
આજે 08 માર્ચના રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપવો મહામુકાબલો યોજાવાનો છે ત્યારે વર્લ્ડ કપને લગતી તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગુજરાતની મુલાકાતે આવેલ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે, જાહેરસભાને સંબોધતા કહ્યું કે, દિલ્હીમાં સારી સરકાર ચલાવી એટલે ભાજપે મને ચોર કહીને જેલમાં નાખ્યો. પરંતુ કોર્ટે કહ્યું કેજરીવાલ ઈમાનદાર છે. ગુજરાતે પણ દિલ્હીની જેમ વીજળી મફત આપવી જોઈએ. પાણી મફત આપવું જોઈએ. મહોલ્લા ક્લિનીક જેવી વ્યવસ્થા ગુજરાતે પણ ઊભી કરવી જોઈએ. ગુજરાતની સરકાર કે ભાજપ વિરુધ્ધ બોલનારને જેલમાં નાખવામાં આવે છે. બોટાદમાં ખેડૂતોને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા છે. હવે બીજા ખેડૂતોને ડરાવવા કહે છે કે, બોટાદવાળી કરીશું. દિલ્હીમાં પણ ભાજપ અને કોંગ્રેસ જ હતા. લોકોએ જનતાની સરકાર બનાવી. ગુજરાતમાં પણ ભાજપ અને કોંગ્રેસ જ છે. લોકોએ જનતાની સરકાર બનાવવી જોઈએ. આગામી ચૂંટણીમાં કોઈને પણ મત આપશું.. કમળને ઉખાડી ફેકીશું.
ઈરાને આજે યુદ્ધના 9માં દિવસે ફરી ઈઝરાયલ પર મિસાઈલ છોડ્યા છે, જેના કારણે ઈઝરાયલમાં ચેતવણી આપતી સાયરનો ગૂંજી ઉઠી છે.
રાજ્યના સર્વાગી અને સંતુલિત વિકાસ માટે 6 ગ્રોથ હબ વિકસાવવા દરેક ક્ષેત્રની જરૂરીયાત મુજબ ખુબ જ ટુંકા સમયમાં રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરીને “જે કહ્યું તે કરવુંનો ધ્યેય” મુખ્યમંત્રીએ સાકાર કર્યો છે. દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે સૌ પ્રથમ 1185 કરોડ રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. SERની કનેક્ટિવિટી મજબૂત થવાથી સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી અને ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસની રફતાર તેજ થશે. લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વધારા સાથે ઔદ્યોગિક વિસ્તરણ – કૃષિ પાકોની પરિવહન સુવિધા અને પ્રવાસન વિકાસ સંગીન બનશે – રોજગારીના અવસર વધશે. કુલ 383 કિલોમીટર લંબાઇમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના 24 કામો હાથ ધરાશે
સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કામરેજના પરબ ગામે આવેલ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો છે. મિલ બાજુમાં ખુલ્લા ખેતરમાંથી મૃતદેહ મળ્યો, હત્યા કરાયેલા યુવકનો મૃતદેહ મળતા જિલ્લા પોલીસ દોડતી થઈ છે. માથામાં બોથડ પદાર્થ મળી હત્યા કરી હોવાની આશંકા છે. કામરેજ પોલીસે મૃતદેહનો કબજો લીધો. યુવકનું નામ દિપક મિશ્રા હોવાનું અને મિલમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સાબરકાંઠા તલોદની રોઝડ ચોકડી પાસે કારમાં આગ લાગી હતી. ધનસુરા-અમદાવાદ સ્ટેટ હાઇવે પર બની ઘટના. CNG પંપ નજીક અચાનક કારમાં લાગી આગ. CNG ભરાવવા આવતી કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિકો અને પેટ્રોલપંપનાં કર્મીઓનો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો.
વાવ થરાદના થરાદના આજાવાડા નજીક આવેલ મુખ્ય કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. થરાદ નગરપાલિકાની ટીમે કેનાલમાંથી મહિલાના મૃતદેહ બહાર નીકળ્યો. મૃતક મહિલા થરાદના પીલુડા ગામની હોવાનું સામે આવ્યું. મૃતક મહિલાના પતિ સહિત પરિવારના ગંભીર આક્ષેપ મહિલાના મોત મામલે મૃતક મહિલાના પ્રેમી સહિત બે શખ્સોએ મહિલાને કેનાલમાં ફેંકી દીધી હતી હોવાના આક્ષેપ. મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતા જ થરાદ પોલીસ મથકના PI સહિત પોલીસ પહોચી સરકારી હોસ્પિટલ થરાદ પોલીસે મૃતક મહિલાના આક્ષેપ આધારે તપાસ હાથ ધરી.
જામનગરના હાપા વિસ્તારમાં આવેલી મરી મસાલાની ફેક્ટરીમાં આગની ઘટના ઘટી છે. મસાલાની ફેક્ટરીમાં આગ લાગતા મચી ભારે અફરાતફરી. સ્થાનિક ફાયર વિભાગની ટીમો આગ પર મેળવ્યું નિયંત્રણ. શોટસર્કિટને પગલે ફેક્ટરીમાં આગ લાગી હોવાનું અનુમાન.
ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ (નિવૃત્ત)ના હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીને કારણે શ્રીનગરના GVK હેલિપેડ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. પૌરી પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ આવી હતી. સાવચેતી ભાગ રૂપે, રાજ્યપાલનું હેલિકોપ્ટર GVK હેલિપેડ પર લેન્ડિંગ થયું, ત્યારબાદ તેમને શ્રીનગરના પોલીસ ગેસ્ટ હાઉસ લઈ જવામાં આવ્યા.
અમરેલી જિલ્લામાં ભાજપના MLAની હાજરીમાં હુમલો. લાઠી તાલુકાના દામનગરમા ધારાસભ્ય જનક તળાવયાના હસ્તે ખાતર્મુહત દરમ્યાન થયો હુમલો. દામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તજા ઉપર ઘાતક હથિયાર વડે હુમલો. કાર્યકરોમાં નાસભાગ અને અફરાતફડી મચી હતી. ઇજાગ્રસ્ત ભાજપના હોદેદાર પ્રકાશ તજાને તાત્કાલિક ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયો. હુમલો કરનાર હીરાભાઈ નવાપરા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનો ડિરેકટર અને ભાજપનો કાર્યકર છે. દામનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ. SP સંજય ખરાત આ ઘટના ઉપર સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
રાજકોટ: કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ભક્તિનગરના કોન્સ્ટેબલ અમિતસિંહ ચૌહાણ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે.
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવાયો છે. કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપી અવાર-નવાર દુષ્કર્મ કર્યાનો આક્ષેપ છે. પોલીસે સમગ્ર મામલે આરોપી કોન્સ્ટેબલ સામે તપાસ હાથ ધરી
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરમાં લગભગ 800 સ્માર્ટ બસ શેલ્ટર સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી રહી છે. 100 જેટલા શેલ્ટરો સ્ટેઈનલેસ સ્ટીલથી બનાવવામાં આવશે, જેથી તે મજબૂત, ટકાઉ અને લાંબા સમય સુધી ઉપયોગમાં રહે તે સુનિશ્ચિત થાય. આ પહેલ દ્વારા શહેરના બસ સ્ટોપને આધુનિક બનાવી મુસાફરોને વધુ સુવિધાજનક અને સુવ્યવસ્થિત રાહ જોવાની જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી ખાતે આશા વર્કર બહેનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. પડતર માંગણીઓ લઈને આશા બહેનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. લઘુતમ વેતન અને સમયસર પગાર, તેમજ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવાની માગ ઉઠી છે. આ સાથે ઓનલાઇન કામગીરી બંધ કરવાની અને નોકરીના કલાક નક્કી કરવાની માગ સાથે દેખાવ યોજ્યા હતા. આશા બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી વિશાળ રેલી કાઢી, જો સરકાર તેમની માગણીઓ નહીં માને તો આંદોલનના માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં આશા બહેનોના વિરોધને પગલે સત્યાગ્રહ છાવણીમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ આજે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ ટી20 મેચ નિહાળવા માટે અમદાવાદ આવશે. આજે સાંજે પાંચ કલાકે અમિત શાહ અમદાવાદ પહોંચશે. ઍરપોર્ટ થી સીધા તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા રવાના થશે. પરિવાર સાથે T20 વિશ્વ કપની ફાઇનલ તેઓ નિહાળશે.
અમદાવાદમાં સ્ટેડિયમ બહાર મેચ રસિયાઓનો જમાવડો જામ્યો. ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મુકાબલો 7 વાગ્યાથી શરૂ થશે પરંતુ સ્ટેડિયમ બહાર અત્યારથી જ દર્શકો ઉમટી રહ્યા છે. પ્રેક્ષકોને 3 વાગ્યાથી પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવશે. ક્રિકેટ રસીયાઓએ વિજયનો શંખનાદ કરી ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપી. દક્ષિણ ભારત અને બંગાળથી મોટા પ્રમાણમાં ક્રિકેટ રસિો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.
વડોદરા: વાઘોડિયામાં બાળકોએ કેનાલમાં ઝંપલાવી સ્ટંટ કર્યા. નર્મદાની મેઈન કેનાલ પર બાળકોના સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. બ્રિજ પરથી બાળકોએ કેનાલમાં છલાંગ લગાવી. એક પછી એક બાળકે કેનાલમાં કૂદી જીવ જોખમમાં મૂક્યા. વાહનચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં વીડિયો કેદ કર્યો. ઘટનાને પગલે અધિકારીઓના પેટ્રેલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
પ્રોપેન અને નેચરલ ગેસની અછતને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ધીમે ધીમે શટડાઉન થવાની સ્થિતિમાં પહોંચી રહ્યો છે અને તેની સીધી અસર સૌરાષ્ટ્ર-કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાંથી આવતો પ્રોપેન ગેસનો સપ્લાય અટકી ગયો છે, જેના કારણે પ્રોપેન ગેસ પર ચાલતા સિરામિક એકમો બંધ થવા લાગ્યા છે, જ્યારે નેચરલ ગેસ વાપરતા એકમો પણ આવનારા દિવસોમાં શટડાઉન તરફ વધી રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ અને કાચા માલની હેરફેર માટે મોટા પ્રમાણમાં ટ્રકોનો ઉપયોગ થાય છે, તેથી ફેક્ટરીઓ બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય લગભગ ઠપ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. મોટા ભાગના ટ્રક પર બેંક લોન ચાલુ હોવાથી ટ્રક માલિકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે ડ્રાઈવર, ક્લીનર, મેન્ટેનન્સ કામદારો અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લાખો લોકોની રોજગારી પર સંકટ ઊભું થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો સમગ્ર વિસ્તારમાં ગંભીર આર્થિક અસર જોવા મળી શકે છે.
જામનગરઃ ધ્રોલ જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી હિરલ નામની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા અનેક સવાલ ઉઠ્યા છે. દ્રારકા ખંભાળિયાની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ધ્રોલ પોલીસે મૃતદેહને જામનગર પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. જો કે વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે જ્યારે મહામુકબલો રમાશે, ત્યારે દેશભરમાંથી આવતા ક્રિકેટ ચાહકોને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ
આવકાર આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેમને ભારતીય ટીમ પર ભરોસો છે. અને આજે ફરી એકવાર ભારતીય ટીમ ઇતિહાસ રચશે.
આશુતોષ મહારાજ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. તિક્ષ્ણ હથિયારો વડે આશુતોષ મહારાજ પર હુમલો કરાયો, જેમા તેમને માથાના ભાગે ઈજા આવી છે. રિવા એક્સપ્રેસથી પ્રયાગરાજ જતી વખતે આ હુમલો કરાયો હતો. હુમલાખોરે ચાકુથી નાક કાપ કાપવાની કોશિશ કરી હતી. છેવટે મહા મુસીબતે આશુતોષ મહારાજે ટ્રેનના ટોઈલેટમાં છુપાઈને જીવ બચાવ્યો હતો. આ એ જ આશુતોષ મહારાજ છે જેમણે શંકરાચાર્ચ અવિમુક્તેશ્વારનંદ વિરુદ્ધ પોક્સો હેઠળ કિશોરોના યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટના જેતપુરમાં ગરીબ અને સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો માટે એક મહિલા જે દેવદૂત બનીને આવ્યા. શાસ્ત્રોમાં કહેવાય છે કે વિદ્યાદાન મોટું દાન છે.. અને આ જ વાતને સાર્થક કરવા માટે જેતપુરમાં પ્રીતિ અગ્રવાલે 10 વર્ષ અગાઉ જરૂરિયાતમંદ બાળકોને મફતમાં ટ્યુશન આપવાનું શરૂ કર્યું.. કોલકત્તામાં જન્મેલા પ્રીતિ અગ્રવાલને પહેલાથી જ સમાજ માટે અને જરૂરિયાતમંદ લોકો માટે કંઈક કરવાની ભાવના હતી.. પરંતું વર્ષ 2016માં 1 જાન્યુઆરીએ તેમને આ વિચારને સાર્થક કરવાનો નિર્ણય લીધો.. અને જરૂરિયાત મંદ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો… જે બાદ પ્રીતિ અગ્રવાલે તેમના પતિ અને પરિવારના સહકારથી જરૂરિયાતમંદ બાળકોના વાલીઓને મળીને પોતાના ઘરમાં જ 13 બાળકો સાથે મફત ટ્યુશન શરૂ કર્યું… 10 વર્ષ બાદ આજે તેઓ જેતપુરમાં 4 સેન્ટર પર અંદાજે 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપે છે.. અને ઘરથી શરૂ થયેલો આ પ્રયાસ આજે માય ઈન્ડિયા એડ્યુકેર સંસ્થાના નામથી ઓળખાવા લાગ્યો છે… અહીં આવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.. સાથે જરૂરી સ્ટેશનરીની કીટ પણ પુરી પડાય છે.. ત્યારે પ્રીતિ અગ્રાવાલના વિદ્યાર્થીઓ પણ તેમના વખાણ કરતાં અને આભાર માનતાં થાકતાં નથી…
જુનાગઢના તોરણીયા ગામે રહેતા પિતા અને પુત્રનું અપહરણ કરી તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ યુવતી સાથે મિત્રતા હોવાને કારણે આ સમગ્ર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીના પતિ અને તેના સાથીદારોએ ફરિયાદીના ઘરે જઈ પિતા-પુત્રનું અપહરણ કરી તેમને વિસાવદર તાલુકાના રાજપરા ગામ પાસે આવેલા ફાર્મહાઉસમાં લઈ જઈ લાકડીઓ વડે માર માર્યો હોવાનો આરોપ છે. આ બનાવ બાદ પિતા-પુત્ર મહામહેનતે છૂટીને પોતાના ગામ પરત ફર્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ સાથે તોરણીયા ગામે બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીઓને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી રહી છે.
ભરૂચ: અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની ઘટના સામે આવી છે. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે. 80 કામદારોને તાત્કાલિક ફેક્ટરીની બહાર કઢાયા છે. 3 કામદારોને ધુમાડાની અસર થઈ છે. ઇજાગ્રસ્ત 3 કામદારોને હોસ્પિટલ ખસેડાયા છે. 15થી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા કામગીરીમાં જોડાયા છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. કંપની વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત કૂલિંગ કામગીરી ચાલુ છે.
સુરેન્દ્રનગર: કેનાલમાં નાહવા પડેલા બે કિશોર ડૂબ્યા હતા. જે પૈકી એકનું મોત અને અન્ય કિશોરની શોધખોળ યથાવત છે. લીંબડી તાલુકાના છાલિયા તળાવ પાસેની ઘટના છે. ફાયર ફાઇટર ટીમ દ્વારા એક કિશોરને બહાર કાઢવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટરે એક કિશોરને મૃત જાહેર કર્યો છે. બીજા કિશોરની શોધખોળ માટે ફાયર ફાઇટર ટીમ કામગીરીમાં લાગી છે. સુરેન્દ્રનગર મનપાની ફાયર ટીમ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એકનો મૃતદેહ મળ્યો, અન્યની શોધખોળ ચાલુ છે.
વાવ થરાદ: ધરણીધરના માવસરી ગામની ગૌશાળાને લઈને રાજકારણ ગરમાયું છે. ગૌશાળાના વહીવટમાં ઉચાપતના આક્ષેપ સાથે ભાજપ કોંગ્રેસ આમને સામને આવ્યા. એક કરોડ ચોવીસ લાખના વહીવટ પર વિવાદ ઉગ્ર બન્યો છે. ગાયો માટે મળતી સરકારી સહાયના વહીવટ પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. માવસરી ગામના સરપંચના પતિ અને ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર કોંગ્રેસનો આરોપ છે કે ગાયોના નામે નાણાં વહીવટમાં ગડબડ કરાઈ. કિસાન કોંગ્રેસ ચેરમેન ઠાકરસી રબારીએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરતા વાવ થરાદનું રાજકારણ ગરમાયુ છે.
અમદાવાદમાં આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ટી-20 વર્લ્ડકપની ફાઇનલને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદ પોલીસ કમિશનરે સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ તૈનાત રહેશે. 8-DCP, 14-ACP, 27 પીઆઈ, 91 પીએસઆઈ સહિત 1 હજાર 800 પોલીસકર્મી બંદોબસ્તમા તૈનાત રહેશે. ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી અને કર્મીઓ તૈનાત રહેશે. પોલીસકર્મી, TRB અને હોમગાર્ડ સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે. ફાઈનલ મેચ પહેલા સમગ્ર સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા કવચ તૈયાર છે. સ્ટેડિયમમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત રહેશે. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું કે પ્રથમવાર ગેટ નંબર એક પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે અને1 લાખ 10 હજારથી વધુ લોકો આવવાની શક્યતાઓ છે. પોલીસ કમિશરે પ્રેક્ષકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરી.
ટી-20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા ભારત-ન્યૂઝીલેન્ડના કેપ્ટન વચ્ચે ‘વાકયુદ્ધ’ છેડાયુ છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરના પડકાર બાદ સૂર્યકુમાર યાદવે પણ પલટવાર કરતા કહ્યુ કે સેન્ટનર ચતુર કેપ્ટન છે, પરંતુ અમારી ટીમ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. ભારતીય પ્રેક્ષકોને શાંત રાખવાના સેન્ટનરના નિવેદન પર સૂર્યકુમારે જવાબ આપ્યો કે દરેક એક જ લાઈન બોલે છે પણ તેમણે કંઈક નવું કરવુ જોઈએ. અમે લોકો સારી બેટિંગ માટે પ્રયાસ કરીશુ. વિકેટની ડિમાન્ડ મુજબ અમે રમીશું. ભારત અને ન્યુઝિલેન્ડની ટીમે મોદી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. પહેલા ન્યુઝિલેન્ડ અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી.
CMનાં હસ્તે કોફી ટેબલ બૂકનું અનાવરણ કરવામાં આવ્યુ. ‘ગુજરાત બિયોન્ડ ગ્રોથ’ કોફી ટેબલ બૂકનું અનાવરણ કરાયુ. કોફી ટેબલ બુકમાં ઉદ્યોગ સાહસિકોના અનુભવોનું ભાથુ છે. જેઓએ ઉદ્યોગથી આગળ વધી સમાજની સેવા કરી. વેપાર અને વ્યવસાયની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી. દેશની પ્રગતિ સાથે સમાજમાં પણ યોગદાન આપ્યુ. આ બુકના અનાવરણ પ્રસંગે CMના હસ્તે સ્મૃતિ ચિન્હ એનાયત કરાયા. ધમધમતા ઉદ્યોગો અને ધમસમતી સેવાની વાત બુકમાં કરાઈ છે. કોફી ટેબલ બુકમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર ભાર મુકાયો છે. CSRની પ્રવૃતિ વર્ણવતી કોફી ટેબલ બૂકનું અનાવરણ થયુ.
T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહી છે. ત્યારે ભાવનગરના ક્રિકેટ પ્રેમીઓ અને અંડર 12 અને અંડર 19માં રમતા ક્રિકેટરોએ ફાઈનલ મેચને લઈને અનેરો ઉત્સાહ છે. નાના-નાના ક્રિકેટર્સે ઈન્ડિયા- ઈન્ડિયાના નારા લગાવ્યા. સાથે જ TV9 સાથે વાત કરીને ભારતની જીત માટે આશા વ્યક્ત કરી
દેવભૂમિ દ્વારકા: બાઈક ચાલકોએ રસ્તા પર આતંક મચાવ્યો છે. ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવે પર બેફામ બાઈક દોડાવી. પૂરપાટ ઝડપે જોખમી સ્ટંટ કરીને સમગ્ર હાઈવે બાનમાં લીધો. બાઈક પર સૂતા-સૂતા સ્ટંટ કરી લોકોનો જીવ જોખમમાં મૂક્યો. વીડિયો વાયરલ થતાં લોકોની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. હાલ હાઈવે પર બાઈક ચાલકોનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે. વીડિયોના આધારે પોલીસે કડક કાર્યવાહી કરી. ઓવર સ્પીડ, દસ્તાવેજ સહિતના મુદ્દે કડક કાર્યવાહી કરાઈ. રીક્ષા, ટુ-વ્હીલર સહિતના 15 વાહનો ડિટેઈન કરાયા.
Published On - 7:44 am, Sun, 8 March 26