અમદાવાદ પોલીસે ગઈકાલે રાત્રે અંધજન મંડળ બ્રિજના બંને બાજુ અલગ અલગ બે ટીમો બનાવી વાહનચેકીંગ હાથ ધર્યું હતું. વાહનચેકીંગ દરમિયાન કુલ 143 વાહનચાલકોને મેમો આપી 90 હજારનો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે 4 વાહનો માંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન ઇલેક્ટ્રિક સિગારેટ વેપના જથ્થા સાથે એક યુવકને પકડી પાડ્યો હતો. મોજશોખ માટે યુવકે ઈ-સિગરેટનો જથ્થો ઓનલાઇન મંગાવ્તો હતો. પોલીસ દ્વારા અલગ અલગ ફ્લેવરની 27 જેટલી ઈ-સિગરેટ સહિત 5.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાના કલેકટર અને DDO સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી. બેઠકમાં મુખ્યમંત્રીએ અનેક મુદ્દાઓ પર કલેકટર અને DDO સાથે ચર્ચા કરી. સમીક્ષા બેઠકમાં સરકારી જમીન ઉપરના દબાણો, લેન્ડ ગ્રબિંગના કેસો પર ચર્ચા કરાઈ. જિલ્લામાં અનેક પ્રશ્નોને સૌને સાથે રાખી ઝડપથી નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ ટકોર કરી. વિકસિત જિલ્લાથી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા કલેકટરને DDO ને આહ્વાન કર્યુ. સાથે જ લોકોને પ્રોપર્ટી કાર્ડમાં પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ લાવવા પણ મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. તો જિલ્લા પ્રવાસન, સ્વચ્છતા અને સુવિધાઓ સહિતના અનેક મુદ્દા પર બેઠકમાં સમીક્ષા કરાઈ.
છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા ઈશ્વર પટેલની નવસારીમાં જમીન હતી. જે મુંબઈ એક્સ્પ્રેસ વે બનવાને લઈને સંપાદનમાં જવાની હતી. જેની માહિતી આરોપીઓને મળતા જ ખોટા દસ્તાવેજો બનાવ્યાં અને અજાણ્યાં વ્યક્તિને જમીનનો માલિક બતાવીને જમીન વળતરના 86 લાખ 12 હજાર રૂપિયાની ઉચાપત કરી હતી. જેની જાણ જમીનના માલિકને થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આરોપીએ જે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં તેની ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસે નંબર ટ્રેસ કર્યો તો સામે આવ્યું કે એક આરોપી રાજસ્થાના બાડમેરમાં સ્થાયી થયો હતો. જેથી પલીસે એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી. જે બાદ અન્ય બે આરોપીનું નામ ખુલતા બે પૈકી અન્ય એકની ધરપકડ કરાઈ. પોલીસે બે આરોપીને ઝડપીને અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી.
મહિસાગરના કડાણાના કાંકરિયા ગામના વૃક્ષ પર લટકતો યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળતા કાંકરિયા ગામમાં ચકચાર મચી ગયો છે. પોલીસે મૃત યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં લંપટ શિક્ષક વિરૂદ્ધ વિદ્યાર્થીનીને અડપલા કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. રવિન્દ્ર ત્રિવેદી નામનો લંપટ શિક્ષક, સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોતાના ખાનગી ઓરિએન્ટલ ટ્યુશન ક્લાસીસમાં અને ન્યુ ઓમ શાંતિ સ્કૂલમાં અડપલા કરતો હતો. પોતાની ચેમ્બરમાં બોલાવી કિશોરી સાથે અડપલા કરતો હોવાનું કિશોરીએ પરીવારજનોને જણાવ્યું હતું. મોરબી સિટી બી ડિવિઝન પોલીસે, પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મેરઠના શતાબ્દી નગરમાં, પંડિત પ્રદીપ મિશ્રાની શિવ કથા યોજાઈ રહી છે. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે. આ કથામાં આજે નાસભાગ થવા પામી હતી. નાસભાગ બાદ કેટલાક લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલી છે.
ઉતરાયણ નજીક આવતા જ વડોદરા શહેરમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે. પાણીગેટ, મેમણ શોપિંગ સેન્ટર ખાતેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. ચાઇનીઝ દોરીના 480 બોક્સ, તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ 2.48 લાખનો જથ્થો જપ્ત કરાયો છે. શહેરમાં સતત પેટ્રોલિંગના આધારે ચાઇનીઝ દોરી, તુક્કલ અને લોન્ચરનું વેચાણ કરતી દુકાનો પર દરોડા પાડ્યા છે.
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંકના મામલે પોલીસે વધુ બે અસમાજીક તત્વોને પકડી પાડ્યા છે. આતંક મચાવનાર વધુ બે લૂખ્ખા તત્વોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધડપકડ. આરોપી અલ્તાફ અને મેહફુસ મિયાની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપીની બાપુનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ બે લુખ્ખા તત્વોની ધરપકડ કરવામા આવી હતી. આમ કુલ ચાર અસામાજીક તત્વોની ધરપકડ કરવામાં આવી છે.
હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનું 89 વર્ષની વયે નિધન થયું છે. ઓમ પ્રકાશ ચૌટાલા સાત વખત ધારાસભ્ય અને પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
Former Haryana CM and INLD chief Om Prakash Chautala passes away at his residence in Gurugram: Rakesh Sihag, INLD Media Coordinator
(File photo) pic.twitter.com/3DORlQ338K
— ANI (@ANI) December 20, 2024
અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ઇલેક્ટ્રિક સિગારેટ વેપના જથ્થા સાથે વસ્ત્રાપુર પોલીસે એક યુવકને ઝડપ્યો છે. મોજશોખ માટે યુવકે ઓનલાઇન મંગાવ્યો હતો ઈ-સિગરેટ વેપનો જથ્થો. અલગ અલગ ફ્લેવરની 27 ઈ-સિગરેટ સહિત 5.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના પાંડેસરાથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો અમદાવાદ ડિલિવરી માટે લઈ જવાઈ રહ્યો હતો. જે પહેલા પોલીસે ડીંડોલી સાંઈ પોઇન્ટ નજીકથી મોટી માત્રામાં જથ્થા સાથે એકને ઝડપી પાડયો છે. જ્યારે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યાં છે. અબોલ પક્ષીઓ અને માનવ જીવ માટે ઘાતક સમાન કાતિલ દોરીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 21 લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત તો કર્યો છે
રાજકોટમાં અશાંતધારા લાગુ કરવા માટે વધુ એક ધારાસભ્યે રજૂઆત કરી છે. રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ અશાંતધારાને લઇને જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર, વોર્ડ નંબર 7, 8 અને 14માં અશાંતધારો લાગુ કરવાની કરી માંગ કરી છે. રામનાથપરા, સોની બજાર, વર્ધમાનનગર, પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની કરી માંગ રમેશ ટીલાળા દ્વારા કરવામાં આવી છે.
લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ, રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી હતી. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
ડમી વિદ્યાર્થીઓને લઈ CBSE એ અમદાવાદની 2 શાળાઓને નોટિસ ફટકારી છે. ધી ન્યૂ તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલ અને વસ્ત્રાપુરની નિર્માણ હાઈસ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે. CBSE ટીમની તપાસમાં શાળામાં ડમી વિદ્યાર્થીઓ હોવાનું ધ્યાને આવ્યું હતું. ડમી વિદ્યાર્થીઓને લઈ શાળાઓને શો કોઝ નોટિસ ફટકારાઈ છે. 18-19 ડિસેમ્બરે CBSE ની ટીમે દેશભરની 29 શાળાઓમાં તપાસ કરી હતી. ગુજરાતમાં અમદાવાદની તુલિપ અને નિર્માણ હાઈસ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં CBSE ના નિયમોનું યોગ્ય રીતે પાલન ના થતા શોકોઝ નોટિસ અપાઈ છે.
ગુજરાતમાં કેટલાક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની અંદર ગગડી ગયો છે. નલિયા, રાજકોટ, ભુજ જેવા શહેરમાં ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રીની અંદર જતો રહ્યો છે. આજે શુક્રવારે નલિયામાં ઠંડીનો પારો 6.4 ડિગ્રીએ અટક્યો છે, તો રાજકોટમાં 9.5 ડિગ્રીએ. અમદાવાદ 13.4, અમરેલી 12.6, વડોદરા 14.6 ડિગ્રી, ભાવનગર 15.4 ડિગ્રી, ભુજ 10.2 ડિગ્રી, ડિસા 12.9 ડિગ્રી, ગાંધીનગર 11.5 ડિગ્રી, પોરબંદર 14 ડિગ્રી, સુરત 16.8 ડિગ્રી, વેરવાળ 15.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
વડોદરા નેશનલ હાઇવે નંબર 48 પર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા ગ્રામ્ય LCBએ ભરથાણા ટોલટેક્સ પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 પર પસાર થતા ટેન્કરમાંથી વિદેશી દારૂની 812 પેટી મળી આવી હતી. વડોદરા ગ્રામ્ય LCBએ 68 લાખ 51 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જયપુર-અજમેર હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. બસની ટક્કર બાદ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. 15 વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 20-25 લોકો ઘાયલ થયા છે.
12 વર્ષ પૂર્વે રૂપિયા 40,000ની લાંચ લેવાના કેસમાં જામનગરના તત્કાલિન PSI અને અન્ય એક પોલીસ કોન્સ્ટેબલને 4 વર્ષની કેદની સજા સ્પેશીયલ કોર્ટે ફટકારી છે. 12 વર્ષ પૂર્વે બંનેને ACBએ લાંચ લેતા રંગે હાથ પકડીને લાંચની માંગણી અને સ્વીકારવાનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2012માં પ્રોહિબિશન એકટના ગુનામાં જામીન પર છોડવા, સહ આરોપીનુ નામ નહી બોલવા અને સ્કટુર કબજે ના કરવા 40 હજારની લાંચની માંગણીની ફરીયાદ પરથી એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબી દ્વારા આરોપીઓ વિરૂધ્ધ ગત તા. 31/10/2012ના ગુનો દાખલ કરાયો હતો.
સીઆઈડી ક્રાઈમે બીઝેડ કૌંભાડ મામલે હિંમતનગરના પ્રાંતિજમાંથી પ્રાથમિક શિક્ષકની કરી અટકાયત છે. મોડી સાંજે સીઆઈડીની ટીમે બે શખ્સની અટકાયત કરી છે. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતો હોવા છતાં, બીઝેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતો હતો. ભૂપેન્દ્ર ઝાલાના મદદનીશ તરીકે કામ કરતો હોઈ કૌભાંડમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે. સીઆઈડીના હાથે ઝડપાયેલ શિક્ષક, જિલ્લા પંચાયત અને શિક્ષણના સ્થાનિક અધિકારીઓનું ભૂપેન્દ્ર ઝાલા માટે લાયઝનીંગનું કામ કરતો હતો.
બનાસકાંઠાના ધાનેરામાં ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી છે. તરુણનું મોત થતા પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડીને
સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરના મહુવા માર્કેટીગ યાર્ડના પ્રમુખે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાનને પત્ર લખીને ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ 20 ટકા ડ્યુટી તાકીદે રદ કરવાની માંગ કરી છે. દિવસે ને દિવસે ઘટતા ડુંગળીના ભાવ ને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખ્યો છે.
ડુંગળીની નિકાસ પર જે 20 % ડ્યુટી લગાવવામાં આવી છે તે તાત્કાલિક દૂર કરવાની જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરીયાને પત્ર પાઠવવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ રહી છે, પરંતુ ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
ગાંધીનગરના ચન્દ્રાલા ગામે દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ચન્દ્રાલા ગામે કમળાના 25 થી 30 જેટલા દર્દીઓ નોંધાયા છે. 6 દર્દીઓ ચન્દ્રાલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, જેમા 4 ને રજા અપાઈ છે. છેલ્લા 4થી 5 મહિનાથી દૂષિત પાણી આવવાની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સુરેન્દ્રનગરના સાયલાના ધજાળા ગામે આરોપી સુમીત ઉર્ફે સુમો મેણીયા પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો. પોલીસે ખેતરમાં દરોડા પાડીને લીલા ગાંજાના વાવેતરના છોડ નંગ 13 કે જેનુ વજન 4 કીલો 150 ગ્રામનું હતુ તે મળી આવ્યા હતા. પોલીસે આરોપીની લીલો ગાંજો કિમત 41 હજાર 500 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી
સુરેન્દ્રનગરના સાયલાના ધજાળા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર SOG પોલીસે ઝડપી પાડ્યું છે. ગાંધીનગરના ચન્દ્રાલા ગામે દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ચન્દ્રાલા ગામે 25 થી 30 જેટલા કમળાના દર્દી નોંધાયા છે. ડુંગળીની નિકાસ પર લગાવેલ 20 ટકા નિકાસ ડ્યુટી હટાવવા માટે ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખે કેન્દ્રીય વાણિજ્ય એને ઉદ્યોગ મંત્રીને પત્ર લખ્યો છે.
ખેડૂત આંદોલન સંદર્ભે શંભુ સરહદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. ધનબાદમાં કોલસાની ચોરીની સીબીઆઈ તપાસ માટે ઝારખંડ હાઈકોર્ટના આદેશ અને તેમાં પોલીસની સંડોવણી સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થશે.
અજમેર દરગાહને લઈને વિવાદ ચાલુ છે. હિન્દુ સંગઠનનો દાવો છે કે અહીં શિવ મંદિરના અવશેષો છે. કોર્ટે દરગાહ કમિટીને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો છે, જે આજે આપવાનો છે. આજના દિવસના મોટા અપડેટ્સ વાંચો…
Published On - 7:32 am, Fri, 20 December 24