
હમાસે હાલમાં 40 થી વધુ દેશોના નાગરિકોને બંધક બનાવીને રાખ્યા છે. ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલો કર્યો. IDF હવે લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હુમલો કરી રહ્યું છે. નેતન્યાહુએ કહ્યું કે હમાસ નવા નાઝી છે, હમાસ આઈએસઆઈએસ છે અને કેટલાક કિસ્સાઓમાં તેનાથી પણ ખરાબ છે. બુધવારે મોડી રાત્રે જમ્મુના અરનિયા સેક્ટરમાં ગોળીબારના સમાચાર છે. આ ઘટનામાં BSFના બે જવાન ઘાયલ થયા છે. બંને જવાનોને જમ્મુની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્દ્ર સેના રેડ્ડી નલ્લુને ત્રિપુરાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. જમશેદપુરથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર રઘુવર દાસ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છે. તેમણે રાજ્ય અને ભાજપમાં ઘણી મોટી જવાબદારીઓ નિભાવી છે. જોકે તેઓ તેમની છેલ્લી ચૂંટણી હારી ગયા હતા.
ODI વર્લ્ડ કપ-2023માં ગત વખતના વિશ્વ વિજેતા ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જનાર અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ બુધવારે ન્યૂઝીલેન્ડ સામે ટકરાઈ હતી. ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ કિવી ટીમે 149 રને જીતી લીધી છે. આ વખતે અફઘાનિસ્તાન અપસેટ સર્જી શક્યું નથી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે 288 રન બનાવ્યા હતા. અફઘાન ટીમ માત્ર 139 રન બનાવી શકી હતી. અફઘાનિસ્તાનની ટીમ 34.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પોલીસ પર કરેલા હુમલા કેસમાં નરોડા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી કુખ્યાત આરોપી છે, તેની વિરુદ્ધ દારૂ સંબંધીત અને મારામારીના અનેક ગુના નોંધાયા છે. બુટલેગર જીગો સોલંકી 2 થી 3 વખત પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. અગાઉ પણ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા આવેલી પોલીસ પર હુમલો કર્યો હતો.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ દ્વારા શરૂ કરાયેલા યુદ્ધનો ઈઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો છે. ઇઝરાયલી સંરક્ષણ દળો ગાઝા પટ્ટી પર ભીષણ હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર હુમલો થયો હતો. આમાં 500 લોકોના મોત થયા છે. જો કે ઈઝરાયેલનું કહેવું છે કે આ હુમલો તેના દ્વારા કરવામાં આવ્યો નથી, જ્યારે હમાસે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. હવે ઈઝરાયેલે કહ્યું છે કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને પુરાવા આપશે કે આ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો નથી. ઈઝરાયેલના વિદેશ મંત્રીએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે.
કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓને દિવાળી પહેલા જ બોનસની ભેટ આપી છે. આજે 18 ઓક્ટોબરને બુધવારે, જાહેરાત કરતા કેન્દ્રીય સુચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે, રેલવે કર્મચારીઓને તેમના 78 દિવસના પગારની બરાબર બોનસ મળશે. સરકારના આ પગલાથી નેશનલ ટ્રાન્સપોર્ટરના 11.07 લાખથી વધુ નોન-ગેઝેટેડ કર્મચારીઓને ફાયદો થશે. મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બોનસની ચૂકવણીથી સરકારી તિજોરી પર રૂ. 1968.87 કરોડનો બોજ પડવાની ધારણા છે.
ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયે, સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશનમાં બે વાત કહી હતી – સરકારે કાં તો મંદિરો પરનું પોતાનું નિયંત્રણ સમાપ્ત કરવું જોઈએ અથવા મસ્જિદો, દરગાહ અને ચર્ચ ઉપર પણ સરકારે નિયંત્રણ રાખવું જોઈએ. અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી છે કે, ધાર્મિક સ્થળો પર સરકારી નિયંત્રણમાં તફાવત એ બંધારણની ભાવના વિરુદ્ધ ભેદભાવ છે. આ પ્રકારના વલણને કારણે સમાજમાં ધાર્મિક ભેદભાવને પ્રોત્સાહન મળે છે.
જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર તૈનાત સેનાના એક જવાન શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગવાથી શહીદ થયા. બુધવારે રિયાસી જિલ્લામાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ જણાવ્યું કે રિધમ શર્મા (22) બાલાકોટ વિસ્તારના સરહદી વિસ્તારમાં જ્યારે ફરજ પર હતા ત્યારે તેને ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી રાંદલધામ સોસાયટીમાં CBIની ટીમ ત્રાટકી છે અને મયંક તિવારીના ઘરે હાજર પરિવારજનોની CBI પૂછપરછ કરી રહી છે. વડોદરાના મહાઠગ મયંક તિવારીએ PMOના નકલી અધિકારી બનીને તબીબને ધમકી આપી હતી. આ કેસમાં CBIએ મયંક તિવારી સામે કેસ દાખલ કર્યો છે. મયંક તિવારીએ વિનાયક આઈ હોસ્પિટલના ડૉક્ટર પ્રણયનો પક્ષ લીધો છે. 16 કરોડના વિવાદને પતાવવા માટે મયંક તિવારીએ રૂપિયા પડાવવાનો કારસો રચ્યો હતો.
બેંગલુરુના કોરામંગલા વિસ્તારમાં બુધવારે એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ બિલ્ડિંગના ચોથા માળે સ્થિત પબમાં લાગી હતી. ઘટના સમયે નજીકમાં હાજર લોકોએ પણ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. ઘટના બાદ કેટલાક લોકો બિલ્ડીંગની છત પરથી કૂદતા જોવા મળ્યા હતા.
દિલ્હીની સાકેત કોર્ટે પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં 4 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં પાંચમા આરોપીને અન્ય ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. દરેકને મકોકા હેઠળ પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. સજા અંગેનો ચુકાદો 26 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં થયેલા દુ:ખદ જાનહાનિ પર PM એ વ્યક્ત કર્યું દુખ
Deeply shocked at the tragic loss of lives at the Al Ahli Hospital in Gaza. Our heartfelt condolences to the families of the victims, and prayers for speedy recovery of those injured.
Civilian casualties in the ongoing conflict are a matter of serious and continuing concern.…
— Narendra Modi (@narendramodi) October 18, 2023
નવરાત્રીમાં આખી રાત ગરબા ચાલુ રાખી શકાશે તેવા ગૃહ મંત્રીના નિવેદનનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. મોડે સુધી ગરબા ચાલશે તો પોલીસ દખલ નહીં કરે તેવી મૌખિક સૂચના અપાઈ હોવાનું ગઈકાલે ગૃહ મંત્રીએ નિવેદન આપ્યું હતું. મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી.
રાજ્યના ફિક્સ પે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં પગાર વધારો કરવાના નિર્ણયને મંજૂરી અપાઇ છે. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગાર વધારાની માગ કરી રહ્યા હતા. અંતે તેમની માગ સંતોષાય તેવું લાગી રહ્યુ છે. રાજ્યના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે.
છત્તીસગઢ કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. પાર્ટીએ શાહ પર છત્તીસગઢમાં સાંપ્રદાયિક હિંસાને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે અમીત શાહે ચૂંટણીના ભાજપને ફાયદો કરાવા માટે કોંગ્રેસ વિરુદ્ધ આવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતુ કે છત્તીસગઢમાં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની હારથી નિરાશ અમિત શાહ હવે સાંપ્રદાયિકતાનો આશરો લેવા માંગે છે.
ખેરના લાકડાનો ઉપયોગ કીમતી ફર્નિચર અને બંદૂકના બટ તથા હુકરી જેવા હથિયારો બનાવવા માટેના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
બજારમાં માંગ વધુ જથ્થો ઓછો મળતો હોવાના કારણે ઊંચા ભાવે વેચાતા ખેરના લાકડા ચોરીના રેકેટ વારંવાર પકડાતા હોય છે. જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં 11 ટન જેટલા ખેરના લાકડાની ચોરીનું રેકેટ વાસદા વન વિભાગે પકડી પાડ્યું છે.
જેમાં ટ્રકમાં સંતાડીને લઈ જતા બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે લાકડા ક્યાંથી ભર્યા હતા અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા એ મુદ્દે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
Botad News: બોટાદ શહેરના ગઢડા રોડ પર જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરી છે, પોલીસની રેડમાં 8 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: Botad News: SP ઓફિસ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કર્યુ રક્તદાન, જુઓ Video
બોટાદ શહેરના પ્રખ્યાત ગઢડા રોડ પર આવેલી રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હતો, પોલીસને મળેલી માહિતી દ્વારા રેડ કરતા જુગાર રમતા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેમાં 2 મહિલાનો સમવેશ થાય છે, આ રેડમાં 30 હજાર રોકડ, 7 મોબાઈલ સહિત 10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હાલ આ જુગાર કોણ રમાડી રહ્યું હતું તેના વિશે પોલીસ પુછપરછ કરી રહી છે.
Surendranagar News: સુરેન્દ્રનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે આવેલ મુક્તાબેન ડગલી સંચાલિત ‘સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ’ સંસ્થાની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Gandhinagar : તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Department of Food and Drugs) દ્વારા અખાદ્ય સામગ્રીઓના મોટાપાયે થતા વેચાણ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લુહાર ચકલા વિસ્તારમાં આવેલી જલારામ ડેરી ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. આ ડેરીમાંથી 1400 કિલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
Jeddah : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે જે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને દિવસેને દિવસે સ્થિતિ વણસતી જઈ રહી છે. આ યુદ્ધ પછી આખી દુનિયાના મુસ્લિમો ઈઝરાયલ વિરુદ્ધ એક થઈ રહ્યા છે. સાઉદી અરેબિયાએ ગાઝા પર સતત ઈઝરાયેલ હુમલાને લઈને OICની જેદ્દાહમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. 57 ઈસ્લામિક દેશોના સંગઠન OICએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ બેઠક સાઉદી અરેબિયાની વિનંતી પર બોલાવવામાં આવી છે.
ભારતમાં નેપાળના રાજદૂત શંકર પી શર્મા કહે છે, “નેપાળી નાગરિકોને તેલ અવીવથી દિલ્હી પરત લાવવા બદલ અમે ભારત સરકારનો આભાર માનવા માંગીએ છીએ. તેઓ સુરક્ષિત રીતે અહીં પહોંચી ગયા છે. નેપાળી નાગરિકોને બહાર કાઢવા માટે નેપાળથી ફ્લાઈટ્સ પણ મોકલવામાં આવી છે. ” ઈઝરાયેલમાં લગભગ 4,500 નેપાળી છે, જેમાંથી 400ને બહાર કાઢવામાં આવ્યા છે. નેપાળ સરકાર તેમને પરત લાવવા માટે કામ કરી રહી છે…”
#WATCH | Ambika, a Nepali citizen who returned from Israel says, “The situation in Israel is dangerous. We were scared, there were explosions. I want to thank the Indian Govt for bringing us back. Several Nepali citizens still stranded in Israel…” pic.twitter.com/8dFMOSWCGs
— ANI (@ANI) October 17, 2023
કુવૈતે તેના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડી દેવાની સૂચના આપી છે. ઇઝરાયેલ તેના નાગરિકોને તરત જ તુર્કી છોડવા સુચના આપી છે. ‘તુર્કીની યાત્રા ન કરો’, ઇઝરાયલે તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા કહ્યું.
એક વરિષ્ઠ પેલેસ્ટિનિયન અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે રાષ્ટ્રપતિ જો બિડેન અને અન્ય મધ્ય પૂર્વના નેતાઓ સાથેની આજની બેઠકમાં તેમની ભાગીદારી રદ કરી છે. અબ્બાસ જોર્ડનના રાજા અબ્દુલ્લા II અને ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે જોર્ડનના અમ્માનમાં બુધવારની સમિટમાં જોડાવાના હતા, જ્યાં તેઓ બિડેન સાથે તાજેતરના ઇઝરાયેલ-હમાસ યુદ્ધની ચર્ચા કરવાના હતા.
હમાસ ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા વોર દરમિયાન હમાસે દાવો કર્યો હતો કે ઈઝરાયલ દ્વારા હોસ્પીટલ પર હુમલો કરવામાં આવ્યો હતો જે ને લઈ 500 લોકોની જાન ગઈ છે. જો કે સામે ઈઝરાયલે આક્ષેપોનું ખંડન કરતા જણાવ્યું છે કે હમાસના જ રોકેટ મિસફાયરથી આ ઘટના ઘટી છે.
Published On - 6:38 am, Wed, 18 October 23