ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 377 કેસ નોંધાયા, 9 લોકોના મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 20 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 377 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 9 લોકોના મૃત્યુ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 9:36 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 20 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 377 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 9 લોકોના મૃત્યુ થયા છે.ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ શહેર-જિલ્લામાં કોરોનાના 136 નવા કેસ નોંધાયા છે. જો કે, રાહતની વાત એ છે કે, અમદાવદામાં એક પણ દર્દીનું મોત થયું નથી. વડોદરા શહેર-જિલ્લામાં નવા 71 કેસ. પાંચ દર્દીનાં મોત થયા છે.આ ઉપરાંત જામનગમરાં 2, ભાવનગરમાં 1 અને સુરતમાં 1 દર્દીનું મોત થયુ છે. સુરતમાં કોરોનાના 20 નવા દર્દી મળ્યા.તો રાજકોટ શહેર અને ગ્રામ્યમાં માત્ર 7 કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠામાં 18, અરવલ્લીમાં 15, ગાંધીનગરમાં 13, મહેસાણામાં 12 અને પાટણમાં 11 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાં કેસના આંકડા 10થી નીચે પહોંચ્યા છે.

બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 1,148 દર્દીઓ સાજા થયા છે..અત્યાર સુધીમાં 12 લાખ 4 હજાર 656 લોકો સ્વસ્થ થયા છે..તો રાજ્યમાં અત્યાર સુધીમાં 10,896 લોકોનાં મૃત્યુ થયા છે..હાલ રાજ્યમાં 5 હજાર 10 એક્ટીવ કેસ છે જેમાંથી 41 લોકો વેન્ટીલેટર પર છે જ્યારે 4 હજાર 969ની હાલત સ્થિર છે.

આ પણ વાંચો :  પોરબંદર : પાકિસ્તાન મરીનના આતંકનો વીડિયો આવ્યો સામે, IMBL નજીક ભારતીય બોટોના અપહરણની પેરવી

આ પણ વાંચો : Patan ખાતે નિર્માણાધિન વીર મેઘમાયા મંદિર સ્મારકના સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">