The liveblog has ended.
-
21 Feb 2026 09:01 PM (IST)
કચ્છ: પ્રેમી યુવકે મિત્ર સાથે મળી યુવતીની કરી હત્યા
કચ્છ: પ્રેમ પ્રકરણના કરૂણ અંજામની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમી યુવકે મિત્ર સાથે મળી યુવતીની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. અંજાર તાલુકાના ચંદિયા ગામના હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. ગુમ યુવતીની તપાસ દરમિયાન પ્રેમીની પૂછપરછમાં ખુલાસો થયો છે. લગ્નની લાલચ આપી યુવકે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ગર્ભવતી થયેલી યુવતીએ લગ્નનું દબાણ કરતા હત્યા નિપજાવી હતી. લગ્નના બહાને ભગાડી જઈ ગળું દબાવી હત્યા નિપજાવી હતી. વજનદાર પથ્થર બાંધી મૃતદેહ પાણી ભરેલા કૂવામાં ફેંક્યો. પોલીસે મૃતદેહને કૂવામાંથી કાઢી બંને આરોપીની ધરપકડ કરી છે. યુવતીના પ્રેમી રાજેશ રબારી, તેના મિત્ર રાહુલ રબારીની ધરપકડ કરી છે.
-
21 Feb 2026 07:59 PM (IST)
મોરબી: ઓવરટેક કરવાની જીદમાં બે સગીરે આશાસ્પદ યુવકનો લીધો જીવ
મોરબીના શનાળા રોડ પર ગુરુવારની રાત લોહિયાળ સાબિત થઈ. માત્ર એક વાહન ઓવરટેક કરવાની જીદ અને ક્ષણિક આક્રોશમાં બે સગીરે આશાસ્પદ યુવકનો જીવ લીધો.ગુરુવારની રાત્રે રંગોલી આઇસ્ક્રીમ નજીક ઓવરટેક કરવાની બાબતે કારચાલક અને બાઈક સવાર બે સગીરો વચ્ચે બોલાચાલી થઈ હતી. કારચાલક યુવક સાથે બોલાચાલી કરી આક્રોશમાં આવેલા બે સગીર બાઇકચાલકે યુવકને છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાઓને કારણે યુવકનું ટૂંકી સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. હુમલો કર્યા બાદ બંને સગીર ફરાર થયા હતા, ફરિયાદના આધારે પોલીસે બન્ને સગીર આરોપીની ધરપકડ કરી છે. એક સગીરના ઘરેથી બિયરનો જથ્થો અને શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા છે
-
-
21 Feb 2026 07:38 PM (IST)
ડાંગઃ મહાલ-બરડીપાડા રોડ પર અકસ્માતમાં 3 લોકોના મોત
ડાંગઃ મહાલ-બરડીપાડા રોડ પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા. શ્રમિકોને લઈ જતી પીકઅપ વાન પલટી જતા 3 લોકોના મોત થયા છે જ્યારે 4 ને ગંભીર ઈજા આવી છે. 2 વ્યક્તિ આહવા અને અન્ય 2 વલસાડમાં સારવાર હેઠળ છે. મોબાઈલ ટાવરનું કામ કરતા શ્રમિકો પીક અપ વાનમાં સવાર હતા. પીકઅપ વાનમાં કુલ 12 જેટલા લોકો સવાર હતા.
-
21 Feb 2026 06:39 PM (IST)
રાજકોટઃ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનું વિરોધ પ્રદર્શન
રાજકોટઃ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યુ. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કર્યો. ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા. દિલ્લી AI સમિટમાં કોંગ્રેસના વિરોધ સામે ભાજપે દેખાવો કર્યા. કોંગ્રેસે દેશનું અપમાન કર્યાનો ભાજપે આક્ષેપ કર્યો. રાહુલ ગાંધી માફી માગે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માગ કરવામાં આવી .
-
21 Feb 2026 05:54 PM (IST)
દિલ્લી AI સમિટમાં કોંગ્રેસના વિરોધને લઇને CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
દિલ્લી AI સમિટમાં કોંગ્રેસના વિરોધને લઇને CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસે વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરી. “ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસે ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો”. “AI સમિટની ભવ્ય સફળતાથી વિશ્વએ નવા ભારતનો ઉદય જોયો”. “વૈશ્વિક સ્તરે ઉભરતી ભારતની છબીને સાંખી ન શકનારા વિરોધ કરે છે”. “જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત”. “કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા વિરોધ કરી રહી છે “, “કોંગ્રેસે પોતાના કૃત્ય માટે શરમ અનુભવી દેશની માફી માગવી જોઇએ”.
-
21 Feb 2026 05:52 PM (IST)
અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપી ઝડપાયા
સુરેન્દ્રનગરમાં પોલીસે હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી પિસ્તોલ, 69 લાખ 30 હાજર રૂપિયા સહિત કુલ 72.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..ઘટનાની વાત કરીએ તો અમદાવાદના સાણંદમાં રહેતા બિલ્ડર અવારનવાર સુરેન્દ્રનગર જમીન ખરીદવા માટે આવતા હતા..આરોપીએ આ બાબતની જાણ થતા બિલ્ડરને ફસાવવાનો પ્લાન ઘડ્યો અને યુવતીએ સોશિયલ મીડિયાથી બિલ્ડરનો સંપર્ક કર્યો અને બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ, બાદમાં યુવતીએ બિલ્ડરને સુરેન્દ્રનગર બોલાવ્યો હતો જ્યાં યુવતી બિલ્ડરને એક બંગલામાં લઈ ગઈ હતી.જ્યાં બિલ્ડર અને યુવતી રોકાયા હતા ત્યારે અચાનક યુવતી સાથે મળેલા બીજા આરોપીઓ આવે છે અને બિલ્ડરને ધમકાવે છે અને એક કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવે છે.
બાદમાં બિલ્ડરની ફરિયાદના આધારે પોલીસે યુવતી સહિત ચાર આરોપીને ઝડપી પાડ્યા છે અને આરોપી પાસેથી ખંડણીનો મુદ્દમામ રિકવર કર્યો છે. આરોપીની પૂછપરછમાં બીજા બે આરોપીના નામ પણ સામે આવ્યા છે.
-
21 Feb 2026 04:25 PM (IST)
અમદાવાદઃ PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ
અમદાવાદઃ PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ ફરી ભભુક્ય છે. રહીશોએ ઢોલ વગાડી PG સામે દેખાવો કર્યા છે. પ્રેમચંદનગરમાં AMCએ 20 PGને સીલ કર્યા હતા
સીલ કર્યા બાદ AMCએ સીલ ખોલી આપતા સ્થાનિકોમાં આક્રોશ છે. PG સંચાલકો ધમકી આપતા હોવાનો રહીશોનો આક્ષેપ છે. રહેણાક વિસ્તારમાં PGને મંજૂરી ન આપવા સ્થાનિકોએ માગણી કરી છે.
તો બીજી તરફ PG સંચાલકોનો દાવો છે કે અમે કાયદાકીય રીતે દંડ ભરીને ફરી PGને ખોલાવ્યા છે અને PGમાં રહેતા યુવાનો રઝળે નહીં એટલે અમે વ્યવસ્થા કરી છે. બાકી વિરોધ વચ્ચે અમે આ વિસ્તારમાં PG રાખવા ઈચ્છતા નથી.
-
21 Feb 2026 03:59 PM (IST)
સુરત:લિંબાયતમાં માતા-પુત્રી પહેલા માળેથી નીચે પટકાયા
સુરત:લિંબાયતમાં માતા-પુત્રી પહેલા માળેથી નીચે પટકાયા હતા. જેમા બંનેનો ચમત્કારિક બચાવ થયો છે. પુત્રી નીચે પટકાતા તરત ઉભી થઈ ગઈ હતી જ્યારે માતાને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ક્યા કારણોસર નીચે પડ્યા તેની તપાસ હાથ ધરાઈ છે.
-
21 Feb 2026 02:45 PM (IST)
જંગલેશ્વર ડિમોલેશનને લઇને આ વિસ્તારને No ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો
જંગલેશ્વર ડિમોલેશનને લઇને આ વિસ્તારને No ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્રારા જાહેરનામૂં બહાર પડાયું. આગામી 23 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી જાહેરનામૂં બહાર પાડવામાં આવ્યું. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.
-
21 Feb 2026 02:28 PM (IST)
સુરત: ઉધનામાં ધોળા દહાડે ઝઘડાનો ઢોંગ કરી લૂંટ
સુરત: ઉધનામાં ધોળા દહાડે ઝઘડાનો ઢોંગ કરી લૂંટ ચલાવી. ઉધના BRC નજીક 2 લૂંટારૂઓએ 23 હજારની લૂંટને અંજામ આપ્યો. એક યુવકને નિશાન બનાવી તેની પાસે રહેલા રોકડ રકમની લૂંટ કરી. યુવક પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યો હતો, રસ્તામાં લૂંટારૂઓએ હુમલો કરી લૂંટને અંજામ આપ્યો. હાજર એક નાગરિકે સમગ્ર લૂંટનો વીડિયો કેમેરામાં કેદ કર્યો. લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં જોઈ પોલીસ એક્શનમાં આવી. પોલીસે એક લૂંટારૂની ધરપકડ કરી.
-
21 Feb 2026 02:16 PM (IST)
વડોદરાઃ અનગઢ નજીક રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક જેવો પદાર્થ મળતા દોડધામ
વડોદરાઃ અનગઢ નજીક રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક જેવો પદાર્થ મળતા દોડધામ મચી ગઇ છે. માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી છે. ડોગ સ્કોવોડ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી તપાસ હાથ ધરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી. પ્રાથમિક માહિતી મુજબ ફટાકડાનો પદાર્થ હોવાની ચર્ચા છે.
-
21 Feb 2026 02:11 PM (IST)
સુરતઃ રિક્ષાચાલકે નશાની હાલતમાં કર્યો હંગામો
સુરતઃ રિક્ષાચાલકે નશાની હાલતમાં હંગામો કર્યો. યોગી ચોક વિસ્તારને પીધેલા રિક્ષાચાલકે માથે લીધો. પીધેલી હાલતમાં રિક્ષા હંકારીને અકસ્માત સર્જ્યો. બેથી ત્રણ લોકોને રિક્ષાચાલકે અડફેટે લીધા.
-
21 Feb 2026 01:57 PM (IST)
જમ્મુ અને કાશ્મીર: શ્રીનગરમાં CRPF વાહન અકસ્માતમાં 7 જવાન ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં અહમદનગર નજીક પાણીની નહેર પાસે CRPF વાહનના અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા છે. CRPF અને જમ્મુ અને કાશ્મીર SDRFના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
-
21 Feb 2026 01:13 PM (IST)
સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણીના સુસાઇડ મામલે કાર્યવાહી
સુરતમાં જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના સુસાઇડ મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ કેસમાં ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા પૂનમ ભદોરિયા સામે આપઘાતની દુષ્પ્રેરણા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. લાંબી પૂછપરછ બાદ પૂનમ ભદોરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડરે રિવોલ્વરથી જાતને ગોળી મારી આત્મહત્યા કરી હતી, જેને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
-
21 Feb 2026 12:58 PM (IST)
ડાંગ જિલ્લોમાં શાળાના બાંધકામ સામે ગ્રામજનોમાં રોષ
ડાંગ જિલ્લામાં આવેલી બરમ્યવાડ પ્રાથમિક શાળાના બાંધકામ કાર્યને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. શાળાના બાંધકામમાં લાલિયાવાડી અને હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ગ્રામજનોએ બાંધકામ સ્થળે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને સારા ગુણવત્તાવાળા સામાનથી નિયમ મુજબ કામ કરવાની માંગ ઉઠાવી હતી. તેઓએ ચીમકી આપી છે કે જો યોગ્ય રીતે અને પારદર્શક રીતે કામ નહીં થાય તો બાંધકામ કાર્ય અટકાવી દેવામાં આવશે.
-
21 Feb 2026 12:18 PM (IST)
નવસારીમાં વસુંધરા ડેરીના કર્મચારીઓનો ધરણા પ્રદર્શન
નવસારીમાં આવેલી વસુંધરા ડેરીના આઉટસોર્સિંગ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓનો આરોપ છે કે છેલ્લા 15 વર્ષથી તેમનું શોષણ થઈ રહ્યું છે અને પગાર સંબંધિત ગેરરીતિઓ ચાલી રહી છે. તેઓએ જણાવ્યું કે કાગળ પર દર્શાવાતી રકમ અને ખાતામાં જમા થતી રકમમાં તફાવત છે. ઉપરાંત 8.33 ટકા બોનસની સામે માત્ર 5.92 ટકા જ બોનસ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ 15 જેટલી માંગણીઓ સાથે મેદાને ઉતર્યા છે અને ડેરી સંચાલન તરફથી લેખિત ખાતરીની માંગ કરી છે. આ આંદોલનમાં Indian National Congress અને Aam Aadmi Partyના આગેવાનો પણ કર્મચારીઓના પડખે ઊભા રહ્યા હતા. પ્રમુખ શૈલેષ પટેલ તેમજ AAPના નેતાઓએ સ્થળ પર પહોંચી કર્મચારીઓને સમર્થન આપ્યું હતું. કર્મચારીઓએ ચીમકી આપી છે કે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે.
-
21 Feb 2026 11:21 AM (IST)
અમદાવાદ: પાર્ટી પ્લોટમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે માથાકૂટ
અમદાવાદ: પાર્ટી પ્લોટમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે માથાકૂટ થઇ. અલગ અલગ કોમના વ્યક્તિઓ વચ્ચે માથાકૂટ થઈ. શહેરના વોરાના રોજા પાસે ઘટના બની. માથાકૂટમાં પથ્થરમારો તેમજ વાહનોના કાચ તોડાયા. સમગ્ર મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ.
-
21 Feb 2026 10:54 AM (IST)
ગાંધીનગર: ઉવારસદમાં પિતા અને 2 પુત્ર કેનાલમાં પડ્યા
ગાંધીનગર: ઉવારસદમાં પિતા અને 2 પુત્ર કેનાલમાં પડ્યા છે. બાઈક આગળ શ્વાન આવી જતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ભારે જહેમત બાદ પિતાનો બચાવ થયો છે. એક બાળકનો મૃતદેળ મળ્યો અન્ય એકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અડાલજ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરાઈ. આ દર્દનાક ઘટના 18 ફેબ્રુઆરીની છે.
-
21 Feb 2026 10:17 AM (IST)
દિલ્લીમાં આતંકી હુમલાનું એલર્ટ
દિલ્લીમાં આતંકી હુમલાનું એલર્ટ છે. લાલ કિલ્લાની સામે આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યુ છે. દિલ્લીમાં આતંકી હુમલાની ફિરાકમાં હતા લશ્કર. ચાંદની ચોકના મંદિરને બનાવી નિશાનો શકે છે. લશ્કર આતંકીઓના નિશાના પર દેશના અનેક મંદિરો છે.
-
21 Feb 2026 09:26 AM (IST)
મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા વિવાદ
આગામી 27 ફેબ્રુઆરીએ મળનારી મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા જ મોટો વિવાદ ઊભો થયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે જિલ્લા પંચાયતની કિંમતી જમીનો અન્ય સંસ્થાઓને મફતમાં પધરાવી દેવામાં આવી રહી છે. ખેરાલુ ખાતે લાયબ્રેરી, ટાઉનહોલ અને અનાજના ગોડાઉન માટે DLC કમિટીની મંજૂરી વગર જમીન ફાળવવાનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ ઉપરાંત વિપક્ષે ચીમકી પણ આપી કે જો આ ઠરાવ સભામાં પસાર થશે તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે.
-
21 Feb 2026 08:44 AM (IST)
જેતપુર: ગેસની પાઈપ ફાટતા યુવક દાઝ્યો
જેતપુર: ગેસની પાઈપ ફાટતા યુવક દાઝ્યો. સામાકાંઠા વિસ્તારમાં રસોઈ બનાવતી વખતે ઘટના બની. યુવકને જેતપુર ખાતે પ્રાથમિક સારવાર અપાઈ. યુવક વધુ દાઝ્યો હોવાથી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
-
21 Feb 2026 08:35 AM (IST)
ભાવનગરઃ શહેરમાં વધુ એક અગ્નિકાંડ થતાં અટક્યો
ભાવનગરઃ શહેરમાં વધુ એક અગ્નિકાંડ થતાં અટક્યો. સીતારામ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી. આગને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો. આગનું કારણ અકબંધ, હોસ્પિટલમાં ભારે નુકસાન પહોંચ્યુ.
-
21 Feb 2026 08:24 AM (IST)
અમિત શાહ આજે CRPF ની વાર્ષિક પરેડમાં હાજરી આપશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામની મુલાકાતે છે. શાહ આજે અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે CRPF ની વાર્ષિક પરેડમાં હાજરી આપશે
-
21 Feb 2026 08:23 AM (IST)
રાષ્ટ્રપતિ ટ્રમ્પે બધા દેશો પર વૈશ્વિક 10% ટેરિફ પર હસ્તાક્ષર કર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી, “ઓવલ ઓફિસથી બધા દેશો પર વૈશ્વિક 10% ટેરિફ પર હસ્તાક્ષર કર્યા છે તે જાહેરાત કરતાં મને ખૂબ જ સન્માન મળે છે, જે લગભગ તરત જ અમલમાં આવશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.”
-
21 Feb 2026 08:14 AM (IST)
જામનગર: જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો
જામનગર: જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો થયો. શહેરના પાંચ હાટડી વિસ્તારમાં ઓસમાણ ખફી નામના શખ્સ પર હુમલો થયો. ૪ થી ૫ શખ્સો દ્વારા પાઇપ-ધોકા વડે હુમલો થયો. ઇજાગસ્તને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડાયો. ઘટના બાદ પોલીસે વિસ્તારના હોટલ,લારી,ગલ્લા બંધ કરાવ્યા.
-
21 Feb 2026 07:32 AM (IST)
ટેરિફ પરનો નિર્ણય અમેરિકાના પક્ષમાં નથી-ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સુપ્રીમ કોર્ટના ટેરિફ અંગેના નિર્ણયની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે કહ્યું કે કોર્ટનો નિર્ણય નિરાશાજનક છે. “આ ખૂબ જ નિરાશાજનક છે, અમને આવા નિર્ણયની અપેક્ષા નહોતી. સુપ્રીમ કોર્ટે અમારું સાંભળ્યું નહીં,” તેમણે કહ્યું. ટ્રમ્પે કહ્યું કે કોર્ટનો નિર્ણય અમેરિકાના પક્ષમાં નથી. પોતાના ઐતિહાસિક નિર્ણયમાં, કોર્ટે ટ્રમ્પના વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા અને તેને રદ કરવાનો આદેશ આપ્યો. ટ્રમ્પે ગયા વર્ષે ઘણા દેશો પર ટેરિફ લાદ્યા હતા. તેમણે તેમને યુએસ અર્થતંત્ર માટે જરૂરી પગલું ગણાવ્યું હતું.