આજે 19 ફેબુઆરી બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. કુલ 1200 પોલીસ કર્મી ફરજ નિભાવશે. 12 Dysp, 22 PI , 123 PSI, SRPની 2 ટીમ ,1029 પોલીસ, GRD સહીતના પોલીસ કર્મી ફરજ બજાવશે.
468 સીસીટીવી કેમેરાથી શહેરમાં અને 51 કેમેરાથી ભવનાથમાં સતત નજર રખાશે. મેળામાં કોઈ આગની ઘટના ન બને તે માટે 3 ફાયર સ્ટેશન ઊભા કરાશે. મનપા ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલાઇઝ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે
ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ આવતીકાલ 20મી ફેબ્રુઆરીના રોજ ચોથીવાર ગુજરાતનું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. આવતીકાલ 20 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ બપોરે 12 વાગે વિધાનસભાના બજેટ સત્રની બેઠકનો પ્રારંભ થશે. પ્રશ્નોત્તરી કાળથી બેઠકનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, ગૃહ, મહેસુલ, શહેરી વિકાસ સહીતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત રમત ગમત યુવા અને સાંસ્કૃતિ વિભાગ, વાહનવ્યવહાર સહીતના વિભાગોના પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકાશે. તેમજ અનુમતિ મળેલા વિધેયકો પણ મેજ પર મુકવામાં આવશે. વર્ષ 2024-2025ના ખર્ચના પૂરક પત્રક રજૂ થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ અંદાજ પત્ર રજૂ કરશે. વર્ષ 2025-2026 નું અંદાજપત્ર રજૂ કરશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ. નાણાં મંત્રી કનુ દેસાઈ ચોથી વખત રજૂ કરશે બજેટ.
રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ લીક થવાનો મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસની ટીમે મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ પ્રજ્વલ તૈલીની લાતુરથી ધપકડ કરી છે. રાજેન્દ્ર પાટીલ સાંગલીનો રહેવાસી છે. તે ટેલિગ્રામ ચેનલમાં કોઈ વીડિયો ક્લિપ માંગે તો તે પૈસાથી આપતો હતો. ચંદ્રપ્રકાશ ફૂલચંદ પણ ટેલિગ્રામ લિન્ક ચલાવતો હતો. જે પ્રયાગરાજથી ચેનલ ઓપરેટ કરતો હતો. મુખ્ય આરોપી રોમાનિયા અને એટલાન્ટા દેશોના હેકર્સના સંપર્કમાં છે. આરોપીઓએ ફક્ત રાજકોટ જ નહીં પણ દેશના અલગ અલગ હોસ્પિટલના સીસીટીવી પણ હેક કર્યા છે.
આવતીકાલે આરોપી આવશે ત્યારે વધુ પૂછપરછ કરવામાં આવશે. કયા કયા થી પેમેન્ટ મળ્યું છે તેની તપાસ કરવમાં આવી રહ્યા છે. આ ગ્રુપ છેલ્લા એક વર્ષથી કાર્યવાહી કરતું હતું. અત્યાર સુધી તપાસમાં હોસ્પિટલના કોઈ સ્ટાફની સંડોવણી સામે આવી નથી. આરોપીઓને upi ટ્રાન્ઝેક્શનથી મોટી રકમ મળી છે. હોસ્પિટલ્સ સહિતના એક વીડિયોના અંદાજે 2000 રૂપિયા મેળવતા હતા. મુખ્ય આરોપી પ્રજ્વલ હેકર્સના સંપર્કમાં હતો. સી.પી.મોનડા ગ્રુપમાં પ્રયાગરાજના વીડિયો અપલોડ થયા હતા. મુખ્ય આરોપી પ્રજ્વલ તૈલી 12 પાસ છે , વ્રજ પાટીલ 12 પાસ છે અને ચંદ્રપ્રકાશ ફુલચંદ પીટીસી પાસ છે.
પાયલ હોસ્પિટલમાં હેકિંગ માટે નવેમ્બર મહિનાથી હેકર્સ પ્રયાસ કરતા હતા. હેકર્સ ને ફેબ્રુઆરીમાં સીસીટીવી હેક કરવામાં સફળતા મળી હતી.
ખ્યાતિ કાંડ મામલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મેડીકલ કાઉન્સિલની મીટીંગમાં ખ્યાતિ હોસ્પિટલના બે ડોકટરના લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ખ્યાતી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ કાંડ સાથે સંકળાયેલ ડો. સંજય મુળજીભાઈ પટોળીયાનું M.B.B.S. અને M.S. (Surgery) નું લાયસન્સ 03 વર્ષ સસ્પેન્ડ કરાયું છે. જ્યારે ડો. શૈલેષકુમાર અમૃતલાલ આનંદનું M.B.B.S. અને D.C.M. નું લાયસન્સ 03 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 7 સભ્યોની કમિટીનો રીપોર્ટ ના આધારે લેવાયો નિર્ણય. ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ, 1967ના સેક્શન 22(1) (બી) (આઈ) હેઠળ પગલાં લેવાયા છે. આ બન્ને ડોકટરોને તેમના લાયસન્સ ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં સરેન્ડર કરી દેવા માટે આદેશ કરાયો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડના બે બેટ્સમેનોએ સદી ફટકારી પાકિસ્તાની બોલરોને ધોઈ નાખ્યા હતા. ઓપનર વિલ યંગ બાદ કેપ્ટન ટોમ લાથમે સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 320 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા 321 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યંગ અને લાથમની સદી સિવાય ગ્લેન ફિલિપ્સે 39 બોલમાં 61 રન ફટકાર્યા હતા. નસીમ શાહ અને હરિસ રઉફને બે-બે વિકેટ મળી હતી, જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 68 રન આપ્યા હતા ને એકપણ વિકેટ લઈ શક્યો ન હતો.
ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર અવારનવાર ટેકાના ભાવે અનાજ કઠોળ કપાસની ખરીદી કરતી આવી છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. આ માટે તા.૦9 માર્ચ 2025 સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ત્યાર બાદ વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી આગામી તા.14 માર્ચ 2025ના રોજથી કરવામાં આવશે, જેનો રાજ્યના ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2024-25માં ચણાના પાક માટે રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂ. 5950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ, ગીર સોમનાથ કલેક્ટર પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે, મહમંદ ગઝનીની માફક તેઓ આ પંથકને લૂંટવા આવ્યા છે. દિનુ બોધા સોલંકીએ, ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર સમક્ષ ભ્રષ્ટાચાર મામલે સીબીઆઇ અને એસીબી તપાસની કરવાની માંગણી કરી હતી. જૂનાગઢના પૂર્વ સાંસદે જિલ્લા કલેકટર પર લગાવેલા ભ્રષ્ટાચારના આક્ષેપથી સમગ્ર સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓમાં સોપો પડી જવા પામ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જ મેચમાં પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડના ઓપનર વિલ યંગે સદી ફટકારી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સદી ફટકારનાર યંગ પહેલો બેટ્સમેન છે. હજી ટુર્નામેન્ટની શરૂઆત જ છે અને આ પહેલી જ મેચ છે. એવામાં આગામી દિવસોમાં અન્ય બેટ્સમેનો પણ સદી ફટકારશે એવી પૂરી શક્યતા છે. વિલ યંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો ચોથો બેટ્સમેન બન્યો છે. વિલ યંગ પહેલા કેન વિલિયમસન, ક્રિસ કેર્ન્સ અને નાથન એસ્ટલ ન્યુઝીલેન્ડ તરફથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારી ચૂક્યા છે.
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયની લિફ્ટમાં ઓવર લોડને કારણે નેતાઓ ફસાઈ જવા પામ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલયમાં, નગરપાલિકામાં વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. સન્માન સમારોહમાં પહોચતા ઉમેદવારો કાર્યાલયની લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ગત વર્ષે જ ભાજપ કાર્યાલય વંદે કમલમનું લોકાર્પણ કરાયું હતું. કોયલી, નંદેસરીના પેટ ચૂંટણીના વિજેતા સભ્યો, કરજણ નગરપાલિકાના જીતેલા 19 સભ્યો કાર્યાલય પહોચ્યા હતા. 8 થી વધુ સભ્યો એક લિફ્ટમાં હોવાના કારણે ઓવરલોડ થઈ જતા લિફ્ટ અધવચ્ચે જ અટવાઈ જવા પામી હતી. લિફ્ટમાં ફસાયેલા ભાજપના નેતાઓને બહાર કાઢવા માટે ફાયરને બોલાવવાની ફરજ પડી હતી.
જામનગરમાં ત્રણ પદયાત્રી મહિલાઓના મોતનો આરોપી જોડિયા પોલીસના હાથે ઝડપાયો છે. બે દિવસ પૂર્વે કચ્છથી પદયાત્રાએ દ્વારકા જઈ રહેલ છ મહિલાઓને ટ્રેલરે અડફેટે લીધી હતી. જેમાં 3ના મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ મહિલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થઈ હતી. જોડીયાના બાલંભા નજીક 3 દિવસ પૂર્વે બન્યો હતો અકસ્માતનો બનાવ. કચ્છથી દ્વારકા તરફ 12 જેટલી મહિલા પદયાત્રીઓ જઈ રહ્યા હતા, તે સમયેટ્રેલરે 6 મહિલા પદયાત્રીઓને લીધા હતા અડફેટે.
સમગ્ર મામલે પોલીસે સીસીટીવી પરથી ટ્રેલર ચાલકનું પગેરું શોધ્યું હતું. પદયાત્રીઓને અડફેટે લઈ મૃત્યુ નિપજાવનારા ટ્રેલર ચાલકની મેઘપરથી પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પંકજ યાદવને જોડિયા પોલીસે દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લીના મેઘરજના માળકંપા ગામે ખેતરમાં ભમરાનું ઝુંડ ત્રાટક્યું છે. ખેતરમાં કામ કરતા બે ખેડૂતોને ભમરાઓએ ઠેર ઠેર ડંખ માર્યાં હતા. બંને ખેડૂતોને ભમરા ડંખના ઝેરની અસર થતાં બેહોશ થઈ જવા પામ્યા હતા. ખેડૂતોને ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.
મહેસાણાના બહુચરાજીની સરકારી શાળામાં નશાખોર દારૂડિયાઓનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. શાળાના આચાર્યએ પોલીસ અને સંબંધિત વિભાગને લેખિત રજૂઆત કરી છે. બહુચરાજીની પ્રાથમિક કુમાર શાળાની પરેશાની અંગે પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, રાતના સમયે દારૂની મહેફિલ થતી હોવાને લઈ શિક્ષકો પરેશાન છે.
મુખ્ય શિક્ષક દ્વારા પોલીસ અને શિક્ષણ વિભાગને પત્ર લખી કરી રજૂઆત. શાળાના મેદાનમાં અજાણ્યા શખ્શો કેફી પીણું પીતા હોવાની હકીકત સામે આવી છે. રાત્રે શાળાના મેદાનમાં વ્યસન કરી બોટલો ફેંકી દેવાય છે. તાલુકા શિક્ષણ અધિકારી એ પણ આ મુદ્દે પોલીસ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.
ગાંધીનગર કોકેઈન સાથે ઝડપાયેલી નાઇજિરિયન મહિલા 7 દિવસના રિમાન્ડ કોર્ટે મજૂર કર્યાં છે. નાઈજીરીયાથી કોકેઇન ડ્રગ્સના જથ્થા સાથે વિદેશી મહિલાની SMC એ, બે દિવસ પૂર્વે ધરપકડ કરી હતી. નવસારીથી સુરત વચ્ચે ડ્રગ્સ સપ્લાય કરવાના રેકેટનો smc એ પર્દાફાશ કર્યો છે. નાઇજીરીયાથી આવેલી મહિલા પાસેથી 1 કરોડ 49 લાખનું કોકેઇન ડ્રગ્સ જપ્ત કરાયું હતું. SMC એ પાસપોર્ટ પણ જપ્ત કર્યો હતો. કોર્ટમાં આરોપી મહિલાને રજૂ કરી 7 દિવસ ના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રિમાન્ડ દરમ્યાન SMC આ આખાય રેકેટ અંગે વધુ માહિતી બહાર લાવવા તપાસ હાથ ધરશે.
રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયા બાદ, ભાયાવદરના પી.આઈ. બીડી મજીઠીયા અને ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના કેરાળા ગામમાં રાજકોટ ગ્રામ્ય LCB એ 14 લાખનો વિદેશી દારૂ પકડ્યો હતો. રાજકોટ ગ્રામ્ય LCB એ બાતમીને આધારે પકડી પાડ્યો હતો વિદેશી દારૂ.
12 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ગ્રામ્ય LCB એ કેરાળા ગામમાંથી પકડ્યો હતો 14 લાખ રૂપિયાની રકમનો વિદેશી દારૂ
ફરજમાં બેદરકારી બદલ ભાયાવદરના પી.આઈ. બીડી મજીઠીયા સહિત ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે કર્યા સસ્પેન્ડ. ફરજમાં બેદરકારી બદલ કર્યા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં વિરમગામથી આવેલા ખેડૂતોએ ડાંગર ખરીદી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોચ્યા હતા. વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે જ ડાંગર પકવતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ડાંગર પકવતા ખેડૂતો વિધાનસભા ગેટ પર વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. વિરમગામમા તા.20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર-2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીમાં રૂ.3.76 કરોડનું કૌભાંડ થયું હતું. તમામ વિરોધકર્તા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. ધારાસભ્ય હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હાર્દિક પટેલ હાય હાય ના નારા પણ લગાવ્યા હતા. ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ સાથે ખેડૂતો ભારે વિરોધ કર્યો હતો.
જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં ભાજપ, બીએસપીની મદદથી સત્તાના સૂત્રો સંભાળશે. માંગરોળ નપામાં BSP એ ભાજપને સમર્થન આપ્યું છે. BSPમાંથી ચૂંટાયેલા અબ્દુલલા મિયાં સૈયદ, મહમદ મુસા હાજીબા, શબાના રાઠોડ અને શકિના સર્વદીએ ભાજપને સમર્થન આપ્યું છે. માંગરોળ નપામાં કુલ 36 બેઠકનો સમાવેશ થાય છે. જેમા ભાજપ 15, કોંગ્રેસ 15,અન્ય 1,, આપ 1 અને બસપાને 4 બેઠક મળેલ છે. હવે 25 વર્ષ બાદ માંગરોળ નગર પાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 8 વર્ષ પછી થઈ રહ્યું છે. તેની પહેલો મેચ યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો કરાચીના નેશનલ બેંક સ્ટેડિયમમાં આમને-સામને છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે ન્યુઝીલેન્ડની ટીમ પહેલા બેટિંગ કરશે.
પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
રાજકોટઃ LCBએ દારૂનો જથ્થો ઝડ્પાયા બાદ PIને સસ્પેન્ડ કરાયો છે. ફરજમાં બેદરકારી બદલ ભાયાવદરના PI સસ્પેન્ડ થયા છે. PI સહિત અન્ય 3 પોલીસકર્મીઓ પણ સસ્પેન્ડ થયા છે. કેરાળા ગામમાં 14 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.
ભાવનગરઃ સતત બીજા દિવસે IT વિભાગના સામુહિક દરોડાની કામગીરી યથાવત્ છે. ભાજપ શહેર પૂર્વ પ્રમુખ ગીરીશ શાહને ત્યાં દરોડા પાડ્યા છે. સુમેરું બિલ્ડકોન પેઢીના માલિક છે ગીરીશ શાહ.
ગીરીશ શાહની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા છે. ભાજપ અગ્રણી, બિલ્ડરો, જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
પાટણઃ અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો છે. હથિયારો સાથે અસામાજિક તત્વો પાર્લરમાં ઘૂસ્યા હતા. બેખોફ અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પાર્લર પર હાજર કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. છરી અને ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો. પોલીસ ફરિયાદ બાદ પણ પોલીસ કાર્યવાહી ન થતાં રોષ ફેલાયો છે. B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ઈજાગ્રસ્ત પાર્લર કર્મચારી સારવાર હેઠળ છે.
સુરેન્દ્રનગર: ગાંધીનગર SMCની રેડ દરમિયાન પોલીસ ઊંઘતી ઝડપાઈ. જિલ્લા પંચાયત નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો. 3.28 લાખની કિંમતની 1 હજાર 51 દારૂની બોટલો જપ્ત કરાઈ. દારૂનો ધંધો કરનારા બે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો. મુખ્ય આરોપી અને મકાન ભાડે રાખનારા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી થશે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ થઇ ગયુ છે. રાજ્યભરમાં સસ્તા અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. દર મહિને સર્વરમાં અનેક વખત ટેક્નિકલ ખામી આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. કરોડોના ખર્ચ બાદ પણ ઓનલાઈન સર્વરના ધાંધિયા યથાવત્ છે. સંકલન સમિતિમાં ધારાસભ્યો દ્વારા નિવારણની રજૂઆત છતાં નિરાકરણ નહીં.
આજે દિલ્લીના મુખ્યપ્રધાનના નામની જાહેરાત થશે. પ્રદેશ કાર્યાલયમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. મુખ્યપ્રધાન ચૂંટાયેલા ધારાસભ્યમાંથી એક હોવાની ચર્ચા છે. પાર્ટીએ 15 ધારાસભ્યના નામ જાહેર કર્યા છે. જેમાંથી 9 નામ શોર્ટલિસ્ટ કરાયા છે. બેઠકમાં કેબિનેટ મંત્રીઓના નામની પણ જાહેરાત થઈ શકે. આવતીકાલે રામલીલા મેદાનમાં શપથ સમારોહ યોજાશે. તૈયારીઓની જવાબદારી પાર્ટીના મહાસચિવોને સોંપાઈ.
ભરૂચઃ જ્વેલરી શોપમાં તસ્કરો ત્રાટક્યા છે. આમોદ ઈખર ગામે જ્વેલરી શોપમાં ચોરી થઈ. હર્ષ જવેલર્સ નામની જવેલરી શોપમાં ચોરી થઈ. તસ્કરોએ રૂ.3.96 લાખના માલમત્તાની ચોરી કરી. આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
વડોદરાઃ વાઘોડિયામાં સટ્ટો રમાડતા 5 બુકી ઝડપાયા છે. કોટંબી સ્ટેડિયમમાં વુમન પ્રિમિયર લીગની મેચમાં સટ્ટો રમાડ્યો. રાજસ્થાન અને કોલકાતાથી આવેલા 5 બુકીને પોલીસે પકડ્યા છે. ચાલુ મેચે મોબાઈલમાં જુદી જુદી એપ્લિકેશનમાં સટ્ટો રમાડતા હતા. જરોદ પોલીસે પાંચેય બુકીને સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપી પાડ્યા. બુકી પાસેથી 15 મોબાઈલ, રોકડ સહિત 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
રાજકોટઃ જસદણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જસદણ બાયપાસ માનસી ફાર્મ હાઉસ નજીક અકસ્માત થયો. રોડ ક્રોસ કરતાં દંપતીને કાર ચાલકે અડફેટે લીધી. અકસ્માતમાં વૃદ્ધ પતિ-પત્નીનું મોત થયું છે. પતિનું ઘટનાસ્થળે, પત્નીનું સારવાર દરમિયાન મોત થયુ છે. કારચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. કારચાલક પૂરપાટ ઝડપે હોવાનો સ્થાનિકોનો દાવો છે. પોલીસે CCTV ચકાસી કારચાલકને પકડવાની તજવીજ હાથ ધરી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો રમતી જોવા મળશે, જેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમોનો સમાવેશ થાય છે. આ 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમોનો સમાવેશ થાય છે. જ્યારે, ગ્રુપ B માં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોનો સમાવેશ થાય છે. બધી ટીમો ગ્રુપ સ્ટેજમાં એક વખત પોતાના ગ્રુપની ટીમો સામે રમશે અને ત્યારબાદ બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
આજે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બપોરે 12 વાગ્યે મળશે. રાજ્યપાલ ના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થશે. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ,કડીના એમ.એલ.એ સ્વ કરસન સોલંકી સહીત પૂર્વ ધારાસભ્યોને શ્રધાંજલિ આપશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 8 વર્ષ પછી પરત ફરવા જઈ રહી છે. 8 ટીમો વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલશે, જ્યાં ચાહકોને ભારત-પાકિસ્તાન મેચ સહિત 15 શાનદાર મેચ જોવા મળશે.
Published On - 7:18 am, Wed, 19 February 25