Gujarat : કપરાડા, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, દાહોદ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ, વાંચો કયાં-કેટલો વરસાદ નોંધાયો ?

|

Sep 22, 2021 | 2:01 PM

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ઇડર અને પોશીના પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલથી ખેડૂતોને રાહત થઇ છે. પોશીનામાં ગઇકાલે 3 ઇંચ વરસાદ બાદ આજે સવારે એક ઇંચ વરસાદ ખાબક્યો છે. વિજયનગરમાં સવારના અરસા દરમ્યાન પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

Gujarat : કપરાડા, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, દાહોદ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ, વાંચો કયાં-કેટલો વરસાદ નોંધાયો ?
Gujarat: Early morning rainy weather in Kaprada, Dadra Nagar Haveli, Sabarkantha, Dahod Panth

Follow us on

સંઘ પ્રદેશ દાદરા નગરહવેલીમાં વરસાદી માહોલ છવાયો છે. સેલવાસમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ખાનવેલમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે પણ સવારથી વરસાદી માહોલ યથાવત છે. સમગ્ર પંથકમાં વરસાદી પાણી ભરાયા છે.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી સારો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કપરાડામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. કપરાડામાં ભારે વરસાદથી નદી-નાળાઓ છલકાયા છે. કેટલીક જગ્યાએ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે.

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ઇડર અને પોશીના પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલથી ખેડૂતોને રાહત થઇ છે. પોશીનામાં ગઇકાલે 3 ઇંચ વરસાદ બાદ આજે સવારે એક ઇંચ વરસાદ ખાબક્યો છે. વિજયનગરમાં સવારના અરસા દરમ્યાન પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સાબરકાંઠાના વિજયનગરમાં સવારે બે કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઠેરઠેર ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. વિજયનગર, બાલેટા, કોડીયાવાડા, પાલ ચિતરીયા, દઢવાવ, ચિઠોડામાં ભારે વરસાદ નોંધાયો છે. અહીં, વહેલી સવારથી આ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે.

ભાવનગરના સિહોર તાલુકામાં પાંચ તલાવડા-દેવળીયાનો માર્ગ વરસાદી પાણી ભરાતા બંધ થયો છે.. ઉપરવાસમા પડેલા વરસાદના પાણી સિહોર પંથકમાં છવાયાં હતા. ઉલ્લેખનીય છે કે 3 વર્ષથી સરપંચે તંત્રને રજુઆત કરે છે છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે વધુ એક વખત રસ્તો બંધ થતા સરપંચે ફરી તંત્રને આવેદન આપી સિહોર તા.પંચાયત ખાતે ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ આવતાની સાથે રસ્તા પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થાય છે જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

દાહોદ જિલ્લાના લીમખેડા પંથકનો ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો છે. અને, ધાનપુર તાલુકાના અદલવાડા ડેમ છલકાયો છે. દાહોદની દુધીમતિ નદીના જુના કોઝ-વે સુધી પાણી ફરી વળ્યા છે. દાહોદમાં ભારે વરસાદથી ડેમ, નદી, નાળા છલકાયા છે.

અમદાવાગ શહેરમાં અનેક વિસ્તારોમાં બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું. તેમજ ગત મોડીરાતથી અનેક વિસ્તારોમાં વરસાદના છૂટા છવાયા ઝાપટાં પણ પડ્યા હતા. ધીમીધારે વરસાદને પગલે શહેરમાં ઠડંકનો અહેસાસ થઇ રહ્યો છે.

Next Article