01 નવેમ્બરના મહત્વના સમાચાર : મહેસાણાના જગુદણમાં એક જ કોમના બે જૂથ અથડામણ, 10 ઈજાગ્રસ્ત

|

Nov 02, 2024 | 7:26 AM

News Update : આજે 01 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

01 નવેમ્બરના મહત્વના સમાચાર : મહેસાણાના જગુદણમાં એક જ કોમના બે જૂથ અથડામણ, 10 ઈજાગ્રસ્ત

Follow us on

ભારત-ચીન બોર્ડરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૈનિકોએ એકબીજાને મીઠાઈઓ વહેંચી. રાજનાથસિંહે કહ્યું, ડિસએંગેજમેન્ટ સાથે આગળ વધવાના પ્રયાસ કરાશે. કેવડીયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી બાદ PM મોદીએ કચ્છમાં જવાનો સાથે દિવાળી મનાવી. કહ્યું- દુશ્મનની વાતો પર નહીં, સેનાના સકંલ્પ પર ભરોસો છે. ગાંધીનગરના સરગાસણમાં CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સાથે દિવાળી ઉજવી. PM આવાસ યોજના હેઠળ બનેલી વસાહતમાં ઉજવણી કરી.  રાજકોટ TRP અગ્નિકાંડમાં બે તત્કાલીન મનપા કમિશનરને ક્લીન ચીટ આપી. ઓરિજનલ રેકર્ડ જોયા બાદ હાઇકોર્ટે હુકમ કર્યો. આનંદ પટેલ અને અમિત અરોરાને ક્લીન ચીટ આપી.  વાવ બેઠક જીતવા ભાજપે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો. લવિંગજીએ મતદારો સમક્ષ પાઘડી ઉતારી. તો સ્વરૂપજીએ કહ્યું મને 36 કોમનો સાથ છે.  પાક નુકસાનના સહાય પેકેજ બાદ પણ ખેડૂતોની સમસ્યા યથાવત છે. અનેક ખેડૂતો અરજી કરવાથી વંચિત. કૃષિપ્રધાને ફરિયાદના નિવારણનું આશ્વાસન આપ્યું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Nov 2024 07:44 PM (IST)

    મહેસાણાના જગુદણમાં એક જ કોમના બે જૂથ અથડામણ, 10 ઈજાગ્રસ્ત

    મહેસાણાના જગુદણમાં એક જ કોમના બે જૂથ અથડામણનો બનાવ બન્યો છે. એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલ અથડામણમાં કુલ 10 લોકોને ઈજા પહોચી છે. જૂથ અથડામણ ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડયો છે. સ્થિતિને પૂર્વવત કરવાના ભાગરૂપે  મહેસાણા પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે.

     

  • 01 Nov 2024 07:22 PM (IST)

    સ્પેનમાં વિનાશક પૂરના કારણે મૃત્યુઆંક થયો 200ને પાર

    સ્પેનમાં વિનાશક પૂરથી મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો 205 થયો છે, જેમાંથી 202 એકલા વેલેન્સિયામાં છે. સ્પેનના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. સ્પેનના પૂર્વ ભાગમાં આવેલા ભારે પૂરના ત્રણ દિવસ પછી, શુક્રવારે પણ બચાવ કાર્યકર્તાઓ ફસાયેલી કાર અને ઇમારતોમાં મૃતદેહોની શોધ કરતા જોવા મળ્યા હતા.


  • 01 Nov 2024 06:04 PM (IST)

    કચ્છના ધોળાવીરામાં ઊભુ કરાયું ટેન્ટ સિટી

    કચ્છમાં હડપ્પન સંસ્કૃતિના ધરોહળ સમાન ધોળાવીરામાં પણ હવે ટેન્ટ સિટી ઉભુ કરવામાં આવ્યુ છે. કચ્છમાં સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ માટે ધોળાવીરાના ટેન્ટ સિટીનો નવો અનુભવ કરી શકશે. 140 ટેન્ટમાં દરબારી અને રજવાડી ટેન્ટનો પણ સમાવેશ કરાયો છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેન્ટ સિટીમાં આવતા પ્રવાસીઓ બોલિવૂડ થીમ સાથે ટેન્ટ સિટીમાં રહેવાનો આનંદ માણી શકશે અને સાથે સાથે ધોળાવીરાના ઇતિહાસ વિશે પણ જાણી શકશે.

  • 01 Nov 2024 05:18 PM (IST)

    પાલનપુરમાં ડોકટર પર હુમલો કરનારા ત્રણ ઝડપાયા, 3 હજુ ફરાર

    પાલનપુર હાઇવે વિસ્તારમાં ઓર્થોપેડિક ડોક્ટર પર ગત રાત્રે છરી વડે હીચકારો હુમલો થયો હતો. જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. ફટાકડા ફોડવાની બાબતે થયેલા હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેમને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ત્રણ આરોપી ફરાર છે. જેમને પકડવા પોલીસે ત્રણ ટીમની રચના કરી છે.

  • 01 Nov 2024 03:51 PM (IST)

    સાબરકાંઠાના ખેડૂતોને 0 % વ્યાજે લોન આપવા માંગ

    સુરત બાદ હવે સાબરકાંઠાના ખેડૂતોને પણ 0 % વ્યાજે લોન આપવા માંગ ઉઠી છે. બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબરકાંઠા બેંકને પત્ર લખ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોનું સાબરકાંઠામાં બેંક ખાતુ હોય તેવા ખાતેદારને લોન આપવા માંગ કરી છે. રૂપિયા 50 હજારથી 1 લાખ સુધીની લોન 0% વ્યાજે આપવા માટે પત્ર લખ્યો છે.
    ખેડૂતોને રવિ સિઝનના વાવેતર માટે 0 ટકા વ્યાજે લોન આપવા માંગ કરી છે.

  • 01 Nov 2024 02:25 PM (IST)

    દિવાળીની રાત્રે આગની 80 ઘટના, કબાડીમાર્કેટની આગમાં 8 દુકાન ભસ્મીભૂત થઈ

    દિવાળીની રાત્રે અમદાવાદ શહેરમાં આગની કુલ 80 જેટલી નાની મોટી ઘટના બનવા પામી હતી. અમદાવાદના મિરઝાપુરમાં કબાડી માર્કેટમાં સૌથી મોટી આગ લાગી હતી. જેને કાબુમાં લેવા માટે 12 ગજરાજ અને ફાયરના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. 8 જેટલી દુકાનો સદંતર બળી ને રાખ થઇ ગઈ હતી.

  • 01 Nov 2024 02:22 PM (IST)

    સુરત કામરેજ ચાર રસ્તા પાસે દુકાનમાં લાગી આગ

    સુરતના કામરેજ ચાર રસ્તા ખાતે આગની ઘટના બની છે. દિવાળીના પર્વમાં કામરેજ ચાર રસ્તા નજીક એક દુકાનમાં આગ લાગી હતી. પૂજાપો, ડેકોરેશનની વસ્તુઓ બળીને થઈ ખાક થઈ ગઈ છે. ઘટનાને પગલે કામરેજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગની ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી.

     

  • 01 Nov 2024 02:20 PM (IST)

    વ્યારા તાલુકાના ચીખલદા ગામની સીમમાં બે બાઇક વચ્ચે અકસ્માત, 1 મહિલાનું મોત

    વ્યારા તાલુકાના ચીખલદા ગામની સીમમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર દંપતી પૈકી મહિલાનું મોત નીપજ્યું છે. નજીકમાં તાડપત્રી આપવા જતા દંપતીને બાઇક ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ચીખલદા ગામના બબીતા ગામીતનું મોત થયું છે. વ્યારા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

  • 01 Nov 2024 01:40 PM (IST)

    અમિત શાહે ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ‘નું ઉદ્ધઘાટન

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં રાજ્યના સૌથી મોટા ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ‘નું ઉદ્ધઘાટન કર્યુ. PPP ધોરણે તૈયાર થયેલા પ્લાનમાં 360 મેગાવોટ વીજળી પેદા થશે.

  • 01 Nov 2024 01:26 PM (IST)

    CA ફાઉન્ડેશન, ઇન્ટરનું પરિણામ જાહેર

    ICAI દ્વારા CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીએટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે સુરતના CA વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો. ટોપ 50માં સુરતના બે વિદ્યાર્થીઓએ બાજી મારી છે.  CA ઇન્ટરમિડીએટની પરીક્ષામાં મનીત માલાણી નામના વિદ્યાર્થીએ ઓલ ઓવર ઇન્ડિયામાં 18મો રેન્ક મેળવ્યો છે. મનીત માલાણીના 600માંથી કુલ 401 માર્ક્સ આવ્યાં. જ્યારે ઉદયસિંહ સિસોદિયા નામના વિદ્યાર્થીએ 600માંથી 376 માર્ક્સ સાથે ઓલ ઓવર ઇન્ડિયામાં 39મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

  • 01 Nov 2024 12:34 PM (IST)

    ખેડા: નડિયાદમાં મહી સિંચાઈ વિભાગની ઓફિસમાં લાગી આગ

    ખેડા: નડિયાદમાં મહી સિંચાઈ વિભાગની ઓફિસમાં આગ લાગી. કપડવંજ રોડ પર આવેલ ઓફિસમાં રાત્રે આગ લાગી. ઓફિસમાં 40 વર્ષથી જુનો રેકોર્ડ બળીને ખાખ થઇ ગયો. કોમ્પ્યુટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. રેકોર્ડરૂમમાં પડેલ તમામ ડોક્યુમેન્ટ બળીને ખાખ થઇ ગયા.

  • 01 Nov 2024 12:15 PM (IST)

    PM મોદીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું નિધન

    અર્થશાસ્ત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું શુક્રવારે 69 વર્ષની વયે નિધન થયું હતું. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે રાષ્ટ્રની આર્થિક નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, તેઓ નાણા મંત્રાલયની ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લાસિફિકેશન એન્ડ ફાઇનાન્સિંગ ફ્રેમવર્ક ફોર અમૃત કાલ’ માટે નિષ્ણાત સમિતિના અધ્યક્ષ હતા.

  • 01 Nov 2024 11:44 AM (IST)

    અમદાવાદમાં AQI 171 નોંધાયો

    અમદાવાદમાં ફટાકડાને કારણે હવાની ગુણવત્તા બગડી છે. હાલમાં અમદાવાદમાં AQI 171 નોંધાયો. સૌથી વધુ પ્રદુષિત મણીનગરમાં 199 AQI નોંધાયો. રાયખડમાં 193નો AQI નોંધાયો છે. અમદાવાદના ચાંદખેડા અને બોપલમાં 185 AQI, મણીનગરમાં 199,ઈસરો 176, એરપોર્ટ 119 AQI, ગાંધીનગરના ગીફ્ટ સિફ્ટમાં 197 AQI નોંધાયો છે.

  • 01 Nov 2024 11:17 AM (IST)

    વડોદરા: PM મોદીના રોડ શો માટે લાવેલી ઘાસની લોનની ચોરી

    વડોદરા: PM મોદીના રોડ શો માટે લાવેલી ઘાસની લોનની ચોરી થઇ છે. રોડ પર રાખેલ પ્લાનટેશનના ઘાસની લોન અને કુંડાની ચોરી થઇ. સ્કૂટર પર આવેલ છોડનાં કુંડાંની ચોરી બે શખ્સોએ કરી.
    પ્લાનટેશન માટે રાખેલ 100 છોડમાંથી 25ની ચોરી થઇ. PM મોદીના રોડ શોને લઈ ફૂટપાથ પર લોન અને કુંડા રખાયા હતા. રાત્રે ન્યુ વીઆઇપી રોડ પરથી દોઢથી બે ફૂટની ઘાસની લોન ગાયબ થઇ.

  • 01 Nov 2024 08:47 AM (IST)

    ભીષણ પૂરને પગલે સ્પેનમાં 155ના મોત, અનેક લોકો ગૂમ

    ભીષણ પૂરને પગલે સ્પેનમાં તબાહીનું તાંડવ જોવા મળી રહ્યુ છે. 155ના મોત થયા છે,તો  અનેક લોકો ગૂમ થયા છે. વેલેન્સિયા પ્રાંતમાં સૌથી વધુ તબાહી અને મોત થયા છે.  વેલેન્સિયામાં વરસાદે  28 વર્ષનો રેકોર્ડ તોડ્યો. રસ્તાઓ પર કાદવના થર જામ્યા છે. ‘ડાના’ તોફાનના કહેરને લીધે સ્પેનના વેલેન્સિયામાં સ્થિતિ વણસી છે.

  • 01 Nov 2024 08:45 AM (IST)

     આજથી 6 મોટા નિયમોમાં ફેરફાર

    આજથી 6 મોટા નિયમોમાં ફેરફાર થશે. ભારતીય રિઝર્વ બેન્કે ઘરેલુ મની ટ્રાન્સફર માટે નવા નિયમોની જાહેરાત કરી છે. ક્રેડિટકાર્ડ, LPG, ટ્રેનની ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર થયો છે. તહેવારોને લીધે નવેમ્બર મહિનામાં 13 દિવસ બેન્ક રહેશે બંધ. અન-સિક્યોર્ડ SBI કાર્ડ પર દર મહિને રૂપિયા 3.75 ચૂકવવા પડશે. વીજળી, પાણીની સેવાઓમાં 50 હજારથી વધારે પેમેન્ટ પર એક ટકા એક્સ્ટ્રા ચાર્જ લાગશે. આજે રાંધણ ગેસની કિંમતોમાં ફેરફાર થવાની શક્યતા છે. 14 કિ.ગ્રા. LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની લોકોને આશા છે.

  • 01 Nov 2024 07:31 AM (IST)

    આજે અમિત શાહ ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ‘નું ઉદ્ધઘાટન કરશે

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં રાજ્યના સૌથી મોટા ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ‘નું ઉદ્ધઘાટન કરાશે. અમદાવાદના પીપળજ ખાતે AMC અને જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની સાથે પીપીપી ધોરણે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. આ પ્લાન્ટમાં કચરો પ્રોસેસ કરીને કલાક દીઠ 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવશે. આમ, કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ એટલે કે દરરોજ 360 વોટ વીજળી ઉત્પન્ન થશે.

  • 01 Nov 2024 07:30 AM (IST)

    અમદાવાદ: મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં લાગી ભિષણ આગ

    અમદાવાદ: મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં ભિષણ આગ લાગી છે. અચાનક સળગતું રોકેટ આવી જતા આગ લાગી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા  ભયનો માહોલ ફેલાયો છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. આગની ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નહીં.

Published On - 7:29 am, Fri, 1 November 24