22મેના મોટા સમાચાર : Ahmedabad: અલ કાયદા સંગઠન સાથે જોડાયેલા 4 શખ્સો સકંજામાં, ATSની મોટી કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 11:59 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

22મેના મોટા સમાચાર : Ahmedabad: અલ કાયદા સંગઠન સાથે જોડાયેલા 4 શખ્સો સકંજામાં, ATSની મોટી કાર્યવાહી
Gujarat Latest Live News and Samachar Today 25 May 2023

આજે 22 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 May 2023 11:53 PM (IST)

    મારા પીએમ પદના ઉમેદવાર બનવાનો સવાલ જ નથી: શરદ પવાર

    એનસીપીના વડા શરદ પવારે કહ્યું છે કે મારો પ્રયાસ વિપક્ષોને સાથે લાવવાનો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ આવા જ પ્રયાસો કરી રહ્યા છે. હું આગામી ચૂંટણી લડવાનો નથી, તેથી પીએમ પદના ઉમેદવાર બનવાનો પ્રશ્ન જ નથી. હું પીએમ બનવાની રેસમાં નથી. આપણને એવા નેતૃત્વની જરૂર છે જે દેશના વિકાસ માટે કામ કરી શકે.

  • 22 May 2023 11:47 PM (IST)

    આવતીકાલથી બેંકમાં 2 હજારની નોટ બદલાવી શકાશે, રાજ્યના તમામ પેટ્રોલ પંપ ઉપર 2000ની નોટ સ્વીકારાશે

    આવતીકાલ તારીખ 23થી બેંકમાં 2 હજારની નોટ બદલાવી શકાશે. RBI દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે 2000ની નોટ સમગ્ર ભરત માંથી પછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને બ્લેકમનીને નાથવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે આવતીકાલથી એટલે કે 23 તારીખથી આ 2000ની નોટ બદલી શકાશે. આવતીકાલથી 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જઇ કોઇ પણ વ્યક્તિ 2000ની નોટ બદલાવી શકશે.

  • 22 May 2023 11:06 PM (IST)

    Ahmedabad: અલ કાયદા સંગઠન સાથે જોડાયેલા 4 શખ્સો સકંજામાં, ATSની મોટી કાર્યવાહી

    અમદાવાદમાં આતંકી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા મુખ્ય આરોપી મોહમ્મદ સોજીબના 30 મે સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ATSની ટીમ દ્વારા મોહમ્મદ સોજીબને કોર્ટમાં રજૂ 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે સોજીબના 30મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATSએ રાજ્યમાં અલ કાયદાના આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરી અમદાવાદના નારોલમાંથી 4 શખ્સોને ઝડપી પાડ્યા. ATSએ બાતમીના આધારે માસ્ટરમાઈન્ડ સોજીબ ઉપરાંત મુન્ના ખાન, આકાશ ખાન અને અબ્દુલ લતીફ એમ ચારેયને ઝડપી પાડ્યા છે.

  • 22 May 2023 10:35 PM (IST)

    Rajkot: પેટ્રોલ પંપ પર 2 હજારની નોટને લઈ વધી તકરાર, પેટ્રોલ પંપ સંચાલકોએ 2 હજારની નોટ લેવાનું બંધ કરતા વિવાદ

    રાજકોટના પેટ્રોલ પંપો પર 2 હજારની નોટને લઈ તકરાર વધી છે. કેટલાક લોકો 100 કે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને 2 હજારની નોટ આપે છે. જેથી પેટ્રોલ પંપના સ્ટાફને છુટા પરત આપવામાં મુશ્કેલી થાય છે. 2 હજારની નોટ વટાવવાને લઈ પેટ્રોલ પંપના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે પણ બોલાચાલી વધી છે. RBI દ્વારા નોટ પરત કરવાની જાહેરાત કરાતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. પોતાની પાસે રહેલી 2 હજારની નોટ લઈને ફરી લાઈનમાં ઊભું રહેવું પડશે તેને લઈ હવે લોકો પેટ્રોલ પંપ ઉપર પહોંચી જાય છે, જેને લઈ વિવિદ ઊભા થઈ રહ્યા છે.

  • 22 May 2023 10:08 PM (IST)

    કુસ્તીબાજો જેએનયુ પહોંચ્યા, જેએનયુએસયુ અને જેએનયુટીએ સમર્થનમાં કરી કૂચ

    બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજો આજે જવાહરલાલ નેહરુ (JNU) યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેમના સમર્થનમાં JNUSU અને JNUTAએ કૂચ કરી અને સભા યોજી.

  • 22 May 2023 09:19 PM (IST)

    દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 180 કરોડની સંપત્તિ કરી જપ્ત

    છત્તીસગઢમાં (Chhattisgarh) 2000 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીમાં હવે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના નેતાઓની સાથે-સાથે ED પણ મોટા ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ સામે સતત કાર્યવાહી કરીને તેનો સંકજો કસી રહી છે. આ પછી હવે EDએ પ્રેસ નોટ જાહેર કરીને વધુ એક મોટો ખુલાસો કર્યો છે. અત્યાર સુધીમાં 119 સ્થાવર મિલકતો સાથે કુલ અટેચ કરેલી મિલકતોની કિંમત 180 કરોડ હોવાનું કહેવાય છે. દારૂ કૌભાંડની ચાલી રહેલી તપાસમાં અરુણપતિ ત્રિપાઠી, અરવિંદ સિંહ, અનિલ તુટેજા, વિકાસ અગ્રવાલ અને અનવર ઢેબર સામે 121.87 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

  • 22 May 2023 08:34 PM (IST)

    Neeraj Chopraએ ફરી વધાર્યું ભારતનું ગૌરવ, વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 બન્યો

    ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ એથ્લેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ રેન્કિંગ મુજબ, મેન્સ જેવલિન થ્રોમાં વિશ્વનો નવો નંબર વન ખેલાડી બન્યો છે.ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બનેલા ચોપરા ગ્રેનાડાના વર્તમાન વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સથી 22 પોઈન્ટથી આગળ છે.

  • 22 May 2023 08:15 PM (IST)

    રામ મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો 30 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થશે

    રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામ મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો 30 ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. પહેલો અને બીજો માળ 30 ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થશે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે લોકો 30 ડિસેમ્બર 2023 સુધી ભગવાન રામની પૂજા કરે.

  • 22 May 2023 08:00 PM (IST)

    Gujarat News Live : ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, આગામી 1 જૂનથી ટેકાના ભાવે ખરીદાશે ઉનાળુ મગ

    ગુજરાતમાં ઉનાળુ મગની ખેતી કરનારા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી પહેલી જૂનથી, ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવના ખરીદ કેન્દ્ર મારફતે, રૂપિયા 7755 પ્રતિ કિવ. ઉનાળુ મગની ખરીદી કરવામાં આવશે.

    આ સમાચાર વધુ વિગતે જાણવા માટે અહીં ક્લિક કરો.

  • 22 May 2023 07:27 PM (IST)

    Gujarat News Live : અમદાવાદમાં ગરમીનો પારો 42 ડીગ્રીને પાર, વડોદરામાં 41.6 ડીગ્રી

    ગુજરાતમાં ગરમીનો પારો યથાવત રહ્યો છે. અમદાવાદમાં આજે મંગળવારે ગરમીનો પારો 42 ડીગ્રીને પાર થયો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે 42.7 ડીગ્રી જ્યારે અમદાવાદમાં 42.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41 ડીગ્રી, વડોદરામાં 41.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 39.6 ડીગ્રી, ભૂજમાં 37.1 ડીગ્રી, ડીસામાં 40.7 ડીગ્રી, જુનાગઢમાં 38.5 ડીગ્રી, પાટણમાં 42 ડીગ્રી, રાજકોટમાં 40.9 ડીગ્રી ગરમી નોંધાઈ છે. સુરતમાં 35.6 ડીગ્રી અને વેરાવળમાં 34 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

  • 22 May 2023 07:22 PM (IST)

    Gujarat News Live : કાળઝાળ ગરમીમાં શેકાયું દિલ્હી, પારો પહોચ્યો 46 ડિગ્રીને પાર

    દિલ્હીના નજફગઢમાં આજે સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અહીં તાપમાનનો પારો 46.2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે, નરેલા અને પિતામપુરામાં 45.3 ડિગ્રી અને 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આયાનગરમાં મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી અને પાલમમાં 44.2 ડિગ્રી નોંધાયું હતું.

  • 22 May 2023 06:26 PM (IST)

    Gujarat News Live : ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં પાણીપુરીની લારી પર ગેસ સિલિન્ડર ફાટ્યો, બે ઈજાગ્રસ્ત

    ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં પાણીપૂરીની લારી ઉપર ગેસ સિલિન્ડર ફાટતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી. ગેસ સિલિન્ડર ફાટતા લારીના સંચાલક મહિલા અને કિશોરને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે લારીમાં આગ પણ લાગી હતી. જો કે આસપાસના લોકો દ્વારા આગને કાબુમાં લેવાઈ હતી.

  • 22 May 2023 06:02 PM (IST)

    Gujarat News Live : ગાંધીધામમાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં એક કરોડની મતા લૂંટી ચાર લૂંટારૂઓ થયા ફરાર

    કચ્છના ગાંધીધામમાં ભર બપોરે એક કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીમાંથી ધોળા દિવસે 4 લૂંટારૂઓ એક કરોડ લૂંટી ફરાર થઈ ગયા. હથિયાર સાથે આવેલા ચાર હેલ્મેટધારી લૂંટારૂઓ લૂંટ કરી ફરાર થયા હતા.

    આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 22 May 2023 05:29 PM (IST)

    Gujarat News Live : મુંબઈના થાણેમાં બે ઘરમાં લાગી આગ, 4 દાઝ્યા

    મુંબઈના થાણે શહેરના મુંબ્રા વિસ્તારમાં શિવાજી નગરમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે ત્રણથી ચાર લોકો દાઝી ગયાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉપરથી હાઈ ટેન્શન વાયર પસાર થયો હતો અને હાઈ ટેન્શન વાયર પડવાના કારણે બે ઘરમાં આગ લાગી હતી. જેમાં 2 બાળકો અને 2 મહિલાઓ દાઝી જવાના સમાચાર છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

  • 22 May 2023 05:25 PM (IST)

    Gujarat News Live : CBI સમીર વાનખેડેની 24 મેના રોજ ફરી પૂછપરછ કરશે

    નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને સીબીઆઈ દ્વારા 24 મેના રોજ ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. દિલ્હી સીબીઆઈ અધિકારીઓની ટીમ તપાસ કરશે.

  • 22 May 2023 05:05 PM (IST)

    Gujarat News Live : નીતિશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે, દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે.

  • 22 May 2023 04:32 PM (IST)

    Gujarat News Live : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 શૂટરોની ધરપકડ

    પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના ચાર શૂટરોની 6 પિસ્તોલ ઉપરાંત 26 જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે. એવું માનવામાં આવે છે કે આ તમામ શૂટર્સ વિરોધી ગેંગ સામે ગેંગ વોર કરવાની તૈયારી કરી રહ્યા હતા.

  • 22 May 2023 04:30 PM (IST)

    Gujarat News Live : પીએમ મોદી પાપુઆ ન્યુ ગિનીથી સિડની પહોંચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. પીએમ મોદી પાપુઆ ન્યુ ગિનીથી સિડની પહોંચ્યા છે. પીએમ મોદી આવતીકાલે ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીયોને સંબોધિત કરશે.

  • 22 May 2023 03:59 PM (IST)

    Gujarat News Live : મણિપુરમાં ફરી ભડકી હિંસા, સેના બોલાવાઈ, ઈમ્ફાલમાં લદાયો કર્ફ્યુ

    મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. આ વખતે રાજધાની ઈમ્ફાલમાં હિંસા થઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને અર્ધલશ્કરી દળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂ ચાકોન વિસ્તારમાં એક સ્થાનિક બજારમાં એક જગ્યાને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ મીતાઈ અને કુકી સમુદાયો વચ્ચે લડાઈમાં પરિણમ્યો. મામલો ધીરે ધીરે વધતો ગયો, ત્યારબાદ આગચંપીના અહેવાલો સામે આવ્યા છે. હાલ આ વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

  • 22 May 2023 03:54 PM (IST)

    Gujarat News Live: 900 કરોડ ખર્ચીને નવી સંસદની રચના થઈ, તેની શું જરૂર હતીઃ આનંદ શર્મા

    કોંગ્રેસના નેતા આનંદ શર્માએ નવા સંસદ ભવન પર કહ્યું છે કે જ્યારે કોવિડ રોગચાળા દરમિયાન લોકો પરેશાન હતા, ત્યારે સરકારે ભવ્ય સંસદ ભવન બનાવવાનો નિર્ણય લીધો હતો. તે 900 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. શું તેની જરૂર હતી? વિશ્વની કોઈ પણ લોકશાહીએ તેના ઈતિહાસમાં પોતાની સંસદ બદલી નથી. જો જરૂરી હોય તો તેનું સમારકામ કરાવો.

  • 22 May 2023 03:52 PM (IST)

    Ahmedabad : જગન્નાથ મંદિરના નવા રથનું પ્રથમ રિહર્સલ સફળ રહ્યુ, હવે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે

    અમદાવાદમાં (Ahmedabad ) ભગવાન જગન્નાથની (Lord Jagannath) 146ની રથયાત્રા આગામી 20 જૂનના રોજ યોજાવવાની છે. 72 વર્ષ બાદ નવા રથમાં બેસી અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે ત્યારે આજે ભગવાન જગન્નાથના નંદીઘોષ રથનું ટ્રાયલ લેવામાં આવ્યું હતું. ત્યારે જગન્નાથ મંદિરના નવા રથનું પ્રથમ રિહર્સલ સફળ રહ્યુ છે. આજે ખલાસી બંધુઓ દ્વારા રથનું પ્રથમ રિહર્સલ કરવામાં આવ્યુ. ત્રણેય રથનું કામ પૂર્ણ થતાં હવે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે.

  • 22 May 2023 03:30 PM (IST)

    PM મોદી, દેશ, ન્યાયપાલિકાની છબી ખરાબ કરવાના મામલામાં BBC સામે કેસ

    દિલ્હી હાઈકોર્ટે એક બિન-સરકારી સંસ્થા જસ્ટિસ નો ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજી પર બીબીસીને સમન્સ જારી કર્યું છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે બીબીસી ડોક્યુમેન્ટ્રીએ ભારત અને તેની ન્યાયતંત્ર તેમજ વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે.

  • 22 May 2023 03:09 PM (IST)

    ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો, સોજીબ નામના બાંગ્લાદેશીની કરી ધરપકડ

    ગુજરાત (Gujarat) ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત ATSની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

  • 22 May 2023 02:52 PM (IST)

    ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ટોપ-10 ટાર્ગેટમાં નંબર વન પર સલમાન ખાન, NIAની પૂછપરછમાં થયો મોટો ખુલાસો

    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની પૂછપરછમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મોટી કબૂલાત સામે આવી છે. લોરેન્સે કબૂલાત કરી છે કે બોલિવૂડ એક્ટર સલમાન ખાન તેના ટોપ ટેન ટાર્ગેટ લિસ્ટમાં નંબર વન પર છે. તેણે કહ્યું કે તે કોઈપણ કિંમતે સલમાન ખાનને મારી નાખવા માંગે છે. આ સિવાય તેણે તે લોકોના નામ પણ આપ્યા છે જે તેના ટોપ-10 લિસ્ટમાં સામેલ છે. ત્રીજા નંબર પર મનદીપ ધાલીવાલ છે, જેની ગયા વર્ષે ઓગસ્ટમાં હત્યા કરવામાં આવી હતી.

  • 22 May 2023 02:36 PM (IST)

    Gujarat News Live: મહેસાણામાં વસાઇ પાસે ST બસ અને આઇસર વચ્ચે થયો અકસ્માત, બસમાં સવાર મહિલાનું મોત

    સલામતી અને સુરક્ષાના સૂત્ર સાથે ચાલતી ST બસનો અકસ્માત (Accident) સર્જાયો છે. મહેસાણા (Mahesana) જિલ્લાના વસાઇ પાસે ભૂજ-ખેડબ્રહ્મા ST બસની આઇસર સાથે ટક્કર થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. રોડ પર બંધ પડેલા આઇસર સાથે ST બસ અથડાઇ ગઇ હતી. બસમાં સવાર કંડક્ટર અને બે મુસાફરોને પણ ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 22 May 2023 02:16 PM (IST)

    Gujarat News Live: સમીર વાનખેડેને કોર્ટમાંથી મોટી રાહત, આગામી સુનાવણી સુધી ધરપકડ નહીં

    સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને તેના આદેશમાં આગામી સુનાવણી સુધી ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટ હવે આ મામલે 8મી જૂને સુનાવણી કરશે. 3 જૂન સુધીમાં સીબીઆઈએ પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ 8મી જૂન સુધીમાં વાનખેડેના વકીલો કાઉન્ટર ફાઇલ કરશે.

  • 22 May 2023 02:06 PM (IST)

    નાર્કો ટેસ્ટ કરાવવા બ્રિજ ભૂષણની ચેલેન્જ સ્વીકારતો બજરંગ પુનિયા

    જંતર-મંતર પર ધરણા પર બેઠેલા દેશના જાણીતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ, પૂર્વ WFI પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહનો મોટો પડકાર સ્વીકારી લીધો છે. નાર્કો, લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે ધરણા પર બેઠેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને બ્રિજ ભૂષણે પડકાર ફેંક્યો હતો અને હવે આ મામલે બજરંગ પુનિયાની મોટી પ્રતિક્રિયા આવી છે. બજરંગે કહ્યું કે તે લાઈ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે આ માટે તેણે મોટી શરત પણ રાખી હતી.

    મીડિયા સાથે વાત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે તે બ્રિજ ભૂષણની ચેલેન્જ સ્વીકારે છે અને સાથે જ કહ્યું કે નાર્કો ટેસ્ટ લાઈવ હોવો જોઈએ. મતલબ કે બજરંગ પુનિયા ઈચ્છે છે કે દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે નાર્કો ટેસ્ટ દરમિયાન કયા પ્રશ્નો પૂછવામાં આવે છે.

  • 22 May 2023 01:16 PM (IST)

    ભાવનગરના વલભીપુરમાં PHC સેન્ટરની દવાઓ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું, સુપરવાઇઝર જ નીકળ્યો આરોપી

    ભાવનગર (Bhavnagar) જિલ્લાના વલભીપુર તાલુકામાં આરોગ્ય કેન્દ્રની (Health Center) દવાઓ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. કાળા તળાવ ગામમાં આરોગ્ય કેન્દ્રની દવાઓ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યુ છે.આ કેસમાં ખુદ આરોગ્ય કેન્દ્રનો સુપરવાઇઝર જ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી છે.

    આરોગ્ય કેન્દ્રનો સુપરવાઇઝર સરકારી PHCની દવાઓનો જથ્થો પોતાના ઘરે લઈ જઈને દવાનું વેચાણ કરતો હતો.પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં તે પોતાના ઘરે દવાખાનું ખોલી સરકારી દવા વેચતો હતો. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પરેશ માંગુકિયાને ઝડપી લેવામાં આવ્યો છે.

  • 22 May 2023 01:01 PM (IST)

    Gujarat News Live: PM નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગીનીમાં તેમની મુલાકાત પૂર્ણ કરી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગીનીમાં તેમની મુલાકાત પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે. તે સિડની જશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સિડનીમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

  • 22 May 2023 12:48 PM (IST)

    RBI: 2000 રૂપિયાની નોટ પર આરબીઆઈનો નવો આદેશ, બેંકોએ રોજ આપવી પડશે આ 5 માહિતી

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) સોમવારે નવો આદેશ જાહેર કર્યો છે. આરબીઆઈનો નવો આદેશ 2000 રૂપિયાની નોટ પર છે અને તે બેંકો માટે છે. આરબીઆઈ દ્વારા બેંકોને મોકલવામાં આવેલા નવા પત્રમાં કહેવામાં આવ્યું છે કે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી દરરોજ 2000 રૂપિયા સાથે સંબંધિત 5 માહિતી મોકલવાની રહેશે, જેથી માહિતી મેળવી શકાય કે આખરે બેંકો દરરોજ 2000 રૂપિયાની નોટો દ્વારા કેટલા પૈસા જમા થઈ રહ્યા છે.

  • 22 May 2023 12:28 PM (IST)

    વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત ઝેરી પાણી પીવાથી 25 થી વધુ ઊંટના મોત નિપજ્યા

    ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે 25 થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ સ્થાનિકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે ત્યારે પશુપાલકોના ઊંટ ટપોટપ મરવા લગતા પશુપાલકોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ડાયાબિટીસ કંટ્રોલ માટે ઊંટના દૂધના ઉપયોગની શરૂઆત બાદ ઊંટની માંગ ખુબ વધી છે તેવા સમયે ઊંટના મોતની ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડયા છે. સૂકાભંઠ આ વિસ્તારમાં કેમિકલયુક્ત વેસ્ટ ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય બન્યો છે જયારે મામલે સંલગ્ન સરકારી એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

  • 22 May 2023 12:04 PM (IST)

    Gujarat News Live: પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા, ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી

    ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આજે સવારે આવેલા ભૂકંપના આંચકા બાદ હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનમાં અશ્કાશમ હતું. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

  • 22 May 2023 11:42 AM (IST)

    Adani Groupના સ્ટોક રોકેટ બન્યા, 5 શેરે અપર સર્કિટ નોંધાવી તો 14.50% ઉછળ્યો

    ગૌતમ અદાણી(Gautam Adani)ના ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં આજે જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. 10માંથી મોટાભાગના શેરોએ અપર સર્કિટ લગાવી છે. તે જ સમયે કેટલાક શેરોમાં 8 ટકા કે તેથી વધુ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપના સ્ટોકમાં આ વધારો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝમાં મોટો ઉછાળો આવ્યો અને તે નિફ્ટીમાં ટોપ ગેનર હતો. શેર તેના પાછલા બંધ કરતાં 14.50% વધુ  2,246.85 રૂપિયા પર હતો.અદાણી પોર્ટ્સ 7.16% વધીને ₹737.4 પર ટ્રેડ કરે છે, જ્યારે અદાણી પાવર ₹11.80 વધીને ₹248.00 પર હતો.અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો ભાવ 5% વધીને ₹942.40 પર હતો અને અદાણી ટોટલ ગેસ પણ 5% વધીને ₹721.35 પર હતો.અદાણી ટ્રાન્સમિશન 5%, અદાણી વિલ્મર 8.9% વધ્યા હતા.

  • 22 May 2023 11:42 AM (IST)

    બલિયામાં ગંગા નદીમાં મોટી દુર્ધટના, મુંડન સંસ્કાર દરમિયાન બોટ ડૂબતા 4 શ્રદ્ધાળુના મોત

    ઉત્તર પ્રદેશના બલિયામાં ગંગા નદીમાં એક મોટો અકસ્માત થયો છે. મુંડન સંસ્કાર દરમિયાન ભક્તોથી ભરેલી હોડી ગંગામાં પલટી ગઈ. આ અકસ્માતમાં 4 લોકોના મોતના સમાચાર છે. ગંગાના ઝડપી પ્રવાહમાં કેટલાક લોકો લાપતા થઈ ગયા છે. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને બચાવવામાં લાગી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં 30 થી 35 લોકો સવાર હતા.

  • 22 May 2023 11:23 AM (IST)

    ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા અનુપમ ખેર, પોસ્ટ શેર કરી આપી હેલ્થ અપડેટ

    ગઈકાલે Vijay69 ના શૂટિંગ દરમિયાન બોલિવુડ અભિનેતા અનુપમ ખેરના ખભામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે અનુપમ ખેરે પેસ્ટ શેર કરતા કહ્યું, “તમે સ્પોર્ટ્સ ફિલ્મ કરો છો અને તમને ઈજા ન થાય તે કેમ શક્ય બને ? તેમજ તેમણે કહ્યું છે કે દુખાવો તો છે જો થોડી સખત ઉધરસ આવે છે, તો ખભાને સિધા જાટકો લાગે છે અને મોંમાંથી થોડી ચીસો ચોક્કસપણે આવે છે!

  • 22 May 2023 11:22 AM (IST)

    Breaking News : DGVCLની પરીક્ષામાં ગેરરીતિ મામલામાં બે આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર, અનેક ખુલાસાઓ થયા

    સુરતની DGVCLની પરીક્ષામાં ગેરરીતિ મામલામાં ઝડપાયેલા બે આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ત્યારે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પરીક્ષામાં ગેરરીતિ માટે એક જ CPUથી બે મોનીટર ઓપરેટ થયા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ ક્રાઇમબ્રાન્ચે સર્ચ દરમિયાન CPU કબ્જે કર્યા છે. ઉમેદવાર દીઠ 7થી 10 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યુ છે.

  • 22 May 2023 11:22 AM (IST)

    Breaking News : રાજકોટના ગોંડલના વાસાવડ ગામે બે કિશોર ડૂબી જતા મોત

    રાજકોટના ગોંડલના વાસાવડ ગામે બે કિશોરના ડૂબી જતા મોત નિપજ્યા છે. બંન્ને મૃતક કિશોર નદીમાં નાહવા પડ્યા હતા. ગઈકાલે રાત્રીના સમયે બંન્ને કિશોર ગુમ થયા હોવાનું સામે આવ્યું હતુ. જેમના આજે સવારે બંન્નેના મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહને તાત્કાલીક ધોરણે પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 22 May 2023 11:21 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું ફિજીનું સર્વોચ્ચ સન્માન, ફિજીના PMએ કર્યા સન્માનિત

    PM નરેન્દ્ર મોદીને ફિજીના PM દ્વારા વૈશ્વિક નેતૃત્વ માટે ફિજીનું સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ એનાયત કરવામાં આવ્યું. ફિજીનું સર્વોચ્ચ સન્માન અત્યાર સુધી માત્ર થોડા જ બિન-ફિજીયનોને મળ્યું છે.

  • 22 May 2023 09:37 AM (IST)

    રાજકોટના ધોરાજીથી પસાર થતી ભાદર- 1 કેનાલમાં છોડાયુ સફાઈ કર્યા વગરનું પાણી, ખેડૂતોની ચિંતામાં વધારો

    રાજકોટમાં ( Rajkot ) ધોરાજીથી પસાર થતી ભાદર-1 કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડી દેવાયું હોવાની ઘટના સામે આવી છે. સિંચાઇ વિભાગ દ્વારા ખરીફ પાકનાં આગોતરા વાવેતર માટે પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ સફાઈ કે સમારકામ કર્યા વગર પાણી છોડાતા ખેડૂતો માટે આ પાણી મુશ્કેલી લઈને આવ્યુ છે. પાણી સાથે ઢસડાઈ રહેલો કચરો પણ ખેતર સુધી પહોંચી રહ્યો છે.

    કેનાલમાં વૃક્ષોના પાંદડા અને ડાળીઓ તેમજ પ્લાસ્ટિકનો કચરો પણ ખેતરમાં પહોંચશે તેવી ખેડૂતોને ચિંતા છે. જેનાથી ખેતી કરવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે તંત્રએ આશ્વાસન આપ્યુ કે કેનાલમાં આવેલા કચરાની જલ્દી જ સફાઈ કરી લેવામાં આવશે. આ માટે જેસીબી મશીન પણ સાથે રખાયુ છે. જેથી ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી.

  • 22 May 2023 09:36 AM (IST)

    રાજકોટના ગોંડલમાં જાહેરમાં તલવાર બતાવીને રોફ જમાવતા યુવકના CCTV સામે આવ્યા

    રાજકોટના (Rajkot) ગોંડલમાં એક શખ્સ જાહેરમાં તલવાર બતાવીને રોફ જમાવતો જોવા મળ્યો હતો. આ ઘટના ગોંડલના ભગવતપરા વિસ્તારની છે. જ્યાં એક શખ્સ ખુલ્લી તલવાર સાથે રોફ જમાવતો CCTV કેમેરામાં કેદ થયો છે. જેમાં તેની ગુંડાગીરી જોઈ શકાય છે. મળતી માહિતી પ્રમાણે, ભગવતપરા ખાતે રહેતા હનીફ શાહસાહમદારે સાહિલ બારોટ નામનાં શખ્સ વિરૂદ્ધ ખુલ્લી તલવાર સાથે શેરીમાં ફરીને જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

    ફરિયાદ કરવા અંગેનાં કારણમાં જણાવાયું છે કે સાહિલ આઠ માસ પહેલા ફરિયાદીના દીકરા પાસેથી મોબાઈલ લઈ ગયો હતો અને તે સમયે પોલીસ ફરિયાદ કરતા મોબાઈલ પાછો આપી દીધો હતો. જેની અદાવત રાખી અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તેની વિરૂદ્ધ જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 22 May 2023 09:35 AM (IST)

    અરુણાચલ બાદ આસામમાં ભૂકંપના આંચકા

    અરુણાચલ પ્રદેશ બાદ આસામમાં પણ ભૂકંપના આંચકા આવવા લાગ્યા છે. સવારે 8.15 વાગ્યે મ્યાનમારની સાથે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો અને લગભગ અડધા કલાક પછી આસામમાં ભૂકંપ આવ્યો હતો. આસામના તેજપુરમાં સવારે 8.52 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે અરુણાચલ પ્રદેશમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

  • 22 May 2023 08:41 AM (IST)

    વિપક્ષને હેરાન કરવા માટે 2000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવીઃ સંજય રાઉત

    2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધના નિર્ણયની સામે સંજય રાઉતે મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે વિપક્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં તેની 2000 રૂપિયાની નોટનો ઉપયોગ કરી શક્યો ન હતો, તેથી નોટબંધી કરવામાં આવી જેથી વિપક્ષ મુશ્કેલીમાં મુકાય. ભાજપે 2000ની નોટનો ઘણો ઉપયોગ કર્યો, પરંતુ તે કામ ન કરી, તેથી ચિડાઈને નોટ બંધ કરી દેવામાં આવી. દેશમાં 2000 રૂપિયાની કેટલી નોટો અને કેટલી સંતાડવામાં આવી હતી તે એક રહસ્ય છે.

  • 22 May 2023 08:40 AM (IST)

    આસામઃ કફ સિરપની 25 લાખ બોટલો જપ્ત

    આસામમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યના ગોલપારા જિલ્લામાંથી 25 લાખની કિંમતની કફ સિરપની બોટલો જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ગોલપારા ડીએસપી અનુરાગ સરમાહે જણાવ્યું કે અમે પાઈકન વિસ્તારમાં બે વાહનોને રોક્યા અને તેમની તલાશી દરમિયાન એક વાહનમાંથી કફ સિરપની 5075 બોટલો મળી આવી. આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલી આ બોટલોની કિંમત અંદાજે 25 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

  • 22 May 2023 08:39 AM (IST)

    રાજસ્થાનમાં DoITના જોઈન્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ

    રાજસ્થાનમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (DoIT)ના જોઇન્ટ ડાયરેક્ટર વેદ પ્રકાશ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા યાદવની ધરપકડ કરવામાં આવ્યા બાદ અને તેના કબાટમાંથી લગભગ 2.31 કરોડ રૂપિયા રોકડા અને લગભગ 1 કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

  • 22 May 2023 08:34 AM (IST)

    અમદાવાદની ભોગીલાલની ચાલીમાં SMCના દરોડા, દારૂ અને વાહન સહિત કુલ 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત

    આમ તો ગુજરાતમાં ( Gujarat ) દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવચા હોય છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી દારુ ઝડપાયો છે. સિવિલ હોસ્પિટલની સામે આવેલી ભોગીલાલની ચાલીમાં દારૂ વેચાતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 3 લોકોની ધરપકડ કરી છે.

    બુટલેગર પોતાના ઘર અને ગલ્લા પર દારૂનું વેચાણ કરતો હતો. SMCની ટીમે ગલ્લા પર દારૂ વેચનાર, ગલ્લાનો નોકર અને ગલ્લો ભાડે આપનારની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો ધંધો કરનાર મુખ્ય બુટલેગર, ઘર માલિક અને દારૂનો જથ્થો આપી જનાર ફરાર થઈ ગયા છે. SMCએ 1 લાખથી વધુની કિંમતની 1,140 બોટલ જપ્ત કરી છે. દારૂ અને વાહન સહિત કુલ 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

  • 22 May 2023 08:33 AM (IST)

    દેશના સામાન્ય માણસને સરકાર તરફથી રાહત, છેલ્લાં ઇંધણના ભાવ વધારાને 1 વર્ષ પૂર્ણ થયું

    Petrol-Diesel Price Today :  દેશમાં છેલ્લા 1 વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજથી બરાબર 1 વર્ષ પહેલા એટલે કે 22 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ (પેટ્રોલ-ડીઝલના ભાવ)માં ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો હોય કે ઘટાડો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થતો નથી. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. 22 મે, 2023 માટે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો અપડેટ કરી છે.

  • 22 May 2023 07:36 AM (IST)

    ભાવનગરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના કેસમાં 8 દિવસ બાદ ગુનો દાખલ

    ભાવનગરમાં ( Bhavnagar ) મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના કેસમાં ગુનો દાખલ થયો છે. 8 દિવસ બાદ રેસીડેન્ટ ડૉ.હરીશ વેગી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ડોક્ટર હરીશ વેગીએ વિદ્યાર્થીને પોતાના રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતુ. આરોપી તબીબે વિદ્યાર્થીને ધાકધમકી પણ આપી હતી. ડૉક્ટર સામે કાર્યવાહી કરવા છેલ્લા 8 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા આઠ દિવસથી ડૉક્ટર હરિશ વેગી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા માટે વિરોધ કરી રહ્યા હતા.

  • 22 May 2023 07:35 AM (IST)

    Global Market : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત કેવી રહેશે? ચાલુ સપ્તાહે આ પરિબળો કરશે અસર

    Global Market : કારોબારી સપ્તાહના પહેલા દિવસે સ્થાનિક શેરબજાર(share Market)ની શરૂઆત નબળાઈ સાથે થઈ શકે છે.  વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો નકારાત્મક છે. SGX નિફ્ટી પણ નબળો ખુલ્યો છે. અમેરિકન વાયદા બજારોમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. જો કે એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી, કોરિયાનો કોસ્પી મામૂલી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં 3 દિવસ બાદ તેજી નોંધાઈ હતી. BSE સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટના વધારા સાથે 61,729 પર બંધ થયો અને નિફ્ટી 73 પોઈન્ટ વધીને 18,200ની ઉપર બંધ થયો હતો.

  • 22 May 2023 07:35 AM (IST)

    મોદી સરકારના શાસનમાં સરકારી બેંકોની સ્થિતિ બદલાઈ, ખોટ કરતી જાહેર ક્ષેત્રની બેંકોએ પાંચ વર્ષમાં ભરપૂર નફો કર્યો

    દેશની જાહેર ક્ષેત્રની બેંકો(Public Sector Banks) એક સમયે ખોટ નોંધાવવા અને સરકારી તિજોરીને ખાલી કરવા માટે જાણીતી હતી. જોકે, છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતિમાં જબરદસ્ત સુધારો થયો છે. એક સમયે હજારો કરોડનું નુકસાન કરતી આ સરકારી બેંકો હવે જંગી નફો કમાવા લાગી છે.PTI ના અહેવાલ મુજબ છેલ્લા નાણાકીય વર્ષ (2022-23) દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે PSB નો નફો સામૂહિક રીતે 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયો હતો. આમાં લગભગ અડધો હિસ્સો દેશની સૌથી મોટી બેંક SBIનો હતો. આનો અર્થ એ થયો કે 11 અન્ય જાહેર ક્ષેત્રની બેંકોએ એકસાથે મેળવેલો નફો એકલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(State Bank of India)એ મેળવેલો નફો લગભગ બરાબર છે.

  • 22 May 2023 07:12 AM (IST)

    બિહારના સીતામઢીમાં લીચી તોડવાના ઝઘડામાં બાળકની હત્યા

    બિહારના સીતામઢીના બથનાહા વિસ્તારમાં 13 વર્ષના છોકરાને લીચી તોડવાના કારણે માર મારવામાં આવ્યો હતો. એસપી મનોજ તિવારીએ કહ્યું, “લીચી તોડવા માટે બાળકને મારવા અને ડૂબી જવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. હાલ પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • 22 May 2023 06:49 AM (IST)

    પીએમ મોદીનું FIPIC સમિટમાં નિવેદન,એક પરિવાર, એક ભવિષ્ય એ આપણો મંત્ર છે

    પાપુઆ ન્યુ ગિનીમાં FIPIC સમિટમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક પરિવાર, એક ભવિષ્ય એ આપણો મૂળ મંત્ર છે. ખાદ્ય સુરક્ષા અમારી પ્રાથમિકતા રહી છે.

  • 22 May 2023 06:42 AM (IST)

    Gujarat Weather Forecast : આજે તાપી જિલ્લા સહિત કેટલાક જિલ્લાઓમાં પારો 1-2 ડિગ્રી ગગડશે

    હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 42% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

Published On - May 22,2023 6:39 AM

Follow Us:
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">