20 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 58 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં સાડા ચાર ઈંચ વરસાદ

|

Oct 20, 2024 | 8:50 PM

News Update : આજે 20 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

20 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 58 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં સાડા ચાર ઈંચ વરસાદ
Gujarat latest live news and samachar today 20 October 2024 cyclone share market PM Modi politics weather updates daily breaking news top headlines in Gujarati

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ વારાણસીમાં 23 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેની કુલ કિંમત 611 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ્સમાં શંકર હોસ્પિટલ અને સિવિલ એવિએશન એરપોર્ટનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના વિંધ્ય પ્રદેશને રવિવાર 20 ઓક્ટોબરે એક મોટી ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ક્ષેત્રના રીવા જિલ્લામાં બનેલા રાજ્યના છઠ્ઠા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મોદી રવિવારે બનારસથી રીવાના એરપોર્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. નીચે દિવસના મોટા અપડેટ્સ વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Oct 2024 08:42 PM (IST)

    અલ્હાબાદ હાઈકોર્ટે બહરાઈચમાં બુલડોઝરની કામગીરી પર લગાવી રોક

    અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપીના બહરાઈચમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. હાઈકોર્ટ હવે આ મામલે 23 ઓક્ટોબરે સુનાવણી કરશે.

  • 20 Oct 2024 08:21 PM (IST)

    સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 58 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં સાડા ચાર ઈંચ વરસાદ

    આજે રવિવારને 20મી ઓક્ટોબરના રોજ સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 58 તાલુકામાં એક મિલીમીટરથી લઈને 117 મિલીમીટર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ લોધિકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સાંજના ચારથી છ સુધીના બે કલાકમાં જ, સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીમાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.


  • 20 Oct 2024 08:10 PM (IST)

    કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, પાક નિષ્ફળ જતા સહાયની માંગ

    જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પડી રહ્યો છે વરસાદ. માળીયા, મેંદરડા, કેશોદ, વિસાવદર પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. હવે જે વરસાદ પડે છે તેનાથી ખેડૂતને થઈ રહ્યું છે પારાવાર નુકસાન. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ મગફળી અને સોયાબીનનો પાક વાવ્યો છે. તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિનુ નિર્માણ થઈ રહ્યુ છે.ખેડૂતો નાં પશુધન માટે ઘસાસારો પણ નિષ્ફળ ગયો છે. સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે ખેડૂતો

  • 20 Oct 2024 07:54 PM (IST)

    ઉપરવાસમાં વરસાદને લઈને કાળુભાર ડેમના 2 દરવાજા ખોલાયા

    ભાવનગરમાં ઉપરવાસમાંમાં પડેલા ભારે વરસાદને લઇ કાળુભાર ડેમના 2 દરવાજા ખોલાયા છે. 2 દરવાજા 0.15 મીટર ખોલતા તાલુકાના 8 ગામોને એલર્ટ કરાયા છે. ઉમરાળા, ભોજાવદર, તરપાળા, ચોગઠ, સમઢીયાળા, ધરપાળા, રતનપર હડમતાળા સહિત ગામોને એલર્ટ કરાયા છે. નદી પટમાં ન જવા ગામ લોકોને તંત્ર એ જણાવ્યું છે.

  • 20 Oct 2024 07:53 PM (IST)

    જૂનાગઢના કુખ્યાત રાજુ સોલંકીના પત્નિ હંસાબેન સોલંકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ

    જૂનાગઢના કુખ્યાત રાજુ સોલંકીના પત્નિ હંસાબેન સોલંકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે. નશરા ડાડા નામનો સાગરીત અને હંસા રાજુ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરીને બન્નેની ધરપકડ કરવામાં આવી છે. હંસાબેન સોલંકી અને નશરા ડાડા ઉપર 5 થી વધુ વિવિધ ગુના નોંધાયેલા છે. જૂનાગઢ જિલ્લામાં પ્રથમવાર કોઈ મહિલા પર ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે. હંસાબેનના પતિ રાજુ સોલંકી અને તેમનો પુત્ર સંજય સોલંકી પણ ગુજસીટોક ગુના હેઠળ જેલ હવાલે છે.

  • 20 Oct 2024 06:42 PM (IST)

    ઈન્દોર એરપોર્ટ પર દિલ્હીથી આવી રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

    દિલ્હીથી ઈન્દોર આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતા ઈન્દોર એરપોર્ટ પર ગભરાટ મચી ગયો હતો. એરપોર્ટ મેનેજમેન્ટને આ સમગ્ર મામલાની જાણ થતાં જ, તેમણે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

  • 20 Oct 2024 06:40 PM (IST)

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ યથાવત

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ખંભાળિયા પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હરીપર ગામે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેતરોમાં મગફળીના કાઢેલા પાક પર વરસાદ ખાબકતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયા છીનવાયો હોવાનું કહેવાય છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

  • 20 Oct 2024 06:12 PM (IST)

    કચ્છમાં આવ્યો ભૂકંપનો આંચકો

    કચ્છમાં આજે સાંજે 5.45 કલાકે 3.2 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉંથી 22 કિમી ઉતર ઉત્તર પશ્ચિમ દિશામાં દૂર નોંધાયું છે.

  • 20 Oct 2024 05:51 PM (IST)

    બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસે 10મા આરોપીની ધરપકડ કરી

    મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુંબઈમાં બાબા સિદ્દીકી હત્યા કેસમાં 10મા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની નવી મુંબઈના બેલાપુરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ ભગવત સિંહ તરીકે થઈ છે, જે રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવત સિંહ હુમલાના દિવસ સુધી મુંબઈના બીકેસી વિસ્તારમાં હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીને ભગવત સિંહે હથિયારો પૂરા પાડ્યા હતા.

  • 20 Oct 2024 05:04 PM (IST)

    કાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ

    જામનગરના કાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી શહેરના જાહેર માર્ગો પર ફરી વળ્યાં.  કાલાવાડના નિકાવા, ડાંગરવાડા, રાજડા બેડીયા, શીશાંગ, પીપર, બામણગામ, ગૂંડદા, કાલમેઘડા, ડેરી, સહીતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા મગફળી અને કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

  • 20 Oct 2024 05:01 PM (IST)

    કચ્છના ભુજ પાલારા જેલમાંથી મળ્યા મોબાઈલ, રાઉટર

    કચ્છના ભુજ પાલારા જેલની ખાસ ઝડતી તપાસ દરમ્યાન મળ્યા મોબાઈલ, રાઉટર સહીતની વસ્તુઓ મળી આવી છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલ ખાસ ઝડતી તપાસ દરમ્યાન જેલમાંથી મોબાઇલ ફોન, રાઉટર, યુ.એસ.બી. કેબલ તથા ચાર્જર બિનવારસી હાલતમાં મળ્યા છે. આ અંગે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

     

     

  • 20 Oct 2024 04:43 PM (IST)

    બોટાદના ગઢડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

    બોટાદના ગઢડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ઉગામેડી રોડ,બોટાદનો ઝાંપો ,ઢસા રોડ સહિતના વિસ્તારમાં આજે બપોરના વરસાદ વરસ્યો છે. બોટાદ શહેરમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો.

  • 20 Oct 2024 04:31 PM (IST)

    પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા જામીન પર મુક્ત

    પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા જામીન પર મુક્ત થયા છે. પોલીસે કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યા કોર્ટે ભીમા દુલાના રિમાન્ડ ના મંજૂર કર્યા હતા. આ બાદ, ભીમા દુલાના વકીલે કરેલ જામીન અરજી પર 20,000ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

  • 20 Oct 2024 03:44 PM (IST)

    ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

    ઈન્ડિગોની પુણે-જોધપુર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ફ્લાઈટને જોધપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. એરપોર્ટ પર ફ્લાઈટમાં તપાસ કરાઈ રહી છે. મુસાફરોના સામાન અને ફ્લાઇટની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ, પોલીસ અને વહીવટીતંત્ર એરપોર્ટ પર હાજર છે.

  • 20 Oct 2024 03:40 PM (IST)

    મહારાષ્ટ્રમાં ભાજપની પહેલી યાદી જાહેર, 99 ઉમેદવારોના નામ

    મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ, આજે 99 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમની પરંપરાગત બેઠક નાગપુર પશ્ચિમથી ઉમેદવાર જાહેર કર્યા છે.

  • 20 Oct 2024 03:01 PM (IST)

    જુનાગઢઃ માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

    • જુનાગઢઃ માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
    • અકાળા, સરકડીયા દુધાળા,કાલીંભડા, વડિયા સહિતના ગામો વરસાદ
    • પાછોતરા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની શક્યતા
    • મગફળી સોયાબિન સહિતના અનેક પાકોમાં ભારે નુકસાની
  • 20 Oct 2024 03:01 PM (IST)

    દેવભૂમિદ્વારકા : કલ્યાણપુરમાં મઘેરાજાની તોફાની બેટિંગ 

    • દેવભૂમિદ્વારકા : કલ્યાણપુરમાં મઘેરાજાની તોફાની બેટિંગ
    • છેલ્લા 2 ક્લાકમાં બે ઇંચથી વધુ વરસાદ
    • કલ્યાણપુરના રાવલ, ભાટીયા, પાનેલી ગામોમાં ધોધમાર વરસાદ
    • રાવલ ગામમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા
    • પાછોતરા વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ
  • 20 Oct 2024 03:00 PM (IST)

    પાછોતરા વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાની

    હવામાન વિભાગ દ્વારા 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે.  ત્યારે પાછોતરા વરસાદથી ખેડૂતોને હાલાકી થઈ રહી છે. અમરેલી, જુનાગઢ, દ્વારકા સહિતના જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. મગફળી, ડાંગર સહિત પશુનો ઘાસચારો પણ પલળી ગયો છે. છેલ્લે પડેલો વરસાદ ખેડૂતો માટે આકાશી આફત બન્યો છે.

  • 20 Oct 2024 01:52 PM (IST)

    વડોદરા: ભાયલી સ્ટેશન પાસે 11 ફૂટના મગરનું રેસ્ક્યૂ

    • વડોદરા: ભાયલી સ્ટેશન પાસે 11 ફૂટના મગરનું રેસ્ક્યૂ
    • જાહેર માર્ગ પર ચઢી આવ્યો 500 કિલો વજન ધરાવતો મગર
    • મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ
    • પ્રાણી જીવ રક્ષક સંસ્થા દ્વારા ભારે જેહમત બાદ મગરનું રેસ્ક્યૂ
  • 20 Oct 2024 01:20 PM (IST)

    અમદાવાદ: જીવજંતુઓને પકડવા વપરાતા પદાર્થો પર રોક લગાવવા પિટિશન

    • અમદાવાદ: જીવજંતુઓને પકડવા વપરાતા પદાર્થો પર રોક લગાવવા પિટિશન
    • ગ્લુ સ્ટીકર પર પ્રતિબંધ લગાવવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ
    • કેસમાં અરજદાર તરીકે PETAને જોડવાની હાઈકોર્ટે આપી છૂટ
    • ગ્લુ સ્ટીકર અને અન્ય ગુંદરલક્ષી પદાર્થો પર રોક લગાવવા માગ
    • ગ્લુ સ્ટીકરનો ઉપયોગ લોકો માટે પણ ખતરા રૂપ હોવાની રજૂઆત
    • ગ્લુ સ્ટીકરના ઉત્પાદન કર્તા, વિક્રેતાઓને પક્ષકાર તરીકે જોડવાની માગ HCએ ફગાવી
    • યોગ્ય પગલા ન લેવાતા હાઇકોર્ટે અગાઉ સરકારને લીધો હતો ઊધડો
    • પ્રાણી ક્રૂરતા રોકવા માટે સરકારની ફરજ હોવાનું કોર્ટે આપ્યું હતું સૂચન
    • ઉંદર, ગરોળી અને અન્ય જીવજંતુઓને પકડવા વપરાય છે ગ્લુ સ્ટીકર
    • 2023માં ગ્લુ સ્ટીકર જેવા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં થઈ રહ્યો છે ઉપયોગ
    • પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં અમલવારી ન થતી હોવાની રજૂઆત
  • 20 Oct 2024 12:40 PM (IST)

    વડોદરા: શિનોરના સાધલી ગામે આકાશી વીજળીને કારણે તારાજી

    • વડોદરા: શિનોરના સાધલી ગામે આકાશી વીજળીને કારણે તારાજી
    • ચોળા પાસે અંદાજિત 10 મકાનોમાં વીજ ઉપકરણો થયા બંધ
    • 25થી વધુ સિલિંગ ફેન, 4 TV, 5 ફ્રીજ સહિતના વીજ ઉપકરણોને નુકસાન
    • વીજળી પડતા અનેક ફળિયામાં વીજ પુરવઠો ખોરવાયો
    • આકાશી આફતથી નુકસાન સામે લોકોએ સરકાર પાસે માંગી સહાય
  • 20 Oct 2024 12:39 PM (IST)

    વલસાડ: ઉમરગામમાં ગેરકાયદે આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

    • વલસાડ: ઉમરગામમાં ગેરકાયદે આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
    • ભીલાડમાં ફોટો સ્ટુડિયોમાં ચાલતું હતું આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ
    • સિમ્ફની ફોટો સ્ટુડિયોમાં પૈસા લઈ બનાવી આપવામાં આવતું આધારકાર્ડ
    • મામલતદારની ટીમે ડમી ગ્રાહક બનીને સમગ્ર કૌભાંડનો કર્યો પર્દાફાશ
    • 500થી હજાર સુધી રૂપિયા લઈ મહારાષ્ટ્રની કીટનો ઉપયોગ કર્યાનો ખુલાસો
    • લેપટોપ, ચાર્જર, ફિંગર પ્રિંટ ડિવાઈસ સહિતની વસ્તુઓ કરાઈ જપ્ત
  • 20 Oct 2024 11:24 AM (IST)

    ગીર સોમનાથ: વેરાવળના સટ્ટા બજાર નજીક મોડી રાત્રે ભભુકી ઉઠી આગ

    • ગીર સોમનાથ: વેરાવળના સટ્ટા બજાર નજીક મોડી રાત્રે આગની ઘટના
    • કૈલાશ પેટ્રોલ પંપ સામે બે માળના બંધ મકાનમાં લાગી ભીષણ આગ
    • ફાયર વિભાગની ત્રણ ટીમે 3 કલાકની જહેમાત બાદ આગ લીધી કાબૂમાં
    • મકાનમાં રહેલો સામાન સંપૂર્ણપણે આગમાં બળીને ખાખ
  • 20 Oct 2024 11:23 AM (IST)

    સુરત: રિંગ રોડ પર કારની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત

    • સુરત: રિંગ રોડ પર કાર ચાલકની અડફેટે બાઈક ચાલકનું મોત
    • ઓવરબ્રિજ પર બેફામ આવતી કારે બાઈકને લીધી અડફેટે
    • કારચાલકની ટક્કરે કાપડના વેપારી સંજયનું નીપજ્યું મોત
    • દેવ નામના કારચાલકની પોલીસે કરી ધરપકડ
    • કારચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ કર્યો દાવો
    • કારમાંથી ઠંડા પીણીની બોટલ અને સિગારેટનું પેકેટ પણ મળ્યું
    • પોલીસે તપાસ કરતા કારમાં ભાજપનો ખેસ પણ જોવા મળ્યો
    • કાર ફૂલ સ્પીડમાં હોવાથી એર બેગ પણ ખુલી ગયા હોવાનું ખુલ્યું
  • 20 Oct 2024 10:25 AM (IST)

    છોટા ઉદેપુર ફરી એકવાર વિકાસશીલ ગુજરાતની ખૂલી પોલ, પ્રસુતાને જોળીમાં લઈ જવાઈ

    • છોટાઉદેપુર: તુરખેડામાં વધુ એક પ્રસૂતાને ઝોળીમાં લઈ જતો વીડિયો
    • માનુકલા ફળિયાની મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા ઝોળીમાં લઈ જવાઈ
    • રસ્તાના અભાવે એમ્બ્યુલન્સને ગામમાં પહોંચવામાં ભારે મુશ્કેલી
    • મહિલાને ઝોળીમાં ઉંચકીને ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડાઈ
    • અગાઉ તુરખેડામાં આ જ રીતે મહિલાને લઈ જતા પ્રસૂતા માતાનું થયું હતું મોત
    • હાઈકોર્ટની ફટકાર બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં
  • 20 Oct 2024 09:17 AM (IST)

    નડિયાદમાં વાનરના હુમલા બાદ મહિલાનું મોત

    ખેડા જિલ્લાના નડિયાદના જોષીપુરા વિસ્તારમાં વાનરના આતંક મુદ્દે tv9 એ રજૂ કરેલા અહેવાલની અસર જોવા મળી. tv9 ના અહેવાલ બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું. આતંક મચાવનાર વાનરને પકડવા માટે વન વિભાગે ત્રણ જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે. વાનરને પાંજરે પુરવા વન વિભાગે કવાયત હાથ ધરી છે. આજે વાનરે મહિલા પર હુમલો કર્યો હતો. તો ગઈકાલે પણ વાનરના હુમલામાં મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. હિંસક થયેલા વાનરના હુમલામાં એક મહિલાનું મોત પણ નીપજ્યું હતું.

  • 20 Oct 2024 08:52 AM (IST)

    ગીર જંગલોમાં ગાજવીજ સાથે વરસાદ

    • ગીર જંગલોમાં ગાજવીજ સાથે વરસાદ
    • ભારે વરસાદના કારણે શિગવડો નદીંમા આવ્યું પૂર
    • શિગવડો નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો
  • 20 Oct 2024 08:39 AM (IST)

    રાજસ્થાનઃ અકસ્માતમાં 12 લોકોના મોત

    • રાજસ્થાનઃ અકસ્માતમાં 12 લોકોના મોત
    • ધૌલપુરમાં સ્લીપર કોચ બસ અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત
    • અકસ્માતમાં 8 બાળકના મોત થયા
    • બે મહિલાઓ અને એક પુરુષનું મોત થયું
    • ધૌલપુરના સોનીપુર ગામ નજીક અકસ્માત
    • નેશનલ હાઈવે 11B પર સુનીપુર ગામ પાસે દુ:ખદ માર્ગ અકસ્માત
    • બરૌલી ગામમાં લગ્ન સમારોહમાંથી પરત ફરતા સર્જાયો અકસ્માત
  • 20 Oct 2024 08:38 AM (IST)

    ગુજરાતમાં આગામી 2 દિવસ રહેશે વરસાદી વાતાવરણ

    રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

  • 20 Oct 2024 08:10 AM (IST)

    ટાઇમ્સ સ્ક્વેર ખાતે દિવાળીની ઉજવણી

    ન્યૂયોર્કમાં ભારતે ટ્વીટ કર્યું, ભારતીય અમેરિકન સમુદાય અને અમેરિકન મિત્રો દિવાળીની ઉજવણી કરવા ટાઇમ્સ સ્ક્વેરમાં સાથે જોડાયા.

    (Credit Source : @ANI)

  • 20 Oct 2024 08:07 AM (IST)

    રાજસ્થાનના ધોલપુરમાં બસે ટેમ્પોને મારી ટક્કર , 11 લોકોના મોત

    રાજસ્થાનના ધોલપુરમાં સ્લીપર કોચ બસે ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ બાળકો, ત્રણ છોકરીઓ, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. ટેમ્પો સવાર બારી શહેરના ગુમત મોહલ્લાનો રહેવાસી છે. પોલીસે તમામ મૃતદેહોને બારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. બરૌલી ગામમાં ભાત કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફર્યા હતા.

  • 18 Oct 2024 08:47 PM (IST)

    પ્રતિબંધ હોવા છતા, એકનાથ શિંદેના પુત્રે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતા સર્જાયો વિવાદ

    મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણ સંસદીય ક્ષેત્રના સાંસદ શ્રીકાંત શિંદેએ, પ્રતિબંધ હોવા છતાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. જે બાદ વિવાદ ઊભો થયો હતો. આ અંગે મંદિરના અધિકારીઓએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

    વિરોધ પક્ષ કોંગ્રેસે કહ્યું કે સામાન્ય લોકોને ભગવાનના દર્શન માટે કલાકો સુધી લાઈનોમાં રાહ જોવી પડે છે, જ્યારે પ્રતિબંધ હોવા છતાં VIPને ગર્ભગૃહમાં પ્રવેશઆપવામાં આવ્યો હતો. શ્રીકાંતે વળતો પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષને મંદિર જવાની એલર્જી છે. શિંદેએ મુંબઈમાં પત્રકારોને કહ્યું, ‘તેમને મંદિર જવાની પણ એલર્જી છે. તેઓ દર્શન કરતા નથી અને બીજાને દર્શન કરતા અટકાવે છે. જો કે લગભગ એક વર્ષથી ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ છે.

Published On - 8:02 am, Sun, 20 October 24