સાબરકાંઠાના ઈડર તાલુકાના વોરવાવ ગામે ગુનાહિત ઈતિહાસ ધરાવતા મોન્ટુ વડેરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી. જિલ્લામાં 150 જેટલા શખ્સો સામે ડિમોલિશનની તૈયારી ચાલી રહી છે.

આજે 04 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું
મુંબઈ સામે લખનૌની ધમાકેદાર શરૂઆત, માર્શની આક્રમક ફિફ્ટી, પાવરપ્લે બાદ LSGનો સ્કોર 69-0
મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. લખનૌ સામે રોહિતને પ્લેઈંગ 11 માં સ્થાન મળ્યું ન હતું.
મુંબઈના કેપ્ટન હાર્દિકે ટોસ જીત્યો, લખનૌ ઘરઆંગણે પહેલા બેટિંગ કરશે
સુરતમાં વર્ષ 2017માં નોંધાયેલા દુષ્કર્મના કેસના આરોપી એવા જૈન મુનિને કોર્ટે આજે દોષિત ઠરાવ્યા છે. સુરત કોર્ટ દ્વારા આરોપી જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નાનપુરા સ્થિત ટીમલીયાવડ ખાતે આવેલ મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મઘ્યપ્રદેશના 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોષી જાહેર થયા છે.
અઠવા પોલીસ ચોપડે નોંધાયો હતો ગુનો. દુષ્કર્મ ગુનામાં અઠવા પોલીસે કરી હતી ધરપકડ. ગુનો દાખલ થતાં જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ છે. વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. અઠવા પોલીસ મથકમાં ઇપિકો કલમ 376(1) 376(2)(f)હેઠળ ગુનો નોંધાયો હતો.
શેરબજારમાં રોકાણ કરાવીને ઉંચું વળતર આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. ઓટો પાર્ટસના વેપારી સાથે 96.96 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ટિપ્સના નામે સંપર્ક થયા બાદ છેતરપિંડી કરવામાં આવી હતી. વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરાવીને માહિતી અપલોડ કરી હતી. ટિપ્સમાં ફરિયાદીને શરૂઆતમાં સારો પ્રોફિટ દેખાડવામાં આવતો હતો. બાદમાં રૂપિયા વિડ્રોલ ના થતાં છેતરાયા હોવાની લાગણી થતા સમગ્ર કૌંભાડ સામે આવ્યું છે. આ પ્રકરણમાં પોલીસે વધુ એક શખ્સની કરી ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પોલીસે ચાર શખ્સોને પકડી પાડ્યા હતા.
અરવલ્લી એસઓજી દ્વારા ફટાકડાના વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. મોડાસાના ત્રણ વેપારીઓ સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાયો છે. તારાચંદ શાહ, કેયુર શાહ અને વિવેક શાહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લાયસન્સની ક્ષમતા કરતા વધુ ફટાકડા રાખવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ વીજ વાયર ખુલ્લા મળી આવ્યા હતા. ડીસાની ઘટના બાદ પોલીસ દ્વારા ફટાકડા ગોડાઉન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભરૂચના અંકલેશ્વરની જીએલ ઇન્ડિયા કંપનીમાં ભીષણ આગ લાગી છે. આઘને કાબૂમાં લેવા માટે 10 થી વધુ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચ્યા. આગને કારણે બે કંપનીઓના પ્લાન્ટમાં નુકસાન થયું છે. સોલવન્ટનો મોટો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વીજ ટ્રાન્સફોર્મર ફાટવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટના આદેશ બાદ કરાયું ડિમોલિશન. યા હઝરત જલાલશાપીરની દરગાહનું ડિમોલિશન કરાયું છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી હતી દરગાહ. સરકારી જમીન પર ઉભી કરાઇ હતી દરગાહ. વક્ફની દરગાહ હોવાનું કહીને હાઇકોર્ટમાં પિટીશન કરી હતી. જે કોર્ટે ફગાવતા ડિમોલિશન કરાયું છે.
બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરતા 50 વિદ્યાર્થીઓ CCTV માં ઝડપાયા છે. બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ સેન્ટરના CCTV તપાસવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાના 50 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા CCTV માં કેદ થયા છે. એકબીજામાંથી જોતા, પુરાવણીની અદલા બદલી કરતા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં જોવા મળ્યા છે. ગેરરીતિ અંગે DEO કચેરીથી શિક્ષણ બોર્ડમાં રિપોર્ટ મોકલી દેવાયો છે. બોર્ડ દ્વારા ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
દાહોદ પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય, રૂપિયા 14 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. બાળકોને લેવા મુકવા જતી ફોર વ્હીલર ગાડીનુ ભાડુ બેન્ક ખાતામા જમા કરાવવા માટે લાંચ માંગી હતી. આચાર્ય ગોપાલ વસતાભાઈ ચમાર એ 14000 ની લાંચ માંગી હતી. દાહોદ ACB એ પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામા લાંચ લેતા આચાર્યને ઝડપી પાડ્યા છે.
સુરતના સચિન GIDC વિસ્તારમાં માથાભારે અને અસામાજિક તત્વની ગેરકાયદે મિલકત પર સરકારી બુલડોઝર ફરી વળ્યું છે. માથાભારે જીવન મેપાભાઈ ભરવાડ દ્વારા પાલિકાની સરકારી જમીન પર 149 જેટલી ગેરકાયદે દુકાનો અને ઓરડીઓ ઊભી કરી દેવાઈ હતી. દુકાનો અને ઓરડીઓ પાડી ભાડા વસૂલવામાં આવતા હતા. જ્યાં સચિન GIDC પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો પર સરકારી બુલડોઝર ફેરવી દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરી છે. આ જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે દબાણ હતુ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓના આંખ આડા કાન કરી રહી હતી. સરકારી જગ્યા પર 149 જેટલી ઓરડીઓ અને ગેરકાયદે દુકાનો તાણી દેવાઈ છતાં પાલિકા તંત્ર ઊંઘતું રહ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે, મહાનગરપાલિકાના અધિકારીઓ અને અસામાજીક તત્વોની મિલી ભગત હોવાથી આમ ચાલ્યુ આવે છે.
દાહોદમાં નકલી નોટોના કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરાઈ છે. ઝાલોદ અને સંજેલીમાંથી આ બંનેને પકડી લેવામાં આવ્યા છે. રાજસ્થાનની બાંસવાડા પોલીસ દ્વારા કાર્યવાહી થઈ. અત્યાર સુધી દાહોદમાંથી 2 અને રાજસ્થાનથી 8 એમ કુલ 10 લોકો ઝડપાયા છે. પોલીસે બે પ્રિન્ટર, એક લેપટોપ અને ₹1 લાખથી વધુની નકલી નોટો જપ્ત કરી છે.
સુરતઃ ફાયર સેફ્ટી મુદ્દે 16 માર્કેટને નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર NOC માટે ફાયર વિભાગે નોટિસ ફટકારી છે. 10 જેટલા માર્કેટમાં NOC રિન્યૂ કરવામાં આવી નથી. 6 માર્કેટ પાસે ફાયર NOC જ નથી. કેટલાક સ્થળે 2થી 3 વાર નોટિસ બાદ પણ ઉદાસીન વલણ જોવા મળી રહ્યુ છે.
અમદાવાદ શહેર પોલીસ સામે કમિશનરનો કડક આદેશ અપાયો છે. પોલીસ સ્ટેશનમાં ગેરહાજર રહેતા PI સામે કાર્યવાહી થશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આદેશ કર્યા. PI કક્ષાના અધિકારીએ પોલીસ મથકમાં હાજર રહેવું પડશે. PI અને અન્ય અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઈ. દરરોજ બપોરે અધિકારીઓએ અરજદારોને મળવું પડશે.
સુરત જિલ્લામાં વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત થયુ છે. ઉમરપાડાની ગોવટ ગામની 14 વર્ષની વિદ્યાર્થિનીનું મોત થયુ છે. માથાના દુઃખાવા બાદ વિદ્યાર્થિની દવા પીને સૂતી હતી. સૂઈ ગયા બાદ વિદ્યાર્થિની ઉઠી જ નહીં. આદર્શ નિવાસી શાળાની ઘટના છે. ગૃહમાતાએ વિદ્યાર્થિનીના પરિવારને જાણ કરી. વિદ્યાર્થિનીના મૃતદેહ પર લોહી ગંઠાઈ ગયું હોય તે પ્રકારના નિશાન મળ્યા. મૃતકના પરિજનોએ મોત સામે ઉઠાવ્યા સવાલ.
સુરતઃ ગુજરાતમાં પ્રથમ વખત પ્રયોગ સફળ રહ્યો છે. ડ્રોન મારફતે ગુમ 8 વર્ષીય બાળકીને શોધી કાઢી. ઉધના પોલીસે સરાહનીય કામગીરી કરી. માતાએ ભણવા બાબતે ઠપકો આપતા બાળકી ઘરથી જતી રહી હતી. પરિવારે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. CCTV, ટેક્નિકલ સર્વલેન્સ આધારે સફળતા ન મળતા ડ્રોનનો ઉપયોગ કરાયો. ડ્રોનથી બાળકી ઉધના શાકભાજી માર્કેટ પાસે જોવા મળી હતી. પોલીસ તાત્કાલિક પહોંચી બાળકીને પરિવાર સાથે મિલન કરાવ્યું.
ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે 87 વર્ષની ઉંમરે મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
હવામાન વિભાગે 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્રણ દિવસ યલો અને બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ સહિત 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. અનેક જિલ્લામાં ગરમીનો પારો 41થી 45 સુધી પહોંચવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ભેજવાળા પવન શરૂ થતા તાપમાનમાં વધારો થશે.
ગાંધીનગર SOGએ નશાકારક પદાર્થોની લઈ ઝૂંબેશ હાથ ધરી છે.જિલ્લાની કોલેજોની બહાર પોલીસે કોલેજોના મેન્જમેન્ટને સાથે રાખી તપાસ હાથ ધરી.કેફે, પાર્લરોમાં ચેકિંગ કરવામાં આવ્યું.સાથે જ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ગાંજા તેમજ અન્ય નશાકારક પદાર્થોનું સેવન ન કરવામાં માટે જાગૃત કરવામાં આવ્યા.
જામનગરઃ ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી છે. ચાર બાળકો સાથે માતાએ કૂવામાં પડતું મૂકી આપઘાત કર્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતહેદોને ધ્રોલ હોસ્પિટલમાં લઈ જવાયા. આપઘાત પાછળનું કારણ અકબંધ છે.
Published On - 7:28 am, Fri, 4 April 25