
ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ આજે જાહેર થવાના છે. ગુજરાતમાં કુલ 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 22 જૂનના રોજ યોજાઇ હતી. હવે આજે 25 જૂન 2025 ના રોજ સવારે 9 વાગ્યે મત ગણતરી હાથ ધરવામાં આવશે. કુલ 239 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે.
રાજકોટના ગોંડલમાં ફરી ગુંડાગીરીની ઘટના સામે આવી છે. ત્રણ શખ્સોએ એક કારને આંતરીને યુવકને ઢીકાપાટુનો માર મારીને, છરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. ગોંડલના ક્રિષ્ના હોસ્પિટલ પાસે કારને આંતરી બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ “આ રીતે કાર ચલાવવાની છે” તેમ કહીને કાર ચલાવી રહેલા વિજેન્દ્રસિંહ જાડેજા અને કારમાં સવાર જગદીશ કોટડીયા પર હુમલો કર્યો હતો. પોલીસે રેહાન શાહમદાર, રફીક ઉર્ફે મુન્નો ચાણકિયા અને શબ્બીર ચાણકિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગોંડલ બી ડિવીઝન પોલીસે હુમલાખોર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદમાં નિકોલમાં ભક્તિ સર્કલ રોડ પર અકસ્માતમાં એકનુ મોત થયું છે. મોપેડ ચાલક યુવતીને ડમ્પરે અડફેટે લેતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડ્યો છે. રાજુ નામના આરોપીએ સર્જ્યો હતો અકસ્માત. ટ્રક ચાલક પાસે સિટીમાં વાહન ચલાવવાની પરમિટ નહોતી.
વડોદરામાં કેનાલમાં ડૂબી જવાથી બે તબીબી વિદ્યાર્થીઓનાં મોત થયા છે. શહેર નજીક અંકોડિયા કેનાલમાં બની કરૂણાંતિકા. બંને મૃતક ગોત્રી મેડિકલ કોલેજનાં તબીબી વિદ્યાર્થી હતા. મૃતકોનાં નામ પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણ હતા. મેડિકલ કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતાં. વરસાદમાં ચાર તબીબી વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા. નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ વિદ્યાર્થી ડૂબ્યા હતા. એક તબીબી વિદ્યાર્થીને ફાયર બ્રિગેડે બચાવી લીધો હતો. બે વિદ્યાર્થીઓનાં મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા હતા.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વ વિસ્તારમાં 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ઓઢવ, મણિનગર, હાટકેશ્વર, રખિયાલ, અમરાઈવાડી, વસ્ત્રાલ, જશોદાનગરમાં પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ પાસે પાણી ભરાયુંને તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખોખરાથી CTM જતા રસ્તા પર પાણી ભરાયું છે. પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યા પર ટ્રાફિક જામ સર્જાયો છે. ધોધમાર વરસાદને કારણે ખારીકટ કેનાલમા પાણીનો નિકાલ ધીમો થયો. ગોરના કુવાથી અમરાઈવાડી સુધીના રોડ ઉપર પણ પાણી ભરાયા છે.
અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી પુત્રની હાર થવા પામી છે. મોડાસાના જીતપુર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર મંગળસિંહજી પરમારની જીત થઈ છે. સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી હોવાની વિગત સામે આવી છે. છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા મંત્રી ભીખુસિંહ પરમારના પરિવારની આ વખતે હાર થવા પામી છે. રાજ્યકક્ષાના મંત્રી ભુખિસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર હાર્યા છે.
ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે વેવાણને વેવાણે હરાવ્યા છે. હારી ગયેલ વેવાણ 10 વર્ષથી સરપંચ હતા. રાજ્યમાં ગત 22 જૂનના રોજ 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી યોજાઈ હતી. જે ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે છેલ્લા દસ વર્ષથી સરપંચ તરીકે સુકાન સંભાળતા વેવાણ ભાવનાબેનને વેવાણ જયાબેને કારમો પરાજય આપ્યો હતો. જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ કરતા ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના જ વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ આખી પેનલ સાથે હરાવી દીધા છે, જ્યારે જયાબેન ડાંગોદરાની પેનલના તમામ સભ્યો જીત્યા છે.
અમદાવાદ શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારમાં વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો હતો. શહેરના કોટ વિસ્તારમાં લાલ દરવાજા, જમાલપુર સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે મણીનગર, ઈસનપુર સહિતના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. પશ્ચિમાં જોધપુર, પાલડી, મેમનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
સુરતમાં હીરા બજારમાં રૂપિયા 8.80 કરોડનું ઉઠમણું કરનાર ઝડપાયો છે. ઇકો સેલ પોલીસે, જીતેન્દ્ર કાસોદરીયાને ઝડપી લીધો છે. ઝડપાયેલા આરોપીએ, 21 જેટલી હીરા પેઢી સાથે ઠગાઈ આચરી હતી. મુખ્ય આરોપી રોનક ધોળીયા હજુ પણ પોલીસ પકડથી દૂર રહ્યો છે. તેને પણ પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરમાં આજે વધુ 3 કોરોનાના કેસ નોંધાયા છે. પંચવટી સોસાયટીમાં 80 વર્ષીય વૃદ્ધા સંક્રમિત થયા છે. પટેલ કોલોની અને મયુર પાર્કમાં એક-એક પુરુષ પોઝિટિવ આવ્યા છે. હાલ જામનગરમાં 21 દર્દીઓ હોમ આઇસોલેટ અને 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જામનગરમાં 23 કોરોનાના એક્ટિવ કેસ છે.
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને તેમના પતિ સુભાષ ડાયરા સહિત સાત વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા, તેમના પતિ સુભાષ ડાયરા અને અન્ય સાત વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગોધરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગોધરા તાલુકાના મેરપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા અને તેમના પતિ સુભાષ ડાયરા દ્વારા ફરિયાદીને ચોક્કસ ઉમેદવારને જ મત આપવા માટે ધાક ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર ઘટના દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ફરિયાદીને જાતિ અપમાનિત શબ્દોનો ઉચ્ચારણ કરી અને તેમના પતિ દ્વારા મારામારી કરી હોવાનો પણ ફરિયાદમાં કરાયો ઉલ્લેખ કરાયો છે.
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઈશ્વરીયા ગામે એક અનોખી ઘટનામાં 80 વર્ષીય વૃદ્ધ મહિલા મોતીબેન ડાહ્યાભાઈ સૌંદરવા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ઉંમરે પણ તેઓ ગામના વિકાસ કાર્યો કરવાની ઉત્સુકતા અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે, જે ખરેખર પ્રેરણાદાયક છે.
મહેસાણામાં ખુલ્લા મેદાનમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. મહેસાણાના વિસનગરના ભાંડુ ગામ પાસેની ઘટના સામે આવી છે. શંકર વિલા હોટલ પાછળ ખુલ્લા મેદાનમાં બાળક ત્યજી દેવાયું હતું. ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. 108 ની ટીમ દ્વારા બાળકને નવજીવન આપ્યું છે. બાળક સાથે ગર્ભ નાળ જોડાયેલી હાલતમાં ત્યજી દેવામાં આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સની ઝડપ ભરી કામગીરીએ બાળકને નવજીવન આપ્યું છે.
બોટાદ શહેરની શાળામાં આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો છે. શહેરના ખોડીયારનગર વિસ્તારમાં આવેલ શાળા નંબર 20 ખાતેની ઘટના સામે આવી છે. શાળાના છુટ્ટા કરાયેલ ખેલ સહાયક અને તેમના ભાઈ દ્વારા હુમલો કરાયો હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું હતું. શૈલેષભાઈ નારણભાઈ કણઝરીયા નામના શાળાના આચાર્ય પર કરાયો હુમલો. જેમાં ઈજાઓ પહોંચતા સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા. શાળામાં આજે SMC ની અધ્યક્ષ નિમણુંક અંગેની મિટિંગ રાખેલ હોય જે મિટિંગ બાદ શાળાના પૂર્વ ખેલ સહાયક પ્રતીક ડાભી અને તેઓના ભાઈએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત આચાર્ય હાલ સોનાવાલા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ. સ્થાનિક ચુંટાયેલા કોર્પોરેટરો તેમજ શહેર ભાજપ પ્રમુખ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. શાળાએ સંતોષકારક કામગીરી ના કરી હોવાથી પ્રતીક ડાભીને ખેલ સહાયક તરીકે શાળામાંથી છુટ્ટા કરાયેલ હતા. અગાઉ પણ ધાક ધમકી આપી હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું હતુ.
વિરમગામ તાલુકાની 8 ગ્રામ પંચાયતની ચૂંટણીનુ પરીણામ જાહેર થઈ ચૂકયું છે. વિરમગામ તાલુકાના સરસાવડી, દેવપુરા, દોલતપુરા, મણીપુરા, ચુનીનાપુરા, મેલજ,ખુડદ ,જેતાપુર ગ્રામ પંચાયત સરપંચ અને સભ્ય પદના ઉમેદવાર વિજેતા જાહેર. તાલુકાના મણીપુરામા 50 વર્ષ બાદ ચૂંટણીઓ યોજાઈ હતી. સરપંચ તરીકે હંસાબેન ધીરજભાઇ ઠાકોર વિજેતા થયા છે. વિરમગામ તાલુકાના મેલજ ગામમા સતત ત્રીજી વખત જંગી બહુમતીથી વિષ્ણુભાઈ ઠાકોર વિજેતા જાહેર. ખુડદ ગામમા રૂખીબેન મણાભાઇ સેનવા વિજેતા. વિરમગામ નડકાઠાના જેતાપુરા ગામમા ચંદ્રિકાબેન જીગાભાઇ નૈત્રા વિજેતા જાહેર થયા છે.
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
ગામ : ધરમપુરી
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
*વિજેતા સરપંચ :*કમલેશકુમાર કાંતિલાલ તડવી 87 મતોથી વિજેતા
————————
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
ગામ : મંડાળા
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
*વિજેતા સરપંચ : – અલ્પેશભાઈ મંગળભાઈ તડવી 165 મતોથી વિજેતા
—————————–
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
ગામ : સાથોદ
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
*વિજેતા સરપંચ : – કૈલાશબેન હસમુખભાઈ વસાવા 46 મતોથી વિજેતા
————————
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
ગામ : ફૂલવાડી
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
*વિજેતા સરપંચ : – પ્રેમિલાબેન પ્રભાતભાઈ વસાવા 35 મતોથી વિજેતા
———————-
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
*ગામ :*કનાયડા
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
*વિજેતા સરપંચ : – ઉર્વેશબાબા રઝાક રઝાકહુસેન પઠાણ 149 મતોથી વિજેતા
—————————
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
ગામ : નગડોલ
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
*વિજેતા સરપંચ : – કલ્પેશભાઈ વિનુભાઈ તડવી 151 મતોથી વિજેતા
——————–
ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી
ગામ : કોઠારા
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
*વિજેતા સરપંચ : – અનિલભાઈ પ્રજાપતિ વિજેતા
તાપીઃ સોનગઢનો ડોસવાળા વિયર ડેમ ઓવરફ્લો થયો છે. સિઝનમાં પહેલીવાર ડેમ ઓવરફ્લો થયો. 405 ફૂટની સપાટી પરથી પાણી વહી રહ્યું છે. ડેમ આસપાસના 12 ગામને એલર્ટ કરાયા.
અરવલ્લી: મેઘરજના પટેલઢુંઢા પંચાયત વોર્ડ-6ની મત ગણતરીમાં ટાઈ થઇ. તંત્ર દ્વારા ચીઠ્ઠી ઉછાળીને પરિણામ નક્કી કરાયું. વોર્ડ સભ્ય તરીકે રણજિત ડામોરને વિજેતા જાહેર કરાયા. બન્ને ઉમેદવરો ને 58 મત મળતા ટાઈ થઈ હતી.
ડાંગઃ ગલકુંડ ગ્રામપંચાયતનું પરિણામ જાહેર થયુ છે. પુત્રને હરાવી પિતા સરપંચ બન્યા છે. પિતાએ 576 મતની લીડથી પુત્રને હરાવ્યો. આહવાના ગલકુંડમાં પિતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ હતો. ગલકુંગ ગ્રામ પંચાયતના સુરેશ વાઘ સરપંચ બન્યા.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્લીમાં બેઠક કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ દિલ્લીમાં બેઠક કરશે. પ્રભારી અને સંગઠન મહાસચિવ સાથે બેઠક કરશે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષપદ કેમ છોડ્યું એ અંગે વાતચીત થશે. ગુજરાત કોંગ્રેસની સ્થિતિથી હાઈકમાન્ડને અવગત કરશે. પેટાચૂંટણીમાં કોંગ્રેસના હાર બાદ રાજીનામું આપ્યું હતું.
વડોદરાઃ ડભોઇના નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા છે. ઢાઢર નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. ડભોઇ તાલુકાના 5 ગામો સંપર્કવિહોણા થયા. ગત વર્ષે જ બનેલા મોટા નાળા પર પાણી ફરી વળ્યા છે. બનૈયા, અંબાવ, રાજલી, અંગૂઠણ અને નારીયાનો સંપર્ક તૂટ્યો છે.
મહેસાણાના પઢારીયા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ જાહેર થયુ છે. સરપંચ ઉમેદવાર ફક્ત 1 મતથી જીત્યા છે. રતનસિંહ ચાવડા ફક્ત 1 મતથી સરપંચ પદે વિજયી થયા છે.
સાયબર ફ્રોડ સામે EDની મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ, સુરત અને અમદાવાદના અનેક સ્થળે EDએ દરોડા પાડ્યા છે. ગુજરાત પોલીસની FIRના આધારે તપાસ કરાઈ રહી છે. 5થી વધુ આરોપીઓ સામે EDએ તપાસ શરુ કરી છે. આરોપીઓ સામે 100 કરોડથી વધુના સાયબર ફ્રોડનો આરોપ છે. USDT ટ્રેનિંગ, ડિજિટલ અરેસ્ટ કરી લોકોને છેતરતા હતા. બોગસ એજન્સીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા.
Axiom-4 મિશનના લોન્ચ
#Axiom4Mission lifts off from #NASA‘s Kennedy Space Centre in Florida, US. The mission is being piloted by India’s IAF Group Captain #ShubhanshuShukla. The crew is travelling to the International Space Station (ISS) on a new #SpaceX Dragon spacecraft on the company’s Falcon 9… pic.twitter.com/QCzeuax8fa
— Tv9 Gujarati (@tv9gujarati) June 25, 2025
મોરબીના ચાચાવદરડા ગામમાં રમણીક જસમત બાવરવા સરપંચ બન્યા છે. તેઓ 100 મતે વિજેતા થયા છે.
મહીસાગર: રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં 19 હજાર 443 ક્યુસેક પાણીની આવક થઇ છે. કડાણા ડેમની સપાટીમાં એક ફૂટ જેટલો વધારો નોંધાયો. કડાણા ડેમની હાલની સપાટી 384.10 ફૂટ છે.
અમદાવાદઃ ચંડોળા બેરલ માર્કેટ પાસે લાગી ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ છે કે ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ઘટનાસ્થળે આગ બુઝાવવા પહોંચી હતી. ઓઈલના ગોડાઉનમાં આગ લાગી હતી.
પંચમહાલના શહેરા તાલુકાના વિજાપુર ગામનું પરિણામ જાહેર થયુ છે. કાભસિંહ મંગળભાઈ પટેલ સરપંચ તરીકે વિજેતા જાહેર થયા છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઢસિંગી ગામમાં ગોંતીયાભાઈ ઠાકોર સરપંચ બન્યા છે. 416 મત સાથે તેમનો વિજય થયો છે.
મહીસાગરના વીરપુર તાલુકાના ખાટા અને સાલૈયા ગામમાં વિજેતાના નામ જાહેર થઇ ગયા છે. ખાટાં ગામમાં મીનાબેન રમણભાઈ પટેલ અને સાલૈયા ગામમાં બિપિનભાઈ સોમાભાઈ પટેલ વિજેતા બન્યા છે.
દેવગઢ બારીઆ તાલુકાની વાવ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયુ છે. સરપંચ પદ માટે જશવંત મગન રાઠવા વિજેતા બન્યા છે. કુલ મળેલ મત 543 મળ્યા છે.
ગાંધીનગરઃ માણસાના નાદરી ગામે મતગણતરી કરતા ટાઈ પડી છે. બે સભ્યોને એક સરખા મત મળતા ટાઈ પડી. બંને સરપંચ પદના ઉમેદવારોને મળ્યા 338 મત. ચિઠ્ઠી ઉછાળ્યા બાદ સરપંચ વિજેતા નક્કી કરાયા.
આઝાદી સમયથી સમરસ થતી મોરબી તાલુકાની રાજપર કુંતાસી ગામની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ છે. દર વખતે રાજપર કુંતાસી ગામમાં ક્યારેય ચૂંટણી યોજાઈ નથી. ગ્રામજનો દ્વારા ગામને સમરસ કરવામાં આવતુ હતું. પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં સરપંચ તરીકે નર્મદાબેન મનોજભાઈ ધોરિયાણી વિજેતા જાહેર થયા છે. નર્મદાબેન 408 મતે થયા વિજેતા થયા છે.
રાજકોટ: વેજા ગ્રામ પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. સરપંચ પદ પર યોગેન્દ્રસિંહ જાડેજાની જીત થઈ છે. સરપંચ પદ માટે પિતરાઈ ભાઈઓ વચ્ચે જંગ જામી હતી. સામા પક્ષે લક્કીરાજસિંહ જાડેજાની હાર થઈ છે.
લક્કીરાજસિંહના પિતા 25 વર્ષથી ગામના સરપંચ હતા. અઢી વર્ષથી ગામમાં એકપણ વખત ગ્રામ પંચાયતની સભા મળી ન હતી.
રાજકોટ : જેતપુર ગ્રામપંચાયતોની મતગણતરી શરૂ થઇ છે. જેતપુરની 6 ગ્રામપંચાયતોની મતગણતરી 7 ટેબલો ઉપર શરૂ થઇ છે. જામકંડોરણા ગ્રામપંચાયતની 2 ટેબલો ઉપર મતગણતરી શરૂ થઇ છે. મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બોપર સુધીમાં ગ્રામપંચાયતોનું ચિત્ર સ્પષ્ટ થશે.
મહેસાણા : ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી ચાલુ થઇ છે. તમામ તાલુકા મથકોએ મત ગણતરી થઇ રહી છે. 235 ગ્રામ પંચાયતો માં 227 સરપંચ પદ અને 652 સભ્યોની મત ગણતરી ચાલી રહી છે. ગ્રામ પંચાયત ચૂંટણી માં 75.77 ટકા મતદાન થયું હતું. ગ્રામ પંચાયતો ની ચૂંટણી માં મત ગણતરી કેન્દ્રો ઉપર ટોળેટોળા જોવા મળી રહ્યા છે. ચૂંટણી પરિણામો ને લઈ ગ્રામ્યસ્તરે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
પંચમહાલ જિલ્લામાં યોજાયેલી 136 ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી ની મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના અલગ અલગ સાત તાલુકા મથકોએ મતગણતરી હાથ ધરવામાં આવી છે. 500 થી વધુ કર્મચારીઓ મત ગણતરી પ્રક્રિયામાં જોડાયા છે. મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
તો પૂરા પંદર દિવસ બાદ પ્રભુ જગન્નાથ તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે નિજ મંદિર પરત ફર્યા છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે હરખની હેલી છે. આમ તો મંદિરમાં બારેમાસ ભંડારો ચાલે છે. પરંતુ, આજે નેત્રોત્સવ વિધિના અવસરે અહીં “મહા ભંડારા”નું આયોજન કરવામાં આવ્યુ છે. આ ભંડારામાં સાધુ-સંતો સહિત ભક્તો મંદિરનો અત્યંત પ્રસિદ્ધ એવો “ધોળી દાળ અને કાળી રોટી”નો પ્રસાદ ગ્રહણ કરે છે. જેના માટે મોટાપાયે તૈયારી હાથ ધરાતી હોય છે.
વડોદરા મનપાની બેદરકારીએ લીધો એકનો ભોગ લીધો છે. બાપોદમાં મસમોટા ખાડામાં રિક્ષા પલટી જતા યુવકનું મોત થયુ છે. સરદાર એસ્ટેટથી વૃંદાવન જવાના માર્ગ પર ઘટના બની. પાણીની લાઈન માટે ખોદકામ બાદ યોગ્ય સમારકામ ન કરાતા દુર્ઘટના બની. મૃતક યુવકના પરિવારમાં ભારે આક્રોશ, ન્યાયની માગ કરી છે. પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી.
તો આજથી અષાઢી બીજના એટલે કે “રથયાત્રા”ના કાર્યક્રમોની વિધિવત શરૂઆત થઈ રહી છે. પ્રભુ જગન્નાથ મોસાળથી પરત ફરતા આજે મંદિરમાં નેત્રોત્સવ વિધિનું આયોજન કરાયું છે. જેમાં મુખ્ય અતિથિ રૂપે સી. આર. પાટીલ સહિત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, બળવતસિંહ રાજપૂત, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મેયર પણ ઉપસ્થિત રહેશે. મંદિરમાં પહોંચેલા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ અવસરને ખૂબ જ ખાસ ગણાવ્યો હતો.
રાજકોટ-રીબડા ગ્રામપંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયુ છે. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીત થઇ છે. એક સભ્યની પેટાચૂંટણી યોજાઇ હતી. રીબડા ગામના વોર્ડ નંબર ૮ની પેટા ચૂંટણી યોજાઇ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના અવસાનથી આ સીટ ખાલી થઇ હતી. સત્યજીતસિંહ જાડેજા 77 મતથી વિજેતા બન્યા. હરીફ ઉમેદવાર રક્ષિત ખૂંટનો પરાજય થયો.
અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઇ ચુક્યો છે. 89 ગ્રામ પંચાયતની આજે મતગણતરી હાથ ધરવામાં આવી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાઇ. 10 તાલુકા મથકના અલગ અલગ કેન્દ્ર પર મતગણતરી શરૂ. રાજુલા,જાફરાબાદ,ખાંભા,ધારી,લીલીયા,સાવરકુંડલા,બાબરા,લાઠી,વડીયા,અમરેલી,સહીત તાલુકામાં ગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરાઇ છે. માળિયાહાટીના તાલુકાની કુલ 12 ગ્રામપંચાયત ગણતરી સરકારી હાઇસ્કૂલ ખાતે શરૂ થઇ છે. કુલ 4 રૂમ ની અંદર અલગ અલગ ગ્રામપંચાયતની મતગણતરી થઇ રહી છે. 12 ગ્રામપંચાયત ના સરપંચ અને 48 સભ્યોની મતગણતરી શરૂ. જિલ્લાના વંથલી માણાવદર મેંદરડા માળિયા કેશોદ માંગરોળ તાલુકા સેન્ટર ઉપર ગ્રામપંચાયત ચૂંટણી મતગણતરી શરૂ થઇ છે.
રાજકોટમાં 48 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરાઇ છે. 22 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાઇ. જૂની કલેક્ટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરની ગણતરી થઇ રહી છે. રાજકોટ સહિત અલગ અલગ તાલુકાઓમાં મતદાનની ગણતરી છે. 150 મતદાન કેન્દ્રો પર 500 કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
239 સ્થળો પર 1 હજાર 80 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરીમાં 13 હજાર 444 કર્મચારીઓ જોડાયા છે. કાયદો-વ્યવસ્થા જાળવવા 14 હજાર 231 પોલીસ કર્મીઓ ખડેપગે છે. CCTV કેમેરાની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાઇ છે.
અમદાવાદ: 9 તાલુકાઓની ગ્રામ પંચાયત માટે મતગણતરી હાથ ધરાશે. 28 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાઇ રહી છે. પરિણામ પહેલાં જ 15 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર સમરસ થઈ. ધોલેરામાં આંબલી, કાદિપુર, ગોગલા પણ સમરસ થઈ. દેત્રોજમાં રામપુરાની કાત્રોડી, જેઠીપુરા, ધોળકા પણ સમરસ થઇ.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાબક્યો ધોધમાર વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. 50 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.6 ઈંચ વરસાદ, દાહોદ શહેરમાં 7.5 ઈંચ, નર્મદાના તીલકવાડામાં 7.1 ઈંચ વરસાદ, છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 6.9 ઈંચ વરસાદ, પંચમહાલના શેહેરા તાલુકામાં 6.8 ઈંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પણ મતદાતાઓએ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. સૌથી વધુ નર્મદામાં 107, સુરતમાં 62, નવસારીમાં 56 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ. ભરૂચમાં 53, વલસાડમાં 51, તાપીમાં 47, તો ડાંગમાં 42 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મોટી સંખ્યામાં મતદારો ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું.
મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં પણ 1 હજાર 290 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. સૌથી વધુ દાહોદમાં 263 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ. પંચમહાલની 249, આણંદની 152, છોટાઉદેપુરની 126, અમદાવાદની 59 ગ્રામપંચાયતો માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.. તો ખેડાની 99 અને મહિસાગરની 96 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં 6 જિલ્લાની 1 હજાર 332 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. બનાસકાંઠાની 405, સાબરકાંઠાની 238, અરવલ્લીની 136 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું. તો મહેસાણાની 235, પાટણની 232 તેમજ ગાંધીનગરની 86 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ.
ગુજરાતમાં કુલ 8 હજાર 326 ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાઈ, ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી માટે મતદાન થયું. અહીં જામનગરમાં 187, ગીર-સોમનાથમાં 63, દેવભૂમિ દ્વારકામાં 69, રાજકોટમાં 45, જૂનાગઢમાં 110, તો અમરેલીમાં 89 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ. સાથે જ ભાવનગરમાં 220, મોરબીમાં 27, પોરબંદરમાં 15 તેમજ સુરેન્દ્રનગરમાં 30 ગ્રામ પંચાયતો માટે મતદાતાઓએ મતદાન કર્યું. જામનગરના વિભાપર ગામમાં 45 વર્ષ બાદ. પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ.
Published On - 7:27 am, Wed, 25 June 25