Gujarat : આજથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ, મહતમ 50% ક્ષમતા સાથે સ્કૂલો શરૂ થઈ શકશે

|

Jul 15, 2021 | 9:20 AM

રાજ્યમાં આજ 15 જુલાઈને ગુરુવારના રોજથી ધોરણ 12 અને કોલેજોના ઓફલાઈન વર્ગો શરૂ થશે.જેમાં, સ્કૂલો મહતમ 50% ક્ષમતા સાથે વિદ્યાર્થીઓના એફલાઈન વર્ગો શરૂ કરી શકશે.

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ઓફલાઈન શિક્ષણને (Offline Education)મંજુરી આપવામાં આવી છે. આજે 15મી જુલાઈ ધોરણ 12 અને કોલેજોના એફલાઈન વર્ગો આજથી શરૂ થશે.

છેલ્લા, દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ(Online Education) લઈ રહ્યા છે. ત્યારે સ્કુલો શરૂ કરવાની લીલીઝડી મળતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.મહત્વનું છે કે, સ્કૂલ સંચાલકોએ ઓફલાઈન શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓના વાલીની મંજુરી મેળવવી ફરજીયાત છે.અને જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા ન માંગતા હોય, તેવા વિદ્યાર્થીઓ માટે સ્કુલોએ ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે.

સ્કુલોએ હવેથી, ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનું શિક્ષણ ચાલુ રાખવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, સ્કુલોએ કોરોના ગાઈડલાઈનનું (Corona Guideline) ચુસ્ત પાલ કરવાનું રહેશે.અને શાળા સંચાલકો માત્ર 50% ક્ષમતા સાથે વિદ્યાર્થીઓના વર્ગો  શરૂ કરી શકશે.

જો કે, શાળા શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા અગાઉથી જ ગાઈડલાઈન(Guideline) જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ એ માસ્ક પહેરવું ,સોશિયલ ડિસ્ટન્સનું (Social Distance)પાલન કરવું અને શાળાઓએ નિયમિત વર્ગોને સેનેટાઈઝ કરવા ફરજીયાત છે.ઉપરાંત શાળામાં પ્રાર્થના સભા,અને ઉત્સવોની ઉજવણી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : Gujarat : રાજ્યમાં કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે,આજે ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા યોજાશે

આ પણ વાંચો : દિવ્યાંગ રમતવીરો માટે રાજયસરકારની મોટી જાહેરાત, જાણો કોને અપાશે સરકારી નોકરીમાં સીધી ભરતી?

Published On - 9:18 am, Thu, 15 July 21

Next Video