12 મેના મહત્વના સમાચાર : ભારત અણુબોંબની ધમકીને ક્યારેય પણ વશ નહીં થાયઃ PM મોદી

આજે 12 મે 2025ને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

12 મેના મહત્વના સમાચાર : ભારત અણુબોંબની ધમકીને ક્યારેય પણ વશ નહીં થાયઃ PM મોદી
| Edited By: | Updated on: May 12, 2025 | 10:33 PM

આજે 12 મે 2025ને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 May 2025 08:23 PM (IST)

    પાકિસ્તાન સાથે વાત થશે તો આતંક અને PoK મુદ્દે જ થશેઃ PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિશ્વના અન્ય દેશોને પણ આડકતરી સંદેશ આપતા કહ્યું કે, ટેરર અને ટોક સાથે ના થઈ શકે. પાણી અને લોહી સાથે ના વહીં શકે. ટેરર અને ટ્રેડ સાથે ના થઈ શકે.  પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ મુદ્દે જ થશે. પીઓકે મુદ્દે જ કરવામાં આવશે.

  • 12 May 2025 08:18 PM (IST)

    ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાનને ઘૂળ ચટાડી છેઃ PM મોદી

    પાકિસ્તાનને ઘૂળ ચટાડી છે. રણ અને પર્વતમાં અમારી ક્ષમતાનુ પ્રદર્શન કર્યું છે. અમારી શ્રેષ્ઠતા સિધ્ધ કરી છે. મેડ ઈન ઈન્ડિયાના હથિયારો પણ સફળ પુરવાર થયા છે.


  • 12 May 2025 08:17 PM (IST)

    ભારત અણુબોંબની ધમકીને ક્યારેય પણ વશ નહીં થાયઃ PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પર આતંકી હુમલો કરાશે તો મુહતોડ જવાબ મળશે. જ્યા આતંકીઓ નીકળે છે ત્યાં જ ધા કરાશે. ભારત અણુબોંબની ધમકીને નહીં સહે. આતંકના આકાઓને બક્ષવામાં  નહી આવે.

  • 12 May 2025 08:14 PM (IST)

    પાકિસ્તાન સામેની કાર્યવાહી હાલ માત્ર સ્થગિત કરાઈ છે: PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, દેશને સંબોધતા જણાવ્યું કે, અમે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણો પર જવાબી કાર્યવાહીને હાલ તો સ્થગિત કર્યા છે. આવનારા દિવસોમાં પાકિસ્તાનના વર્તન પર આધાર રાખે છે.

  • 12 May 2025 08:13 PM (IST)

    ભારતે પહેલા જ ઘા એ પાકિસ્તાનને તબાહ કરી નાખ્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પાકિસ્તાનની તૈયારી, ભારતની સરહદ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પરંતુ ભારતે તેમના હ્રદય પર હુમલો કર્યો. ભારતે પહેલા જ ઘા એ પાકિસ્તાનને એટલુ તબાહ કરી નાખ્યું, જેનો તેમને અંદાજ નહોતો. પાકિસ્તાન દુનિયાભરમાં બચવાનો રસ્તો શોધવા લાગ્યું. તણાવ ઓછો કરવા બધાને કહેતુ ફરતુ હતું.

  • 12 May 2025 08:10 PM (IST)

    ઓપરેશન સિંદૂરથી આંતક સામેની લડાઈમાં સાથ આપવાને બદલે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો

    100થી વધુ ખુંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા, આતંકવાદીઓના આકાઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. ભારત વિરુધ્ધ કાવતરા રચે છે. તેઓ ઓપરેશન સિંદૂરથી ઘોર નિરાશામાં સરી પડ્યા, હતાશ થયા. આતંક સામે ભારતની કાર્યાવહીને સાથ દેવાને બદલે ભારત પર જ હુમલો કર્યો

  • 12 May 2025 08:08 PM (IST)

    ભારતના હુમલાથી આતંકની યુનિવર્સિટી જેવા બહાવલપુર મુરક્કી ઘ્રુજી ઉઠ્યાઃ PM મોદી

    આતંકવાદીઓએ સ્વપ્ન પણ નહીં વિચાર્યું હોય કે ભારત આટલો મોટો નિર્ણય લેશે. પરંતુ નેશન ફ્સ્ટની ભાવનાને વરેલો હોય ત્યારે મજબૂત નિર્ણયો લેવાય છે. પરિણામો સાનુકુળ કરાય છે. ભારતના ડ્રોનના હુમલાથી આતંકીના ગઢ  જ નહીં, બહાવલપુર મુરક્કી જેવા આતંકની અડ્ડાઓ ધ્રુજી ઉઠ્યા.

  • 12 May 2025 08:05 PM (IST)

    આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર માત્ર નામ નથી, ભાવનાનું પ્રતિબિંબ છેઃ PM મોદી

    આતંકનો વિભત્સક ચહેરો હતો, દેશને તોડવાની કોશીષ હતી. મારા માટે વ્યક્તિગત આ પીડા બહુ હતી તેમ વડાપ્રધાને જણાવ્યું હતું. આતંકી હુમલા બાદ દેશ એક થયો અને એક જ સ્વરમા આતંકના વરુદ્ધ કાર્યવાહી માટે ઊભો રહ્યો. આતંકને જમીનદોસ્ત કરવા સૈન્યને પૂર્ણ સત્તા આપી. માથેથી સિંદૂર હટાવવાનો અંજામ શુ હોય છે તે જાયુ. ઓપરેશન સિંદૂર માત્ર નામ નથી. ભાવનાનું પ્રતિબિંબ છે.

  • 12 May 2025 06:14 PM (IST)

    ભાજપ આવતીકાલ 13 મે થી 23 મે સુધી દેશભરમાં તિરંગા યાત્રા કાઢશે

    ભાજપ દેશભરમાં તિરંગા યાત્રા કાઢશે. આવતીકાલ 13 મે થી 23 મે દરમિયાન 10 દિવસની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટી દરેક નાગરિક સુધી પહોંચશે અને તેમને ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓ વિશે જણાવશે. સંબિત પાત્રા, વિનોદ તાવડે, તરુણ ચુઘ અને અન્ય વરિષ્ઠ નેતાઓ આ અભિયાનનું સંકલન કરશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ તિરંગા યાત્રાઓનું નેતૃત્વ કરશે.

  • 12 May 2025 05:31 PM (IST)

    ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત, 5ના મોત

    ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો છે.  અકસ્માતથી સ્થળ ઉપર ત્રણ લોકોના મોત થયા જ્યારે સારવાર દરમિયાન વધુ બેના મોત નિપજતા મોતનો આંકડો કુલ પાંચ પર પહોંચ્યો છે. સ્કોર્પિયો અને કિયા સેલટોસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત એટલો ભયંકર હતો કે scorpio કાર એક્સપ્રેસ હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી.

    આ બનાવમાં સ્થળ ઉપર જ ડો.ગૌરવભાઈ ડોબરીયા, તીર્થભાઈ ડોબરીયા અને અશોકભાઈ ડોબરીયાનું મોત થયું હતું જ્યારે અન્ય એક મહિલા દિશાબેનનું તેમજ ગોરધનભાઈ ડોબરિયાનું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જે કારનો અકસ્માત સર્જાયો હતો તેમાં બ્લેક કલરની કિયા સેલટોસ કાર જેનો GJ 04 EA 7161 નમ્બરની છે. જે પરિવાર ભાવનગરના પાલીતાણા તાલુકાનું હોવાનું જાણવા મળ્યું છે

  • 12 May 2025 03:37 PM (IST)

    વિરાટ કોહલીનું ઉદાહરણ આપી હુમલા અંગે જણાવ્યુ- DGMO

    ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, ‘આપણા એરફિલ્ડ અને લોજિસ્ટિક પર હુમલો કરવો અત્યંત મુશ્કેલ છે. આજે મેં સાંભળ્યું કે, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે મારો પણ ફેવરિટ ખેલાડી રહ્યો છે. 1970માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના બે બોલરે ઈંગ્લેન્ડને હંફાવી દીધી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા માટે એક રૂઢિપ્રયોગ બનાવવામાં આવ્યો કે, Ashes to ashes, dust to dust, if Thomas don’t get ya, Lily must.. તેના પરથી હું કહેવા માગુ છું કે, આપણી સિસ્ટમ પર પણ અનેક આવરણો આવેલા છે. જો તમે તમામ આવરણો ભેદવાનો પ્રયાસ કરશો તો તેની ગ્રીડ સિસ્ટમનું એકાદ આવરણ તમારી ઉપર જ હુમલો કરશે.

  • 12 May 2025 03:36 PM (IST)

    પાકિસ્તાનના હુમલાઓમાં ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમ અભેદ્ય રહી

    ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત રહી હતી. આકાશ એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર દેખાવ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા વાપરવામાં આવેલી ચીનની PL-15 મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. તૂર્કિયેમાં નિર્મિત ડ્રોન અને ચીનની મિસાઈલને નિષ્ફળ બનાવવામાં આવી. તેના અમુક ટુકડાંઓ મળી આવ્યા છે. આતંકવાદીઓ પર હુમલાઓ અમે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કર્યા વિના જ કર્યા હતાં. અમે તેની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.

  • 12 May 2025 03:35 PM (IST)

    અમે માત્ર આતંકી છાવણીઓને ટાર્ગેટ કરી પરંતુ પાકિસ્તાને આતંકવાદીઓનો સાથ આપ્યો

    DGMOએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે પાકિસ્તાન અને POKમાં કરેલા ઓપરેશનની વિસ્તૃત માહિતી આપી હતી અમારી લડત આતંકવાદીઓ સામે હતી, સાતમી મેએ અમે માત્ર આતંકવાદી ઠેકાણા પર જ હુમલા કર્યા હતા, પણ પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓનો સાથ આપતાં  અમારી જવાબી કાર્યવાહી અત્યંત આવશ્યક હતી, તેમાં જે પણ નુકસાન થયું તેના માટે તે પોતે જવાબદાર છે.

  • 12 May 2025 02:59 PM (IST)

    પહલગામ બાદ પાકિસ્તાનનો પાપનો ઘડો ભરાઈ ગયો, કાર્યવાહી કર્યા બાદ અમને ખબર હતી પાકિસ્તાન હુમલો કરશે

    • અમે સરહદ ઓળંગ્યા વિના હુમલા કર્યા- DGMO
    • અમારી ઍર ડિફેન્સ મલ્ટી લેયર હતી- DGMO
    • આપણા ઍરફિલ્ડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે- DGMO
    • અમારા ઍરફિલ્ડ સંપૂર્ણ રીતે ઓપેશન હતી- DGMO
    • પાકિસ્તાનના તમામ ડ્રોન તોડી પાડ્યા- DGMO
    • BSF એ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી- DGMO
    • આ સંઘર્ષમાં પાકિસ્તાનના ઍર ડિફેન્સની ભારે દુર્દશા થઈ- DGMO
    • 9 અને 10 મે એ પાકિસ્તાનના હુમલા નિષ્ફળ કર્યા
    • તમામ હુમલાઓ ઍર ડિફેન્સથી નિષ્ફળ કર્યા
    • અમારા સૈન્ય ઠેકાણાઓ પર હુમલા અશક્ય
    • દુશ્મનના જહાજને નજીક આવવાનો એકપણ મોકો ન આપ્યો- નેવી
    • નૂર ખાન ઍરબેસ અમે નષ્ટ કર્ય-IAF
    • રહમિયાર ખાન ઍરબેસ અમે નષ્ટ કર્યુ- IAF
    • અરબ સાગરમાં અમે સતત નજરો ટકાવી રાખી હતી- નેવી
    • નૂર ખાન ઍરબેસ પર હુમલાનો વીડિયો IAF એ જાહેર કર્યો
    • નિર્દોષ લોકો પર આતંકી હુમલા કરવામાં આવ્યા
    • પહલગામ બાદ પાપનો ઘડો ભરાઈ ચુક્યો હતો
    • અમને ખબર હતી કે પાકિસ્તાન હુમલો કરશે- સેના
    • છેલ્લા થોડા વર્ષોથી આતંકી ગતિવિધિમાં બદલાવ આવ્યો છે- સના
  • 12 May 2025 02:48 PM (IST)

    ભારતે ખોલી પાકિસ્તાનની પોલ, ભારતની આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને આતંકવાદીઓનો સાથ આપ્યો

    ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના વડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.   આ તમામે ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી. જેમાં ડીજીએમઓ લેફ્ટનન્ટ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ‘અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતા, પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો. પહલગામ હુમલા બાદ આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. જેનો જવાબ આપવો જરૂરી હતો.’

     

     

  • 12 May 2025 11:58 AM (IST)

    વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

    ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

     

  • 12 May 2025 09:40 AM (IST)

    95 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

    લાલગેટ પોલીસે અશક્તા આશ્રમ નજીકથી આરોપીને ઝડપ્યો, આ આરોપીવર્ષ 2023માં પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો જેલમુક્ત થયા બાદ આરોપીએ ફરી ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરી શરુ કરી હતી.મુંબઈના કુર્લાથી આરોપી ડ્રગ્સ વેચવા લાવ્યો હોવાનો ખુલાસો
    આરોપી ડ્રગ્સના નશાની ટેવ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસ દ્વારા આરોપી પાસેથી 99.57 ગ્રામ MD ડ્રગ્સ કબજે

  • 12 May 2025 09:27 AM (IST)

    સેન્સેક્સ 1760 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24550ની ઉપર

    આજે બજારની શરૂઆત સારી તેજી સાથે થઈ. સેન્સેક્સ 1784.12 પોઈન્ટ અથવા 2.25 ટકાના વધારા સાથે 81,238.59 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 549.15 પોઈન્ટ એટલે કે 2.29 ટકાના વધારા સાથે 24,557.15 પર જોવા મળ્યો.

  • 12 May 2025 09:20 AM (IST)

    કમાટીબાગમાં જોય ટ્રેન દુર્ઘટના મામલે મોટો ખુલાસો

    બે દિવસ અગાઉ કમાટીબાગમાં જોય ટ્રેન નીચે કચડાતા એક બાળકીનું મોચ થયું હતું.જે બાદ ડ્રાઈવની બેદરકારી સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી.

  • 12 May 2025 09:11 AM (IST)

    પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ 1400 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24450ને પાર ગયો

    બજારમાં પ્રી-ઓપનિંગમાં વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1,425.97 પોઈન્ટ અથવા 1.79 ટકાના વધારા સાથે 80,880.44 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 426 પોઈન્ટ એટલે કે 1.77 ટકાના વધારા સાથે 24,450 પર જોવા મળ્યો.

  • 12 May 2025 08:57 AM (IST)

    દાહોદ: સંજેલીના સિંગવડ તાલુકામાં દીપડાનો આતંક

    મહત્વનું છે કે હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે.તેવામાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા રાત્રી દરમિયાન લગ્ન પ્રસંગમાં જતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. ત્યારે તાત્કાલિક ધોરણે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

  • 12 May 2025 08:40 AM (IST)

    ભારતે માત્ર 3 કલાકમાં 11 એરબેઝનો નાશ કર્યો

    ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેની માહિતી ડીજીએમઓ દ્વારા આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે 23 મિનિટમાં 9 આતંકવાદી કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો અને માત્ર 3 કલાકમાં 11 એરબેઝનો નાશ કરવામાં આવ્યો હતો. 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

  • 12 May 2025 08:38 AM (IST)

    ગિફ્ટ નિફ્ટી આપી રહ્યુ સંકેત, ભારતીય બજાર મજબૂત શરૂઆત કરી શકે

    ભારત-પાકિસ્તાન, રશિયા-યુક્રેન તણાવથી લઈને ટેરિફ યુદ્ધ સુધીની બધી ચિંતાઓનો ઉકેલ આવશે તેવી આશા સાથે બજાર ખૂબ જ ઉત્સાહમાં હોય તેવું લાગે છે. ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 500 પોઈન્ટનો ઉછાળો આવ્યો. એશિયન બજારોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ડાઉ ફ્યુચર્સ 400 પોઈન્ટ ઉછળ્યા. નાસ્ડેક ફ્યુચર્સ પણ લગભગ બે ટકાના વધારા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા.

  • 12 May 2025 08:20 AM (IST)

    રિયાસીના સલાલ ડેમનો એક દરવાજો ખુલ્લો

    આ વીડિયો જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા રિયાસીના સલાલ ડેમનો છે. ડેમનો એક દરવાજો ખુલ્લો દેખાય છે.

     

  • 12 May 2025 08:10 AM (IST)

    ચેનાબ નદી પર બનેલા રિયાસીના સલાલ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો

    જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા રિયાસીમાં સલાલ ડેમનો એક દરવાજો ખુલ્લો જોવા મળે છે.

     

  • 12 May 2025 07:54 AM (IST)

    સિદ્ધિવિનાયક મંદિરમાં કડક સુરક્ષા

  • 12 May 2025 07:30 AM (IST)

    ગુજરાતમાં 35 જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

    હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 11 થી 13 મે, 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે વીજળી અને પવનની તીવ્ર ગતિ જોવા મળવાની સંભાવના છે. ખાસ કરીને રાજકોટ, જામનગર અને કચ્છ સહિત કુલ 35 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • 12 May 2025 07:24 AM (IST)

    જૂનાગઢના માણાવદરમાં નદીના પટમાં યુવકનો મૃતદેહ મળ્યો

    જૂનાગઢના માણાવદરમાં નદીના પટમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી છે.પોલીસને ઘટનની જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહનો કબજો લઈ પી.એમની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસમાં યુવકનું બોથડ પદાર્થ મારીને હત્યા નીપજાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા હાલ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

  • 12 May 2025 06:59 AM (IST)

    મેઘાણીનગરમાં હોમગાર્ડ જવાન પર હુમલો

    છેલ્લા બસસ્ટોપ વિસ્તારમાં ઘટના બની,યુવકોએ પોલીસને આપી ધમકી.પોલીસને દોડાવી દોડાવીને મારવાની આપી ધમકી
    3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

  • 12 May 2025 06:54 AM (IST)

    સુરેન્દ્રનગર: ગેરકાયદે હોટલો પર ફર્યું બુલડોઝર

    ચોટીલા જામવાળી હાઈવે પર પ્રાંત અધિકારીની કાર્યવાહી,ગેરકાયદે હોટલો પર ફેરવ્યું બુલડોઝર,સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો હટાવાયા,ગેરકાયદે હોટલો પર હતો ખનીજ ચોરોનો અડ્ડો.ખનીજ ચોરો અધિકારીની રેકી કરી બાતમી આપતા હતા

  • 12 May 2025 06:40 AM (IST)

    તિબેટમાં રિક્ટર સ્કેલ પર 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

  • 12 May 2025 06:40 AM (IST)

    રાયપુરમાં માર્ગ અકસ્માત, 10 લોકોના મોત

    પોલીસના જણાવ્યા અનુસાર, લોકો કાર્યક્રમ પછી ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ નજીક એક ટ્રેલર સાથે તેમનો અકસ્માત થયો, જેમાં મુસાફરી કરી રહેલા 10 થી વધુ લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે મેડિકલ કોલેજ રાયપુર મોકલવામાં આવ્યા છે.

  • 12 May 2025 06:35 AM (IST)

    દિલ્હી એરપોર્ટ પર કામગીરી સામાન્ય

    દિલ્હી એરપોર્ટ પર  મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

     

  • 12 May 2025 06:24 AM (IST)

    ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક

    ભારત અને પાકિસ્તાનના ચીફ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) આજે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. આ સમય દરમિયાન, સરહદ પર યુદ્ધવિરામ અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તાજેતરમાં યુદ્ધવિરામની જાહેરાત બાદ બંને દેશો વચ્ચેનો તણાવ થોડો ઓછો થયો છે.

Published On - 6:23 am, Mon, 12 May 25