
આજે 13 જુલાઈને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
પેરિસમાં લા સીન મ્યુઝિકલમાં PMએ સંબોધન કર્યું. તેમણે કહ્યું ફ્રાન્સની ફીફામાં જીતને ભારતે ઉજવી હતી. જોકે હું અહીં આવ્યો એટલે મને ઘર જેવું લાગ્યું. અહીંના દ્રશ્યો અદભૂત છે. ત્યાના લોકોને સંબોધતા કહ્યું તમને મળવાનો અવસર આપવા બદલ આભાર માનું છું. ભારતીયો દરેક જગ્યાએ મિની ઈન્ડિયા બનાવી લે છે તેવું તેને જણાવ્યુ. જોકે ફ્રાન્સની આ મુલાકાત મારા માટે વિશેષ છે તેવું PM એ પોતાના નિવેદનમાં જણાવ્યુ.
ધારીના મોરજર નજીક ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ પડતાની સાથે 2 વીજપોલ મુખ્ય માર્ગ પર ઢળી પડ્યા છે. 11 કે.વી.ના બે વીજપોલ સ્ટેટ હાઇવે પર પડતાં વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. PGVCL તંત્ર દ્વારા વીજળી બંધ કરીને વીજપોલ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
PM નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહને ફોન પર દિલ્હીમાં પૂરની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. આગામી 24 કલાકમાં દિલ્હીમાં પૂરની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. વડાપ્રધાને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે પણ વાત કરી હતી. જણાવી દઈએ કે પીએમ મોદી ફ્રાંસના પ્રવાસે છે.
દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાત્રે 10 વાગ્યે પાણીનું સ્તર 208.63 મીટર નોંધાયું હતું, જ્યારે રાત્રે 9 વાગ્યે તે 208.65 મીટર હતું.
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી હુમલો થયો છે. ગગરાન વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ બિન-સ્થાનિક લોકો ઘાયલ થયા હતા.
મહેસાણામાં રાધનપુર વિસ્તારમાં ડોમિનોઝ, જય ભવાની , લાપીનોઝ સહિતના સ્ટોલ પર આરોગ્ય વિભાગના દરોડા. 30 જેટલા સ્ટોલ પર ચેકીંગ કરવામાં આવ્યું. 100 કરતા વધુ સેમ્પલને લેબોરેટરીમાં મોકલાયા. કલેક્ટરની ચૂચનાથી ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમની કાર્યવાહી.
આવતીકાલે ભારત ચંદ્રયાન 3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. લોન્ચિંગની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સફળ લોન્ચની પ્રાર્થના માટે ઈસરો વૈજ્ઞાનિકની એક ટીમ ચંદ્રયાન 3ના નાના મોડલને લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચી હતી. ચંદ્રયાન 3 બપોરે 2.35 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં NIAએ દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે પાડવામાં આવ્યા છે. NIAના દરોડા વિભિન્ન આતંકવાદી સંગઠનો માટે કરવામાં આવી રહેલ ફડિંગ મામલે પાડવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ પણ NIAએ દક્ષિણ કાશ્મીરના 5 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
શિંદે-ફડણવીસ-અજિત પવારના સંકલન માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં 12 સભ્યો છે. ત્રણેય પક્ષોના ચાર નેતાઓ સમિતિમાં સામેલ છે.
યુજીસીના અધ્યક્ષના જણાવ્યા અનુસાર CUET-UGના પરિણામો 17 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે.
મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો છે. ફોન કરનારે સીમા હૈદર અંગે ફોન કર્યો હતો. તેણે કહ્યું કે જો સીમા હૈદર પરત નહીં ફરે તો 26/11 જેવા આતંકવાદી હુમલા માટે તૈયાર રહો અને તેના માટે ઉત્તર પ્રદેશ સરકાર જવાબદાર છે.
નવસારીના વાંસીબોરસી ખાતે 1141 એકરમાં પી.એમ. મિત્ર પાર્ક નિર્માણ પામશે. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે ગુજરાતમાં પાર્ક નિર્માણ માટે એમ.ઓ.યુ. કરાયો. આ મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે સાથે જ ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. ગુજરાતમાં એક માત્ર નવસારીના વાંસીબોરસી ખાતે નિર્માણ પામનાર મિત્ર પાર્કથી 1 લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.
લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પુખ્તવયના પાત્રો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ માની શકાય નહીં. પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય તેવુ હાઈકોર્ટનું અવલોકન છે. લગ્નનું વચન આપ્યા બાદ લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય તેવું હાઈકોર્ટે જણાવ્યુ છે.
અમદાવાદ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે નવી પોલીસી જાહેર કરી છે. જેમાં ત્રણ વર્ષ માટે લાયસન્સ ફ્રી રૂપિયા 500 નક્કી કરવામાં આવી છે. તેમજ તેની બાદ રિન્યૂ માટે રૂપિયા 250 નક્કી કરવામાં આવી છે.
દિલ્હીમાં પૂરની સ્થિતિને જોતા 16 જુલાઈ સુધી શાળાઓ બંધ રહેશે. દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે આ અંગે આદેશ જારી કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે પેરિસ પહોંચી ગયા છે. લગભગ 8.30 વાગ્યે, વડા પ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિભોજન માટે એલિસી પેલેસ પહોંચશે.
બોટાદના બરવાળામાં રોડ પર પડેલા ખાડામાં 4 વર્ષીય બાળક ડૂબતાં મોત થયું છે. ચોકડી ગામે રોડ પર પાણી ભરેલા ખાડામાં બાળક ડૂબ્યો અને ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. ઘાટને લઈ બરવાળા મામલતદાર, TDOએ સ્થળની મુલાકાત લીધી.
છત્તીસગઢ સરકારના મંત્રી પ્રેમસાઈ સિંહે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવાયેલા મોહન મરકમને તેમની જગ્યાએ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.
શાળાની બાજુમાં ચાલી રહેલા સરકારી ઓડિટોરિયમના કન્સ્ટ્રકશન સાઇટના સ્થળે બાળકોને કરંટ લાગ્યો છે. જો કે આ ઘટનામાં બે બાળકો ગંભીર રીતે દાઝ્યા છે. જો કે આ બે બાળકો પૈકી એકની હાલત અતિ ગંભીર છે.
દિલ્હીમાં વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. રાજધાનીના લાલ કિલ્લા સુધી પૂરના પાણી પહોંચી ગયા છે.
ભાજપના કાર્યકરો અને આગેવાનો ગાંધી મેદાનથી વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પોલીસે પહેલા વોટર કેનનનો ઉપયોગ કરીને તેમને વિખેરી નાખ્યા હતા, પરંતુ તેમ છતાં ભાજપના કાર્યકરો વિધાનસભા તરફ આગળ વધ્યા ત્યારે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.
રૂપિયા 10 હજાર કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ IAS એસ.કે લાંગાની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. પૂર્વ IAS એસ.કે. લાંગાએ ધરપકડથી બચવા કોંગ્રેસના પૂર્વ પ્રધાનના ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો. કોંગ્રેસ નેતા બી.કે.ગઢવીના આબુના ફાર્મ હાઉસમાં પૂર્વ IAS એસ.કે.લાંગા સંતાયો હતો. ત્યારે લાંગાને આશરો આપનારાઓ સામે પણ ગુનો નોંધાઈ શકે છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
વિદેશની જેમ જ હવે ગુજરાતીઓ પણ એક શહેરથી બીજા શહેર જવા માટે એર ટેક્સીનો ઉપયોગ કરી શકશે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પર હવાઈ ટેક્સી શરુ થવા જઈ રહી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ ટેક્સી શરૂ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વધતા ઉડાન રિજનલ કનેક્ટિવિટીની યોજના હેઠળ ની પહેલ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હવે આગામી સમયમાં એર ટેક્સી શરુ થવા જઈ રહી છે. જેના પ્રથમ ફેઝમાં મુન્દ્રા સુધી સેવા પુરી પાડવામાં આવશે.
દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં ગેલેક્સી પ્લાઝામાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ભીષણ છે કે લોકો પોતાનો જીવ બચાવવા મોલમાંથી કૂદી પડ્યા હતા. સાથે જ અનેક લોકો દાઝી ગયા છે. એવી પણ માહિતી છે કે હજુ પણ ઘણા લોકો મોલની અંદર ફસાયેલા છે. મળતી માહિતી મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. આગ ત્રીજા માળે લાગી છે. આ મામલો બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગૌર સિટી વિસ્તારનો છે.
યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. હવે પાણી આઉટર રીંગરોડ થઈ સિવિલ લાઈન્સ તરફ જવા લાગ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરથી યમુનાનું પાણી લગભગ 500 મીટર સુધી પહોંચી ગયું છે.
હિમાચલ પ્રદેશના મંત્રી રોહિત ઠાકુરે જણાવ્યું છે કે, વરસાદને કારણે લગભગ 90 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે અનેક લોકોના મોત થયા છે. લગભગ 4,000 કરોડ રૂપિયાની સંપત્તિનો નાશ થયો છે. લગભગ 2,000 રસ્તાઓ બંધ છે.
Surat : વર્ષોથી કાગળ પ૨ ૨હેલા સુરતના (Surat)સુડાના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 17.324 કિમી લંબાઇના 45 મીટર પહોળાઇમાં સિક્સ લેનના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના કુલ 6 પેકેજોમાંથી 4 પેકેજોના કુલ 12.944 કિમી આઉટર રિંગ રોડનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીનું કહેવું છે કે વરસાદ અને પૂરના કારણે રાજ્યને હજારો કરોડનું નુકસાન થયું છે. 40,000 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 4000 વાહનોની સુરક્ષા કરવામાં આવી છે.
મહેસાણાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપ્યો સૌથી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી દોષિત જાહેર થયા છે. દૂધસાગર ડેરીના નિયામક મંડળના સભ્યો પણ દોષિત જાહેર કરાયા છે. તો 4 આરોપીઓને લાભ આપી નિર્દોષ જાહેર કરાયા છે.
કોંગ્રેસ નેતા કમલનાથનો મોબાઈલ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે અન્ય કોંગ્રેસી નેતાઓને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. જ્યારે શંકા ગઈ, ત્યારે આ રીતે પકડાયા હતા.
ભરત દેસાઈ 9 લોકોના સમુહમાં અમેરિકા જવા માટે નિકળ્યો હતો. જેની સાથે એજન્ટે 8 લોકોનો ભેટો કરાવ્યો હતો. જેમાં 2 મહિલાઓ સામેલ હતી. આ તમામ લોકોનો તેમના પરિવાર સાથે સંપર્ક થતો નહીં હોવાનું ફરિયાદીએ બતાવ્યું.
અગાઉ ગેનીબેન ઠાકોરે દારૂડિયાઓ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી અને દારૂના વેચાણ મામલે ગેનીબેને પોલીસ સામે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. ત્યારે તાજેતરમાં દારૂડીયાઓ સામે કાર્યવાહીનું નિવેદન આપનારા ગેનીબેનનો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
વરસાદને લઇને હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 4થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની (Rain) સંભાવના છે. 16, 17, 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા છે.
સુરતના ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે વાતાવરણ આહલાદક બન્યું છે. દેવધાત ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. દેવધાત ધોધ જંગલ વિસ્તારમાં અજાણા ખાડી પર આવેલો છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
વાવાઝોડાને કારણે ન ચઢાવી શકાયેલી ધજાને હવે ફરીથી શિખર પર ચઢાવામાં આવશે. ભારે પવનનાં કારણે લગભગ 15 જેટલી ધજા ચઢાવી શકાઈ ન હતી. આમ તો પરંપરા મુજબ દરરોજ જગત મંદિરનાં શિખર પર પાંચ ધજાજી ચઢાવવામાં આવે છે. પરંતુ હવેથી 6 ધ્વજા ચઢાવમાં આવશે. જગત મંદિર પર ધ્વજારોહણ માટે 2024 સુધી દાતાઓનું બુકિંગ ફુલ થઈ ગયુ છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
દાહોદના લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે. લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા હડફ નદીમાં નવા નીર આવ્યા છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
વડોદરા શહેર SOGએ રૂપિયા 2.91 લાખની કિંમતના હેરોઇનના જથ્થા સાથે બે વ્યક્તિઓની અટકાયત કરી છે. બે આરોપીઓ પૈકી એક સંદીપ રંધાવા ભૂતકાળમાં પણ ઝડપાઇ ચુક્યો હોવાની માહિતી સામે આવી છે.
રાજધાની દિલ્હીમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. યમુના કિનારે રહેતા લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોના અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા છે. લોકોએ પોતાના ઘર ખાલી કરવા પડ્યા છે. કાશ્મીરી ગેટ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. લોહા પુલની આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. લોકોની સુરક્ષા માટે NDRFની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
#WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c
— ANI (@ANI) July 13, 2023
(credit Source : @ANI)
હવામાન વિભાગે ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, અમરેલી, દાહોદ, છોટા ઉદેપુર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, બનાસકાંઠા, જુનાગઢ, પાટણ, તાપી, ગીર સોમનાથ, દીવ અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાંસના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમની આ બે દિવસીય મુલાકાત છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તેમને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. પીએમની બે દિવસીય મુલાકાત ઘણી ખાસ રહેવાની છે. આ દરમિયાન તેઓ નેવી માટે 26 રાફેલ-મરીન ખરીદીને અંતિમ સ્વરૂપ આપી શકે છે.
Published On - 6:43 am, Thu, 13 July 23