26 મેના મહત્વના સમાચાર : અમદાવાદના નારોલમાં ટાંકીમાં ખોદકામ કરતા 3 વ્યક્તિના થયા મોત

આજે 26 મેને  સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 મેના મહત્વના સમાચાર : અમદાવાદના નારોલમાં ટાંકીમાં ખોદકામ કરતા 3 વ્યક્તિના થયા મોત
| Edited By: | Updated on: May 26, 2025 | 10:01 PM

આજે 26 મેને  સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 May 2025 10:00 PM (IST)

    અમદાવાદના નારોલમાં ટાંકીમાં ખોદકામ કરતા 3 વ્યક્તિના થયા મોત

    અમદાવાદના નારોલ વિસ્તારમાં ટાંકીમાં ખોદકામ કરતા 3 વ્યક્તિના મોત થયા છે. ઘરમાં રહેલ પાણીની ટાંકીને ઊંડી કરવા ઊતર્યો હતો મૃતક ભાડુઆત. ટાંકીમાં ઉતરેલા ભાડુઆતને બચાવવા નીચે ઉતરેલા અન્ય 2 પાડોશીઓના પણ નીપજ્યા મોત. છેલ્લા 3 દિવસથી ઘરમાં પાણીની ટાંકી ઊંડી કરતો હતો મૃતક ભાડુઆત. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે LG હોસ્પિટલ મોકલાયા  છે.  નારોલ પોલીસે FSL ની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 May 2025 09:33 PM (IST)

    વરસાદ, દરિયાઈ મોજા અને પાણીનો ભરાવો, આજે રાત્રે મુંબઈમાં ત્રાટકશે આફત ! હાઈ ટાઈડ એલર્ટ

    મુંબઈમાં આજે એટલે કે સોમવારે રાત્રે 11 વાગ્યે દરિયામાં 4.1 મીટરની ઊંચી ભરતી આવશે. આ સમય દરમિયાન, આશરે 13 ફૂટ ઊંચા મોજા ઉછળશે. જો ભારે વરસાદ પડશે, તો મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે, જે મંગળવારે સવારે મુંબઈકરો માટે સમસ્યા બની જશે. હવામાન વિભાગનું કહેવું છે કે મંગળવારે બપોરે 12:14 વાગ્યે દરિયામાં 4.92 મીટરની પહેલી ઊંચી ભરતી આવશે. આ સમય દરમિયાન દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળશે.


  • 26 May 2025 08:09 PM (IST)

    ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાત આવતા પીએમ મોદીનુ ઠેર ઠેર કરાયું ભવ્ય સ્વાગત

    વડાપ્રધાન મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. દાહોદ, વડોદરા અને અમદાવાદ બાદ છેલ્લે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે વડાપ્રધાન મોદી. અમદાવાદ એરપોર્ટથી લઈને ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં છે. ડીજે અને રંગબેરંગી લાઈટો સાથે ઓપરેશન સિંદૂરની led સાથે મોટું સ્ટેજની પણ વ્યવસ્થા કરાઇ છે.

  • 26 May 2025 05:37 PM (IST)

    કચ્છ દુનિયાનું હરિત ક્રાંતિનુ કેન્દ્ર બનશેઃ પીએમ મોદી

    દુનિયાનુ સૌથી મોટુ હરિત ક્રાંતિનુ કેન્દ્ર કચ્છ બની રહ્યું છે ગ્રીન હાઈડ્રોજન એક નવા પ્રકારનું ઈંધણ છે. કાર, બસ, સ્ટ્રીટ લાઈટ ગ્રીન હાઈડ્રોજનથી ચાલશે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઈડ્રોજન હબમાંનું એક છે. આજે એક કારખાનાનુ શિલાન્યાસ કરાયું છે. આ કારખાનુ પણ મેડ ઈન ઈન્ડિયા છે. કચ્છ ભારતની સૌરક્રાંતિનું મથક છે. દુનિયાના મોટા મોટા સૌર મથકોમાં કચ્છનુ સૌર ઊર્જાનું કેન્દ્ર છે.

  • 26 May 2025 05:32 PM (IST)

    કચ્છમાં પાણી નહોતુ પરંતુ ખેડૂત પાણીદાર છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, કચ્છને માતા નર્મદાનુ પાણી મળ્યુ ત્યારે દિવાળી મનાવાઈ હતી. સુકાભઠ્ઠ કચ્છને પાણી આપવાનો મને આનંદ છે. મારુ સૌભાગ્ય છે કે હુ નર્મદાનું પાણી કચ્છને પહોચાડી શક્યો. કચ્છમાં પાણી નહોતુ પરંતુ કચ્છના ખેડૂતો પાણીદાર છે. ધોળાવીરા જે ભૂમિમાં હોય ત્યાં એક તાકાત હોવી જોઈએ. સ્થિતિને બદલી શકાય, આફતને અવસરમાં પલટીને ઈચ્છીત પરિણામ મેળવી શકાય છે. 2001ના ભૂકંપ સમયે દુનિયાને લાગતુ હતુ કે બધુ ખતમ, હવે કાઈ ના થઈ શકે. પરંતુ મે મારો વિશ્વાસ ક્યારેય ખોયો નહોતો. કચ્છી ખમીર પર મારો વિશ્વાસ હતો. કચ્છનો ક અને ખમીરનો ખ એવુ બાળકોને ભણાવવું પડશે.

  • 26 May 2025 05:28 PM (IST)

    ભૂજમાં પીએમ મોદીએ કચ્છી ભાષામાં કરી સંબોધનની શરૂઆત

    ભૂજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં શ્યામજી કૃષ્ણ વર્માને વંદન કરવાની સાથે કચ્છી ભાઈ બહેનોને રામ રામ કર્યાં હતા. મા આશાપુરા મા પાસે અર્ચના કરી હતી. કચ્છ સાથે સંબંધ બહુ જૂનો હોવાનુ જણાવીને પીએમ મોદીએ કહ્યું કે, હુ કચ્છ આવવાનું રોકી નથી શકતો. રાજકારણમાં નહોતો ત્યારે પણ કચ્છની ધરતી પર અવારનવાર આવતો હતો.

  • 26 May 2025 03:07 PM (IST)

    વલસાડ જિલ્લાના પારડીમાં નકલી ડેપ્યુટી મામલતદાર મહિલા ઝડપાઈ

    વલસાડ જિલ્લાના પારડીમાં નકલી ડેપ્યુટી મામલતદાર મહિલા ઝડપાઈ છે. પારડીના અંબાચ ગામની યુવતી નકલી ડેપ્યુટી મામલતદાર બની  રૂપિયા 9.59 લાખની ઠગાઈ કરી હતી. સરકારી કચેરીમાં નોકરી આપવાની ચાર યુવકોને લાલચ આપી તેમની પાસેથી રૂપિયા 9.59 લાખ પડાવ્યા હતા. ફરિયાદી થતા પારડી પોલીસે  તપાસ હાથ ધરી હતી. ધો. 12 પાસ ભેજાબાજ યુવતીની ધરપકડ કરવામાં આવી છે.

     

     

  • 26 May 2025 02:59 PM (IST)

    વલસાડ: પારડીમાં નકલી ડેપ્યુટી મામલતદાર ઝડપાઈ

    વલસાડ: પારડીમાં નકલી ડેપ્યુટી મામલતદાર ઝડપાઈ છે. અંબાચ ગામની ધોરણ 12 પાસ ભેજાબાજ યુવતીની ધરપકડ કરવામાં આવી. નકલી ડેપ્યુટી મામલતદાર બની 9.59 લાખની છેતરપિંડી કરી. સરકારી કચેરીમાં નોકરી આપવાની લાલચ આપી ઠગાઈ કરી. ચાર યુવકોને નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યા હતા.

  • 26 May 2025 02:01 PM (IST)

    નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું મુંબઈ, ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ

    નિયત સમય કરતા આ વર્ષે ચોમાસુ વહેલુ બેસ્યુ છે. નૈઋત્યનું ચોમાસું મુંબઈ પહોંચ્યું છે. ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ છે. ગુજરાતમાં વહેલા ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

  • 26 May 2025 01:42 PM (IST)

    ગુજરાતમાં સમગ્ર રેલ નેટવર્ક 100% વિદ્યુતિકૃત છે: પીએમ મોદી

    પીએમએ કહ્યું, ‘આજે દાહોદમાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો. આમાં સૌથી નોંધપાત્ર દાહોદમાં આવેલી ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી છે. ત્રણ વર્ષ પહેલાં મને તેનો શિલાન્યાસ કરવાનો લહાવો મળ્યો હતો. હવે આ ફેક્ટરીમાંથી પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવ્યું છે. બીજી એક મોટી સિદ્ધિ એ છે કે ગુજરાતમાં સમગ્ર રેલ્વે નેટવર્ક હવે 100 ટકા વીજળીકૃત થઈ ગયું છે. આ માટે, હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

  • 26 May 2025 01:31 PM (IST)

    વિશ્વના બજારમાં ભારતની અલગ ઓળખ : PM મોદી

    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશની પ્રગતિ માટે જે કંઈ પણ જરૂરી છે, તે આપણે ભારતમાં જ બનાવવું જોઈએ, આજના સમયની માંગ છે. આજે ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. દેશને જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન હોય કે આપણા દેશમાં બનેલા માલની વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ હોય, પરિસ્થિતિ સતત વધી રહી છે.

  • 26 May 2025 01:11 PM (IST)

    એ મને ગાળો બોલતા રહ્યા, હું દેશ માટે કામ કરતો રહ્યો : PM Modi

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે આજથી ત્રણ વર્ષ પહેલા લોકોમોટિવ સેન્ટરનું ભૂમિપૂજન કરવા આવ્યો હતો. ત્યારે ઘણી લોકો કહેતા હતા કે ચૂંટણી છે એટલે આવો બધો પ્રચાર કરે છે. તેમને એવુ હતુ કે આ ભૂમિપૂજન જ કરે છે કામ નહીં થાય. જો કે એ મને ગાળો બોલતા રહ્યા, હું દેશ માટે કામ કરતો રહ્યો. આજે હું એ જ લોકોમોટિવ સેન્ટરનું ઉદ્ઘાટન કરવા અહીં આવ્યો છુ.

  • 26 May 2025 11:25 AM (IST)

    મોરબી: ટંકારામાં 90 લાખની લૂંટના કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ

    મોરબી: ટંકારામાં 90 લાખની લૂંટના કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, લખધીરગઢના ગામમાં રહેતા કારખાનેદારની ધરપકડ કરાઇ. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા. કારખાનામાં બેસી લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. લૂંટના બે દિવસ પહેલાથી જ આરોપીઓ કારખાનામાં રોકાયા હતા. અન્ય લૂંટારૂઓને દિગ્વિજયે રસ્તા બતાવ્યા હતા.

  • 26 May 2025 10:52 AM (IST)

    અરવલ્લી: ભિલોડામાં ભારે પવન સાથે વરસાદ

    અરવલ્લી: ભિલોડામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. કાચા મકાન અને છાપરાને નુકસાન પહોંચ્યુ. લીલછા-ધોલવાણી રોડ પર વૃક્ષો ધરાશાયી થયા, અનેક સ્થળે વીજળી ડુલ થતા લોકોને હાલાકી થઇ રહી છે.

  • 26 May 2025 10:11 AM (IST)

    વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તેઓ વડોદરા પહોંચ્યા છે. વડોદરામાં એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી તેમનો ભવ્યા રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં PM મોદીનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

  • 26 May 2025 08:23 AM (IST)

    અમદાવાદ:ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ

    અમદાવાદ:ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ હતી. મોડી રાતે વરસાદ ખાબકતા ગરમીથી રાહત મળી.

  • 26 May 2025 08:10 AM (IST)

    દાહોદ: દેવગઢ બારીયાનાં પુવાળા વિસ્તારમાં દેખાયો દીપડો

    દાહોદ: દેવગઢ બારીયાનાં પુવાળા વિસ્તારમાં દીપડો દેખાયો. દીપડા સાથે બે નાના બચ્ચા પણ જોવા મળ્યા. દીપડાએ એક દિવસ અગાઉ પશુનું મારણ કર્યું હતું.

  • 26 May 2025 07:34 AM (IST)

    બોટાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો

    બોટાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. LCBએ ઝમરાળા ગામની શખ્સની 13 ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 1 લાખ 31 હજારની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીની કારની તલાસી દરમિયાન નાનો વજન કાંટો પણ મળી આવ્યો હતો. કુલ 2 લાખ 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સ ક્યાંથી આવ્યું? કોને આપવાનું હતું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 26 May 2025 07:34 AM (IST)

    PM મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે

    PM મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી રાજ્યને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. આજે સવારે 10 વાગ્યે વડોદરા એરપોર્ટ પર PMનું આગમન થશે. જ્યાં ભવ્ય રોડ શો યોજાશે. ત્યારબાદ દાહોદમાં PM મોદી એશિયાનાં સૌથી મોટા લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તે સિવાય PM મોદી દાહોદમાં 24,865 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ PM મોદી ભુજ જશે, જ્યાં 53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. સાંજે સાડા છ વાગ્યે અમદાવાદમાં PM મોદી મેગો રોડ શો માં ભાગ લેશે. રાત્રે રાજભવનમાં રોકાણ બાદ PM 27મે નાં દિવસે સવારે ગાંધીનગરમાં પણ PMનો રોડ શો યોજાશે. મહાત્મા મંદિરમાં PM મોદી શહેરી વિકાસ ગાથાના કાર્યક્રમમાં હાજરી આપી દિલ્લી રવાના થશે.

Published On - 7:30 am, Mon, 26 May 25