ગાંધી આશ્રમના ઐતિહાસિક વારસાને લઇ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું, કહી આ વાત

|

Nov 23, 2021 | 7:28 PM

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેન્ચે સવાલ કર્યો હતો કે શું ગાંધી આશ્રમ હેરીટેઝ નથી અને તેના વિકાસ માટે નવા ટ્રસ્ટના કેમ જરૂર પડી. જો કે આ કેસની વધુ સુનવણી 25 નવેમ્બરના હાથ ધરાશે.

ગાંધી આશ્રમના ઐતિહાસિક વારસાને લઇ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું, કહી આ વાત
Gandhi Asharam

Follow us on

અમદાવાદના(Ahmedabad ) ઐતિહાસિક ગાંધી આશ્રમના(Gandhi Asharam)  રી ડેવલોપમેન્ટના કેન્દ્ર સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં(Highcourt) પડકારવામાં આવ્યો છે. જેની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જેના પગલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેન્ચે સવાલ કર્યો હતો કે શું ગાંધી આશ્રમ હેરીટેઝ નથી અને તેના વિકાસ માટે નવા ટ્રસ્ટના કેમ જરૂર પડી. જો કે આ કેસની વધુ સુનવણી 25 નવેમ્બરના હાથ ધરાશે.

ગાંધી આશ્રમના વર્તમાન સ્વરૂપને બચાવવા માટે કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ગાંધી આશ્રમના બંધારણમાં ગાંધીજીએ પોતે લખ્યું છે કે, આશ્રમની જગ્યા કે નિર્ણયમાં કોઈ નવા ટ્રસ્ટીઓ હસ્તક્ષેપ કરી શકે નહિ તેમ છતાં કેન્દ્ર પોતે જ જૂના ટ્રસ્ટીઓને રદ કરી નવું ટ્રસ્ટ બનાવવા માગે છે, તેનાથી ગાંધીજીના પ્રસ્થાપિત સિદ્ધાંતોનું જ હનન થઈ રહ્યું છે.

આ અંગે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે ગાંધી આશ્રમની જગ્યા પર એમ્યુઝમેન્ટ પાર્કનો નિર્ણય કેવી રીતે લઇ શકે. જ્યારે આ અંગે સરકાર તરફથી એવી દલીલ કરાઈ હતી કે આ વિકાસ કાર્ય કોર્પોરેશન અને આર્કિયોલોજી વિભાગ સાથે સંબંધિત છે. તેથી તેને પણ પક્ષકાર બનાવવા જોઇએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, ઐતિહાસિક ધરોહર સમાન ગાંધી આશ્રમને એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા સાથે આશ્રમના જૂના ટ્રસ્ટને રદ કરીને સરકાર તેનું સંચાલન પોતે ટ્રસ્ટી બનીને કરવા માગે છે. આ નિર્ણય ગેરકાયદે છે. ગાંધી આશ્રમની જગ્યાએ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાને લીધે તેનું મૂળ સ્વરૂપ ખંડિત થઈ જશે.તેમજ નવા ટ્રસ્ટના નિર્ણયને લીધે ગાંધીજીના સાદગીના સિદ્ધાંતોનું હનન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં 7 કરોડથી વધુની રોકડ જપ્ત

આ પણ વાંચો : રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષાના પેપરને લઇને છબરડો

 

Next Article