AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહપ્રધાન અમિત શાહ આવતા સપ્તાહે આવી શકે છે ગુજરાત, ઘાટલોડિયાના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ માટે પ્રચાર કરવા આવશે ગુજરાત

કેન્દ્રીય ગૃહપ્રધાન સપ્તાહની શરૂઆતમાં ઉમેદવારી ફોર્મ ભરત પહેલા વિશાળ જનસભાને સંબોધી શકે છે, ત્યારબાદ વિશાળ રોડ શો પણ યોજે તેવી શક્યતાઓ પણ હાલમાં સેવાઈ રહી છે.

ગૃહપ્રધાન અમિત શાહ આવતા સપ્તાહે આવી શકે છે ગુજરાત, ઘાટલોડિયાના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ માટે પ્રચાર કરવા આવશે ગુજરાત
Image Credit source: File Image
| Updated on: Nov 12, 2022 | 6:10 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે, ત્યારબાદ રાજ્યમાં રાજકીય પક્ષોનું પ્રચાર અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતા સપ્તાહમાં ગુજરાત પ્રવાસ પર આવી શકે છે. તેઓ ઘાટલોડિયાના ઉમેદવાર અને હાલના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ માટે પ્રચાર કરવા ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન સપ્તાહની શરૂઆતમાં ઉમેદવારી ફોર્મ ભરત પહેલા વિશાળ જનસભાને સંબોધી શકે છે, ત્યારબાદ વિશાળ રોડ શો પણ યોજે તેવી શક્યતાઓ પણ હાલમાં સેવાઈ રહી છે. ત્યારે હાલમાં અમિત શાહને આવકારવા પ્રદેશ ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપ ચૂંટણી પ્રચારમાં ઉતારશે કેન્દ્રીય નેતાઓની ફોજ

ભાજપે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભા ગજવશે. તેમજ તમામ નેતાઓની 20થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય 10થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ ,નીતિન ગડકરી ,અર્જુન મુંડા ,સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન ,ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત મુલાકાતે આવવાના છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારે આપવો પડે. હું ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ જેટલો સમય માગશે તેટલો આપીશ. પોતે આપેલા વચન પ્રમાણે જ વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક પ્રચાર રેલીઓ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં 25 જેટલી રેલી ગુજરાતમાં કરવાના છે.

g clip-path="url(#clip0_868_265)">