ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કપાસના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયાર, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. હાલમાં પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. કપાસના પાકમાં (Cotton Crop) રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.
કપાસના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણ અને ખેતી કાર્યો
1. ગુલાબી ઈયળનાં ઢાળિયા કીટક દેખાય ત્યારે તેના નિયંત્રણ માટે હેકટરે ૩૦ થી ૩૫ ફેરોમેન ટ્રેપગોઠવવા.
2. કપાસમાં ચુસીયા પ્રકારની જીવાત નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડનો છંટકાવ કરવો.
3. કપાસમાં મુળખાઈના રોગનાં નિયંત્રણ માટે કોપર ઓકઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી ડ્રેન્ચીંગ કરવું.
4. કપાસમાં લાલ પર્ણ થતાં હોય તો ૧% મેગ્નેશીયમ સલ્ફેટ દ્રાવણ ૯૦ દિવસનો પાક થાય ત્યારે અને બીજો ૧૫ દિવસે છંટકાવ કરવો.
5. સફેદ માખીની મોજણીમાં પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેકટરે ૫ લગાવવી.
6. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ફેરોમેન ટ્રેપ હેકટર દીઠ ૫ લગાવવી.
7. કપાસની સારી વૃધ્ધિ વધારવા માટે નેપ્થેલીન એસીટીક એસીડનો ૫૦ અને ૭૦માં દિવસે છંટકાવ કરવો.
8. બીટી કપાસમાં બે વરસાદ વચ્ચે ગાળો પડે ત્યારે ૪ ટકા ઓલીનના દ્રાવણનો છંટકાવ કરવો.
9. સફેદ માંખીના નિયંત્રણ માટે ડાયફેન્થ્યુરોન ૧૦ ગ્રામઅથવાએસીફેટ ૧૦ મિલિ માંથીકોઇ એક દવાનો છંટકાવ કરી શકાય.
આ પણ વાંચો : ખેડૂતોએ ઓગસ્ટ માસમાં દિવેલા અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
10. સુચીયા પ્રકારની જીવાતો માટે મગફળીમાં દર્શાવ્યા મુજબ છંટકાવ કરવો.
11. વાવણી પછી ૩૦ દિવસે ૫૪ કિલો યુરીયા અથવા ૧૨૫ કિલો એમોનિયમ સલ્ફેટઆપવું.
12. મૂળખાઈ મૂળનો સડો/ના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ કોપર એક્સીકલોરાઇડ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સૂકાતાં છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી