GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 16 સપ્ટેમ્બરે કોરોનાના નવા 22 કેસ નોંધાયા, 23 દર્દીઓ સાજા થયા, 2.65 લાખ લોકોનું રસીકરણ થયું

|

Sep 16, 2021 | 9:22 PM

રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 23 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,446 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 16 સપ્ટેમ્બરે કોરોનાના નવા 22 કેસ નોંધાયા, 23 દર્દીઓ સાજા થયા, 2.65 લાખ લોકોનું રસીકરણ થયું
Gujarat Corona Update : 22 new cases of corona, 23 patients recovered on 16 September in Gujarat

Follow us on

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસો ફરી સૂચક રીતે વધ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી નવા કેસો 20ની નીચે આવતા હતા, પણ આજે 16 સપ્ટેમ્બરે ફરી એક વાર 20 થી વધુ નવા કેસ સામે આવ્યાં છે. જો કે આમાં રાહતની વાત એ છે કે એક્ટીવ કેસો વધ્યા નથી, કારણ કે નવા કેસો આવવાની સાથે એટલા જ પ્રમાણમાં કોરોનાના દર્દીઓ સાજા થઇ રહ્યાં છે.

કોરોનાના 22 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 22 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,676 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 5, અને સુરત શહેરમાં 4 , વડોદરા શહેરમાં 3 , ભાવનગર અને વલસાડ જિલ્લામાં 2-2, અમરેલી, ગીરસોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ અને સુરત અને જિલ્લામાં કોરોના વાયસરનો 1-1નવો કેસ નોંધાયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

23 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 149 થયા
રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 23 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,446 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 149 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 2.65 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરના રોજ 2,66,560 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 29585, સુરતમાં 24736, વડોદરામાં 6464, રાજકોટમાં 7581, ભાવનગરમાં 638, ગાંધીનગરમાં 2791, જામનગરમાં 2959 અને જુનાગઢમાં 1260 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 82,337 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 1,17,780 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 5 કરોડ 35 લાખ, 85 હજાર અને 394 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : WOMEN POWER : CM ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં બે મહિલાઓનો સમાવેશ, જાણો કોણ છે આ બે મહિલા પ્રધાનો

Next Article