આજે 15 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગોતા ઓવરબ્રિજ પાસે અકસ્માતમાં 2 મોત થયા છે. ગોતા ઓવરબ્રિજથી વૈષ્ણો દેવી તરફ જતા સમયે નડ્યો અકસ્માત. ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રકની અડફેટે આવતા 2 લોકોના મોત થયા છે. બાઇક સવાર નરપતભાઈ ડાંફી અને સુશીલકુમાર પ્રસાદનું મોત થયુ હતુ. રેપિડો ચાલક અને રેપિડો બુક કરાવનારનું થયું મોત. ટ્રક ચાલક વિમલ ડોડિયાની પોલીસે કરી અટકાયત.
વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપને મોટી સફળતા મળી છે. ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવામાં અંતિમ દિવસે 40 ઉમેદવારો થયા બિનહરીફ.
જિલ્લા પંચાયતના 04, તાલુકા પંચાયતના 19 અને નગર પાલિકાના 17 ઉમેદવારો થયા બિનહરીફ.
ગોંડલ નગરપાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉમેદવારોને બિનહરીફ કરવામાં જયરાજસિંહ જાડેજાએ પાડ્યો મોટો ખેલ પાડયો હોવાનું કહેવાય છે. 12 ઉમેદવારોના ટેકેદારો ખસી ગયા, 11 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચીને ભાજપને ટેકો જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીના માત્ર બે ઉમેદવારો જ ગોંડલ નગરપાલિકામાં ચૂંટણી લડી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 938 ફોર્મ પરત ખેચાયા. મહાનગરપાલિકામાં 70 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેચ્યા. નગરપાલિકાના 188 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. જિલ્લા પંચાયતમાં 141 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. તાલુકા પંચાયતમાં 535 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યા.
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ અંગે અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મધ્યસ્થીઓના હવાલાથી સામે આવી રહેલા અહેવાલ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ વધુ લંબાવવા માટે સહમત થયા છે. બંને દેશો યુદ્ધવિરામ લંબાવવા સહમત થયા છે. આગામી 22 એપ્રિલ પછી પણ યુદ્ધવિરામ લંબાવવા માટે બંને દેશો વચ્ચે સહમતી થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત ગત 28 માર્ચે કરવામાં આવી હતી.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થલતેજ વોર્ડમાંથી ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર. થલતેજ વોર્ડથી પ્રથમ બિનહરીફ જાહેર થયા ભાજપ ઉમેદવાર રિટાબહેન ઠાકોર.સત્તાવાર ચૂંટણી અધિકારીએ બિન હરીફનું આપ્યુ પ્રમાણપત્ર. કોંગ્રેસ ઉમેદવાર રમીલબહેન ઠાકોરે પરત ખેંચી હતી ઉમેદવારી.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આગની ઘટના. આગ લાગતા ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો છે. ગોત્રી વિસ્તારમાં આવેલી ઇસ્કોન હાઇટ્સમાં લાગી આગ. આગ ની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મેજર કોલ જાહેર કરાયો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2026 માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાઓના પરિણામો સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ વર્ષે, ધોરણ 12ના પરિણામો પહેલા ધોરણ 10ના બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષથી, CBSE ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ માટે બીજી પરીક્ષા પણ લેશે.
ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે યોજવાની હતી ચૂંટણી. ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તમામ પક્ષોના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની ગુજરાતમાં પ્રથમ ઘટના હોવાનું સ્થાનિકોમાં કહેવાઈ રહ્યું છે. ફાગવેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચિખલોડ બેઠકના ચારેય ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા. ચિખલોડ બેઠકના ભાજપ કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા. ચિખલોડ ગામ કપડવંજમાંથી ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા કરાયો હતો વિરોધ. ચિખલોડ ગામને અગાઉ પણ કપડવંજ તાલુકામાં યથાવત રાખવા માટે ગ્રામજનોએ ઉપવાસ આંદોલન કર્યું હતું.
મહેસાણાના વિજાપુર તાલુકા પંચાયતની અત્યાર સુધી 3 સીટ બિનહરીફ થઈ છે. વિજાપુર તાલુકા પંચાયતની કુલ 37 બેઠક છે. રણસીપુર, ડાભલા, દગાવાડિયા ત્રણ સીટ બિનહરીફ જાહેર થઈ છે. ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવાર થયા બિન હરીફ. કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બિન હરીફ.
મહેસાણા જિલ્લા પંચાયતની 42 બેઠકો છે. જેમાંથી પ્રથમ સીટ કહોડા બાદ હવે ખેરવા સીટ પર પણ ભાજપ બિન હરીફ થયું છે. અગાઉ કહોડા સીટ ભાજપ ના ઉમેદવાર ભરતજી ભવાનજી ઠાકોર થયા છે બિનહરીફ. આજે ખેરવા બેઠકમાંથી ભાજપના ઉમેદવાર રોહિત પટેલ થયા બિન હરીફ. કોગ્રેસ અને અપક્ષ બન્ને ઉમેદવારોએ, તેમના ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપના ફાળે ગઈ છે બેઠક. મહેસાણા જિલ્લા પંચાયતની 42 માંથી 2 સીટો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે.
ગાંધીનગર જિલ્લાના માણસા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે, જેમાં જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો તેમજ તાલુકા પંચાયતની પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. માહિતી મુજબ, તાલુકા પંચાયતની વધુ બે થી ત્રણ બેઠકો પણ બિનહરીફ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિપક્ષના કેટલાક ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હોવાનું જાણવા મળે છે. ઉમેદવારો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમણે સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે. ફોર્મ પરત ખેંચાયા બાદ માણસા વિસ્તારમાં કુલ 45 ટકા બેઠકો બિનહરીફ જાહેર થવાથી ચૂંટણી સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવે તેવા એંધાણ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 19 અને 20 એપ્રિલે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં 19 એપ્રિલે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની વકી છે .આગામી ચાર દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય પરંતુ ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.
અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં કુલ ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. AIMIMના બે ઉમેદવાર પઠાણ અસફાક ખાન અને કરિશ્મા કુરેશી તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર શહેઝાદ પટણી એ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. માહિતી મુજબ, આ ત્રણેય ઉમેદવારોએ કોંગ્રેસના સમર્થનમાં ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમનો દાવો છે કે તેમની ઉમેદવારીથી ભાજપને રાજકીય રીતે લાભ મળી શકે તેમ હતો, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો. અંતે ત્રણેય ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે દાણીલીમડા વોર્ડમાં ચૂંટણી સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે.
રાજકોટના વોર્ડ નં-15માં ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખા મોરવાડિયા એ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતા આ વોર્ડમાં આ પગલાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી દ્વારા આ રાજકીય ચાલ ચલાવવામાં આવી હોવાની ચર્ચા છે. AAP ઉમેદવારના મેદાનમાંથી બહાર થતા હવે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જામશે. ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા સામે ભાજપ વધુ જોરશોરથી ચૂંટણી મેદાને ઉતરશે, જેના કારણે વોર્ડ નં-15માં કડક રાજકીય ટક્કર જોવા મળવાની શક્યતા છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયતમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે, જ્યાં કામરેજ-૨ બેઠક પર ભાજપના ઉમેદવાર Bharat Samla એ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. ગુજરાતમાં ભાજપના કોઈ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાની આ પહેલી ઘટના ગણાઈ રહી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ભરત સામળા, જે મૂળ ગીર ગઢડાના રહેવાસી છે, તેમને ભાજપે આ બેઠક માટે ટિકિટ આપી હતી. માહિતી મુજબ, આદિવાસી સમાજ દ્વારા ભારે દબાણ બનાવવામાં આવ્યું હતું અને સમાજના હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી આપતા સ્થિતિ વધુ તંગ બની હતી. આ પરિસ્થિતિમાં અંતે ભાજપે ઝૂકી ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચાવવાનું નક્કી કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં રાજકીય હડકંપ મચી ગયો છે, ખાસ કરીને Prafull Pansuriya ના મત વિસ્તારમાં આવી સ્થિતિ ઉભી થતા પક્ષની અંદર પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
વલસાડમાં આવેલી સર્વોત્તમ હોટેલ અંગે ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક ગ્રાહકે ખરીદેલા ભીંડાના શાકમાંથી ઈયળ નીકળ્યાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાને કારણે સ્થાનિક સ્તરે ચકચાર મચી છે અને હોટેલની સફાઈ તેમજ જમવાની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. ગ્રાહકે આ મામલે હોટેલ મેનેજમેન્ટને ફરિયાદ નોંધાવી છે અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. સાથે જ, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે Food and Drugs Control Administration Gujarat દ્વારા કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.
કચ્છના કંડલા બંદર પર LPG ટેન્કર જહાજ Jag Vikram સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને હોર્મુઝ જળસંધિમાં પડકારજનક સ્થિતિ વચ્ચે આ જહાજે 20,400 મેટ્રિક ટન LPG સાથે સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કરી છે. આ જહાજ કંડલા પોર્ટ Kandla Port પર પહોંચનાર એવા પ્રથમ ભારતીય જહાજોમાંથી એક ગણાય છે, જે હોર્મુઝ પાર કરીને આવ્યું છે. ટૂંક સમયમાં બંદરે LPG અનલોડિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેના કારણે દેશમાં LPG પુરવઠાની સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે અને ઊર્જા સુરક્ષાને રાહત મળશે.
સમ્રાટ ચૌધરીએ બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જેડીયુના વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ પણ શપથ લેશે. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા બિહારના મુખ્યમંત્રી બન્યા હોય તેવી આ પહેલી ઘટના છે.
વડોદરામાં વોર્ડ 11માંથી કોંગ્રેસે ટિકિટ આપેલા ઉમેદવાર કનુ પ્રજાપતિ સંપર્ક વિહોણા બન્યા હોવાની ઘટના સામે આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શહેર પ્રમુખે પણ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચી લેવાય તેવી ભીતિ વ્યક્ત કરી છે. કોંગ્રેસી નેતાઓનું અનુમાન છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને પક્ષવિરોધી બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ વચ્ચે કોંગ્રેસના નેતાઓ ઉમેદવારને શોધવા માટે મામલતદાર પશ્ચિમની કચેરીએ પહોંચ્યા હતા, જોકે હજુ સુધી તેમની કોઈ પત્તો મળી શક્યો નથી.
રાજકોટના ધોરાજી વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકારી તંત્ર, પોલીસ અને ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ભાજપની ટીકા દરમિયાન મર્યાદા ભૂલતા ચૂંટણી પંચને ‘પાળતુ શ્વાન’ તરીકે સંબોધન કર્યું હોવાનું સામે આવ્યું છે. વસોયાનો આરોપ છે કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કાર્ય કરી રહ્યું છે અને હારના ભયથી ભાજપ પોલીસ તંત્રનો ઉપયોગ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહ્યું છે. તેમણે વધુમાં ભાજપ દ્વારા હરીફ ઉમેદવારોને લાખો રૂપિયાની લાલચ આપવામાં આવી રહી હોવાનો પણ દાવો કર્યો છે તેમજ સત્તા મેળવવા માટે બૂટલેગરો અને ભૂમાફિયાઓને મેદાને ઉતારવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
સુરતમાં કતારગામ વિસ્તારમાં નવા બની રહેલા બાંધકામને અટકાવી મિલકત હડપ કરી લેવાની ધમકી આપવાના મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રશાંતે સોસાયટીના લેટરપેડનો દુરુપયોગ કરી વેપારીઓ સામે ખોટી અરજી કરી હતી, જેના આધારે SMC દ્વારા બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. બાદમાં આરોપીએ વચેટિયા મારફતે બાંધકામ ફરી શરૂ કરવા માટે 20 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
જૂનાગઢમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉનમાંથી દારૂ ઝડપાતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. ઓસા બેઠકના તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા નીલેશ માલમના ગોડાઉનમાંથી પોલીસે 96 બોટલ દારૂ જપ્ત કર્યો છે. ઘટનાને પગલે પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તેમને ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે આ ઘટના સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.
વિસનગર તાલુકાના વાલમ ગામે યોજાયેલા ‘હાથીયા મહોત્સવ’ દરમિયાન બળદ જોડવાના વારા મુદ્દે બે જૂથ વચ્ચે તણાવ ઊભો થઈ અથડામણ સર્જાઈ હતી. આ ઘટના દરમિયાન બંને પક્ષ વચ્ચે ચપ્પુ અને લાકડી જેવા હથિયારો વડે સામસામે હુમલા થયા હોવાનું સામે આવ્યું છે. અથડામણ બાદ બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાહેરનામાના ભંગ બદલ ચારથી વધુ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ આ જ મુદ્દે બંને પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હતો, જે બાદ પરિસ્થિતિ વધુ તંગ બની હતી.
નીતિગત મતભેદો વચ્ચે, જેડી વેન્સે પોપ લીઓ XIV ની શાંતિ માટેની હિમાયતની પ્રશંસા કરી છે.
JD Vance praises Pope Leo XIV’s peace advocacy amid policy differences
Read @ANI Story | https://t.co/Ror7eGGgcA#US #JDVance #PopeLeoXIV pic.twitter.com/dYK47O6iqN
— ANI Digital (@ani_digital) April 15, 2026
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને તેમના કાકા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસની મુલાકાત લીધી, જેઓ પટણાની સાઈ હોસ્પિટલમાં દાખલ છે. ચિરાગ પાસવાને ટ્વીટ કર્યું, “મારા વાલી, મારા કાકા, શ્રી પશુપતિ કુમાર પારસ, આજે સવારથી બીમાર છે. હું તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા અને યોગ્ય સારવાર માટે જરૂરી માર્ગદર્શન આપવા માટે પટણાની હોસ્પિટલ ગયો હતો.”
#WATCH | Patna, Bihar: Union Minister Chirag Paswan met his uncle, former Union Minister Pashupati Kumar Paras, who is admitted to Sai Hospital in Patna. (14.04)
Chirag Paswan tweeted, “My guardian, my uncle, Mr Pashupati Kumar Paras, has been unwell since this morning. I… pic.twitter.com/CvguKzsupp
— ANI (@ANI) April 15, 2026
લોકશાહીમાં એક-એક મતનું મહત્વ હોય છે. ભૂતકાળમાં અનેક એવા કિસ્સા છે જ્યાં એક વોટે ઉમેદવારનું ભાવી નક્કી કર્યું છે. ત્યારે ગીર સોમનાથમાં એક વોટિંગ બુથ એવું પણ છે જ્યાં માત્ર એક વોટ માટે આખી વ્યવસ્થા ગોઢવવામાં આવે છે. ગીરગઢડા તાલુકાના જામવાળા ગામથી 20 કિલોમીટર જંગલ વિસ્તારમાં વર્ષો જૂનું બાણેજ મહાદેવનું મંદિર છે. જ્યાંના મહંત હરિદાસ બાપુ બાણેજ બુથ ના એક માત્ર મતદાતા છે. જેના માટે મતદાન મથક ઊભું કરવામાં આવશે. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર સહિતનો આખો સ્ટાફ બંદોબસ્તમાં લાગશે. આખા બુથ પર એક માત્ર મત હોવાના કારણ મત ગણતરી વખતે મત ગુપ્ત રહેતો નથી,પરંતુ મતાધિકારનું મહત્વ સમજી એક મત માટે આખું બુથ ઉભું કરવા બદલ હરિદાસ બાપુએ ચૂંટણીપંચનો આભાર વ્યક્ત કર્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં આવતા દિવસોમાં ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને 20થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ-પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ આશરે 40થી 50 કિ.મી પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, 26 એપ્રિલ બાદ ફરીથી ગરમીમાં વધારો થવાનો અંદાજ છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
Published On - 7:17 am, Wed, 15 April 26