GUJARAT સરકારનું ઇન્જેકશન, રેમડેસિવિર માટે હોસ્પિટલે લેવી પડશે સરકારની મંજૂરી

|

Apr 15, 2021 | 8:50 AM

GUJARAT સરકારે હાલ રેમડેસિવિરને Injectionના પુરવઠાને લઇને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ કોઇપણ HOSPITALને દર્દી માટે રેમડેસિવિરના જથ્થાની જરૂર હશે.

GUJARAT સરકારનું ઇન્જેકશન, રેમડેસિવિર માટે હોસ્પિટલે લેવી પડશે સરકારની મંજૂરી
Remedivir Injection

Follow us on

GUJARAT સરકારે હાલ રેમડેસિવિરને Injectionના પુરવઠાને લઇને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ કોઇપણ HOSPITALને દર્દી માટે રેમડેસિવિરના જથ્થાની જરૂર હશે. તો તેઓએ જાતે જ GUJARAT GOVERNMENTમાં અરજી કરીને તે મેળવવાના રહેશે. GOVERNMENTની મંજૂરી મળી હોય તેટલાં જ જથ્થામાં Injection તેઓને મળશે. કોઇપણ HOSPITALદર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે નહીં.

આ ઉપરાંત GOVERNMENT અન્ય નિર્ણય લીધો છે કે દર્દીને રેમડેસિવિર Injection જોઇતું હોય તો તેઓ ઇન્ડોર પેશન્ટ એટલે કે HOSPITALમાં દાખલ હોય તેવાં દર્દી હોવા જોઇશે. હોમ ક્વોરન્ટાઇન હોય તેવાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન DOCTORના પ્રિસ્ક્રિપ્શન છતાં મળી શકશે નહીં.

GUJARAT GOVERNMENTના સૂત્રોના જણાવ્યા અનુસાર જરૂરિયાત ન હોય તેવાં કિસ્સામાં ઉઠેલી Ramdesivirની કૃત્રિમ માગને કારણે પણ Ramdesivirનો જથ્થો ખૂટી પડે તેવી સ્થિતિ હોવાથી સરકારને આ પ્રકારે આકરો નિર્ણય લેવો પડ્યો છે. તેમ છતાં જરૂરિયાત હોય તેવાં દર્દીઓને રેમડેસિવિરનો જથ્થો અવશ્ય મળી જ રહેશે તે પણ સરકારે સુનિશ્ચિત કર્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

3થી 4 દિવસમાં જ માગ કરતાં જથ્થો ઉપલબ્ધ
રાજ્ય સરકાર હાલ દેશની Ramdesivir બનાવતી સાત કંપનીઓ પૈકી ઘણી કંપનીઓ પાસેથી Ramdesivirનો જથ્થો મેળવી રહી છે અને હાલ આ કંપનીઓએ પોતાનું ઉત્પાદન પણ અનેકગણું વધાર્યું છે. ત્રણથી ચાર જ દિવસમાં રાજ્યમાં જોઇતી માગને પહોંચી વળાય તેટલો જથ્થો ઉપલબ્ધ હશે.

Published On - 1:08 pm, Wed, 14 April 21

Next Article