આજે 2 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લગ્નના 18 વર્ષ બાદ તેમની પત્ની સોફીથી અલગ થઈ રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આની જાહેરાત કરી હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે તેઓ તેમની પત્ની સોફીથી અલગ થઈ રહ્યા છે. લગ્નના 18 વર્ષ બાદ બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. કેનેડાના વડા પ્રધાને ઇન્સ્ટાગ્રામ પર વિશ્વને આ વિશે માહિતી આપી હતી. ટ્રુડોએ કહ્યું કે તેઓ લાંબી, મુશ્કેલ વાતચીત પછી સોફીથી અલગ થઈ રહ્યા છે. જો કે, ટ્રુડો અને સોફી કહે છે કે તેઓ પ્રેમ અને આદર સાથે પરિવાર તરીકે ચાલુ રહેશે. કેનેડાના વડા પ્રધાનની આ જાહેરાત સાંભળીને દરેકને આશ્ચર્ય થયું છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવાના ષડયંત્ર મામલે ત્રણ શખ્શો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ત્રણ શખ્શોની સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય શખ્શોની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણેય શખ્શોએ સીઆર પાટીલ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ફંડમાં ગોટાળા કર્યા હોવાના આક્ષેપ કરીને પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. ત્રણયે શખ્શો ગણપત વસાવાના નજીકના હોવાનુ સામે આવ્યુ છે.
Ahmedabad: અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA) અને ગુજરાત રાજ્યની હોસ્પિટલોના પ્રતિનિધિઓ, PMJAY યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોની લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગેની ફરિયાદોના નિરાકરણ અને તેમને પડતી મુશ્કેલીઓ, ચુકવણી અને અન્ય પડકારો માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા હતા.
ડૉ. ભરત ગઢવી, AHNAના પ્રમુખ અને ડૉ. વિરેન શાહ, ઉપપ્રમુખ AHNA એ આ મુદ્દાઓ પર વિગતવાર જણાવ્યું હતું કે સરકારે લગભગ રૂ. 650 કરોડની કરોડ કરતા વધારેની બાકી ચૂકવણી તાકીદે કરવી જોઈએ જે ઘણા મહિનાઓથી બાકી છે. લગભગ 50 ટકા રકમ છેલ્લા એક-બે વર્ષથી પેન્ડિંગ છે. જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરીએ છીએ.
Jamnagar: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવા અને તેમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ , ઉદ્યોગગૃહો વગેરેને યોગદાન આપવા માટે કરેલા આહ્વાનને સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ અમૃત સરોવર નજીક પ્રવાસન યોગ્ય વિકાસ કરીને તેમની કલ્પનાને સાકાર કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં જૂનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ બેનમૂન ‘અમૃત સરોવર’નો વિકાસ કરી વહીવટી તંત્રને સોંપવામાં આવ્યાં છે.
Ram Mandir: અયોધ્યામાં ભગવાન રામના અભિષેકનો સમગ્ર કાર્યક્રમ 7 દિવસનો રહેશે, જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પ્રાર્થના કરશે અને મંદિર દેશવાસીઓને સમર્પિત કરશે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશવાસીઓને ટૂંકું સંબોધન પણ કરશે. પીએમના સંબોધન પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવત, મહંત નૃત્ય ગોપાલ દાસ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર લોકોને સંબોધિત કરશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં કોઈ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે નહીં. જો કે, 16 થી 24 જાન્યુઆરી વચ્ચે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નક્કી કરવામાં આવી છે, પરંતુ તારીખ અંગેનો અંતિમ નિર્ણય વડાપ્રધાનના સમયની ઉપલબ્ધતા અનુસાર લેવામાં આવશે.
Bhavnagar: વાઘાવાડી વિસ્તારમાં માધવહિલની ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયા બાદ અને એક મહિલાના મોત બાદ રહી રહીને તંત્ર જાગ્યુ છે. અત્યાર સુધી તંત્ર માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યુ હતુ. પરંતુ નોટિસ આપ્યા બાદ પણ ઈમારત ખાલી કરાવવાની તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવાઈ ન હતી. આજે જ્યારે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો અને તેના કાટમાળ નીચે અનેક લોકો દટાયા અનેક લોકોને ઈજાગ્રસ્ત બન્યા અને એક મહિલાનો ભોગ લેવાયો ત્યાર બાદ તંત્ર જાગ્યુ છે અને હવે રહી રહીને મનપા કમિશનરે બિલ્ડિંગને સીલ મારવાનો આદેશ આપ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શા માટે હંમેશા દુર્ઘટના ઘટ્યા બાદ જ તંત્ર દ્વારા કામગીરી થાય છે? શા માટે નક્કર કામગીરી માટે તંત્ર કોઈ દુર્ઘટના ઘટે તેની રાહે બેસી રહે છે ? દુર્ઘટના પહેલા કેમ કોઈ નક્કર કામગીરી થતી નથી?
ભાવનગરમાં માધવ હિલ કોમ્પલેક્સના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો. જેમાં અનેક લોકો દટાયા હતા. આ બિલ્ડિંગનો જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યુ છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે આ એક અતિ ગંભીર પ્રકારની બેદરકારી છે અને તંત્ર માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે.
શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો છે કે પાલિકા નોટિસ આપે છે એનો અર્થ એ થયો કે એમને પહેલેથી જાણ હતી જ કે બિલ્ડિંગ જર્જરીત છે અને પડવાની શક્યતા છે. માત્ર નોટિસ આપ્યા બાદ બેસી રહેવુ એ પણ ગુનાહિત બેદરકારી છે. શક્તિસિંહે જણાવ્યુ કે તમારે આનુવંશિક પગલા લેવા જોઈતા હતા. પાલિકાને જ્યારે જાણ થઈ કે ઈમારત જર્જરીત છે અને નોટિસ આપો છો તો એ આપ્યા બાદ પણ એ વિસ્તાર કદાચ ધરાશાયી થાય તો કોઈને પણ નુકસાન ન થાય તે જોવાની તકેદારી રાખવાના પગલા પાલિકાએ નથી ભર્યા તે હકીકત છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવા માટે થઈને કાવતરુ કરવામાં આવ્યુ હોવાને લઈ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે. ચૂંટણી ફંડના દૂર ઉપયોગના મુદ્દાની પત્રિકા ફરતી કરવામાં આવી હતી. સોશિયલમ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. ચોર્યાશી વિધાનસભાના ધારાસભ્ય પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા છે. તેઓ આ મામલામાં ફરિયાદી બની શકે છે.
દરરોજ આપણે એવા અનેક વાહનચાલકોને જોતા હોઇએ છીએ કે જેઓ ગમે ત્યારે રોંગ સાઇડમાં (Wrong side) ધસી આવે છે. કોઇની પણ પરવાહ કર્યા વગર છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા લોકોને કારણે અનેક જીવલેણ અકસ્માતો પણ સર્જાતા રહે છે. પરંતુ જો હવે તમે અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવ્યું તો ખેર નથી.
કેમ કે અમદાવાદ મનપાએ રોડ પર લગાવ્યા છે ‘ટાયર કિલર બમ્પ’ જે રોંગ સાઈડમાં આવતા લોકોના વાહનોના ટાયરમાં પંક્ચર પાડશે મતલબ કે જો તમે રોંગ સાઇડમાં ગયા તો તમારા વાહનનું ટાયર ફાટવું નક્કી છે. મનપા દ્વારા પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ તે પાથરવામાં આવશે.
હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા (Nuh Violence) પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું (Manohar Lal Khattar) એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી. રાજ્યની વસ્તી 2.7 કરોડ છે. અમારી પાસે 60,000 જવાન છે. આવી સ્થિતિમાં પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી.
મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ એફિડેવિટ દાખલ કરી છે. રાહુલ ગાંધીનીએફિડેવિટમાં કહેવાયું છે કે, માફી માંગવાનું કોઈ કારણ નથી. આવી સ્થિતિમાં માફી માંગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
અમરેલીના લીલીયાના લોકાલોકી ગામે એક 55 વર્ષીય પુરુષનું કોંગો ફિવરથી મૃત્યુ થયુ છે. મૃતક ડાયાબિટીસ જેવી બિમારીથી પીડાઈ રહ્યા હોવાની આરોગ્ય વિભાગે માહિતી આપી હતી. આરોગ્ય વિભાગે તારીખ 23 જુલાઇના રોજ સેમ્પલ લીધું હતું. અઠવાડિયા પહેલા મોત થયું હતું. મોત થયા બાદ કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચારના મોત થયા છે. કેમિકલ વાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થયું હતું. ચાર કામદારના શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. સ્થાનિક પોલીસ દુર્ઘટના સ્થળે પહોંચી છે. મૃતકના મૃતદેહ કીમની સાધના હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં 25 જેટલી ગાયોમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે. પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે. નવસારી જિલ્લામાં લમ્પી વાયરસનો ચેપ વધતા દુધાળા પશુઓને લઈને ચિંતા વધી છે. હાલમાં લમ્પી વાઇરસની અસર દેખતા એવા પશુઓને હાલ તબેલાથી દૂર રખાયા છે.
બિહારમાં જાતિ ગણતરીના મામલામાં બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં બિહાર સરકારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારનો પક્ષ સાંભળ્યા વિના અન્ય કોઈ આદેશ જાહેર કરવો જોઈએ નહીં. તાજેતરમાં, પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ ગણતરીના મામલે બિહાર સરકારને રાહત આપતા જાતિ ગણતરી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.
આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના આત્મહત્યા કેસમાં રાયગઢ પોલીસને એક ઓડિયો ક્લિપ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઓડિયો ક્લિપમાં 4 લોકોના નામ છે. દેસાઈનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. ઓડિયો રેકોર્ડિંગ બાદ નીતિન દેસાઈએ આત્મહત્યા કરી હતી.
સુપ્રીમ કોર્ટે હરિયાણાના નૂહ હિંસા બાદ દિલ્હી-એનસીઆરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.
નૂહ હિંસા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, હરિયાણા, દિલ્હી અને યુપી સરકારોને નોટિસ પાઠવી છે. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થવાની છે.
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોતઘણા દિવસોથી માદા ચિતાની શોધમાં હતો
અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાના મોત થયા છે, જેમાંથી ત્રણ બચ્ચા હતા
કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા
ગુજરાત વિધાનસભા સત્રની તારીખ નક્કી થઈ છે. 13, 14, 15 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાશે. રાજ્યપાલે મહોર મારી છે. ત્યારે 3 દિવસીય વિધાનસભા સત્રમાં 2 બિલ પણ મુકાશે.
લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષ તરફથી લોકસભામાં સતત હોબાળો થતો રહ્યો.
બિપરજોય વાવઝોડાથી થયેલા નુકસાનને લઇને કેન્દ્રની સહાય જાહેરાત પહેલા કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નુકસાન સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જૂન મહિનામાં આવેલા અતિવિનાશક બિપરજોય વાવાઝોડાથી ગુજરાતને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
નીતિન દેસાઈએ લિજેન્ડ ઓફ ભગત સિંહ, દેવદાસ અને જોધા અકબર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આત્મહત્યાના સમાચારે બોલિવૂડને આંચકો આપ્યો છે. આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી હતી. નીતિન દેસાઈની લાશ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવી છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે. દેહરાદૂન, પૌરી, નૈનીતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે.
ચોમાસુ આવતાં જ રસ્તાઓ, પાણીની સાથે રોગચાળો (Disease) પણ લોકોને પરેશાન કરી રહ્યો છે. ગુજરાતના અનેક મોટા શહેરોમાં પણ લોકો મચ્છર અને પાણીજન્ય રોગચાળાથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે તાવમાં સપડાયેલા સુરતના મગદલ્લાના યુવકનું મોત નિપજ્યું છે. તો તેવી જ રીતે બે ત્રણ દિવસથી તાવ આવ્યા બાદ પાલની એક શ્રમજીવી મહિલાનું પણ મોત નિપજ્યું છે.
તો બીજી તરફ સુરતમાં પણ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપા એકશનમાં દેખાઈ રહી છે. વિવિધ વિસ્તારોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા 28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દંડનીય કાર્યવાહી છતા લોકોમાં જાગૃતિનો સદંતર અભાવ જોવા મળ્યો. આ જોતાં પાલિકા આગામી સમયમાં બ્રિડિંગ મળવાના કિસ્સામાં બમણો ચાર્જ વસૂલવા તૈયાર છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજની બંધારણીય બેંચ બુધવારથી સુપ્રીમ કોર્ટમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવા સામે દાખલ અરજીઓ પર સુનાવણી કરશે.
ઓડિશા ટ્રેન દુર્ઘટનાના બે મહિના પછી પણ 29 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. આ દુર્ઘટનામાં 295 લોકોના મોત થયા હતા, જેમાંથી 29ની ઓળખ હજુ બાકી છે.
હરિયાણાના નૂહ જિલ્લામાં સોમવારે એક શોભાયાત્રા પર પથ્થરમારો બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. તેની અસર આસપાસના જિલ્લાઓ અને વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, જેમાં ગુડગાંવ, ફરીદાબાદ, માનેસર અને સોહનાનો સમાવેશ થાય છે. સોહનામાં તણાવના કારણે સાવચેતીના પગલારૂપે આજે પણ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે લગભગ 5:40 વાગ્યે નિકોબાર ટાપુઓમાં રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
An earthquake of magnitude 5.0 on the Richter Scale hit Nicobar Islands today at around 5:40 am: National Centre for Seismology pic.twitter.com/VOyw7RKfHm
— ANI (@ANI) August 2, 2023
Published On - 6:40 am, Wed, 2 August 23