GUJARAT : કોરોનામાં મિથીલીન બ્લૂ પીતા પહેલા ચેતી જજો,રાજકોટમાં 3 દર્દીઓની તબિયત લથળી

|

May 08, 2021 | 4:13 PM

GUJARAT : કોરાનામાં મિથીલીન બ્લૂ ઉપયોગી નીવડતી હોવાના દાવા વચ્ચે લોકો મિથીલીન બ્લુનું સેવન કરવા લાગ્યા છે, આપ પણ જો મિથીલીન બ્લૂનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો.

GUJARAT : કોરોનામાં મિથીલીન બ્લૂ પીતા પહેલા ચેતી જજો,રાજકોટમાં 3 દર્દીઓની તબિયત લથળી
ફાઇલ

Follow us on

GUJARAT : કોરાનામાં મિથીલીન બ્લૂ ઉપયોગી નીવડતી હોવાના દાવા વચ્ચે લોકો મિથીલીન બ્લુનું સેવન કરવા લાગ્યા છે, આપ પણ જો મિથીલીન બ્લૂનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો. કારણ કે રાજકોટની સિવીલ હોસ્પિટલમાં મિથીલીન બ્લુનું સેવન કરતા ત્રણ દર્દીઓની તબિયત લથળી છે. જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં શરૂ કરવામાં આવેલા બેડમાં કોઇ અજાણ્યા વ્યક્તિ દ્રારા મિથીલીન બ્લૂની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાંથી ત્રણ જેટલા દર્દીઓએ આ દવાની આખી બોટલ પીધી.વધારે પડતા સેવનથી ત્રણ જેટલા દર્દીઓની તબિયત લથળી હતી. જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતુ કે મિથીલીન બ્લૂ સિવીલ હોસ્પિટલમાં ક્યાંથી આવ્યું તે અંગે તપાસ ચાલું છે.હાલમાં ત્રણેય દર્દીઓની તબિયત સારી છે અને સિક્યુરિટી સ્ટાફને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે જેથી આ પ્રકારનું કૃત્ય અન્ય કોઇ વ્યક્તિ ન કરે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

મિથીલીન બ્લૂ અંગે માન્યતા

મિથીલીન બ્લૂ ફેફસાં માટે ઉપયોગી હોવાની છે માન્યતા
દરરોજ સવારે 4 થી 5 ટીપાં જીભ નીચે મૂકવાથી ફેફસાંને ફાયદો થતો હોવાની છે માન્યતા
મિથીલીન બ્લૂની નાસ લેવાથી પણ ફાયદો થતો હોવાની છે માન્યતા

Published On - 4:13 pm, Sat, 8 May 21

Next Article