AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : સાબરમતી આશ્રમનો પુનઃવિકાસ કરવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી

આ વર્ષે 5 માર્ચે, રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા લગભગ 55 એકરમાં આશ્રમના પુનર્વસન માટે ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવાનો ઠરાવ બહાર પાડ્યો હતો.

Gujarat : સાબરમતી આશ્રમનો પુનઃવિકાસ કરવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી
ગુજરાત હાઇકોર્ટ (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 8:36 PM
Share

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે બાપુના પૌત્ર તુષાર ગાંધી દ્વારા મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમના પુનઃવિકાસના રાજ્ય સરકારના પ્રોજેક્ટ પર રોક લગાવવા અને સરકારના ઠરાવને બાજુ પર રાખવાની માંગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ડિવિઝન બેંચે અરજીનો નિકાલ કરતાં એમ પણ કહ્યું છે કે સંબંધિત સરકારી આદેશમાં અરજદારની શંકાઓનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે.

તુષાર ગાંધીએ ગયા મહિને જ કોર્ટમાં આ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે લગભગ 1200 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ આ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ આશ્રમ અને તેની કામગીરીના મૂળ સ્વભાવને અસર કરશે. તેથી તેને રદ્દ કરી આશ્રમને તેના મૂળ સ્વરૂપમાં સાચવવો જોઈએ.

બાપુના આશ્રમની ડિઝાઈન HPC પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ વર્ષે 5 માર્ચે, રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા લગભગ 55 એકરમાં આશ્રમના પુનર્વસન માટે ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવાનો ઠરાવ બહાર પાડ્યો હતો. આ ઠરાવ જારી થયા બાદ તુષાર ગાંધીએ આ પગલાને તેમના દાદા એટલે કે બાપુના મૂળ વિચારોથી તદ્દન વિરુદ્ધ ગણાવ્યું હતું. રાજ્ય સરકારને આ પ્રોજેક્ટની ડિઝાઇન એ જ HPC પ્રાઇવેટ લિમિટેડ પાસેથી તૈયાર કરવામાં આવી છે જેણે નવા સંસદ ભવન એટલે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પણ ડિઝાઇન તૈયાર કરી છે.

આશ્રમની પ્રકૃતિ સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં

આ સાથે જ અનેક ગાંધીવાદી સંગઠનોએ તેના વિરોધમાં યાત્રાનું પણ આયોજન કર્યું હતું. કોર્ટમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં અહીંના રાણીપ વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા આ આશ્રમની પ્રકૃતિ સાથે કોઈ ચેડા કરવામાં આવશે નહીં. આ પ્રોજેક્ટ આસપાસના 55 એકર વિસ્તારનો વિકાસ કરવાનો છે, આ દ્વારા માત્ર ગાંધી વિચારધારાનો પ્રચાર કરવામાં આવશે. ત્રિવેદીએ એમ પણ કહ્યું હતું કે ભૂતકાળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ જ તર્જ પર કોઈ કારણ વગર ઘણો વિરોધ થયો હતો.

જણાવી દઈએ કે ગાંધી આ આશ્રમમાં રહેતા હતા, જે આઝાદીની લડાઈ દરમિયાન રણનીતિ બનાવવાનું એક મુખ્ય કેન્દ્ર હતું, દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી એક દાયકાથી વધુ સમય સુધી. અહીંથી તેમણે દાંડી યાત્રા શરૂ કરી હતી.

Follow Us
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">