આજે 22 એપ્રિલને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં કોરોનાના 1515 કેસ નોંધાયા છે જ્યારે 6 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દિલ્હીમાં કોરોનાનો ચેપ દર વધીને 26.46% થઈ ગયો છે.
ડમી કૌભાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી , જોકે યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહ 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર રહેશે.
ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે અતીકના વકીલ ખાન સોલત હનીફને પણ આરોપી બનાવ્યો છે. પોલીસે ખાન સોલત હનીફ પર 120B ગુનાહિત કાવતરાનો આરોપ લગાવ્યો છે. હનીફ ઉમેશ પાલને પણ અપહરણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
ગાંધીનગરમાંથી LCB એ દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ ઘટનામાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ 50 લેપટોપ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામં આવ્યો હતો. ગાંધીનગરના રાંદેસણના એક ફ્લેટમાંથી સટ્ટાકાંડ સામે આવ્યો છે.
બાલાઘાટ હોક ફોર્સના જવાનોને શનિવારે સવારે લગભગ 3 વાગ્યે એક મોટી સફળતા મળી જ્યારે સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલવાદીઓને ઠાર માર્યા. આ મહિલા નક્સલવાદીઓ પર 1414 લાખ રૂપિયાનું ઈનામ હતું. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં એક એરિયા કમાન્ડન્ટ હતો, જ્યારે બીજો કુખ્યાત નક્સલવાદી કબીરનો ગાર્ડ હતો.
ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઇ કામદારોના મોતની આંશકા સેવવામાં આવી રહી છે. આ બંને મજૂર બાવળા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. બંને સફાઇ કામદારો પી. સી. સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના કામદારો હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માતની માહિતી પ્રાપ્ત થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઝડપભેર ચાલતું ટ્રેલર રસ્તાની બાજુના ઝૂંપડા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની ઝડપ થોડી ઘટી છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના 850 નવા કેસ નોંધાયા છે જ્યારે 4 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 6,167 થઈ ગઈ છે.
અમદાવાદના ભદ્ર પ્લાઝામાં વધી રહેલા દબાણો દૂર કરાશે. આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ. આ સાથે તેમને જણાવ્યું કે ભદ્ર પ્લાઝામાં થયેલા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી હાથ ધરાશે તથા તંત્રની કાર્યવાહી દરમિયાન ગરીબ માણસોનો વેપાર ન છીનવાઈ જાય તેની પણ પૂરતી તકેદારી રાખવા હર્ષ સંઘવીએ બાંહેધરી આપી છે.
રાજ્યની સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ માટે મહાઅભિયાન હાથ ધર્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ભાજપના પદાધિકારીઓ વિવિધ ધાર્મિક સ્થળોની અને ધાર્મિક સ્થળોને જોડતા એપ્રોચની સાફસફાઈ કાર્ય હાથ ધરશે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે, અમદાવાદના મેયર અને કોર્પોરેટર, અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
Navy Various SSC Officers Entry: શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ભારતીય નૌકાદળમાં પ્રવેશ મેળવવાની તક આવી છે. જાન્યુઆરી 2024 સત્ર માટે નેવી SSC એન્ટ્રી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આગામી સત્રમાં કુલ 227 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ એન્ટ્રી પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. કરિઅર સમાચાર અહીં વાંચો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સતત 300થી વધુ નવા કેસ નોંધાયા બાદ આજે 22 એપ્રિલના રોજ ગુજરાતમાં 254 કોરોના કેસ નોંધાયા છે. આજે કોરોનાને કારણે ગુજરાતમાં 1 દર્દીનું મોત થયું છે. વધુ વાંચવા માટે ક્લિક કરો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફૂલ સ્પીડે ચાલતુ ટ્રેલર રસ્તાની બાજુના ઝૂંપડા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદના ભદ્ર પ્લાઝામાં વધી રહેલા દબાણો દૂર કરાશે. આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ. આ સાથે તેમને જણાવ્યું કે ભદ્ર પ્લાઝામાં થયેલા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી હાથ ધરાશે તથા તંત્રની કાર્યવાહી દરમિયાન ગરીબ માણસોનો વેપાર ન છીનવાઈ જાય તેની પણ પૂરતી તકેદારી રાખવા હર્ષ સંઘવીએ બાંહેધરી આપી છે.
રાજ્યની સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ માટે મહાઅભિયાન હાથ ધર્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ભાજપના પદાધિકારીઓ વિવિધ ધાર્મિક સ્થળોની અને ધાર્મિક સ્થળોને જોડતા એપ્રોચની સાફસફાઈ કાર્ય હાથ ધરશે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે, અમદાવાદના મેયર અને કોર્પોરેટર, અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
જુનાગઢના વંથલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી હતી. કેસર કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આ તરફ જૂનાગઢમાં ઝરમર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા કોમ્પલેક્સમાં કાચ તૂટી પડ્યા હતા. મધુરમ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સમાં કાચ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે કોમ્પલેક્સમાં કાચ તૂટતા વેપારીઓને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે.
સાણંદમાં આવેલી એસ.ડી. પેઇન્ટસ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે અને હાલમાં 8 ફાયર ફાઇટર આગ બુઝાવાવની કામગીરી કરી રહ્યા છે. આગ ઓલવવા માટે ફાયર રોબોની પણ મદદ લેવાઇ રહી છે. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની છે. વધુ વાંચો
સુરેન્દ્રનગરના ચામુંડાપરા વિસ્તારના લોકો વર્ષોથી વસવાટ કરે છે. પરંતુ સિટી સરવે કે પાલિકાના રેકોર્ડમાં તેમના કોઈ નામ જ નથી. રસ્તા, લાઈટ જેવી પ્રાથમિક સુવિધા મુદ્દે સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા તો અધિકારીઓએ જવાબ આપ્યો કે તમારા નામ જ કોઈ રેકોર્ડમાં નથી. 50થી વધારે મકાનના 500 લોકો સરકારી ચોપડે કોઈ નોંધ જ ન હોવાથી પરેશાન થઈ ગયા છે.
આ લોકોએ જમીન ખરીદીને મકાન બનાવ્યા છે. પરંતુ સરકારી રેકોર્ડ પરથી તેમના નામ ગાયબ છે. કોઈએ જાણી-જોઈને નામ ગાયબ કર્યા હોવાનો તેમનો આરોપ છે. પીડિતોએ કલેક્ટરને રજૂઆત કરી તેમની મિલકતોની વિગતો સિટી સરવેમાં ચડાવવા કહ્યું છે. જેથી તેમની પ્રાથમિક સુવિધાઓનો ઝડપથી ઉકેલ આવે.
ભાવનગર ડમીકાંડના આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. મિલન ઘુઘા બારૈયાએ સૌથી વધુ 9 જેટલી પરીક્ષાઓ ડમી ઉમેદવાર તરીકે આવી છે. આ બંને આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા હાલ જેલભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
આ તરફ ડમી કૌભાંડમાં મોટો ખૂલાસો થયો છે. તોડકાંડમાં સંડોવાયેલા બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવા પાસેથી 10 લાખ રિકવર કર્યા હતા. બંને આરોપીઓ પાસેથી પોલીસે 10 લાખ રિકવર કર્યા છે. 1 કરોડની રકમમાંથી બંને આરોપીઓએ 10 ટકા રકમ લીધી હતી.
ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી. જે બાદ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી.
જામનગર જિલ્લામાં છેલ્લા 6 માસથી પોલીસ અને સામાન્ય લોકોના નાકે દમ લાવી દેનારી ચોર ટોળકી ઝડપાઈ ગઈ હતી. આ ટોળકીએ છેલ્લા 6 માસમાં એક ડઝન વાહન ચોરી કર્યાનું કબૂલ્યું હતું.
આરોપીઓએ જણાવ્યું હતું કે ચારેય આરોપી મિત્ર છે અને તેઓ વાહનો ચોરીને તેનું વેચાણ કરવાના હતા. આ આરોપીમાંથી એક જી.આર.ડીનો જવાન દિવ્યરાજસિંહ જાડેજા, હોમગાર્ડનો જવાન વિજયસિંહ જાડેજા તેમજ મુકેશ માડમ તથા યોગીરાજસિંહ જાડેજા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ વાહનો વેચીને આરોપીઓ કાર લેવાનું સપનું સેવતા હતા.
એપ્રિલ માસની ગરમીની સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને તાપી જિલ્લાના નિઝરમાં ભારે પવન ફૂંકાયો હતો તેમજ કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તાપીના નિઝર તેમજ કુંકરમુંડામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. તેમજ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ રીતે ફરીથી કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
તો બીજી તરફ જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળ છવાયેલા જોવા મળ્યા હતા. તેમજ બપોર બાદ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને કમોસમી વરસાદ થતા કેરીના પાકમાં નુકસાનની ભિતી સેવાઈ રહી છે.
ગુજરાતની સૌથી મોટી નગરપાલિકાના બણકા ફૂગતી નવસારી વિજલપોર નગરપાલિકાએ વિકાસના નામે આટો વાઢ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારી અને વિજલપોર એમ બે અલગ અલગ પાલિકાનું એકત્રીકરણ થયા બાદ વસ્તીમાં વધારો થતા ગટર વ્યવસ્થામાં પણ નવો સુધારો કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.
કબીરપોર જીઆઇડીસી વિસ્તારમાં મિલો આવેલી છે અને આ મિલોને કારણે ગંદા પાણી છોડવામાં આવી રહ્યા હોવાથી આસપાસના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે આ કુદરતી કાંસમાંથી સીધું પાણી નદી નાળામાં ઠલવાતું હોય છે. જેને કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે. પાલિકા દ્વારા હજી સુધી ગટર વ્યવસ્થાના અપગ્રેડેશન માટેની કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં રોષ છે.
પાટણ જિલ્લામાં શ્રમિક પરિવારે આર્થિક સંકડામણને કારણે 4 બાળકો સાથે રેલવે ટ્રેક ઉપર પડતું મૂકયું હતું. જોકે રેલવે મેનની સજાગતાને કારણે બાળકો સહિત દંપતીને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ પરિવારની મુલાકાત લીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ પરિવાર સમી તાલુકાના જાખલ ગામનો છે. આ દંપતીએ આર્થિક સંકડામણને કારણે રેલવે ટ્રેક ઉપર પડતું મૂક્યું હતું. જોકે રેલવે કર્મચારીની સમય સૂચકતાને કારણે દંપતી તેમજ માસૂમ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.
માફિયા અતીક અહેમદ દ્વારા કબજે કરાયેલી જમીન પીડિતોને પાછી આપી શકાય કે કેમ તે અંગે યોગી સરકાર વિચારણા કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે રાજ્ય સરકાર એક કમિશન બનાવશે, જેના રિપોર્ટ પર કબજે કરેલી જમીનો પરત કરવાનો નિર્ણય લેવામાં આવશે. માફિયા અતીક અને તેના ભાઈ અશરફે દાદાગીરી કરીને પ્રયાગરાજ સહિત અનેક શહેરોમાં જમીનો પર કબજો જમાવ્યો હતો અથવા તો લોકો પાસેથી સસ્તા ભાવે જમીનો પડાવી લીધી હતી.
રાજ્યમાં ધાર્મિક સરઘસોમાં કોઇપણ વ્યક્તિ ભડકાઉ ભાષણ ન આપી શકે તે માટે લાઉડ સ્પિકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહિં ધાર્મિક સરઘસોમાં વીડિયોગ્રાફિ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. રાજ્ય સરકારે એક અરજી મુદ્દે હાઇકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં સરકારે જવાબ આપતા કહ્યુ હતુ કે, ધાર્મિક સરઘસમાં લાઉડ સ્પિકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
એટલું જ નહિં સરકારે ખાતરી આપી છે કે, ધાર્મિક સરઘસની ડ્રોન, સીસીટીવી અને બોડી કેમેરાથી વીડિયોગ્રાફી કરાશે. જેથી સરઘસની હલચલ પર નજર રાખી શકાય. કોઈ ધાર્મિક સરઘસ પહેલા તે વિસ્તારના લિસ્ટેડ અસમાજિક તત્વોની અટકાયત પણ કરવામાં આવશે. તેમજ સંવેદનશીલ સ્થાનો પર બંદોબસ્ત પર વધારે ભાર મુકાશે.
ગીર સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને મદુરાઈથી સોમનાથ જતી ટ્રેનમાં આજે 300થી વધારે તમિલ બંધુઓ-ભગિનીઓ વેરાવળ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે ટ્રેનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતી સ્મૃતિ ઈરાની પણ આવી પહોંચ્યા હતાં. કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ તમિલ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
બનાસકાંઠાના ડીસામાં બ્રહ્મ સમાજે નવા નિયમો લાગુ કર્યા છે. સમાજ સુધારણા અને લગ્ન સહિતના પ્રસંગોમાં થતા ખર્ચા બંધ કરવા માટેના નિયમો બ્રહ્મ સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં બ્રહ્મ સમાજ દ્વારા લગ્ન પ્રસંગે ડી.જે, દાંડિયારાસ, વરઘોડો કાઢવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વર અને વહુની એન્ટ્રી અને હલ્દી સહિત રૂમ સજાવટ ન કરવાનો પણ નિર્ણય કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જવાના છે. પરંતુ સિડનીમાં રહેતા એનઆરઆઈ તેની રાહ જોઈ રહ્યા છે. તેની પાછળનું કારણ ‘લિટલ ઈન્ડિયા’ની માગ છે. પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય સમુદાય સિડનીના ઉપનગરનું નામ ‘લિટલ ઈન્ડિયા’ રાખવાની માગ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
મીડિયા રિપોર્ટસ અનુસાર, ‘લિટલ ઈન્ડિયા’ એ ભારતીય રેસ્ટોરાં અને હેરિસ પાર્કના સિડની ઉપનગરમાં આવેલી દુકાનોના જૂથ માટે વપરાતું નામ છે. ભારતીય સમુદાય હવે સમગ્ર વિસ્તારને ‘લિટલ ઈન્ડિયા’ નામ આપવાનો આગ્રહ કરી રહ્યો છે. તેમનું માનવું છે કે આ નામ રાખવાથી પ્રવાસીઓ આ વિસ્તાર તરફ આકર્ષિત થશે.
ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલાની તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ ટૂંક સમયમાં લંડન પહોંચશે. આ ટીમ ખાલિસ્તાની સમર્થકો દ્વારા હાઈ કમિશન પર આતંકવાદ સાથેના જોડાણ અંગે કરવામાં આવેલા હુમલા અને તોડફોડની તપાસ કરશે. ગયા મહિનાની 19મી તારીખે લંડનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો થયો હતો.
ભારતીય હાઈ કમિશન પર હુમલો એવા સમયે થયો છે જ્યારે પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે પોલીસ દરોડા પાડી રહી છે. તેથી આ હુમલાને ભારત સરકારની કાર્યવાહીનો બદલો તરીકે જોવામાં આવ્યો હતો. ISI સાથે પણ કનેક્શન હોવાના સંકેત મળ્યા છે.
ગાંધીનગરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE)ના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 19 વર્ષિય વિદ્યાર્થીએ બુધવારે બપોરે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન નજીક એક ટ્રેન નીચે પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. ત્યારે પરિવારે આ મામલે ન્યાયની માગ કરી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર પોલીસે જણાવ્યુ હતુ કે જામ ખંભાળિયામાં રહેતો 19 વર્ષીય સંદિપ ઘેટીયા ગાંધીનગરના સેક્ટર-14માં ભાડાના મકાનમાં રહેતો હતો અને IITEમાં અભ્યાસ કરતો હતો. બુધવારે બપોરે તે ઘરેથી ગાંધીનગર સ્ટેશન જવા નીકળ્યો હતો. તેણે રેલવે સ્ટેશન નજીકના એક સ્થળે દિલ્હી મેઇલ ટ્રેનની નીચે પડતુ મુક્યુ હતુ.
પોલીસે જણાવ્યું હતુ કે તેમના મૃત્યુના સમાચાર ફેલાતાં જ અન્ય વિદ્યાર્થીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે પોલીસને જણાવ્યું કે ખેતિયાને તેની પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી ન હતી કારણ કે તેની હાજરી જરૂર કરતાં ઓછી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેને પરીક્ષામાંથી પ્રતિબંધિત કર્યા પછી, તે અધિકારીઓને તેમનો નિર્ણય બદલવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની પૂર્ણ બહુમતી સાથે જીતનો દાવો કર્યો હતો. એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે ભાજપનું વિઝન સમજાવ્યું અને દાવો કર્યો કે ભાજપ સરકારે કર્ણાટકને આગળ લઈ જવાનું કામ કર્યું છે. તેમણે કર્ણાટકમાં ચાર ટકા મુસ્લિમ અનામત લાગુ કરવાના કોંગ્રેસ સરકારના પગલાને ગેરબંધારણીય ગણાવ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે કોંગ્રેસ સરકારે બંધારણની વિરુદ્ધ જઈને મુસ્લિમ આરક્ષણની વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે તેનો અંત કરીને અમે અન્ય સમુદાયો માટે અનામત વધારવાનું કામ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કર્ણાટકની ભાજપ સરકારે ગેરબંધારણીય પ્રણાલીને ખતમ કરવાનું, બંધારણને વ્યવસ્થિત લાવવાનું અને તેના હકદાર લોકોને આપવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે 70 વર્ષમાં દેશની અંદર બે દેશ બનાવવાનું કામ થયું.
જગન્નાથ પુરીની રથયાત્રા બાદ ભારતમાં અમદાવાદની (Ahmedabad) રથયાત્રા સૌથી વધુ જાણીતી છે. આજે અક્ષય તૃતિયાના શુભ મુહૂર્તમાં જગન્નાથ મંદિરમાં (Jagannath Temple) આવેલા નવા ત્રણ રથની ગૃહરાજ્ય પ્રધાન દ્વારા પૂજા કરવામાં આવી છે. આગામી 146મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ખૂબ જ ઓછા સમયગાળામાં ભગવાનના ત્રણેય રથ બનીને તૈયાર થઈ ગયા છે.
આવી રીતે બની છે રથની નવી ડિઝાઈન
જગન્નાથ મંદિરના 145 વર્ષ સુધી જે રથમાં સવાર થઈને ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા, તેના બદલે હવે નવા રથને સ્થાન મળ્યુ છે. નવા રથનું નિર્માણ મજબુતાઈ સાથે કરવામાં આવ્યુ છે. અમદાવાદના રસ્તાઓ તેમજ પરંપરાગત રુટમાંથી રથ પસાર થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે. જુના રથની ડિઝાઈનનું થોડુ અનુકરણ નવા રથમાં જોવા મળે છે. સાથે જ તેમા જગન્નાથ પુરીના દર્શન પણ થઇ શકશે.
PM મોદી આગામી 24 એપ્રિલે કેરળના પ્રવાસે છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ મુજબ, તેમને આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. આ ખતરાને ધ્યાને લઈને કેરળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
PM નરેન્દ્ર મોદી આવતીકાલ 24 અને 25 એપ્રિલે મધ્યપ્રદેશ, કેરળ અને સિલ્વાસાના બે દિવસીય પ્રવાસ પર જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ સૌથી પહેલા મધ્યપ્રદેશની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ દક્ષિણમાં કેરળ જશે. ત્યારબાદ સુરત અને પશ્ચિમમાં દમણ થઈને સિલ્વાસા જશે. આખરે તેઓ દિલ્હી પરત ફરશે. મુલાકાત દરમિયાન પીએમ 8 કાર્યક્રમોમાં હાજરી આપશે અને 7 અલગ-અલગ શહેરોની મુલાકાત લેશે.
સુરત SOG દ્વારા, યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ કરવામાં આવી છે. કાનભાની ઘરપકડ સુરતથી કરવામાં આવી છે. બિપિન ત્રિવેદીના કથિત વીડિયોમાં કાનભાના નામનો ઉલ્લેખ થયો હતો. આમાં એવો આક્ષેપ કરાયો હતો કે, કાનભાએ પૈસાનો વહિવટ હતો.
FRCની પૂર્વ મંજૂરી વિના જ ફિ વધારો કરનાર અમદાવાદના બોડકદેવમાં આવેલી નિરમા સ્કૂલને, મંજૂરી વગર વધુ લેવાયેલ ફી વાલીઓને પરત કરવાનો જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. અગાઉ વાલીએ 40 ટકા ફી વધારે લીધી હોવાની ફરિયાદ FRC સમક્ષ કરી હતી. DEOની નોટિસ બાદ શાળાએ આપેલા જવાબ સંતોષકારક ન જણાતા DEOએ આ આદેશ આપ્યો છે.
નિરમા સ્કુલને કરાયેલ ફિ પરત કરવાના આદેશ અંગે વધુ જાણવા અહીં ક્લિક કરો.
ભગવાનના ત્રણેય રથની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. દર વર્ષે અખાત્રીજના દિવસે ભગવાનના રથની પૂજા કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે હાજર રહીને નવા રથની પૂજા કરી હતી. આ વર્ષે નવા રથ તૈયાર કરાયા છે.
ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળ અને તેને જોડતા એપ્રોચ રોડની સફાઈ માટે ભાજપ દ્વારા આજે મહાસફાઈ અભિયાન હાથ ધરાશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મંત્રીમંડળના સભ્યો, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ પક્ષના અન્ય પદાધિકારીઓ પણ જોડાશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં બાલાજી હનુમાન ખાતે સફાઈ અભિયાનમા જોડાશે. તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારીમાં આવેલ અંબાજી માતાના મંદિર ખાતે યોજાનાર સફાઈ અભિયાનમાં જોડાશે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે યોજાનાર મહાસફાઈ અભિયાનમાં જોડાશે.
Published On - 7:06 am, Sat, 22 April 23