24 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં સૌથી મોટી ખબર, પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન

|

Oct 24, 2024 | 7:34 AM

News Update : આજે 24 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

24 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં સૌથી મોટી ખબર, પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન

Follow us on

LIVE NEWS & UPDATES

  • 24 Oct 2024 12:41 PM (IST)

    દાના વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

    દાના વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ અસર  વર્તાશે. આહવા, વલસાડ, દ.ગુજરાતના ભાગોમાં અસર રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે. 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. સરહદના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. 26 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળશે તેવી અંબાલાલા પટેલે આગાહી કરી છે.

     

  • 24 Oct 2024 11:41 AM (IST)

    વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં સૌથી મોટી ખબર

    વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં સૌથી મોટી ખબર સામે આવી છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન થશે. AAP વાવ પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન કરશે. વાવ પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. આવતીકાલે આપ અને કોંગ્રેસ સંયુક્ત કોન્ફરન્સ કરી સત્તાવાર જાહેરાત કરશે.


  • 24 Oct 2024 10:54 AM (IST)

    ભરૂચ: અંકલેશ્વર નગરપાલિકાની નબળી કામગીરીનો વધુ એક પુરાવો

    ભરૂચ: અંકલેશ્વર નગરપાલિકાની નબળી કામગીરીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. રોડના કામમાં ખાલી માટી નાખી પાલિકાએ સંતોષ માન્યો. રોડના કામમાં માત્ર માટી નાખી દેતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના નેતા અને પાલિકાના અધિકારી વચ્ચે તકરાર થઇ. સાઇડમાંથી લઇને રોડ પર માટી નાંખ્યાનો વીડિયો વાયરલ થયો છે.

  • 24 Oct 2024 09:26 AM (IST)

    ઑક્ટોબર માસમાં થયેલા પાક નુકસાન માળે પણ મળશે વળતર

    નાણામંત્રી કનુભાઈ દેસાઈની તેમજ અન્ય ધારાસભ્યો અને ખેડૂતોની ઓક્ટોબર માસમાં થયેલી કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળેલી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ માસમાં પાક નુકસાનના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. આ કિસ્સાઓમાં પણ સત્વરે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાયેલી છે. તદ્દનુસાર ઓકટોબર માસ માટે સહાય પેકેજ માટે અમલવારી કરવામાં આવશે.

  • 24 Oct 2024 08:25 AM (IST)

    વાવાઝોડું દાનાએ ધારણ કર્યું અતિભયાનક રૂપ

    વાવાઝોડું દાનાએ અતિભયાનક રૂપ ધારણ કર્યું છે. વાવાઝોડું દાના મધદરિયે તાંડવ કરી રહી રહ્યું છે. દાના વાવાઝોડું આજે મોડી રાત્રે તટ સાથે ટકરાશે. પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર અને સાગર ટાપુ વચ્ચે ટકરાઈ શકે. ચક્રવાત દાનાના કારણે ઓડિશાથી પશ્ચિમ બંગાળ સુધી તબાહી મચાવી શકે છે. તટ સાથે ટકારાતા સમયે વાવાઝોડાની ગતિ 120 કિલોમીટર હોઈ શકે. 100થી 110ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.


  • 24 Oct 2024 08:24 AM (IST)

    અમદાવાદ: SG હાઈવે પર અકસ્માતમાં એકનું મોત

    અમદાવાદ: SG હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયુ. YMCA ચાર રસ્તા પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો. પાઈપ ભરેલ ટ્રક રેતી ભરેલા ટ્રક સાથે ટકરાતા ડ્રાઈવરનું મોત થયુ છે. દરવાજો કાપીને ટ્રક ડ્રાઈવરનો મૃતદેહ બહાર કઢાયો. ફાયર વિભાગની ટીમને દરવાજો કાપી બહાર કાઢવામાં આવ્યો. મૃતદેહને સોલા સિવિલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.

  • 24 Oct 2024 07:38 AM (IST)

    રાજ્યમાં વરસાદ બાદ વાતાવરણ અંગે હવામાન વિભાગની વધુ એક મોટી આગાહી

    રાજ્યમાં વરસાદ બાદ વાતાવરણ અંગે હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં લોકોએ ફરી ગરમીનો સામનો કરવો પડશે. આગામી 3-4 દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થઇ શકે છે. અનેક શહેરોમાં 2 થી 3 ડિગ્રી મહત્તમ તાપમાન વધી શકે છે. રાજ્યમાં હાલ વરસાદની શક્યતા નહિંવત છે.

  • 24 Oct 2024 07:36 AM (IST)

    રાજ્યમાં દિવાળી પૂર્વે ITનું મેગા ઓપરેશન

    રાજ્યમાં દિવાળી પૂર્વે ITનું મેગા ઓપરેશન હાથ ધરાયુ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં ITએ મેગા ઓપરેશન હાથ ધર્યુ. અમદાવાદમાં 5 સ્થળે, વડોદરામાં 15 સ્થળે, સુરતમાં પણ 5 સ્થળે   ઓપરેશન હાથ ધર્યું. દિવાળી પૂર્વે વડોદરાના ચાર બિલ્ડર જૂથને ત્યાં દરોડા પડ્યા.

5 વર્ષ બાદ મોદી-જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા  બંને નેતાઓએ 50 મિનિટ ચર્ચા કરી. BRICSમાં PMએ કહ્યું, આતંકવાદ પર બેવડા માપદંડ માટે કોઈ સ્થાન નહીં. આજે વાવાઝોડું ‘દાના’ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે. દક્ષિણ બંગાળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દોઢસોથી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. ઓગસ્ટમાં અતિવૃષ્ટિ મુદ્દે 1419 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયુ. 20 જિલ્લાના 7 લાખ ખેડૂતોને સહાય મળશે. તો કોંગ્રેસે રાહત પેકેજને ખેડૂતોની મજાક ગણાવ્યું. મોદી-સાન્ચેઝની સુરક્ષા અંગે પોલીસનો ખાસ સુરક્ષા પ્લાન બનાવાયો. પાટીલ-સંઘવીનું 50 ગાડીઓના કાફલા સાથે નિરીક્ષણ. નકલી જજ મોરિસ ક્રિશ્ચનની દિવાળી જેલમાં વિતશે, ત્રણ નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરાયા. ધરપકડ છતાં સેશન્સ જજની સમકક્ષ હોવાનો દાવો કરાયો. લાંગા અને GMBના અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા મળ્યા.  સેક્ટર 7 પોલીસ મથકે લાંગા વિરૂદ્ધ ગુનો કરાયો.