21 ઓક્ટોબરના મહત્વના સમાચાર : 22 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં સર્જાઈ શકે વાવાઝોડું, અંબાલાલ પટેલની આગાહી

|

Oct 21, 2024 | 11:32 AM

News Update : આજે 21 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

21 ઓક્ટોબરના મહત્વના સમાચાર : 22 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં સર્જાઈ શકે વાવાઝોડું, અંબાલાલ પટેલની આગાહી

Follow us on

LIVE NEWS & UPDATES

  • 21 Oct 2024 10:59 AM (IST)

    કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસ ગુજરાતની મુલાકાતે

    કેન્દ્રીય નાણાંપંચની ટીમ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. રાજ્ય સરકાર નાણાં પંચની ટીમ સમક્ષ રાજ્યની જરુરિયાત અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે. ગુજરાતની આર્થિક સ્થિતિ અને જરૂરિયાતો અંગે રજૂઆત કરાશે.

  • 21 Oct 2024 10:26 AM (IST)

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  આવતીકાલે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. સવારે 10 વાગે આણંદ ખાતે NDDB ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. બપોર બાદ ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ નું 2:30 વાગે ઉદ્ઘાટન કરાવશે.


  • 21 Oct 2024 09:15 AM (IST)

    22 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું

    વરસાદ અને વાવાઝોડાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 22 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં માવઠાની શક્યતા છે. નવેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં નવેમ્બરમાં પણ માવઠું થશે. રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠા સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાત્રો થિજવતી ઠંડી પડશે.

  • 21 Oct 2024 09:13 AM (IST)

    24 કલાકમાં રાજ્યના 69 તાલુકામાં વરસાદ

    24 કલાકમાં રાજ્યના 69 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અનેક તાલુકામાં પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 4.8 ઈંચ વરસાદ, મોરબીમાં 3.9 ઈંચ વરસાદ વરસ્યો છે. માળિયા હટિનામાં 3.5 ઈંચ વરસાદ,માણાવદરમાં પણ 3.3 ઈંચ વરસાદ, અમરેલીના કુંકવાડિયામાં 3 ઈંચ વરસાદ, 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ, પાછોતરા વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે.

  • 21 Oct 2024 07:43 AM (IST)

    ડ્રગ્સનું ઉત્પાદન કરતી વધુ એક કંપની ઝડપાઈ

    ડ્રગ્સનું ઉત્પાદન કરતી વધુ એક કંપની ઝડપાઈ છે. ભરૂચના અંકલેશ્વરમાંથી વધુ એક ડ્ર્ગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો. સુરત અને ભરૂચ SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંકલેશ્વર GIDCમાં અવસર એન્ટરપ્રાઈઝમાં દરોડા પાડ્યા હતા.  જ્યાં 250 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો સિઝ કરાયો.


  • 21 Oct 2024 07:42 AM (IST)

    અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ

    અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે માણેકબાગ, ગોતા, બોપલ, શેલામાં ભારે વરસાદ વરસ્યો. જીવરાજ પાર્ક, જોધપુર, વેજલપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. SG હાઈવે, વૈષ્ણવ દેવી, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.

PM નેતન્યાહુના ઘર પર હુમલાથી ભડકેલા ઇઝરાયલે ગાઝામાં મોતનું તાંડવ ખેલ્યુ છે. એરસ્ટ્રાઈકમાં 73થી વધુનાં મોત થયા છે.  દિવાળી પહેલા દિલ્લીને હચમચાવવાનું ષડયંત્ર.. દિલ્લી બ્લાસ્ટની તપાસમાં NIA-NSG જોડાયા છે.  વારાણસીમાં PM મોદીની મોટી જાહેરાત  કરી અને કહ્યું, પરિવારવાદથી યુવાઓને સૌથી મોટું નુકસાન થયુ. એક લાખ યુવાનોને સક્રિય રાજનીતિનો ભાગ બનાવીશ. મહારાષ્ટ્ર ભાજપની 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ છે. 89 જૂના જોગીઓને તક મળી, ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમથી ચૂંટણી લડશે. સુરતનાં વેલનજામાથી 2 કિલો જેટલું MD ડ્રગ્સ ઝડપાયું. ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવા વપરાતું કેમિકલ પણ ઝડપાયું. 2ની અટકાયત થઇ. રાજ્યના 51 તાલુકામાં ખાબક્યો પાછોતરો વરસાદ. સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 4.53 ઈંચ, હજૂ બે દિવસ વરસાદની આગાહી છે.

Published On - 7:41 am, Mon, 21 October 24