લાભ પંચમે ખેડૂતોને થશે લાભ: ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો થશે પ્રારંભ

રાજ્યના ખેડૂતો માટે નવા વર્ષે શુભ સમાચાર આવ્યા છે. રાજ્યભરમાં લાભ પાંચમના શુભ મુહૂર્તથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થશે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Nov 06, 2021 | 8:08 PM

નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મગફળીના ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. રાજ્યભરમાં લાભ પાંચમના શુભ મુહૂર્તથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થશે. રાજ્યના દરેક જિલ્લા મથકે કલેક્ટરની આગેવાનીમાં ખરીદી માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ રચના કરીને ટેકાના ભાવે ખરીદીનું કામ સોંપવામાં આવ્યું છે. રાજ્યના પુરવઠા નિગમ ખાતા દ્વારા આ ખરીદી કરવામાં આવશે.

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 2 લાખ 65 હજારથી વધુ ખેડૂતોએ ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એક વખતમાં એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી થશે. જે બાદ વધુ જમીન હશે તો જમીનના પ્રમાણમાં વધુ મગફળીની ખરીદી કરવામાં આવશે. ત્યારે લાભ પાંચમ ખેડૂતો માટે શુભ નીવડે તેવી આશા બંધાયેલી છે.

 

આ પણ વાંચો: Aryan Khan Updates: અનિલ દેશમુખના પુત્રનો મિત્ર સુનિલ પાટીલ છે આર્યન ખાન ડ્રગ્સ કેસનો માસ્ટરમાઈન્ડ, ભાજપ નેતાનો મોટો ખુલાસો

આ પણ વાંચો: PM Kisan Yojana: પીએમ કિસાન યોજના હેઠળ પતિ-પત્ની બંન્નેને મળી શકે છે દર વર્ષ 6 હજાર રૂપિયા? જાણો સરકારનો નિયમ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati