8 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, 12થી 18 સપ્ટેમ્બરના સમયમાં ફેરફાર અમલી રહેશે

|

Sep 08, 2024 | 9:55 PM

આજે 8 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

8 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, 12થી 18 સપ્ટેમ્બરના સમયમાં ફેરફાર અમલી રહેશે

Follow us on

રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. નવી સિસ્ટમ સક્રિય થતાં 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ વરસશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા પણ વરસાદી ઝાપટા પડશે. અવિરત વરસાદ વરસતા પાકને મોટાપાયે નુકસાન પહોંચી શકે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Sep 2024 09:01 PM (IST)

    કંગના રણૌતની ફિલ્મ ઈમરન્સ પર ફરી સેન્સર બોર્ડની કાતર

    વિવાદોના વમળમાં ફસાયેલી અભિનેત્રી કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ પર સેન્સર બોર્ડે ફેરવી છે કાતર. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા U/A પ્રમાણપત્ર સાથે ફિલ્મને મંજૂરી આપવામાં આવી છે. જો કે CBFC ફિલ્મના ઘણા સીન પર વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે હવે આ ફિલ્મ ઘણા કટ અને ફેરફારો બાદ થોડા અઠવાડિયામાં રિલીઝ થશે. CBFCએ આ ફિલ્મમાંથી 3 સીન ડિલીટ કરવાની સૂચના આપી છે. સાથે જ કડક સૂચના આપી કે ફિલ્મને રિલીઝ કરતા પહેલા તેમાં 10 ફેરફાર કરવા પડશે. સેન્સર બોર્ડે મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડને 10 ફેરફારોની યાદી મોકલી છે. જેમાંના મોટાભાગના દૃશ્યો એવાં છે જેના પર શીખ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. મહત્વનું છે કે શીખ સંગઠનોએ વાંધો ઉઠાવતા CBFCએ સર્ટિફિકેટ રોકી રાખ્યું હતું. જે બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હાલ આ મુદ્દે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 4 સપ્ટેમ્બરે હાથ ધરાયેલી સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે સેન્સર બોર્ડને ફિલ્મ અંગેના વાંધાઓ દૂર કરવા અને 18 સપ્ટેમ્બર સુધીમાં પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ કંગનાએ કહ્યું હતું કે સર્ટિફિકેટ ન મળવાને કારણે ફિલ્મ તેના નિર્ધારિત સમય પર રિલીઝ થઈ શકી નથી.

  • 08 Sep 2024 09:01 PM (IST)

    વડોદરાના પૂરના પડઘા ગણેશ ઉત્સવમાં દેખાયા

    વડોદરામાં પુરનું સંકટ તો આવ્યું અને ગયુ. પુર ઓસર્યાના આટલા દિવસો બાદ પણ લોકોનો ગુસ્સો નથી ઉતર્યો. પૂરમાં વેઠેલી તકલીફો હવે નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. ગણેશ મહોત્સવમાં પણ આ વાતના પડઘા જોવા મળ્યા. કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ મહોત્સવમાં બેનરો લગાવીને કોર્પોર્ટેર સામે વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના રહીશોએ ગણેશ પંડાલમાં વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલરોને પ્રવેશબંધીના બેનર લગાવ્યા છે..સ્થાનિકોનો આરોપ છે કે પૂરના સમયે કોઈ કોર્પોરેટર દેખાયા ન હતા.

  • 08 Sep 2024 07:31 PM (IST)

    વડોદરા: ભદ્ર વિસ્તારમાં પડ્યો વધુ એક ભૂવો

    વડોદરા: ભદ્ર વિસ્તારમાં પડ્યો વધુ એક ભૂવો પડ્યો છે. અલકાપુરી ઊર્મિ ચાર રસ્તા નજીક મહાકાય ભૂવો પડ્યો છે. JCBથી ભૂવાનું સમારકામ કરવા જતા પાણીની લાઈનમાં  ભંગાણ સર્જાયુ. પાણીની લાઈન તૂટવા છતાં ભૂવો પુરવાની કામગીરી શરૂ રહી. પાઇપલાઇન લિકેજ થવાથી ફરીથી તે જગ્યા પર ભૂવો પડવાની શક્યતા છે.

  • 08 Sep 2024 07:15 PM (IST)

    અંબાજીમાં માઈ ભક્તોના પ્રસાદ માટે ધમધમ્યા રસોડા

    ભાદરવી પૂનમના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીમાં પૂનમના દર્શને આવનારા માઈભક્તો માટે રસોડા ધમધમવા લાગ્યા છે. માઈભક્તો માટે મોહનથાળના પ્રસાદની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.  ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ મેળામાં લોકો વિવિધ વાનગીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણે છે. સ્થાનિક હસ્તકલા અને હસ્તશિલ્પનો પણ આનંદ માણે છે. મેળામાં આવતા લોકો માટે પ્રસાદનું પણ અનેરુ મહત્વ છે. મોહનથાળનો પ્રસાદ લોકો સાથે લઈ જાય છે, જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

  • 08 Sep 2024 06:28 PM (IST)

    વડોદરા: ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ

    વડોદરા: ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ થયો. રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં ગણેશજીની મૂર્તિને ખંડિત કરાઈ છે. 3 ગણેશ મંડળની ગણેશજીની મૂર્તિને તોડી ખંડિત કરવામાં આવી. રણછોડ યુવક મંડળ, , પ્રગતિ યુવક મંડળ અને ખાડિયા પોળ યુવક મંડલની મૂર્તિને ખંડિત કરાઈ. મંડળોમાં રાત્રે અજાણ્યા શખ્સોએ કારસ્તાન કર્યુ હોવાનું સામે આવ્યુ. ગણેશ મંડળમાંથી સામાનની ચોરી થઈ છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગણેશ મંડળે ફરિયાદ નોંધાવી. અજાણ્યો શખ્સ CCTV કેમેરામાં કેદ થયો .

  • 08 Sep 2024 05:24 PM (IST)

    અંબાજીમાં 21 દિવસથી દેખા દેતુ રીંછ આખરે પાંજરે પૂરાયુ

    અંબાજી પર્વત પર સતત 21 દિવસથી રીંછ અલગ-અલગ જગ્યાએ દેખા દેતું હતું. આખરે વનવિભાગને રીંછને પાંજરે પુરવામાં સફળતા મળી છે. ભાદરવી પૂનમના મેળા નિમિત્તિ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવતા હોય છે. આવા સમયે રીંછના હુમલાની ભીતિ હતી. પરંતુ વનવિભાગે મેગા ઑપરેશન કરીને. રીંછનું રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડ્યું છે. ગબ્બર પર રીંછને પકડવા માટે 5 કલાકની મહેનત બાદ ટીમ દ્વારા રીંછને ગઈ રાત્રે પકડી પાડવામાં આવ્યુ હતું. ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા સ્ટેંક્યું ગનથી બેભાન કરી રીંછનું રેસ્કયૂ કરાયું હતું.

  • 08 Sep 2024 05:22 PM (IST)

    સુરત: રાજકોટના વોન્ટેડ આરોપીને સરથાણા પોલીસે ઝડપ્યો

    સુરત: રાજકોટના વોન્ટેડ આરોપીને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે. મંદિર બનાવવાના નામે જમીનમાં રોકાણના નામે છેતરપિંડી કરી હતી. માધવપ્રિયદાસના સાગરીત લાલજી ઢોલાની ધરપકડ કરાઈ છે. ગૌશાળા અને મંદિર બનાવવાના નામે નાણા પડાવ્યા હતા. આ મામલે રાજકોટના ભક્તિનગરમાં 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

  • 08 Sep 2024 05:00 PM (IST)

    પંચમહાલ: કાલોલના બાકરોલમાં કરાડ નદીમાં તણાયા 2 કિશોર

    પંચમહાલ: કાલોલના બાકરોલમાં કરાડ નદીમાં 2 કિશોર તણાયા છે. 15 વર્ષિય કરશન ભરવાડ નામનો કિશોર લાપતા થયો છે. જ્યારે એકનો બચાવ થયો છે. કરાડ નદીના કોઝવે પરથી પસાર થતા બંનેના પગ લપસ્યા હતા. હાલોલ, કાલોલ અને ગોધરા ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. ઘટનાની જાણ થતા કાલોલ મામલતદાર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.

  • 08 Sep 2024 03:17 PM (IST)

    રાજ્યમાં આગામી 5 દિવસ  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી 

    રાજ્યમાં આગામી પાંચ દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ પડશે. અમુક વિસ્તારોમાં આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય રાજસ્થાનમાં બનેલા સર્ક્યુલેશનના લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે.

     

  • 08 Sep 2024 03:08 PM (IST)

    વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત્

    વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત્ છે. હવે ઉર્મિ ચાર રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. મંદિર જવાના માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો છે. ભૂવાને કારણે ભારે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે. હાલ રોડને કોર્ડન કરવામાં આવ્યો છે.

     

  • 08 Sep 2024 02:04 PM (IST)

    સુરત ગણેશોત્સવ અંગે હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસને હળવા હાથે કામગીરી કરવા જણાવ્યું

    સુરત પોલીસના કાર્યક્રમમાં ગણેશોત્સવની ઉજવણી અંગે હર્ષ સંઘવીનું નિવેદન. લોકોને લાઉડ સ્પીકર ધીમે વગાડવા સૂચન કર્યું.. પોલીસને પણ હળવા હાથે કામગીરી કરવા જણાવ્યું. કહ્યું કે, અડધો કલાક આઘુપાછુ ચલાવી લેજો.  તહેવારને હર્ષોલ્લાસથી ઉજવવા અપીલ કરી.

  • 08 Sep 2024 01:40 PM (IST)

    ગાંધીનગર સાધુ મહારાજ બનીને લૂંટ કરતો શખ્સ ઝડપાયો

    ગાંધીનગરમાં સાધુ મહારાજ બનીને લોકોને લૂંટતો શખ્સ ઝડપાયો. ગાંધીનગર LCBએ બાતામીના આધારે આરોપીની કરી ધરપકડ. બે દિવસ અગાઉ કલોલ વિસ્તારના વ્યક્તિને લૂંટાતા ઘટના પ્રકાશમાં આવી. અન્ય બે આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરાઇ. LCBની ટીમે રોકડા, મોબાઈલ, બાઇક સહિતના 5 લાખ 24 હજારનો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી.

  • 08 Sep 2024 01:40 PM (IST)

    વડોદરામાં નગરસેવકોને શ્રીજીના દર્શન માટે સ્થાનિકો દ્વારા પ્રવેશ બંધી

    • વડોદરામાં શ્રીજીના ડેકોરેશનમાં નગરસેવકનો વિરોધ
    • કારેલીબાગ વિસ્તારમાં આવેલ વિશ્વકુંજ સોસાયટીમાં કરવામાં આવી થીમ
    • પૂર પરિસ્થિતમાં લોકોને પડેલ વેદના તેમને ગણેશ મંડપમાં કરી રજૂ
    • “વોર્ડ નં 3 ના કોર્પોરેટર માટે પ્રવેશ બંધ” શ્રીજીના મંડપમાં લગાવવામાં આવ્યું
    • પૂર દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિથી વાકેફ કરવા ડેકોરેશન માં મૂકવામાં આવ્યું
  • 08 Sep 2024 01:39 PM (IST)

    શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર

    શક્તિપીઠ અંબાજીમાં મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર.,. ભાદરવી પૂનમના મેળાના કારણે 12થી 18 સપ્ટેમ્બર સુધી સમય બદલાયો.. સવારની આરતી 6.30 વાગ્યે, સાંજની આરતી 7 વાગ્યે થશે.. દર્શન સવારે 6.30થી 11.30, બપોરે 12.30થી 5 અને સાંજે 7.30થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન થઈ શકશે..

  • 08 Sep 2024 01:38 PM (IST)

    અમદાવાદ ભરત છાબડા નામના ભેજાબાજની ધરપકડ

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભરત છાબડા નામના ભેજાબાજની કરી ધરપકડ.. હરિયાણાના કરનાલથી ભેજાબાજને ઝડપવામાં સફળતા મળી.. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને મહાનુભાવો સુધીની પહોંચ બતાવી રોફ જમાવતો.. ગૃહ મંત્રાલય, RAW, CBI જેવી સુરક્ષા એજન્સીઓમાં પહોંચ બતાવી.. આરોપીએ PMOના નામે પણ ચિટીંગ કરતો હોવાનો ખુલાસો..

  • 08 Sep 2024 01:37 PM (IST)

    અમરેલીના નાગનાથ ખાતે બસની અડફેટે અકસ્માતમાં એકનું મોત

    • અમરેલીના નાગનાથ બસ સ્ટોપ પાસેે એસટી બસની અડફેટે અકસ્માતમાં એકનું મોત
    • એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયો અક્સ્માત
    • અમરેલી ભોરીંગડા અમરેલી રૂટની એસટી બસે અક્સ્માત સર્જ્યો
    • એસટી બસ હડફેટે બાઇક ચાલકનું મોત
    • ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવારમાં ખસેડાતા ડોકટરે મૃત જાહેર કર્યા
    • અમરેલીના ચિતલ રોડ પર રહેતા બાઇક ચાલક હસમુખ વ્યાસનું મોત
  • 08 Sep 2024 01:37 PM (IST)

    દહેજમાં 2 વર્ષના બાળકની અપહરણની ઘટના

    • ભરૂચના દહેજમાં 2 વર્ષના બાળકનું અપહરણ થયું
    • બાળકને ટ્રેનમાં મુંબઈ તરફ લઈ જવાયું હતું
    • રેલવે પોલીસની મદદથી વસઈ નજીકથી બાળકને મુક્ત કરવાયું
    • બાળકની માતાના પ્રેમીએ અપહરણ કર્યું હતું
    • નિ:સંતાન હોવાના કારણે અપહરણ કરાયું હતું
    • ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલાયો
  • 08 Sep 2024 01:13 PM (IST)

    વડોદરા નગરસેવકોને શ્રીજીના દર્શન માટે સ્થાનિકો દ્વારા પ્રવેશ બંધી

    • નગરસેવકોને શ્રીજીના દર્શન માટે સ્થાનિકો દ્વારા પ્રવેશ બંધી
    • શ્રીજીના ડેકોરેશનમાં નગરસેવકનો વિરોધ
    • કારેલીબાગ વિસ્તારમાં આવેલ વિશ્વકુંજ સોસાયટીમાં કરવામાં આવી થીમ
    • પૂર પરિસ્થિતમાં લોકોને પડેલ વેદના તેમને ગણેશ મંડપમાં કરી રજૂ
    • “વોર્ડ નં 3 ના કોર્પોરેટર માટે પ્રવેશ બંધ” શ્રીજીના મંડપમાં લગાવવામાં આવ્યું
    • પૂર દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિથી વાકેફ કરવા ડેકોરેશન માં મૂકવામાં આવ્યું
  • 08 Sep 2024 01:13 PM (IST)

    સુરક્ષા એજન્સીઓ સુધીની પહોંચ બતાવી રોફ જમાવતા ભેજાબાજની ધરપકડ

    • કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને મહાનુભવો સુધીની પોતાની પહોંચ બતાવી રોફ જમાવતા ભેજાબાજની ધરપકડ
    • ભરત છાબડા નામના ભેજાબાજની ધરપકડ
    • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના કર્નાલ થી ઝડપી પાડ્યો
    • અમદાવાદના સરદાર નગરના એક ઈસમના આધાર કાર્ડના આધારે બોગસ રીતે સિમ મેળવ્યો હોવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માં દાખલ થયો હતો ગુનો
    • ગૃહ મંત્રાલય, રો – CBI જેવી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ માં પોતાની પહોંચ બતાવી ગેરકાયદેસર લાભ મેળવતો હતો
  • 08 Sep 2024 12:48 PM (IST)

    ‘જો રામ કો લાયે હૈં’ ગીત ગાનાર કન્હૈયા મિત્તલ કોંગ્રેસમાં જોડાઈ શકે

    ‘જો રામ કો લાયે હૈં હમ ઉનકો લાયેંગે ગાને વાલે’ ગીત ગાનાર કન્હૈયા મિત્તલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ માટે મારા દિલમાં હંમેશા સોફ્ટ કોર્નર રહ્યો છે. કોંગ્રેસ મારા મગજમાં છે. ભાજપે એ વાત ફેલાવી કે હું તેમના માટે ગીતો ગાઉં છું.

  • 08 Sep 2024 12:47 PM (IST)

    જમ્મુ-કાશ્મીર ચૂંટણી: ભાજપે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી

    ભારતીય જનતા પાર્ટી (BJP) એ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠી યાદી જાહેર કરી છે. પાર્ટીએ 10 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

  • 08 Sep 2024 12:42 PM (IST)

    કચ્છ કંડલા દિનદયાલ પોર્ટ પર શ્રમિકોની હડતાલ

    • કંડલા દિનદયાલ પોર્ટ પર શ્રમિકોની હડતાલ
    • પોર્ટે ઓપરેશન થયું પ્રભાવિત
    • શ્રમિકો દ્વારા થતું તમામ ઓપરેશન સંપુર્ણ બંધ
    • પ્રાથમિક વિવિધ માંગ મુદ્દે હડતાલ
    • સરવા ઝુંપડા વિસ્તારમાં રહેતા લોકોના સુવિધાની માંગ
    • પોર્ટની બાજુમાં જ બનેલી છે સરવા ઝુંપડા વસાહત
    • લાઈટ પાણી ન હોવાથી પરેશાન શ્રમિકોએ પોર્ટ સામે હડતાલનું શસ્ત્ર
    • વિન્ચમેન અને ખાનગી શ્રમિકોએ સવારની શિફટથી રહ્યા અળગા
    • પોર્ટ પ્રવકતાનું નિવેદન જરૂરી પગલા લેવાયા ચર્ચા જારી
    • ચર્ચાથી પ્રશ્નનો ઉકેલ લઈ અવાશે
  • 08 Sep 2024 12:21 PM (IST)

    ગાંધીનગર પેથાપુર રોડ ઉપર અકસ્માતની ઘટના

    • ગાંધીનગર પેથાપુર રોડ ઉપર હિટ એન્ડ રનમાં 2 મહિલાનું મોત
    • પુર ઝડપે આવતી કારે ડાલાને અડફેટે લેતા બની મોટી ઘટના
    • અકસ્માત દરમિયાન બે મહિલાનું ઘટના સ્થળે મોત
    • કંચન બા રાઠોડ, મનહર બા રાઠોડનું ઘટના સ્થળે મોત
    • બન્ને મહિલા ઉભી હતી તે સમય બની ઘટના
    • કાર ચાલક હાલ ફરાર
    • પેથાપુર પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી.
  • 08 Sep 2024 12:19 PM (IST)

    અરવલ્લી ભિલોડામાં ધોધમાર વરસાદ

    અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ. યાત્રાધામ શામળાજી, ભિલોડા બસ સ્ટેશન, સ્ટેટ બેન્ક વિસ્તારમાં પાણી ભરાયા. ખલવાડ, ભવનાથ, લીલછા, માંકરોડામાં ધોધમાર વરસાદ ખાબકતા પાણી-પાણીના દ્રશ્યો.

  • 08 Sep 2024 12:18 PM (IST)

    સાબરકાંઠા તલોદમાં વરસ્યો વરસાદ

    સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મૂશળધાર. વક્તાપુર, ઉજેડીયા, મહિયલ, વાવડી, કેશરપુરા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી.

    બીજી તરફ સબારકાંઠાના પ્રાંતિજ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મૂશળધાર. બાકલપુર, કમાલપુર, અમિનપુર, પલ્લચર, પોગલું, પિલુદ્રા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો.

  • 08 Sep 2024 10:48 AM (IST)

    બનાસકાંઠાઃ પાલનપુર આબુ હાઇવે પર અકસ્માત

    • પાલનપુર આબુ હાઇવે પર અકસ્માત સર્જાયો છે.
    • અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત, એક ઘાયલ
    • ચિત્રાસણી પાસે બાઈક અને ટેલર વચ્ચે સર્જાયો અકસ્માત
    • બાઈક પર સવાર બે ઈસમો ટ્રેલર ના ટાયર નીચે આવી જતા બની ઘટના
    • ઘાયલને પાલનપુર સિવિલમાં સારવાર થઈ ખસેડાયો
    • પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • 08 Sep 2024 10:15 AM (IST)

    સુરત જેલમાં કેદ આરોપીઓએ મેડિકલ ઓફિસરને માર માર્યો

    સુરત લાજપોર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને માર્યો માર.. નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેંટરના મેડિકલ ઓફિસરને લાફો મારતા તંત્ર દોડતું થયું. આરોપીએ કહ્યું મને ખાંસી થાય છે સિવિલમાં રીફર કરો.. પરંતુ મેડિકલ ઓફિસરે ના પાડતા આરોપી માર માર્યો.

  • 08 Sep 2024 09:52 AM (IST)

    પંચમહાલ NEET પરીક્ષામાં ચોરીના ષડયંત્રનો કેસ, આરોપીઓના બેઠકના CCTVસામે આવ્યા

    પંચમહાલ NEET પરીક્ષામાં ચોરીના ષડયંત્રનો કેસ. આરોપીઓની બેઠકના CCTV સામે આવ્યા. પરીક્ષાના અગાઉના દિવસે પરશુરામ રોય અને વિભોર આનંદે કરી હતી બેઠક. વડોદરાની ખાનગી હોટલમાં રોકાયા હતા બંને આરોપીઓ. 5 મેના રોજ પરીક્ષા થયા બાદ અન્ય આરોપીએ કરી હતી બેઠક.

  • 08 Sep 2024 09:51 AM (IST)

    દિલ્હીમાં કાપડની ફેક્ટરીમાં આગ

    • દિલ્લી બક્કરવાલા વિસ્તારમાં કાપડની ફેક્ટરીમાં આગ
    • ફાયર વિભાગના 25થી વધુ વાહનો ઘટનાસ્થળે
    • આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગના તનતોડ પ્રયાસો
  • 08 Sep 2024 09:50 AM (IST)

    અમદાવાદમાં નકલી CBI ટીમે ફિલ્મ મેકર યુવકને લાફા ઝીંક્યા

    • YMCA કલબમાં નકલી CBI ટીમે ફિલ્મ મેકર યુવકને લાફા ઝીંક્યા
    • 2 સપ્ટેમ્બરે ફિલ્મ મેકર યુવક મિટિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક ત્રણ શખ્સો CBI ની ઓળખ આપી રૂમમાં ઘુસી ગયા અને તમામના ફોન કબ્જે લીધા
    • ફોન આપવાનું ના પાડતા ફિલ્મ મેકર યુવકનું વોલેટ લઈ લીધુ
    • યુવકે આઈ કાર્ડ માંગતા બોગસ આઈ કાર્ડ બતાવ્યા અને પછી ત્રણેય ફરાર
  • 08 Sep 2024 09:06 AM (IST)

    રાજકોટઃ રામનગરમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળ્યો

    • રાજકોટ રામનગરમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળ્યો
    • આ વિસ્તારને કોલેગ્રસ્ત જાહેર કરીને જિલ્લા કલેકટરનું જાહેરનામું
    • અલગ અલગ વિસ્તારમાં કોલેરા ના 6 કેસ મળી આવ્યા
    • થોડા દિવસ પહેલા રામનગર થી થોડે દૂર લોહાનગરમાં કોલેરાના બે કેસ મળી આવ્યા હતા
    • શંકાસ્પદ ડેન્ગ્યુના તાવથી યુવકનું મોત છતા મહાપાલિકા નું તંત્ર અજાણ..રિપોર્ટની રાહમાં
    • સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2 હજાર દર્દીઓની ઓપીડી
  • 08 Sep 2024 08:36 AM (IST)

    લખનૌ ગોઝારી દુર્ઘટનામાં વધ્યો મૃત્યુઆંક

    લખનૌમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 8 પર પહોંચ્યો. 30થી વધુ લોકોને કાટમાળમાંથી કરાયા રેસ્કયુ.

  • 08 Sep 2024 08:36 AM (IST)

    રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ભારતીય મૂળના લોકો સાથે કરશે સંવાદ

    વિપક્ષના નેતા બન્યા બાદ પ્રથમવાર વિદેશ પ્રવાસે રાહુલ ગાંધી. ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતીય મૂળના લોકો સાથે કરશે વાતચીત.

  • 08 Sep 2024 08:35 AM (IST)

    ભારત પ્રવાસે ‘પ્રિન્સ’ પશ્વિમ એશિયામાં વધી રહ્યો છે તણાવ

    પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અબુધાબીના પ્રિન્સ શેખ ખાલિદ બિન જાયદ, બે દિવસના ભારતના પ્રવાસે. વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત.

  • 08 Sep 2024 07:52 AM (IST)

    કચ્છના લખપતમાં ભેદી બીમારીથી મોતનો આક્ષેપ

    • છેલ્લા થોડા દિવસોમાં લખપત આસપાસના વિસ્તારના 12 લોકોના મોત
    • ન્યુમોનિયા તાવ જેવા લક્ષણો ધરાવતા 12ના મોત થયા આરોગ્યતંત્રમાં દોડ ધામ
    • લખપતના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં થયાં મોત
    • જિ.પં.પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરી
    • પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માંગ
    • આરોગ્ય વિભાગે લખપત વિસ્તાર માં તપાસ હાથ ધરી
    • મોતના કારણો અંગે તપાસ કરશે આરોગ્ય વિભાગ
  • 08 Sep 2024 07:52 AM (IST)

    અમરેલી મીતીયાળા ગામે યુવક પર દીપડાનો હુમલો

    અમરેલી સાવરકુંડલાના મીતીયાળા ગામે યુવક પર દીપડાએ કર્યો જીલવણે હુમલો. ફળિયામાં હુમલો કરી દીપડો નાસી છૂટ્યો.દીપડાના હુમલામાં યુવકને પહોંચી ગંભીર ઇજાઓ. યુવક સાવરકુંડલા સિવિલમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો.

  • 08 Sep 2024 06:58 AM (IST)

    વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશામાં જામશે વરસાદ

    દેશના વિવિધ રાજ્યમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, દિલ્હીમાં વરસાદની આગાહી. તો આ તરફ તેલંગાણામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું.

  • 08 Sep 2024 06:58 AM (IST)

    કર્ણાટક કલબુર્ગી શહેરમાં વરસાદ રસ્તાઓ પર પાણી-પાણી

    કર્ણાટકના વિવિધ શહેરોમાં વરસાદ વરસ્યો. કલબુર્ગી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી પાણીના દ્રશ્યો. કર્ણાટકમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આાગાહી.

  • 08 Sep 2024 06:03 AM (IST)

    ખેડામાં બે જૂથ વચ્ચે અથડામણ

    • ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ
    • અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે બબાલ
    • કયાં કારણથી બબાલ થઈ તેનું કારણ અકબંધ
    • ખેડા જિલ્લાની lcb અને Sog સહિતની પોલીસ કઠલાલ પહોંચી

Published On - 6:01 am, Sun, 8 September 24