ગ્રેડ પે અંગે આજે ગુજરાત સરકાર દ્વારા થઈ શકે છે મોટી જાહેરાત, 28 ઑક્ટોબરે કમિટીની રચના થઈ હતી

|

Aug 14, 2022 | 3:01 PM

આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો (Chief Minister Bhupendra Patel) મોડાસામાં કાર્યક્રમ છે. ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ આ મહત્વની જાહેરાત થવાની શક્યતા છે.

ગ્રેડ પે અંગે આજે ગુજરાત સરકાર દ્વારા થઈ શકે છે મોટી જાહેરાત, 28 ઑક્ટોબરે કમિટીની રચના થઈ હતી
ગુજરાત સરકાર દ્વારા થઇ શકે છે આજે મહત્વની જાહેરાત, (ફાઇલ તસવીર)

Follow us on

ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા આજે સાંજે ખૂબ જ મહત્વની જાહેરાત થઇ છે. રાજ્ય સરકાર દ્વારા 28 ઑક્ટોબરે કમિટીની રચના કરવામાં આવી હતી. જે પ્રમાણે આ જાહેરાતમાં બે મહત્વના મુદ્દાઓ હોવાની શક્યતા છે. જેમાં એક મોંઘવારીના ભથ્થામાં (Dearness allowances) વધારો થવાની શક્યતા છે. સાથે જ કેટલાક એલાઉન્સ છે તેમાં પણ વધારો કરવામાં આવી શકે છે. જો કે જે 4200 રૂપિયાના ગ્રેડ પેની (Grade Pay) માગ ઉઠી હતી અને સતત આંદોલન થયા હતા, તે ગ્રેડ પે અંગે વધારો કરવામાં નહીં આવે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

કમિટીમાં અલગ અલગ સૂચનો પર થઇ હતી ચર્ચા

મોંઘવારી ભથ્થાની વાત કરવામાં આવે તો તેમાં જેટલા પણ પોલીસ કર્મચારીઓ આવે છે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે. સાથે જ કેટલાક એલાઉન્સ છે તેમાં પણ વધારો કરવામાં આવી શકે છે. 28 ઑક્ટોબરે આ પ્રશ્નોના ઉકેલ માટે કમિટીની રચના કરવામાં આવી હતી અને ત્યાર બાદ 30 ઓક્ટોબરે પહેલી બેઠક મળી હતી. તે ગાંધીનગરના પોલીસ કાર્યાલય ખાતે જ યોજાઇ હતી. આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાને લઇ અલગ અલગ જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી હતી. જેની અંદર પોલીસ કર્મચારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગાંધીનગર, વડોદરા, સુરત , અમદાવાદ અને રાજકોટ આ પાંચ જગ્યાએ બેઠકો યોજાઇ હતી. જેમાં ગાંધીનગરમાં 44 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. તો અમદાવાદની અંદર 40 જેટલા કર્મચારીઓ પોતાના મત કમિટી સમક્ષ મુક્યા હતા. સુરતમાં 39 જેટલા લોકો હાજર રહ્યા હતા. જ્યારે વડોદરામાં 63 અને રાજકોટમાં પણ 63 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ તમામ સ્થળોએ હાજર રહેલા પોલીસ કર્મચારીઓએ મહત્વના સૂચન કમિટી સમક્ષ મુક્યા હતા. ત્યારબાદ કમિટી દ્વારા તમામ મહત્વની બાબતોની ટાંકવામાં આવી હતી.

જે 4200 રૂપિયાના ગ્રેડ પે છે તેના અંગે પણ કમિટીમાં સૂચનો કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારને ગ્રેડ પે કેટલો છે. તેની સાથે અન્ય રાજ્યોમાં પણ ગ્રેડ પે કેટલો છે અને તે ગ્રેડ પેના સ્ટાન્ડર્ડ કયા છે તે તમામ મુદ્દા અંગે કમિટી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.જેમાં બે નિર્ણયો મહત્વના છે. અલાઉન્સમાં વધારો કરવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે. જો કે ગ્રેડ પેમાં વધારો કરવામાં નહીં આવે.

આજે સાંજે જાહેરાત થવાની શક્યતા

આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો મોડાસામાં કાર્યક્રમ છે. ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ આ મહત્વની જાહેરાત થવાની શક્યતા છે. ત્યારબાદ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ ચારેય સેન્ટર પર એક પ્રકારની ઉજવણી પણ થાય તેવી શક્યતા છે. સાથે જ ગ્રેડ પેને લઇને સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ થઇ શકે છે.

ગ્રેડ પે ને લઈને લેવાઈ શકે છે મોટો નિર્ણય

રક્ષાબંધનના દિવસે ગૃહ મંત્રીએ સુરતના એક કાર્યક્રમમાં સંકેત આપતા જણાવ્યુ હતુ કે, હાલમાં પોલીસ ખાતામાં ગ્રેડ-પેને લઈને જ ચર્ચા ચાલી રહી છે. તેનો પણ ટૂંક જ સમયગાળામાં સુખદ અંત આવે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રેડ પેને લઈને અલગ અલગ બેઠકો પર અધિકારીઓ સાથે કરવામાં આવી છે અને ગણતરીના દિવસોની અંદર મુખ્યમંત્રી દ્વારા આ બાબતે કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવું ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા જણાવ્યું હતું.

 

Published On - 2:17 pm, Sun, 14 August 22

Next Article