સુરત: ખટોદરામાં હત્યારા પુત્રની પોલીસે ધરપકડ કરી છે. નજીવી બાબતે તકરાર થતા માતાની હત્યા કરી નાખી. પોલીસ દ્વારા પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપી કાપડ સંચા મશીનમાં કામ કરતો હતો.
સંવિધાન દિવસની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક સંવિધાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. સંવિધાન દિવસ ની ઉજવણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. કેબિનેટ મંત્રી ભાનુંબેન બાબરીયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા.
ગાંધીનગરઃ જુના સચિવાલયમાં આગ લાગી હતી. જુના સચિવાલયમાં લાગેલી આગ પર હાલમાં કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જો કે આગની ઘટનામાં સચિવાલયમાં રાખેલા અનેક દસ્તાવેજોને નુકસાન થયું છે.
વડોદરા: IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ સમિતિએ અધિકારીઓને જવાબ માટે બોલાવ્યાં. iocl ડાયરેક્ટર, ચીફ કન્ટ્રોલર, સાઇટ કંટ્રોલરની પૂછપરછ કરવામાં આવી રહી છે. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ CISF, પ્રાદેશિક અધિકારી GPCBને જવાબ માટે બોલાવ્યાં. PI, મામલતદાર, નાયબ મામલતદાર અને તલાટી પણ સમિતિ સમક્ષ હાજર થયા. તમામ અધિકારીને જવાબ આપવા માટે નોટિસ અપાઈ હતી. IOCLમાં બ્લાસ્ટ મામલે મેજિસ્ટ્રિયલ તપાસ ચાલી રહી છે. તમામ એજન્સીઓની તપાસ અંતિમ તબક્કામાં છે. તપાસ મામલે ગ્રામ્ય SDM દ્વારા રિપોર્ટ લેવામાં આવશે.
વલસાડઃ મંદિરમાં ભક્તનું હાર્ટએટેકથી મૃત્યુ થયુ છે. પારનેરા ડુંગર પર મહાદેવ મંદિરમાં ભક્તને હાર્ટ એટેક આવ્યો છે. મંદિરમાં પૂજા કરતી વખતે જ ઢળી પડ્યો. CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
અમદાવાદઃ ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથની ઘટના બની છે. દર્શન ચૌહાણ નામના યુવકનું મોત થયુ છે. હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જતા સમયે મોત નીપજ્યું. હોસ્પિટલમાં ગાડીમાંથી ઉતરતા યુવક ઢળી પડ્યો. 8 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા હતા. તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
ભરૂચ: જંત્રીના નવા ભાવ સામે વિરોધ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના ભાવ સામે નારાજગી જોવા મળી રહી છે. ભરૂચના વાલિયા તાલુકાના ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. તુણા ગામ ખાતે ખેડૂતોની મહત્વની બેઠક યોજાઈ. તુણા ગામ સહિત અનેક ગામમાં જંત્રીના દર ઘટી ગયા. જૂના અને નવા ભાવ વચ્ચે મોટા તફાવતથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કયા કારણસર ભાવ ઘટ્યા તે અંગે સવાલ છે. સમગ્ર મામલે ખેડૂતો કલેકટરને રજૂઆત કરશે.
રાજકોટઃ ચોટીલા નજીક અકસ્માતમાં ચારના મોત થયા છે. બોલેરો પીકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, તો 16 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પિતૃકાર્ય માટે સોમનાથ જતા હતા ત્યારે અકસ્માત થયો. મૃતકો લીંમડીના શિયાણી ગામના રહેવાસી છે.
ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થયા છે, રાષ્ટ્રપતિ મુર્મુ આજે સંયુક્ત સભાને સંબોધિત કરશે. કેન્દ્ર સરકાર આખું વર્ષ કરશે ઉજવણી. મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાનને લઈને મંથન..દેવેન્દ્ર ફડણવીસ દિલ્લીમાં. મુખ્યપ્રધાનના નામને લઈ આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય. પાકિસ્તાનમાં શિયા અને સુન્ની સમુદાય વચ્ચે ઘર્ષણ. ગોળીબાર, પથ્થરમારા અને આગચંપીમાં 150ના મોત થયા તો 156થી વધુ લોકો ઘાયલ થયા. બાંગ્લાદેશમાં ઇસ્કોન ધાર્મિક નેતા ચિન્મય દાસની ધરપકડ.. સાંપ્રદાયિક સૌહાર્દ ભંગ કરવાનો આરોપ.. હિંદુઓના સમર્થનમાં યોજી હતી રેલી. સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ વધુ વકર્યો. સરદારધામના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો.,., ખોડલધામના નરેશ પટેલના કહેવા પર PI સંજય પાદરિયાએ હુમલો કર્યાનો જયંતિ સરધારાનો આરોપ. પારડી દુષ્કર્મ કેસની તપાસમાં મોટો ખુલાસો.. આરોપી હત્યારો નીકળ્યો સિરિયલ કિલર.. 25 દિવસમાં 5 હત્યાને આપ્યો અંજામ.. ચાલુ ટ્રેનમાં હત્યાની મોડસ ઓપરેન્ડી..