Gujarat Elections Results 2021 : ગુજરાતમાં ભાજપની તાલુકા પંચાયતો પણ પુન: વાપસી, કોંગ્રેસના સૂપડા સાફ

|

Mar 02, 2021 | 11:16 PM

ગુજરાતમાં જાહેર થયેલા  231 તાલુકા પંચાયત ચુંટણીના પરિણામમાં ભાજપે બાજી મારી છે. જેમાં ભાજપે 196  તાલુકા પંચાયત  પર ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 33 બેઠકો જ જીતી શકી છે.

Gujarat Elections Results 2021 : ગુજરાતમાં ભાજપની તાલુકા પંચાયતો પણ પુન: વાપસી, કોંગ્રેસના સૂપડા સાફ

Follow us on

Gujarat Elections Results 2021 :  ગુજરાતમાં જાહેર થયેલા  231 તાલુકા પંચાયત ચુંટણીના પરિણામમાં ભાજપે બાજી મારી છે. જેમાં ભાજપે 196  તાલુકા પંચાયત  પર ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 33 બેઠકો જ જીતી શકી છે. ભાજપની આ જીતને વર્ષ 2015ના ચુંટણી પરિણામ સાથે સરખાવીએ તો 119  તાલુકા પંચાયત વધારે કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને 118 તાલુકા પંચાયતમાં હારનો સામનો કરવો પડ્યો છે.

જેમાં જો આપણે વર્ષ 2015 ના પરિણામની વાત કરીએ તો તેવી 231 તાલુકા પંચાયતમાંથી ભાજપ માત્ર 77 તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાવી શક્યો હતો. જ્યારે કોંગ્રેસે 151 તાલુકા પંચાયતમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.

જ્યારે વર્ષ 2015માં ગ્રામીણ વિસ્તારમાં પાટીદાર આંદોલનનો ફાયદો કોંગ્રેસને થયો . જો કે વર્ષ 2010 માં ભાજપે 31 માંથી 30 જિલ્લા પંચાયત જીતી હતી. પરંતુ વર્ષ 2015 માં હાર્દિક પટેલના નેતૃત્વમાં આકાર પામેલા પાટીદાર આંદોલનનો ફાયદો કોંગ્રેસને થયો હતો. જયારે તેવી જ રીતે જોઇએ તો 230 તાલુકા પંચાયતની 4778 બેઠકોમાંથી કોંગ્રેસે 50 ટકાથી વધારે એટલે કે 2509 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભાજપે જિલ્લા પંચાયતમાં મારી બાજી 

ગુજરાતમાં 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 31 જિલ્લા પંચાયતની ચુંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં કુલ 31 જિલ્લા પંચાયતમા ભાજપને જીત મેળવી છે, જયારે કોંગ્રેસને ફાળે એક પણ બેઠક આવી નથી. વર્ષ 2015 માં ભાજપને જિલ્લા પંચાયતની ચુંટણીમાં 8 બેઠકો પર જ વિજય મેળવ્યો હતો. જેના પગલે આ વખતે ભાજપને કુલ 23 બેઠકનો ફાયદો થયો છે. જ્યારે  કોંગ્રેસને  23 બેઠકોનું નુકશાન થયું છે.

Next Article