Human Library : જૂનાગઢમાં દેશની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી શરૂ થઈ, જ્યાં પુસ્તકની જગ્યાએ વ્યક્તિ ઇસ્યુ થશે

|

May 20, 2022 | 7:36 PM

જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીમાં દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી (Human Library India) ખુલ્લી મૂકવામાં આવી છે, આ પ્રકારની વ્યવસ્થા ડેનમાર્ક જેવા દેશમાં જોવા મળે છે.

Human Library : જૂનાગઢમાં દેશની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી શરૂ થઈ, જ્યાં પુસ્તકની જગ્યાએ વ્યક્તિ ઇસ્યુ થશે
જૂનાગઢમાં દેશની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી શરૂ

Follow us on

Human Library : દેશની પ્રથમ સરકારી હ્યુમન લાઇબ્રેરી જૂનાગઢ જિલ્લાની કલેક્ટર ઓફિસ ખાતે ખુલ્લી મૂકવામાં આવી છે. આ લાઇબ્રેરી (Human Library) કર્મચારીઓને માનસિક તાણ દૂર કરવા માટે મદદરૂપ બનશે તેવો વિશ્વાસ જિલ્લા કલેકટર (District Collector) રચિત રાજે વ્યક્ત કર્યો હતો. આ માટે તેને વ્યક્તિ ઇસ્યુ કરવામાં આવશે જે તેની સાથે બેસીને વાતો કરશે. વર્તમાન સમયમાં કર્મચારી (Employee)ઓ કે જે સીધી રીતે અરજદારો સાથે જોડાયેલા છે તે માનસિક તાણમાંથી દૂર થાય અને પોતાના જીવનના સારા ખરાબ પ્રસંગો એક બીજા સાથે આપ લે કરીને માનસિક તાણ દૂર કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે. કર્મચારીઓ પોતાના જીવનના અનુભવો અહીં પોતાના સહકર્મચારીઓ સાથે શેર કરવાથી કર્મચારીની માનસિક સ્થિતિમાં સુધારો થશે

તમે જોયું હશે કે, લાઈબ્રેરીમાં પુસ્તકો ઈશ્યુ થાય છે અને લોકો તે પુસ્તકોને વાંચે છે પરંતુ જૂનાગઢની આ લાઈબ્રેરીમાં બોલવા માટે માણસ ઈશ્યુ કરી શકાય છે. આ માણસ સાથે તમે પોતાના સુખ દુ:ખની વાતો, વિચારો, અનુભવો વગેરે બધુ જ શેર રી શકો છો. તેની સાથે બેસીને તમે મોકળાશથી વાત કરી શકશો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

જૂનાગઢમાં હ્યુમન લાઈબ્રેરી ખુલતા શહેરીજનો પણ ખુશ થયા છે, આ લાઇબ્રેરીમાં કોઇ પુસ્તક નહિ હોય અહીં વ્યક્તિ આવશે વાતચીત કરશે અને સુખ દુઃખની વહેચણી કરશે. આ લાઇબ્રેરી ખાસ છે. જેમાં લોકો સાથે સમય પસાર કરી શકાશે. હાલ આ સુવિધા માત્ર સરકારી કર્મચારીઓ માટે જ છે, પરંતુ બાદમાં સામાન્ય નાગરિકો માટે પણ શરૂ થશે.

Next Article