આજે 25 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Vadodara: વડોદરાની MS યુનિવર્સિટીમાં(MS University) વિદ્યાર્થી સંગઠનોએ આંદોલન શરૂ કર્યુ છે.ટેક્નોલોજી ફેકલ્ટીના દ્વિતીય તેમજ તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ક્રેડિટ સિસ્ટમ અથવા નો ડિટેન પોલિસીમાં ફેરફાર કરવાની માગ સાથે વિદ્યાર્થીઓએ ધરણાં પ્રદર્શન કર્યા.ટેક્નોલોજી ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ ક્રેડિટ સિસ્ટમ લાગુ કરી છે.
જેના પરિણામ સ્વરૂપે 5 કે 6 જેટલી KT વાળા વિદ્યાર્થીઓ પણ ડિટેન થવાથી બચી ગયા છે. પરંતુ યુનિવર્સિટીએ દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ લાગુ કરી નથી.જેના પરિણામે 3 KTવાળા વિદ્યાર્થીઓ પણ ડિટેન થઇ ગયા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે યુનિવર્સિટી તેમની સાથે અસમાનતાભર્યુ વલણ દાખવી રહી છે.
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં અનેક પ્રકારની દર્દનાક તસવીરો સામે આવી રહી છે. મંગળવારે સાંજે દહિસર વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. અચાનક ઘરની દિવાલોમાં તિરાડ પડવાનો અવાજ આવતા ઘરમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરિવારના બધા સભ્યો બહાર આવીને ઊભા રહ્યા. પછી આખું ઘર ધરાશાયી થયુ.
દિલ્હી સર્વિસ ઓર્ડિનન્સના સ્થાને સંસદમાં નવા બિલની રજૂઆત માટે કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે. સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે મંગળવારની બેઠક દરમિયાન, કેન્દ્રીય કેબિનેટે બિલને મંજૂરી આપી દીધી છે, જે રાજધાનીમાં ગ્રુપ-A અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અંગે સત્તાની રચના માટે જાહેર કરવામાં આવેલા વટહુકમને બદલશે.
Anand :આણંદમાં ખાનગી પેઢીએ કરોડોનું ફુલેકું(Fraud) ફેરવતા હોબાળો મચ્યો છે.કરોડો રૂપિયાની FD લઈને ફરાર થયા હોવાની વિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.રમેશચંદ્ર જે. પંડિતે કરોડોની છેતરપિંડી કરી હોવાની લોકોએ આક્ષેપ કર્યો છે.શ્રોફ પેઢીમાં લોકો તેની બચત જમા કરીને FD કરાવતા હતા.કોરોના બાદ પેઢીને ખંભાતી તાળા લાગી ગયા હતા.અચાનક પેઢી ઉઠી જતાં થાપણદારો અટવાયા હતા.
Delhi: દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના (Spice Jet Plane) વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિમાનને રિપેરિંગ માટે લઈ જઈ રહ્યા હતા, તે સમયે અચાનક તેમાં આગ લાગી અને ધુમાડા નીકળી રહ્યા હતા. જો કે સારી વાત એ સામે આવી છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈને પણ ઈજા થઈ નથી. જો કે હાલમાં એ જાણી શકાયુ નથી કે વિમાનમાં આગ કયા કારણસર લાગી હતી.
Amreli :અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા.
ભારતે આગામી 2023-24 સીઝન માટે ઘરઆંગણે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI શ્રેણી સાથે તેમના શેડ્યૂલની જાહેરાત કરી છે. BCCI એ ભારતની હોમ સીઝન 2023-24 માટે કુલ 16 આંતરરાષ્ટ્રીય મેચો સાથે શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં 5 ટેસ્ટ, 3 ODI અને 8 T20I સામેલ છે.
જેમા વાંચનપ્રેમીઓ માટે પુસ્તકોના વિશાળ ખજાના સાથે કલા, સાહિત્યલક્ષી પ્રવૃતિઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. વાંચવાના શોખીન રાજકોટિયન્સ માટે રાજકોટ મ્યુનિસિપલલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 6માં ગોવિંદબાગ પાસે 1596 ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યુ છે.
સુરત ઉર્જાવિભાગ ડમીકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે 5 મહિલા કર્મચારી સહીત 11 કર્મચારીઓની ધરપકડ કરી છે. રાજ્યની જુદી જુદી વીજકંપની માટે વિદ્યુત સહાયકની નિમણૂક માટે ઓનલાઇન લેવાયેલી પરીક્ષામાં ડમીકાંડ નો પર્દાફાશ કરનારી સુરત ક્રાઇમ બ્રાન્ચે ખોટી રીતે પરીક્ષા પાસ કરી નોકરી મેળવાનારા 5 મહિલા કર્મચારી સહીત કુલ 11 કર્મચારીઓની ધરપકડ કરી છે.
Ahmedabad : અમદાવાદમાં ડ્રગ્સ પેડલરના(Drugs Pedalar)નેટવર્કમાં મહિલાનું પ્રમાણ વધ્યું છે. જેમાં SOGક્રાઇમે 24 કલાકમાં 2 ડ્રગ્સના કેસ કર્યા જેમાં 2 મહિલા સહિત 4ની કરી ધરપકડ કરી છે. જેમાં એક કેસમાં મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે પકડાઈ. જ્યારે અન્ય કેસ માં મહિલા પોતાના પતિને ડ્રગ્સના નેટવર્ક ચાલુ રાખવા માટે ખુદ ડ્રગ્સ પેડરલ બની છે.
PM Kisan 14th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના (PM Kisan Yojana) 14મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ ટૂંક સમયમાં પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ 14મો હપ્તો રિલીઝ કરી શકે છે. આ પહેલા પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ 13મા હપ્તાની રકમ જાહેર કરી હતી. 13મા હપ્તા દરમિયાન 8 કરોડથી વધુ ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ લીધો હતો. ત્યારબાદ પીએમ મોદીએ 13મા હપ્તા માટે 16 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી હતી. તે જ સમયે, ગયા વર્ષે 17 ઓક્ટોબરે પીએમ મોદીએ 12મો હપ્તો બહાર પાડ્યો હતો.
ગુજરાતના કચ્છમાં ગાંધીધામ થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. જ્યારે રૂપિયા 1.45 કરોડની લૂંટ મામલે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમા સગા ભત્રીજાએ મિત્રો સાથે મળીને લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. જેમાં સંબંધીના ઘરે રાખેલી રોકડ કાળું નાણું હોવાની આશંકા થતા લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ગાંધીધામ 400 ક્વાર્ટરમાં 18 તારીખે લૂંટનો બનાવ બન્યો હતો અને ઘરમાં સેટીની અંદર રાખેલા પૈસા લઇ 3 શખ્સ ફરાર થઇ ગયા હતા.
મહારાષ્ટ્રમાં (Maharashtra) છેલ્લા ઘણા સમયથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. આ બધા વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddha Thackeray) આપેલા ઈન્ટરવ્યુનો કેટલોક ભાગ સામે આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કર્યા છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં તેમની સરકાર પડી નથી, પરંતુ કરચલાઓએ ડેમ જ તોડી નાખ્યો છે.
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે બનાસકાંઠામાં ડીસા તાલુકાના મુડેઠા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને નવી ઔદ્યોગિક વસાહતની સ્થાપના માટે 2,45,000 ચો.મી. જમીન ફાળવવા અંગેની મંજૂરી આપી છે.
Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂલાઈના રોજ ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયા 2023ના કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેકનોલોજી વિશે 6 દિવસ પ્રદર્શન યોજાશે.
દિલ્હીના સમયપુર બાદલીના અંબે ગાર્ડનમાં એક ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ચારનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે.
તેલંગાણાના સૂર્યપેટ જિલ્લાના મેલાચેરુવુ ગામમાં માય હોમ સિમેન્ટ ફેક્ટરીમાં એક મોટો અકસ્માત થયો છે. આમાં અનેક લોકોના મોતની આશંકા છે. આ અકસ્માત અંગે હજુ વધુ માહિતી આવવાની બાકી છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે હવે જેગુઆર કંપનીનો UKથી રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. અકસ્માત સમયે ગાડી 0.5 સેકન્ડમાં જ લોકો પર ફરી વળી હતી. તેમજ ગાડીની સ્પીડ 137 થી વધુની હતી અને અકસ્માત કર્યા બાદ 108 Km સ્પીડે ગાડી લોક થઈ ગયાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Traffic jam on Nationa Highway :બિસમાર રસ્તા અને ટ્રાફિકના ભારણના કારણે દિલ્લી મુંબઈ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. આજે સતત ત્રીજા દિવસે નેશનલ હાઇવે ઉપર આ પરિસ્થિતિનો વાહનચાલક સામનો કરી રહ્યા છે. જુઓ આકાશી જનારો. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
ગઢચિરોલી જિલ્લામાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી યુવકની લાશને બાઇક પર બાંધીને તેના ગામ લઇ જવામાં આવી હતી. બાઇક સાથે બાંધેલી લાશને લાવવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કેસમાં તથ્ય પટેલના મિત્રો જ સાક્ષી બનશે. જે મિત્રો સાથે બેસી મોજ કરતા હતા. તે જ મિત્રો હવે તથ્યના રાઝ ખોલશે. અકસ્માત સમયે કારમાં સવાર મિત્રો હવે કોર્ટમાં સાક્ષી બનશે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
જ્ઞાનવાપીના સર્વેના મામલે મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તાકીદના આધારે સુનાવણીની માગ કરી હતી. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના 21 જુલાઈના આદેશ પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે.
વિરોધ પક્ષોની આજની બેઠકમાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની બાબત પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ દ્વારા મણિપુર હિંસા મુદ્દે સતત હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. જેના કારણે સંસદની કાર્યવાહી પણ ખોરવાઈ જવા પામી છે.
લોકસભામાં મણિપુર હિંસાના મુદ્દે વિપક્ષે મચાવેલા હોબાળાને લઈને, અધ્યક્ષે સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. સરકારે મણિપુર હિંસા મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હોવા છતા, વિપક્ષે સંસદની બહાર ધરણા કર્યા છે.
IRCTC પર ટિકિટ બુકિંગ થઈ રહ્યું નથી. ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા થઈ રહી છે. IRCTCએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. ખામી સુધારવાના પ્રયાસો ચાલુ છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આજે સવારે લગભગ 4 વાગ્યે વાદળ ફાટ્યું છે. કુલ્લુની ગડસા ખીણના પંચનાલામાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાના કારણે 5 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે અને 15 મકાનોને આંશિક નુકસાન થયું છે.
ગુજરાતમાં સોમવાર સવારના 6 વાગ્યાથી મંગળવાર સવારના છ વાગ્યા સુધીના 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં નોંધાયો છે. કામરેજ તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. મંગળવાર સવાર સુધીમાં વરસેલા વરસાદથી રાજ્યમાં વર્તમાન ચોમાસામાં સરેરાશ 71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છ વિસ્તારમાં 132 ટકા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 105 ટકા વરસાદ આ ચોમાસામાં વરસ્યો છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો આ અઠવાડિયે તેમના કેબિનેટમાં ફેરબદલ કરવાની યોજના બનાવી રહ્યા છે. તે એવા મંત્રીઓને બદલવાની સંભાવના છે કે, જેઓ તેમના મંત્રી તરીકેના હોદ્દા પર રહ્યા છતા યોગ્ય દેખાવ કે ઉત્તમ કામગીરી કરી શકયા નથી, અથવા જેમને આગામી ચૂંટણીમાં ફરીથી લડાવવાનું વિચારતા નથી.
સોમવારે સાંજે તુરામાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર થયેલા હુમલા બાદ, શહેરમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સીએમ સંગમા સુરક્ષિત છે, પરંતુ આ હુમલામાં તેમના પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
Published On - 6:50 am, Tue, 25 July 23