
આજે 02 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રોના ટ્રેનના કેબલ કપાયા. કેબલ કાપતી ગેંગ સક્રિય બનતા ટ્રેન સેવા અટકી પડી છે. કોબા સર્કલથી જૂના કોબા મેટ્રો સ્ટેશન વચ્ચેના કેબલ કપાયા છે. તસ્કરોએ કેબલ કાપી નાખતાં મેટ્રો ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને પોલીસે તેમના સ્થળે પહોચાડ્યા છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા 150થી વધુ મુસાફરોની પોલીસ મદદે આવી હતી.
ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ મુદ્દે, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. હાલનો કોરોના એ ઓમીક્રોન વેરીએન્ટ નું સબ વેરીએન્ટ છે. જેને માલુમ પડે તે જાતે કોરેન્ટાઇન થઈ સારવાર લઈ સાજા થઈ શકે છે. વર્ષે બે વર્ષે આવો એકાદ મહિનો આવતો હોય છે. આ હવે એક સબ વેરિયન્ટ ન્યુમોનિયા માફક થઈ ગયો છે અને તે જીવનનો એક હિસ્સો થયો છે. કોરાનાથી એક દર્દીનું મોત થયુ હોવા અંગે આરોગ્ય પ્રપધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટાં પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઇ શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સુન મિટિંગ, મેયરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ગત વર્ષે ચોમાસા દરમિયાન 147 વોટર લોગીંગ સ્પોટ જણાયા હતા. આ વર્ષે તેમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ એવા સ્થળો હતા કે જ્યાં વરસાદ બંધ થયાના એક કલાક બાદ પણ પાણી ઓસર્યા નહોતા. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 26 અંડરપાસમાં, વરસાદી પાણીના નિકાલ માટે વરુણ પમ્પો લગાવી દેવામાં આવ્યા છે. 15 વરુણ પમ્પ ઝોન મુજબ છે અને 10 નવા વરુણ પમ્પ મુકવામાં આવશે. અંડરપાસમાં ઓટોમેટિક બેરીયર લગાવવાં આવશે. અન્ડરબ્રિજમાં પાણી વધશે તો જાતે જ બેરીયર બંધ થઇ જાશે. હવામાન વિભાગની આગાહી મુજબ અડધો કલાક પહેલા ડેટા એનાલિસિસ કરી વરસાદી પાણી ભરાવાના સ્થળ કર્મચારીઓને વહેલા પહોંચી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. નાઉકાસ્ટના 3 કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજના સમયે અમદાવાદ, ખેડા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે.
ગુજરાતની ભાજપ સરકારના પંચાયત પ્રધાન બચુ ખાબડના પુત્રની મનરેગાના કરોડો રૂપિયાના કૌંભાડમાં ધરપકડ મુદ્દે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન કર્યું છે. અમારી સરકાર-અમારા મુખ્યપ્રધાન ખોટું ના ચલાવે. ભાજપ પક્ષ શુધ્ધ અને પ્રમાણિક શાસન માટે કટિબદ્ધ છે. કોઈપણ કર્મચારી, વ્યક્તિ કે કાર્યકર હોય ખોટું કામ કરે તે ચલાવી નહીં લેવાય. ખોટું કરનાર વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. બે યુવકો જેને નીચલી કોર્ટમાં જામીન આપ્યા હતા, તેમના જામીન રદ કરાવવા માટે સરકારે કોર્ટમાં અપીલ કરી હતી. જામીન રદ્દ કરી આરોપીઓની ફરીથી ધરપકડ કરવા અપીલ દાખલ કરી છે સરકારે.
મેડીકલ કોલેજમાં ફી વધારા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે, લૂંટ ચલાવતી કોલેજો સામે કાર્યવાહી કરવાને બદલે, સરકાર આવી કોલેજોને ફી વધારવાની છૂટ આપે છે. વાલીઓને, તેમનુ બાળક સારા માર્ક લાવે અને ડોકટર બને તેવી લાગણી-ઈચ્છા હોય છે. આવા સમયે સરકારે મેડિકલની ફીમાં વધારો ઝીંક્યો છે. ભાજપે શાળા-કોલેજો બાદ શિક્ષણ માફિયાઓને મેડીકલ કોલેજોમાં ફી વધારવાની છૂટ આપી છે. સરકાર ખાનગી કોલેજને મોટી ફી વસૂલવાની છૂટ આપે છે. સરકાર આ લૂંટ ચલાવાતી કોલેજો સામે કાર્યવાહી કરવાને બદલે ફી વધારવાની છૂટ આપે છે.કોલેજોમાં ફી વધારોથી વાલીઓને મોટો ફટકો પડે છે.
સિક્કિમમાં ભૂસ્ખલનમાં 3 સૈન્ય કર્મચારી શહીદ થયા છે. 6 સૈનિકો ગુમ થયા છે, તેમને શોધવા માટે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ભાવનગર: ખાણ-ખનીજ વિભાગએ દરોડા પાડ્યા. સિહોર અને વરતેજમાંથી 1.35 કરોડની ખનિજ ચોરી ઝડપાઇ. ઘાંઘળીમાંથી ડમ્પર અને JCB સહિત 45 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. નેસવડમાં 2 ડમ્પર સહિત 65 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સિહોર પોલીસે JCBના ચાલકની અટકાયત કરી છે. વરતેજ પોલીસ સામેથી કપચી ભરેલું ડમ્પર જપ્ત કરવામાં આવ્યુ, 25 લાખનો મુદ્દામાલ વરતેજ પોલીસ મથકમાં સીઝ કરવામાં આવ્યો. કુલ 5 વાહનો સહિત 1.35 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે.
જામનગર: સરકારી જી.જી હોસ્પિટલમાં લાખોની ઉચાપતના કેસમાં ગાંધીનગરની ટીમની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આઉટ સોર્સિંગના બે ક્લાર્કે 17.20 લાખની ઉચાપત આચરી. હોસ્પિટલ તંત્ર દ્વારા બન્ને કર્મચારીઓને છૂટા કરી દેવાયા. બન્નેએ ખોટા બીલો મૂકીને લાખોની ઉચાપત કરી હોવાનું ખુલ્યું છે. કર્મીઓના પગાર બીલમાં ગોબાચારી કરીને ઉચાપત કરી હતી. લાખો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાં. બે વર્ષમાં સમયાંતરે 17.20 લાખ ટ્રાન્સફર કરાવ્યાનો આરોપ છે. તિજોરી કચેરીના ધ્યાનમાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. જુદા-જુદા બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી હોવાની ફરિયાદ છે.
કચ્છઃ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને હડતાળ કરતા 2 હજાર 500 વાહનોના પૈડા થંભી ગયા. કંડલા અને તુણામાં લોડિંગ કામ બંધ કર્યું. કસ્ટમ્સ હાઉસ એજન્ટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ, ખોટી રીતે રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ લગાવ્યો. જ્યાં સુધી ઉઘરાણી નહીં અટકે ત્યાં સુધી હડતાળ રહેશે.
અમદાવાદમાં JEE એડવાન્સમાં સફળતા મળ્યા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કેક કાપી ઉજવણી કરી. વિદ્યાથીઓએ IIT મુંબઈ, બેંગ્લોર અને દિલ્લીમાં પ્રવેશ મેળવવા ઇચ્છા વ્યક્ત કરી. અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ગુજરાત ટોપર બન્યો છે. JEE એડવાન્સમાં ટોપ 100માં સાત ગુજરાતના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. રોજના 6થી 8 કલાકની મહેનત બાદ સફળતા મળી હોવાની ટોપર્સે વાત કરી.
કડીની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું. કોંગ્રેસના રમેશ ચાવડાએ રેલી યોજી ઉમેદવારી નોંધાવી. રમેશ ચાવડાની સાથે કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપી. ભાજપના રાજેન્દ્ર ચાવડા પણ થોડીવારમાં ફોર્મ ભરશે.
મેડિકલ કોલેજોની ફી માં કરાયો વધારો કરવામાં આવ્યો. રાજ્યની 19 મેડિકલ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી વધારો અપાયો. ફ્રી રેગ્યુલેટરી કમિટી દ્વારા 8% થી લઈને 12% સુધીનો વધારો કરાયો. સરકારી કોટા માં ફી 8.30 થી 11.20 લાખ, જ્યારે મેનેજમેન્ટ કોટામાં ફી 18.27 થી 25.53 લાખ ફી જાહેર કરાઈ.
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાથી એક મહિલાનું મોત થયુ છે. દાણીલીમડાની 47 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ. 23 તારીખથી એલ.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. અમદાવાદમાં હાલ કોરોનાના 197 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં 24 કલાકમાં 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
પેટાચૂંટણીમાં આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કડી અને વિસાવદર બેઠક પર ભાજપે નામ જાહેર કર્યા. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી. કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે. કડીમાં કોંગ્રેસના રમેશ ચાવડા સામે રાજેન્દ્ર ચાવડા લડશે. આજે બપોર સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે.
ભાજપે કડી અને વિસાવદર માટે ઉમેદવારનાં નામ જાહેર કર્યા છે. કડીમાં રાજેન્દ્ર ચાવડા ભાજપનાં ઉમેદવાર, વિસાવદરમાં કિરીટ પટેલ ભાજપનાં ઉમેદવાર છે. આવતીકાલે બંને ઉમેદવાર નામાંકન ભરશે.
સાયબર ફ્રોડના સૂત્રધાર હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો દાખલ થયો છે. જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. ખોટા બિલના આધારે બોગસ પેઢી બનાવી 22 બેંક ખાતા ખોલીને ફ્રોડ કર્યા હોવાનો તેના પર આરોપ છે. પોલીસે સમન્વય પોર્ટલ પર તપાસ કરતા ફરિયાદો મળી. 22 ખાતા વિરૂદ્ધમાં મળી 83 જેટલી સાયબર ફરિયાદો દાખલ થઇ છે. નૈતિક માવાણી, સચિન મહેતા અને હિતેષ ઓડેદરા સામે પણ ગુનો દાખલ થયો,હિરલબા જાડેજા સામ અત્યાર સુધીમાં ત્રીજી પોલીસ ફરિયાદ થઇ છે.
Published On - 7:27 am, Mon, 2 June 25