નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:00 વાગ્યે, તેઓ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે.
Published On - 8:25 am, Sat, 28 March 26