GUJARAT : હાલ આ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, વાંચો કયાં-કેટલા ઇંચ ખાબકયો વરસાદ ?

|

Sep 23, 2021 | 4:45 PM

હવામાન વિભાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે પવન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

GUJARAT : હાલ આ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, વાંચો કયાં-કેટલા ઇંચ ખાબકયો વરસાદ ?
GUJARAT: Currently waterlogged condition in this district, read how many inches of rain?

Follow us on

ગુજરાત(Gujarat ) ના અનેક જિલ્લાઓમાં આજે સવારથી મેઘમહેર (Heavy Rain) વરસી રહી છે. ખાસ કરીને વલસાડના કપરાડા, જામનગરના જોડિયા, નવસારી, સુરત અને કચ્છના રાપર પંથક સારો એવો વરસાદ નોંધાયો છે. જામનગરના જોડિયામાં સાડા 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

કચ્છ જિલ્લાની વાત કરીએ તો રાપર તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાપર તાલુકાના બેલા, મોવાણામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાપરમાં ગત રાત્રીથી સવારના 12 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 2 કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રાપરમાં માલી ચોક, કોર્ટે રોડ, દેના બેંક ચોક, નગાસર તળાવ રોડ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આથમણા નાકા, સલારી નાકા, ભુતિયા કોઠા રોડ, ગેલીવાડી, તિરુપતિ નગર જળબંબાકાર થયું છે. રાપર તાલુકાના બેલા, મૌઆણા જાટાવાડા, શિરાંનીવાંઢ, ધબડા બાલાસર, લોદ્વાણીમાં ચેકડેમો છલકાયા છે.

વલસાડ (Valsad) જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના કપરાડામાં આજે પણ ભારે વરસાદ નોંધાયો છે. અને, કપરાડા આસપાસ નદી અને નાળાઓ છલકાયા છે. જેમાં ખડકાવાલ ગામ વચ્ચેથી પસાર થતી કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. ભારે પાણીને કારણે કલાકો સુધી ગામનો સંપર્ક કપાયો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

નવસારી (Navsari) શહેરમાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે પાણી-પાણી થઈ ગયો છે. નેશનલ હાઈવે 48 પર વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. નવસારી ગ્રીડ પર આવેલા બારડોલી-નવસારી માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે પવન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતાં વેગણીયા ખાડીનો લો લાઈન પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેથી બીજી તરફ રહેતા 250થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. આ બ્રિજ આ સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે.

ભરૂચમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. અને, ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતાં માર્ગો પર નદીઓ વહી રહી છે. નીચાણવાળા વિસ્તારો પાણીપાણી થઇ ગયું છે.

સુરત શહેર અને ગ્રામ્યમાં મેઘમેહર યથાવત રહી છે. સુરત જિલ્લાના પલસાણા પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મોડી રાત્રીથી શરૂ થયેલા વરસાદે સુરત શહેરને પાણીથી તરબોળ કર્યું છે. જિલ્લાના લસકાણા, કામરેજ, પલસાણા અને કડોદરા સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદને કારણે સુરત-કડોદરા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ભરાયા છે. અને, નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. અહીં નોંધનીય છેકે સુરતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરના કડાણા ડેમમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનનો મહી બજાજ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે કડાણા ડેમની જળસપાટીમાં એકાએક 11 ફૂટનો વધારો જોવા મળી રહ્યો છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમ 70 ટકા ભરાઇ ગયો છે.

 

Published On - 4:06 pm, Thu, 23 September 21

Next Article