ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો માટે સેક્ટર-15માં આવેલી કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરી થઈ રહી છે. આ માટે પાંચ મતગણતરી કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક કેન્દ્ર પર બે વોર્ડના મતની ગણતરી કરવામાં આવી રહી છે. મતગણતરીની શરૂઆતમાં વોર્ડ નંબર 5 અને 6ના પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી છે. મનપાની 44 બેઠકો માટે કુલ 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાથી તેમના ભાવિનો ફેંસલો મતગણતરી બાદ થશે. નોંધનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 59.25 ટકા મતદાન નોંધાયું હતું. હવે ચૂંટણીના પરિણામો પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની નજર ટકેલી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો માટે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. વોર્ડ નંબર 5ના EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 1, 7 અને 9ના EVMની મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક મતગણતરીમાં વોર્ડ નંબર 7માં ભાજપ આગળ ચાલી રહ્યું છે. મતગણતરી આગળ વધતાં અન્ય વોર્ડમાં પણ ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે. ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે 130 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો હોવાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોની નજર પરિણામો પર ટકેલી છે. નોંધનીય છે કે ચૂંટણીમાં 59.25 ટકા મતદાન નોંધાયું હતું.
દાહોદ જિલ્લામાં ગાંજાની ખેતી કરતા તત્વો સામે SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સીંગવડ તાલુકાના હીરાપુર ગામમાં પોલીસે દરોડો પાડીને અંદાજે રૂ. 40 લાખ 41 હજારની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાં અને ઘરની પાછળના ભાગમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાંજાના કુલ 80.830 કિલોગ્રામ વજનના છોડ કબજે કર્યા હતા. ગાંજાનું ગેરકાયદે વાવેતર કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને ગાંજાની ખેતી પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકાની કચેરીમાં એક અરજદારે પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાને પગલે અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ એકમો સામે અરજદાર દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં અરજદાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ જ નારાજગી વચ્ચે અરજદારે મનપા કચેરીના પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ કરતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા અંતર્ગત સેક્ટર-15માં આવેલી કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો છે. મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે કુલ પાંચ મતગણતરી કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક કેન્દ્ર પર બે વોર્ડના મતની ગણતરી કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં 44 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા કુલ 130 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતગણતરી બાદ થશે. નોંધનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં કુલ 59.25 ટકા મતદાન નોંધાયું હતું. હવે મતગણતરીના પરિણામો પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની નજર ટકેલી છે.
રાજસ્થાનમાં પોલીસ દ્વારા વિદ્યાર્થી અને સામાજિક કાર્યકરો પર કથિત નજરકેદ, અટકાયત અને હુમલાના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) એ આગામી 10 દિવસમાં મોટા આંદોલનની જાહેરાત કરી છે. સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા દીપક બાલિયાને જયપુરમાં એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાન પોલીસે દિલ્હીમાં પાર્ટીના કાર્યકરોને વિરોધમાં ભાગ લેતા અટકાવવા માટે કાર્યવાહી કરી હતી અને તેમના પરિવારોને પણ હેરાન કર્યા હતા.
અમદાવાદમાં જીગરદાન ગઢવીના સાંચી ગરબા સ્થળે એન્ટ્રી ન મળતાં રોષે ભરાયેલા ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. મોડી રાત સુધી પોલીસની મંજૂરી ન મળતાં ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગુસ્સે ભરાયેલા ખેલૈયાઓએ સિક્યુરિટી ગાર્ડને ધક્કે ચડાવી ડોમમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત ગરબા સ્થળ પર લગાવવામાં આવેલા પોસ્ટરો ફાડીને પણ વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસતાં આયોજકોએ ખેલૈયાઓને રિફંડ આપવાની જાહેરાત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એન્ટ્રી ન મળવાના મુદ્દે ગરબા સ્થળે ભારે હોબાળો થતાં આયોજન અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
આજે 13 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:46 am, Tue, 13 October 26