Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, સતત બીજા દિવસે 3 હજારથી વધુ નવા કેસ, 17 ના મૃત્યુ

Gujarat Corona Update : રાજ્યમાં આજે 6 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 3280 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, સતત બીજા દિવસે 3 હજારથી વધુ નવા કેસ, 17 ના મૃત્યુ
રચનાત્મક તસ્વીર સોર્સ GOOGLE
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 7:59 PM

Gujarat Corona Update : રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 અને 4 એપ્રિલે 2875, અને 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે સતત બીજા દિવસે કોરોનાના નવા 3 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે.

3280 કેસ, 15 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 6 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 3280 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 17 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ અને સુરતમાં 7-7, રાજકોટમાં 2 અને વડોદરામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,24,878 થઇ છે.

અમદાવાદમાં 789 અને સુરતમાં 615 કેસ રાજ્યમાં આજે 6 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 789, સુરતમાં 615, વડોદરામાં 218 અને રાજકોટમાં 321, જામનગરમાં 81, ભાવનગરમાં 65 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એક્ટીવ કેસ વધીને 17,348 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 5 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 16252 એક્ટીવ કેસ હતા, જે આજે 6 એપ્રિલે વધીને 17,348 થયા છે.જેમાં 171 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 17,177 લોકોની સારવાર ચાલી રહી છે.

2167 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 6 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2167 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,02,932 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 93.24 ટકા થયો છે.

આજે 3,12,688 લોકોને કોરોનાની રસી અપાઈ રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 6 અપ્રિલના દિવસે કુલ 3,12,688 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 70,38,445 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 8,47,185 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે છઠ્ઠો દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 2,75,777 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 29,886 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 78,85,63 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

Latest News Updates

PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
g clip-path="url(#clip0_868_265)">