11 જૂનના મોટા સમાચાર: દ્વારકાના તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ, 300થી વધુ માછીમાર પરિવારનું કરાયું સ્થળાંતર

|

Jun 11, 2023 | 11:55 PM

બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

11 જૂનના મોટા સમાચાર: દ્વારકાના તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ, 300થી વધુ માછીમાર પરિવારનું કરાયું સ્થળાંતર
Gujarat latest live news and samachar today 11 June 2023

Follow us on

આજે 11 જુન રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો  બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Jun 2023 11:54 PM (IST)

    Cyclone Biporjoy: પોરબંદરમાં વાવાઝોડાને લઈ નેવી, આર્મી જવાનો અને કોસ્ટગાર્ડની 2 ક્વિક રિસપોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રખાઇ

    Cyclone biporjoy: પોરબંદરમાં વાવાઝોડાને લઈ કોઈ નુકસાની ન થાય તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. NDRFની સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીના જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડની બે ક્વિક રિસપોન્સ ટીમ પણ સતર્ક છે. તો 31 દરિયાકાંઠાના ગામમાંથી અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરીને 250 શેલ્ટર હોમમાં લઈ જવાશે. આ શેલ્ટર હોમમાં ફૂડ પેકેટ, પાણી, દવાઓની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

  • 11 Jun 2023 11:43 PM (IST)

    ઔરંગઝેબની ડીપી લગાવવાના મામલે કેસ નોંધાયો

    મહારાષ્ટ્રમાં ઔરંગઝેબને લઈને ચાલી રહેલા મામલાઓની વચ્ચે એક નવો મામલો સામે આવ્યો છે. નવી મુંબઈના વાસી પોલીસ સ્ટેશને મોહમ્મદ અલી મોહમ્મદ હુસૈન વિરુદ્ધ કેસ નોંધ્યો છે.


  • 11 Jun 2023 11:21 PM (IST)

    દ્વારકાના તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ, 300થી વધુ માછીમાર પરિવારનું કરાયું સ્થળાંતર

    Dwarka: દ્વારકામાં સંભવિત વાવાઝોડાને કારણે ભયસૂચક સિગ્નલ (Warning signal) લગાવાયા છે. દ્વારકાના તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. રૂપેણ બંદર વિસ્તારમાં માછીમાર પરિવારોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. કારણ કે દરિયાની નજીક રહેતા લોકોને આપતી સમયે મુશ્કેલી સર્જાતી હોય છે.

    અંદાજે 200થી 300 માછીમાર પરિવારનું સ્થળાંતર કરાયું છે. 297 જેટલા લોકોને શેલ્ટરહોમમાં ખસેડવામાં આવ્યા છે. તમામ માછીમારોએ પોતાની બોટને સુરક્ષિત લાંગરી દીધી. મહત્વનું છે કે દરિયા કિનારે સલામતીના ભાગરૂપે સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરી દેવાયા છે.

  • 11 Jun 2023 10:58 PM (IST)

    ગુજરાતમાં વાવાઝોડાની પરિસ્થિતિને લઈને PMO દ્વારા સતત મોનિટરીંગ

    બિપરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે. ત્યારે આ તમામ બાબતો તેમજ પરિસ્થિતિને લઈ PMO દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા આવતી કાલે  ભુજ જશે. વધુ વાંચો

  • 11 Jun 2023 10:22 PM (IST)

    Supriya Sule: વંશવાદ મુદ્દે સુપ્રિયા સુલેએ તોડ્યું મૌન, કહ્યું- શરદ પવારની પુત્રી હોવાનો ગર્વ છે

    સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવારે શનિવારે આની જાહેરાત કરી હતી. NCPના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા બાદ સુપ્રિયા સુલેએ વંશવાદના રાજકારણ પર પોતાનું મૌન તોડ્યું છે. સુલેએ કહ્યું કે પ્રતિભા પવાર અને શરદ પવારની પુત્રી હોવાનો તેણીને ગર્વ છે. તે ક્યારેય ભત્રીજાવાદ કે વંશવાદના રાજકારણથી ભાગશે નહીં. આ સાથે સુપ્રિયા સુલેએ કહ્યું કે તેઓ ભત્રીજાવાદની રાજનીતિથી દૂર જઈ શકે નહીં. કારણ કે તેમનો જન્મ રાજકીય પરિવારમાં થયો હતો. તો શા માટે તેણે તેનાથી દૂર ભાગવું જોઈએ? શરદ અને પ્રતિભા પવારની પુત્રી હોવાનો તેને ખૂબ જ ગર્વ છે.

  • 11 Jun 2023 10:06 PM (IST)

    પીએમ મોદીએ મહિલા હોકી જુનિયર એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023 મહિલા હોકી જુનિયર એશિયા કપ જીતવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે મહિલા હોકી જુનિયર એશિયા કપ જીતવા પર અમારા યુવા ચેમ્પિયનને અભિનંદન. ટીમે અપાર મક્કમતા, પ્રતિભા અને ટીમ વર્ક બતાવ્યું. તેમણે આપણા દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. તેમના આગળના પ્રયત્નો માટે તેમને શુભેચ્છાઓ.

  • 11 Jun 2023 09:36 PM (IST)

    Surat: બિપોરજોયના સંકટને લઈ તંત્ર હાઈએલર્ટ પર, દરિયા કિનારાના ગામોમાં CISFની ટુકડીઓનું સતત પેટ્રોલિંગ,

    Surat: બિપોરજોય વાવાઝોડાને (Cyclone biporjoy) લઈને તંત્ર હાઇએલર્ટ પર છે, સંભવિત વાવાઝોડાની અસરને પગલે દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના દરિયા કિનારે CISFએ મોરચો સંભાળી લીધો છે. દરિયા કિનારે CISFની ટુકડીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરિયા કિનારાના ગામોમાં CISFની ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે તથા તંત્રની સૂચનાનું પાલન કરવા CISF ગ્રામજનોને અપીલ પણ કરી રહ્યું છે. આ સાથે દરિયા કિનારે માછીમારોની ગતિવિધીઓનું પણ CISF દ્વારા સતત મોનીટરીંગ થઇ રહ્યું છે.  મહત્વનું છે કે દરિયાકિનારા વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપી પવનો પણ ફૂંકાઇ રહ્યા છે.

  • 11 Jun 2023 08:58 PM (IST)

    Kutch: બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર હાઈએલર્ટ, માંડવી, અબડાસાના 19 ગામને કરાયા એલર્ટ

    Kutch: બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક બન્યું છે. માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા છે તથા માંડવી અને જખૌમાં SDRFની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને શેલ્ટર હોમ તૈયાર કરાયા છે તો તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઈ છે. કચ્છના તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાડાયું છે અને જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

    દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની 12 ટીમો તૈનાત કરાઈ છે. જ્યારે બે જિલ્લામાં ત્રણ ટીમો રિઝર્વમાં રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા મુજબ વાત કરીએ તો કચ્છ અને રાજકોટ જિલ્લામાં બે-બે ટીમોને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે તો જામનગર, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં એક-એક ટીમો તૈનાત કરવામાં આવી છે. મોરબીમાં પણ એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. એટલું જ નહિં વડોદરામાં એક અને રાજકોટમાં બે ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. જેથી જો સ્થિતિ વધુ કફોડી બને તો આ ટીમની પણ મદદ લઈ શકાય.

  • 11 Jun 2023 08:39 PM (IST)

    નીતિશ કુમાર વડાપ્રધાન પદના ઉમેદવાર નથી – લાલન સિંહ

    જેડીયુ પ્રમુખ લાલન સિંહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મોટો દાવો કર્યો છે. લાલન સિંહે કહ્યું છે કે નીતિશ કુમાર વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. તેમણે કહ્યું કે ‘દેશના પીએમ કેવા હોય, નીતીશ કુમાર જેવા હોય’ના નારાથી વિપક્ષી એકતા અવરોધાય છે. વિપક્ષમાંથી કોણ વડાપ્રધાન બનશે તે લોકસભા ચૂંટણીના પરિણામો પછી નક્કી થશે.

  • 11 Jun 2023 07:53 PM (IST)

    Gujarat News Live : ગાઝિયાબાદ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, બદ્દોની ધરપકડ

    પોલીસે રવિવારે પુષ્ટિ કરી કે, ઓનલાઈન ગેમિંગની મદદથી ગાઝિયાબાદ ધર્માતરણ કેસના મુખ્ય આરોપી બદ્દોની ધરપકડ કરવામાં આવી છે.

  • 11 Jun 2023 07:43 PM (IST)

    Gujarat News Live : બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સૌરાષ્ટ્ર જતી NDRFની ટીમને રાજકોટથી લોજિસ્ટિક પૂરા પડાશે

    બિપોરજોય વાવાઝોડાને લઇને રાજકોટમાં તંત્ર હાઇ એલર્ટ પર છે. રાજકોટમાં તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. તથા કર્મચારીઓને 24 કલાક ફરજ પર હાજર રહેવા આદેશ કરાયો છે. રાજ્ય સરકારની SOP મુજબ તંત્ર દ્વારા કામગીરી કરાઇ રહી છે. તથા સૌરાષ્ટ્ર જતી NDRFની ટીમને રાજકોટથી લોજિસ્ટિક પૂરા પાડવા માટે પણ આયોજન કરાયું છે. મહત્વનુ છે કે રાજ્યના કચ્છ, જામનગર, દેવભૂમિદ્વારકા, મોરબી, સોમનાથ સહિત 6 જિલ્લામાં વાવાઝોડાની સૌથી મોટી અસર જોવા મળશે.

  • 11 Jun 2023 07:34 PM (IST)

    Gujarat News Live : વાવાઝોડાને લઈને જુનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક, શાળાઓમાં આશ્રય સ્થાનો કરાયા નક્કી

    બિપોરજોય (Biparjoy) વાવાઝોડાને લઈને જૂનાગઢમાં કલેકટરના (Junagadh Collector) અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સંભવિત Biparjoy વાવાઝોડાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી. દરિયાઈ વિસ્તારમાં હોર્ડિંગ્સ દૂર કરવા કલેકટરે અધિકારીઓને સૂચના આપી છે. પવન સાથે ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં આશ્રય સ્થાનો નક્કી કરાયા છે. વાવાઝોડામાં વીજ થાંભલા પડી જવાના પગલે PGVCL અને આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 14 અને 15 જૂને ભારે વરસાદ પડી શકે છે.

  • 11 Jun 2023 07:32 PM (IST)

    Gujarat News Live : Cyclone Biparjoy ‘બિપરજોય વાવાઝોડા’ પહેલા સરકારે લીધા અગતમચેતીના પગલા, રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ સંપૂર્ણ સજ્જ

    ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર તોળાઈ રહેલી બિપરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) સંભવિત અસરો સામે જિલ્લા તંત્રની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે તાગ મેળવ્યો હતો. મુખ્ય પ્રધાને ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી. અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

  • 11 Jun 2023 06:00 PM (IST)

    Gujarat News Live : હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ, 3 કલાકમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહીતના આ જિલ્લામાં પડશે વરસાદ

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લા ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, વડોદરા અને ડાંગમાં વરસાદ પડશે. સાથોસાથ દિવમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ દરમિયાન ભારે તોફાની પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

  • 11 Jun 2023 05:27 PM (IST)

    Gujarat News Live : ઈન્ડિગોની ડોમેસ્ટીક ફ્લાઈટ પાકિસ્તાનમાં ભટકી ગઈ

    ખરાબ હવામાનને કારણે, અમૃતસરથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ લાહોર નજીક પાકિસ્તાનમાં ભટકી હતી. લગભગ 30 મિનિટ પછી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરત ફરતા પહેલા, ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ ગુજરાનવાલા ગઈ હતી.

  • 11 Jun 2023 04:02 PM (IST)

    Gujarat News Live : જાપાનના હોકાઈડોમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ

    જાપાનની હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, ઉત્તર જાપાનના હોક્કાઇડોમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

  • 11 Jun 2023 02:14 PM (IST)

    Gujarat News Live : સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારના 6 જિલ્લામાં નહી યોજાય શાળા પ્રવેશોત્સવ

    રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરીયા કિનારાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂન ના દિવસો એ યોજાશે.

  • 11 Jun 2023 02:07 PM (IST)

    કર્ણાટકમાં ‘શક્તિ યોજના’ શરૂ, મહિલાઓ મફતમાં કરી શકશે મુસાફરી

    કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ‘શક્તિ યોજના’ શરૂ કરી છે. આ યોજના હેઠળ KSRTC અને BMTC બસમાં મહિલાઓ માટે મફત મુસાફરી કરી શકશે.

  • 11 Jun 2023 01:44 PM (IST)

    Delhi: AAPની વિશાળ રેલી, CM કેજરીવાલે કહ્યુ-અમે અહીં સરમુખત્યારશાહીને ખતમ કરવા માટે ભેગા થયા છીએ

    આમ આદમી પાર્ટીએ દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, 12 વર્ષ પહેલા આ જ જમીન પરથી ભ્રષ્ટાચાર સામે હોબાળો મચ્યો હતો, હવે તેઓ ફરી એકવાર “સરમુખત્યારશાહી સરકારને આ જ જમીન પરથી જડમૂળથી ઉખેડી નાખવા”નો સંકલ્પ લે છે. સીએમએ કહ્યું કે આજે તેઓ ‘તાનાશાહી’નો અંત લાવવા રામલીલા મેદાનમાં એકઠા થયા છે. તેમણે દિલ્હીમાં 8 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટની લડાઈ લડી હતી. દિલ્હીના લોકોએ લાંબી લડાઈ લડી છે.

  • 11 Jun 2023 01:07 PM (IST)

    Cyclone Biparjoy : જાણો ગુજરાતના દરિયા કાંઠેથી કેટલા કિલોમીટર દૂર છે વાવાઝોડુ, કેવી થશે અસર

    અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડુ(Cyclone Biparjoy) તોફાની બન્યું છે. જે હવે સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે. જેમાં વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. ગુજરાતમાં વાવાઝોડું કચ્છના (Kutch) માંડવી (Mandvi) તરફ આગળ વધી રહ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વાવાઝોડું વધુ અસર કરે તેવી સંભાવના છે . હાલ વાવાઝોડુ 9 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તેમજ ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી કોસ્ટ તરફ લેંડફોલ કરે તેવી સંભાવના છે.

  • 11 Jun 2023 12:27 PM (IST)

    Gujarat News Live: પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધ્યો, પેટ્રોલની કિંમત 98.65 પ્રતિ લીટર

    પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધ્યો છે જે બાદ હવે પેટ્રોલની કિંમત 98.65 પ્રતિ લીટર થયો છે.

  • 11 Jun 2023 12:16 PM (IST)

    PM મોદીએ દુનિયાના સુંદર ટાપુ પર ખેતીને વિક્સાવવાના ગુજરાતીના પ્રયાસને ખૂબ વખાણ્યો, કહ્યુ-સુંદર પરિણામ!

    ખેતીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ચિંતા કરતા સતત જોવા મળતા હોય છે. ખેતીની બાબતમાં ખેડૂતોની આવકની વૃદ્ધી થવા સાથે સારો પાક મેળવાય એ માટે તેઓએ બે દાયકામાં સફળ પ્રયાસ કર્યા છે. ખેડૂતો માટે અનેક નવી યોજનાઓ શરુ કરવા થી લઈને ખેડૂતોની આવક વધારવા માટેના પ્રયાસોમાં સતત ચિંતા કરતા જોવા મળ્યા છે. ગુજરાત સરકારમાં તેમની જ ટીમના હિસ્સો રહેલા અને હાલમાં દીવ-દમણ અને દાદરાનગર હવેલી તેમજ લક્ષદ્વીપ ના પ્રશાસક પ્રફુલ પટેલે ટાપુ પર ખેતીને વિક્સાવવા માટે સફળ પ્રયાસ કર્યો છે. દુનિયાના સૌથી સુંદર ટાપુઓ પૈકી એક લક્ષદ્વીપમાં ખેતીના વિકાસને લઈ PM મોદીએ ખૂબ વખાણ કર્યા છે.

  • 11 Jun 2023 11:46 AM (IST)

    Cyclone Biparjoy : સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયુ, 15મી જૂને માંડવીના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા

    ગુજરાતમાં(Gujarat) વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 2 નંબરનું સિગ્લન બદલીને હવે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ  વાવાઝોડુ પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છ નલિયાથી 610 કિલોમીટર દૂર છે.  તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાઇ  તેવી શકયતા છે.

    સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને ગુજરાત સરકાર એલર્ટ બની છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયો છે.હવામાન વિભાગની આગાહી અંતર્ગત દરિયા કિનારાના વિસ્તારોમાં મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.આ સાથે જિલ્લા કલેક્ટર અને DDOને વાવાઝોડા અંગેની SOP પણ આપવામાં આવી છે. જયારે એરફોર્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

  • 11 Jun 2023 11:20 AM (IST)

    Gujarat News Live: પંજાબી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક મંગલ ધિલ્લોનનું નિધન

    પંજાબી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક મંગલ ધિલ્લોનનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. મંગલને લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેને બચાવી શકાયા નહોતા.

  • 11 Jun 2023 11:06 AM (IST)

    Cyclone Biparjoy : વાવાઝોડાને લઇને સરકાર એલર્ટ, સીએમ દરિયાકાંઠા વિસ્તારના જિલ્લા તંત્ર સાથે કરશે વિડિયો કોન્ફરન્સથી બેઠક

    ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે. સીએમ સવારે 11.30 વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડિયો કોન્ફરન્સ થી બેઠક યોજશે.

  • 11 Jun 2023 10:39 AM (IST)

    Kheda : વિધાનસભાના વિપક્ષ નેતા બદલવાની ચર્ચા પર અમિત ચાવડાએ કરી સ્પષ્ટતા

    વિધાનસભાના વિપક્ષ નેતા બદલવાની ચર્ચા માત્ર અફવા હોવાનું સામે આવ્યુ છે. વિપક્ષના નેતા બદલવાની અટકળો પર અમિત ચાવડાએ પૂર્ણવિરામ મુક્યો છે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે અટકળો માત્ર અટકળો જ હોય છે. કોઇ વિપક્ષ નેતા બદલવાની વાત નથી. સાથે જ કહ્યું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ટીમવર્કથી કામ કરશે. તો કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અંગે અમિત ચાવડાએ કહ્યું કે હાઈકમાન્ડે બહુ વિચારીને અનુભવી શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપી છે.

  • 11 Jun 2023 09:29 AM (IST)

    Gujarat News Live: મણિપુર સરકારે રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવ્યો

    મણિપુર સરકારે રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવ્યો છે. મણિપુરના આરોગ્ય મંત્રી ડૉ. સપમ રંજન સિંહે ગઈકાલે રાજધાની ઈમ્ફાલમાં જણાવ્યું હતું કે ગઈકાલથી રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના બની નથી જે એ વાતનો પુરાવો છે કે અહીં શાંતિ અને સામાન્યતા પાછી આવી રહી છે.

  • 11 Jun 2023 09:03 AM (IST)

    Gujarat સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમનું રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનીંગ કરાશે

    ગુજરાત સરકારના સાહસ ગરવી ગુર્જરી(Garvi Gurjari)  એમ્પોરિયમને રિબ્રાન્‍ડ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIMના પાંચ યુવાઓનો સહયોગ મળતો થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  સાથે ગાંધીનગરમાં આ યુવાઓએ સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી.

    ગરવી ગુર્જરી દ્વારા તાજેતરમાં આ પ્રોજેક્ટમાં કામ કરવા સહયોગ માટે દેશની પ્રીમિયમ મેનેજમેન્ટ કોલેજીસનો સંપર્ક કરવામાં આવેલો હતો. તદઅનુસાર IIMના પાંચ અત્યંત સક્ષમ યુવાઓએ પાંચથી સાત સપ્તાહના સમયગાળા માટે આ પ્રોજેક્ટમાં કોઈ પણ વેતન માન લીઘા વિના મદદરૂપ થવાની ઈચ્છા દર્શાવી છે.

  • 11 Jun 2023 08:36 AM (IST)

    Gujarat News Live: અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના હળવા આંચકા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા

    અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2ની હતી.

  • 11 Jun 2023 08:26 AM (IST)

    Firing In America And Sweden: સ્વીડન અને અમેરિકામાં ઓપન ફાયરિંગ, 3 લોકોના મોત અને 11 ઘાયલ

    વિશ્વના ઘણા દેશોમાં ઓપન ફાયરિંગના કિસ્સાઓ સામે આવે છે. અમેરિકામાં અવારનવાર જાહેર સ્થળો પર ફાયરિંગની ઘટનાઓ સામે આવે છે. આ વખતે શાંતિપ્રિય દેશ સ્વીડનમાં (Sweden) ગોળીબાર થયો છે. જેમાં 15 વર્ષના છોકરાનું મોત થયું હતું. જોકે ફાયરિંગ પાછળનો હેતુ શું છે. કોઈ અંગત અદાવત હતી કે હુમલાખોર મોટું નુકશાન કરવાના ઈરાદે આવ્યો હતો. આ તમામ સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે. હજુ સુધી આ કેસમાં કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ સિવાય અમેરિકામાં પણ બે જગ્યાએ ફાયરિંગની ઘટના બની છે. જેમાં 2 લોકોના મોત થયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા.

  • 11 Jun 2023 08:08 AM (IST)

    Cyclone Biparjoy : પોરબંદરમાં ચોપાટી સહેલાણીઓ માટે બંધ કરાઇ

    બિપરજોય વાવાઝોડાની અસરને લઇને પોરબંદરથી(Porbandar) મોટા સમાચાર આવ્યા છે.પોરબંદરની ચોપાટી સહેલાણીઓ માટે બંધ કરાઇ છે.ચોપાટીના પ્રવેશના તમામ દરવાજા બહાર બેરિકેટીંગ લગાડવામાં આવ્યું છે.જ્યાં સુધી વાતાવરણ સ્થિર નહિ થાય ચોપાટી સહેલાણીઓ માટે બંધ રખાશે.તો બીજી બાજુ પોરબંદરના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે..વાવાઝોડાની અસર હેઠળ પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે.

  • 11 Jun 2023 07:26 AM (IST)

    ગુજરાત સરકારનો મોટો નિર્ણય, કૈલાસ માનસરોવર યાત્રાની સહાયમાં વધારો કર્યો

    ગુજરાત(Gujarat)  સરકારે કૈલાસ માનસરોવરની(Kailas Man Sarovar Yatra) યાત્રાએ જતા પ્રવાસીઓ માટે જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપીયા 23 હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂપિયા 50 હજાર સહાય અપાશે.

  • 11 Jun 2023 07:06 AM (IST)

    Gujarat Weather Forecast : રાજ્યમાં Cyclone Biparjoy ના સંકટ વચ્ચે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના

    હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનુ પ્રમાણ 53 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

    અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 42 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે.

  • 11 Jun 2023 06:37 AM (IST)

    Cyclone Biparjoy : વાવાઝોડું બન્યું સીવિયર સાયકલોન, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

    ગુજરાતના(Gujarat)  દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. બિપોરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 540 કિલોમીટર દૂર છે.આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડે તેવી પણ શક્યતા છે.

    વાવાઝાડોથી કોઈ નુકસાન ન થાય તે માટે NDRF, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના જવાનો સતર્ક છે. ગુજરાતના દરિયાકાંઠાના ગામ અને વિસ્તારોમાંથી જરૂર પડે લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર પણ કરવામાં આવશે. આ માટે વહીવટી તંત્રએ સલામત રોકાણના સ્થળો, ભોજનની વ્યવસ્થાની તૈયારી કરી છે.તો વીજળી, સિંચાઈ સહિતના વિવિધ સરકારી વિભાગો સતર્ક છે. અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.

Published On - 6:36 am, Sun, 11 June 23