Dhairyaraj Singhને 16 કરોડની જરૂરીયાત સામે ગુજરાત સરકારે ફક્ત 10 લાખ સહાયની કરી જાહેરાત

ધૈર્યરાજ સિંહના(Dhairyaraj Singh) માતા-પિતાએ પણ લોકોને દાન આપવાની અપીલ કરી હતી. આ સિવાય સેલિબ્રિટીઓ, ગાયક કલાકારોએ પણ અપીલ કરી છે. અને સામાન્ય નાગરિક પણ આ ધૈર્યરાજ સિંહને મદદ કરવા માટે આગળ આવ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 19, 2021 | 4:14 PM

બાળકમાં ભગવાનનું સ્વરૂપ હોય છે. પરંતુ અચાનક જ હસતું રમતું બાળક સુન્ન થઇ જાય તે સમયે તેના માતા-પિતા પર શું વીતે ? આવું જ કંઈક મહીસાગર જિલ્લાના કનેસર ગામના ધૈર્યરાજ સિંહ (Dhairyaraj Singh) સાથે થયું છે. ધૈર્યરાજ સિંહ ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે.ધૈર્યરાજ સિંહને (Dhairyaraj Singh) SMA-1 નામની બીમારી છે. આ બિમારી રંગસૂત્ર-5 નાળીમાં ખામીને કારણે થાય છે. એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની બીમારી છે. આ બીમારીથી બાળક ઉભુ થઈ શક્તુ નથી. ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના કારણે કરોડરજ્જૂમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આ બીમારી માટેનું ઇન્જેક્શન ભારતમાં નથી. ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે.

લાખોમાં કોઈ એક બાળકને થતી હોય છે. આ બાળક માટે 16 કરોડની જરૂરિયાત છે. 16 કરોડ જેવી માતબર રકમ સામાન્ય વર્ગના માણસને પોસાઈ એમ નથી.  માસુમની મદદે રાજ્ય સરકાર આવી છે. રાજ્ય સરકારે ધૈર્યરાજ સિંહને 10 લાખ આપવાની જાહેરાત કરી છે.

ધૈર્યરાજ સિંહને મદદ કરવા માટે લોકો પણ મદદે આવ્યા છે. ધૈર્યરાજ સિંહને આ લખાઈ છે ત્યાં સુધીમાં 24 દિવસમાં 10, 04,72,979 રૂપિયા ભેગા થઇ ગયા છે.

નોંધનીય છે ધૈર્યરાજ સિંહના માતા-પિતાએ પણ લોકોને દાન આપવાની અપીલ કરી હતી. આ સિવાય સેલિબ્રિટીઓ, ગાયક કલાકારોએ પણ અપીલ કરી છે. અને સામાન્ય નાગરિક પણ આ ધૈર્યરાજ સિંહને મદદ કરવા માટે આગળ આવ્યા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">