રાજ્યના 5 DySP ને ગૃહ વિભાગે આપી બઢતી, SP તરીકે અપાયા પ્રમોશન
રાજ્યના ગૃહ વિભાગે પાંચ DySP ને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપી છે. લોકસભાની ચૂંટણીઓ પહેલા જ પોલીસના અધિકારીઓમાં બદલીઓની રાહ જોવામાં આવી રહી છે, એ પહેલા જ પાંચેય નાયબ પોલીસ અધિક્ષકને હવે એસપી સ્તરે બઢતી આપી છે. રાજ્યના ગૃહ વિભાગે આ સાથે જ હવે ટૂંક સમયમાં બદલીઓનો ગંજીફો ચીપાશે એવા પણ સંકેત પણ આપ્યા છે.

રાજ્યના ગૃહ વિભાગે પાંચ DySP ને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપી છે. લોકસભાની ચૂંટણીઓ પહેલા જ પોલીસના અધિકારીઓમાં બદલીઓની રાહ જોવામાં આવી રહી છે, એ પહેલા જ પાંચેય નાયબ પોલીસ અધિક્ષકને હવે એસપી સ્તરે બઢતી આપી છે. રાજ્યના ગૃહ વિભાગે આ સાથે જ હવે ટૂંક સમયમાં બદલીઓનો ગંજીફો ચીપાશે એવા પણ સંકેત પણ આપ્યા છે.
દિવાળી બાદથી જ રાજ્યના ગૃહ વિભાગે ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક બાદ એક સારા સમચાર આપ્યા છે. જેમાં વધુ એક સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગે શનિવારે બઢતીના આદેશ જારી કર્યા છે. જોકે આ પાંચેય અધિકારીઓને હાલના સ્થળે જ રાખવામાં આવ્યા છે. તેઓના હાલના ફરજના સ્થળને અપગ્રેડ કરીને પ્રમોશન આપી ત્યાં જ જાળવી રાખ્યા છે.
DySP થી SP પ્રમોશન અપાયેલ અધિકારી
- વસંતકુમાર કે નાયી, નાયબ પોલીસ અધિક્ષક, સીઆઈડી ક્રાઈમ, બોર્ડર રેન્જ ભુજ
- રાકેશ ડી દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક,આઇબી, ગાંધીનગર
- ભરતસંગ એમ ટાંક, નાયબ પોલીસ અધિક્ષક, સીઆઈડી ક્રાઈમ, સાયબર ક્રાઈમ, ઈસીઓ સેલ, ગાંધીનગર
- મેઘા આર તેવાર, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, અમદાવાદ, પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, અમદાવાદ ગ્રામ્ય
- રીમા એમ મુનશી, મદદનીશ પોલીસ કમિશ્નર, વિશેષ શાખા, અમદાવાદ શહેર
ગુજરાત પોલીસના નાયબ પોલીસ અધિક્ષક બિનહથિયારી, વર્ગ-1 સંવર્ગના પાંચેય અધિકારીઓને પોલીસ અધિક્ષક તરીકે એક્સ કેડર જગ્યાઓ પર વર્ગ-1 સંવર્ગમાં બઢતી અપાઈ છે. હાલમાં આ પાંચેય અધિકારીઓને તેમની હાલની ફરજના સ્થળ પર જાળવી રાખવામાં આવ્યા છે. એટલે કે તેમની હાલની DySP સ્તરની જગ્યાને હાલ પૂરતી અપગ્રેડ કરવામાં આવી છે. આમ બદલીઓના સમયે તેઓને નવી જગ્યા પર નિમણૂંક આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર ખરીદી રહી છે અશ્વ, ઘોડા વેચવા ઇચ્છતા પાલકો માટે મોટી તક, જુઓ
ટૂંક સમયમાં બદલીનો ગંજીપો ચીપાશે
લોકસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે. જેને લઈ ચૂંટણી પંચે પણ કેટલાક નિર્દેશ આપ્યા છે. જેને લઈ હવે ટૂંક સમયમાં જ પોલીસના અધિકારીઓની બદલીઓનો તબક્કો હવે ટૂંક સમયમાં જ શરુ ખઈ શકે છે. કેટલાક જિલ્લાઓમાં એસપીની જગ્યા ઈન્ચાર્જમાં ચાલી રહી છે. આવી ખાલી જગ્યાઓને પણ ચૂંટણીને ધ્યાને રાખીને ભરવામાં આવી શકે છે.
