21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર

|

Sep 21, 2024 | 7:49 AM

આજે 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર :   સુરતમાં કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર

Follow us on

LIVE NEWS & UPDATES

  • 21 Sep 2024 11:39 AM (IST)

    તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો

    તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમુલ દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ. અમુલ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ. પ્રસાદમાં ઘી મામલે અમુલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યો હોવાનાં સમાચાર મામલે ફરિયાદ નોંધાઇ. અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

  • 21 Sep 2024 09:12 AM (IST)

    છોટાઉદેપુર: પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા

    છોટાઉદેપુર:પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા થઇ છે. ક્વાંટના પીપલદી ગામે ગામના જ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે. આરોપી શંકર રાઠવા અને અમલા રાઠવાએ મૃતક કુલદીપ પર ફાયરિંગ કર્યુ છે. અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલ મામલે  હત્યા કરી છે. મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાનો ભત્રીજો છે. હત્યા બાદ આરોપી ફરાર થઇ ગયો છે.


  • 21 Sep 2024 08:27 AM (IST)

    સુરતમાં ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર

    સુરતમાં ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર ખુલ્યુ છે. કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવી છે.કોઈ અજાણ્યા વ્યક્તિએ અપ ટ્રેકમાંથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલી અપ ટ્રેક પર મૂકી દીધી હતી.

  • 21 Sep 2024 08:24 AM (IST)

    સુરત: નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાના કૌભાંડનો પર્દાફાશ

    સુરત: નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વોર્ડ નંબર 8 ના કોર્પોરેટરની નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરવામાં આવ્યુ છે. વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચીમન પટેલના સહી સિક્કાનો દૂરુપયોગ થયો. આધાર કાર્ડમાં એડ્રેસ બદલી અપડેટ કરતા હતા. ઓડિશાની સુભદ્રા સરકારી યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં છેડછાડ કરવામાં આવી. લેપટોપ અને કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી.

  • 21 Sep 2024 07:54 AM (IST)

    કચ્છઃ જખૌ નજીકથી ડ્રગ્સના પેકેટ મળ્યા

    કચ્છઃ જખૌ નજીકથી ડ્રગ્સના પેકેટ મળ્યા છે. બિનવારસી હાલતમાં ડ્રગ્સના 10 પેકેટ મળ્યા છે. BSFએ શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. છેલ્લા 3 મહિનામાં ડ્રગ્સના કુલ 272 પેકેટ જપ્ત કરાયા.


  • 21 Sep 2024 07:53 AM (IST)

    સુરત: ઓલપાડ આરોગ્ય કેન્દ્રમાં પ્રધાન મુકેશ પટેલની ઓચિંતિ મુલાકાત

    સુરત: ઓલપાડ આરોગ્ય કેન્દ્રમાં પ્રધાન મુકેશ પટેલે ઓચિંતિ મુલાકાત લીધી. મોટા ભાગના કર્મચારીઓ ગેરહાજર જણાતા મુકેશ પટેલ  ગુસ્સે થયા. આરોગ્ય કેન્દ્રમાં 22 પૈકી ફક્ત 5 કર્મચારીઓ જ હાજર હતા. મુકેશ પટેલે કર્મચારીઓની ગેરહાજરી મુદ્દે અધિકારીનો ઉધડો લીધો. આરોગ્ય કેન્દ્રની બેદરકારી બાબતે રિપોર્ટ માગ્યો.

  • 21 Sep 2024 07:50 AM (IST)

    આતિશી આજે દિલ્હીના સીએમ તરીકે શપથ લેશે

    આજે આતિશી મુખ્યમંત્રી પદના શપથ લેશે અને ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે. ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ, ઈમરાન હુસૈન, મુકેશ અહલાવત કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે.

જમ્મુ કાશ્મીરના બડગામમાં BSF જવાનોને લઈ જતી બસ ખીણમાં પડી, 4 જવાનોના મોત થયા છે. 30થી વધુ ઘાયલ થયા છે. ચૂંટણીની ફરજ માટે જવાનો જતા હતા.   વડાપ્રધાન મોદી આજથી અમેરિકાની ત્રિદિવસીય ઐતિહાસિક મુલાકાતે છે. પ્રથમ દિવસે ક્વાડ સમિટમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ બાઇડન સાથે દ્વિપક્ષિય મંત્રણા કરશે.  તિરૂપતિ લાડુ વિવાદમાં રાજનીતિ થતી હોવાનું પૂર્વ CM જગનમોહન રેડ્ડીનું નિવેદન. પ્રસાદમાં ભેળસેળ મુદ્દે ચંદ્રબાબુએ આપ્યા તપાસના આદેશ. હરણી લેક દુર્ઘટનામાં પૂર્વ મનપા કમિશનર વિનોદ રાવને ઝટકો મળ્યો. સુપ્રીમ કોર્ટે વિનોદ રાવની રાહત માગતી અરજી ફગાવી. ગુજરાત વિધાનસભામાં ગૂંજશે વટવાના EWS આવાસનો મુદ્દો. ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું, રાજ્ય સરકારે ગૃહમાં આપવો પડશે જવાબ.